garvi gujarat essay in gujarati

ગરવી ગુજરાત નિબંધ | Garvi Gujarat Essay in Gujarati

નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ માં સ્વાગત છે, આજે આપણે “ગરવી ગુજરાત નિબંધ (Best 3 Garvi Gujarat Essay in Gujarati)” આર્ટિકલ માં ખુબ સરસ ત્રણ ગુજરાતી નિબંધ ના ઉદાહરણ જોવાના છીએ. તમને ખબર જ હશે કે અત્યારે કોઈ પણ ધોરણ ની પરીક્ષા માં કોઈ પણ વિષય નો એક નિબંધ ફરજીયાત પૂછાતો હોય છે અને બધા વિદ્યાર્થી માટે આ વિષય પણ ખુબ ઉપીયોગી હોય છે.

આવા ઘણા કારણો સર અમે અહીં ગુજરાત અને તેની પ્રગતિ વિષે ના ત્રણ ગુજરાતી ભાષા ના નિબંધ ના ઉદાહરણ આપેલા છે, જે બધા જ ઉદાહરણ તમને જરૂર થી ગમશે. અહીં દર્શાવેલ નિબંધો તમારે સીધા copy મારવાના નથી પણ તમારે તેમાંથી માર્ગદર્શન મેળવી અને તમારો પોતાનો એક નિબંધ લખવાનો છે, જે અહીં આપેલા ઉદાહરણ કરતા પણ સુંદર હોય.

ગરવી ગુજરાત નિબંધ ગુજરાતીમાં (Garvi Gujarat Essay in Gujarati Language)

ગુજરાત એ ભારતનું એક મહત્વપૂર્ણ રાજ્ય છે, જે દેશના પશ્ચિમ કિનારે, અરબી સમુદ્ર પર સ્થિત છે. તે કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર તેમજ મુખ્ય ભૂમિ પર આસપાસના વિસ્તારને સમાવે છે. ગુજરાત ની સીમા મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમમાં પાકિસ્તાન અને ઉત્તરમાં રાજસ્થાનના, પૂર્વમાં મધ્ય પ્રદેશ અને દક્ષિણ-પૂર્વમાં મહારાષ્ટ્રથી જોડાયેલી છે.

ગુજરાત તેની દક્ષિણ અને દક્ષિણ પૂર્વીય સરહદનો એક નાનો ભાગ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરા અને નગર હવેલી સાથે પણ જોડાયેલો છે. ગુજરાતનો દરિયાકિનારો લગભગ 1600 કિમી લાંબો છે, જે ભારત ના બધા રાજ્યો કરતા વધુ છે. ગુજરાત ની રાજધાની ગાંધીનગર છે, જે સૌથી મોટા શહેર અમદાવાદ ની નજીક છે. આજે પણ ભારત માં ગાંધી નું ગુજરાત કહેવામાં આવે છે અને હાલ ના આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ ગુજરાતી જ છે. તો ચાલો નિબંધ તરફ આગળ વધીએ.

500 શબ્દ નો નિબંધ ધોરણ 8, 9, 10 (500 Word Essay)

પ્રથમ વાત કરીએ તો ગુજરાત રાજ્ય ની સ્થાપના 1લી મે 1960 માં થઇ હતી.. એક સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુગલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું, જયારે 18 મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો.

મૌર્ય ગુપ્ત તેમજ ગુર્જર શાસકોએ અહીં શાસન કર્યું હતું તેમજ ગુર્જર શાસકોના શાસનના લીધે આ રાજ્ય નું નામ ગુજરાત પડ્યું હતું. હાલ ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે અને જે પેહલા સૌથી મોટું શહેર અમદાવાદ હતું. આ રાજ્યમાં વિભિન્ન ધર્મોના લોકો રહે છે. ગુજરાતની પ્રમુખ ભાષા ગુજરાતી છે, ગુજરાતીની સાથે જ હિંદી અને અંગ્રેજીનો પણ ઉપીયોગ કરવામાં આવે છે.

જ્યાં ગરબા તેમજ ડાંડિયા અને પ્રમુખ લોકનૃત્ય છે જે ગુજરાતની સંસ્કૃતિને સમગ્ર વિશ્વ માં વિશિષ્ટતા પ્રદાન કરે છે. ગુજરાતના પ્રમુખ મેળામાં તરણેતરનો મેળો, શામળાજી મેળો, માધવરાયનો મેળો, મા અંબાનો મેળો, દ્વારકા અને ડાકોરનો મેળો તેમજ અન્ય ઘણા મેળા પ્રસિદ્ધ છે. આ સિવાય પ્રમુખ તહેવારોમાં મકરસંક્રાતિ, દિવાળી, હોળી તેમજ નવરાત્રી ખુબ પ્રખ્યાત છે અને લોકો ધૂમ ધામ થી મનાવે છે.

પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની પવિત્ર પર્વત યાત્રા સ્થાન માનું એક છે. તળાજાની પર્વતમાળા બૌદ્ધ ગુફાઓ માટે સમગ્ર ભારત માં ખુબ જાણીતી છે. કચ્છમાં 3 પર્વતમાળા આવેલી છે. કચ્છનો પ્રખ્યાત કાળો ડુંગર એ કચ્છ અને સિંધ વચ્ચે આવેલી પર્વતમાળાનો હિસ્સો છે. જયારે ઉત્તર તરફની પર્વતમાળા ખડીર અને પ્રાંજલ સુધી જાય છે અને દક્ષિણ તરફની પર્વતમાળા માધથી શરુ થઈને રોહા આગળ સમાપ્ત થાય છે.

ગુજરાતમાં પ્રાચીન સમયથી જ આશરે લગભગ 24 જેટલી અલગ અલગ જનજાતિઓ વસવાટ કરે છે, જયારે પ્રમુખ જનજાતિઓમાં ભીલ, કોળી, પટેલ છે. ગુજરાતની દરિયાઈ સીમા 1600 કિલોમિટર લાંબી છે. ગુજરાતની ઉત્તર પૂર્વી સરહદ રાજસ્થાન તથા મધ્ય પ્રદેશ અને દક્ષિણ સીમા મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. દમણ, દાદરા અને નગર હવેલી સાથે સરહદ પશ્ચિમમાં અરબ સાગર સ્થિત છે. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 1,96,024 વર્ગ કિલોમિટર જેટલું છે.

ગુજરાતમાં 182 વિધાનસભા ક્ષેત્ર તેમજ 26 લોકસભા ક્ષેત્ર છે. ગુજરાતના ઇતિહાસ પર નજર કરીએ તો તે રસપ્રદ છે. લગભગ ઈ.સ. 2100 પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણ મથુરાથી દ્વારકા ગયા હોવાનું પ્રમાણ છે. સિંધુ ઘાટી સભ્યતા ધરાવતા લોથલ જેવા બંદર પણ ગુજરાતમાં જ સ્થિત છે. ગુજરાતને ઘણા બહારના આક્રમણોનો પણ સામનો કરવો પડ્યો હતો.

ઔદ્યોગિક દૃષ્ટિએ સંપન્ન રાજ્ય હોવાના કારણે દેશના વિભિન્ન વિસ્તારો સાથે રાજ્યનો સંપર્ક પરિવહનના વિભિન્ન સાધનો દ્વારા થાય છે અને પરિવહ પણ ખુબ મજબૂત માનવામાં આવે છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે તો કંડલા આંતરરાષ્ટ્રીય બંદર છે. કંડલા સિવાય 40 કરતાં વધારે અન્ય બંદર પણ ગુજરાતમાં સામેલ છે.

અહીં થી દેશના અન્ય વિસ્તારોમાં પણ પરિવહન થાય છે. રાજ્યના પ્રમુખ ઉદ્યોગોમાં નવીન ઉદ્યોગોનું પ્રમાણ વધારે છે જેમાં ખાતર અને ઉર્વરક એન્જિનિયરિંગ રસાયણ, પેટ્રો રસાયણ, ઇલેક્ટ્રૉનિક્સ તેમજ દવાઓ નો ઉદ્યોગ પ્રમુખ છે. જે રોજગારી ઉત્પન્ન કરવામાં પ્રમુખ ભાગ ભજવે છે. રાજ્યમાં કૃષિ પણ મોટા પાયે કરવામાં આવે છે. સિંચાઈનું પ્રમુખ સાધન ભૂજળ અને સરદાર સરોવર પરિયોજના છે. પ્રમુખ પાકોમાં કપાસ, મગફળી, તમાકુ તેમજ અન્ય ખાદ્ય અને અનાજના પાકો છે.

300 શબ્દ નો આપણું ગરવી ગુજરાત નિબંધ (300 Word Aapnu Garvi Gujarat Nibandh in Gujarati For Standard 6, 7, 8)

ગુજરાતી સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હોવાનું માનવામાં આવે છે, જે 1576 સુધી સત્તામાં રહી, તે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુગલ સામ્રાજ્યમાં ભેળવી લીધું હતું. તે પછી 18 મી સદીમાં મરાઠાઓએ ગુજરાત પર વિજય મેળવ્યો હતો. જયારે ગુજરાત રાજ્ય ની સ્થાપના 1લી મે 1960 માં થઇ હતી.

મૌર્ય ગુપ્ત તેમજ ગુર્જર શાસકોએ ગુજરાત પર શાસન કર્યું હતું તેમજ ગુર્જર શાસકોના શાસનના લીધે રાજ્ય નામ ગુજરાત પડ્યું હતું. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે અને રાજ્ય નું સૌથી મોટું શહેર અમદાવાદ છે.

રાજ્યમાં વિભિન્ન ધર્મોના લોકો શાંતિ પૂર્વક રહે છે. ગુજરાતની મુખ્ય અને પ્રાદેશિક ભાષા ગુજરાતી છે. ગુજરાતીની સાથે સાથે અહીં હિંદી અને અંગ્રેજીનો થોડા પ્રમાણ માં પ્રયોગ કરવામાં આવે છે. ગરબા તેમજ અને ડાંડિયા પ્રમુખ લોકનૃત્ય છે જે ગુજરાતની સંસ્કૃતિને વિશિષ્ટતા પ્રદાન કરે છે.

ગુજરાતના પ્રમુખ મેળામાં ની વાત કરીયે તો લગભગ 1500 જેટલા મેળા ભરાય છે અને તરણેતર નો મેળો, વૌઠા નો મેળો, શામળાજી નો મેળો, પલ્લી નો મેળો અને ભવનાથ નો મેળો ખુબ જ પ્રસિદ્ધ છે. તે સિવાય પ્રમુખ તહેવારોમાં મકરસંક્રાતિ, દિવાળી, હોળી તેમજ નવરાત્રી ખુબ પ્રખ્યાત છે, જે બધા ધર્મ નાલોકો ધૂમ ધામ થી ઉજવે છે.

ગુજરાતના ઉત્તર ભાગમાં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. આ અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાં આબુ પાસેથી પ્રવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે. તારંગા પર્વતમાળા મહેસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે. અરવલ્લી પર્વતમાળાની આરાસુર શાખા દાંતા, ખેડબ્રહ્મા, ઇડર અને શામળાજી થઈને વિંધ્યાચલમાં સમાઈ જાય છે.

તાપી જિલ્લામાંથી પસાર થતી સહ્યાદ્રી પર્વતમાળા એ રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે અને તદુપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ધરાવે છે. ગીરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે જે, બરડા પર્વતમાળાનો એક હિસ્સો છે જેની ઉંચાઈ 1145 મીટર અને લંબાઈ 160 કિમી છે. તેની ઊંચામાં ઉંચી ટોચ ગોરખનાખ તરીકે ઓળખાય છે.

પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની પવિત્ર પર્વતમાળામાંની એક છે. તળાજાની પર્વતમાળા બૌદ્ધ ગુફાઓ માટે જાણીતી છે. કચ્છમાં ૩ પર્વતમાળા આવેલી છે. કચ્છનો પ્રખ્યાત કાળો ડુંગર એ કચ્છ અને સિંધ વચ્ચે આવેલી પર્વતમાળાનો હિસ્સો છે. જયારે ઉત્તર તરફની પર્વતમાળા ખડીર અને પ્રાંજલ સુધી જાય છે અને દક્ષિણ તરફની પર્વતમાળા માધથી શરુ થઈને રોહા આગળ સમાપ્ત થાય છે.

નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે, તેના પછી તાપી અને સાબરમતી નદી કે જે ગુજરાતમાં લાંબો વિસ્તાર આવરી લે છે. જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે. સરદાર સરોવર યોજના નર્મદા નદી પર બનાવામાં આવી છે. નર્મદા નદી કે જે 1312 કિમી લાંબી છે તે ભારત ના મધ્યમાંથી બે ભાગલા પાડે છે. નર્મદા, તાપી, મહી માત્ર આ ત્રણ નદીઓ ભારતમાં પૂર્વથી પશ્ચિમમાં વહે છે. સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના બની છે, જે એક પર્યટક સ્થળ તરીકે વિકાસ પામી છે.

આ સિવાય ગુજરાતમાં રોજગાર માટે ઘણા અલગ અલગ ઉદ્યોગો વિકાસ પામ્યા છે અને અહીં મુખ્યત્વે ગામડા નો લોકો રોજી રોટી માટે ખેતી અને પશુપાલ જેવા વ્યવસાય કરે છે. ગુજરાત ભારત નું એક પ્રતિષ્ઠિત અને ખ્યાતિ ધરાવતું રાજ્ય છે, જે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીજી જેવા વિખ્યાત માણસો ની જન્મભૂમિ છે.

10 લીટી નો નિબંધ (10 Line Garvi Gujarat Essay in Gujarati)

  1. ગુજરાત ભારતનું એક રાજ્ય છે અને તેની સ્થાપના 1લી મે 1960ના રોજ કરવામાં આવી હતી.
  2. ગુજરાતમાં કુલ 33 જિલ્લા છે અને તેનું પાટનગર હાલ ગાંધીનગર છે.
  3. અમદાવાદ, સુરત, રાજકોટ ને વડોદરા ગુજરાતના સૌથી મોટા શહેરો છે.
  4. ગુજરાતનું ગરબા નૃત્ય વિશ્વ ભર માં ખૂબ પ્રખ્યાત છે.
  5. ગુજરાતની પશ્ચિમ સરહદે પાકિસ્તાન અને દક્ષિણ માં અરબી સમુદ્ર આવેલો છે.
  6. અહીં મુખ્યત્વે કપાસ, તમાકુ અને મગફળીની ખેતી થાય છે.
  7. અહીંની પ્રાદેશિક ભાષા ગુજરાતી છે, સાથે સાથે અહીં હિન્દી અને અંગ્રેજી પણ બોલવામાં છે.
  8. ગુજરાતમાં લગભગ 40 બંદરો છે, જેમાં કંડલા સૌથી મોટું બંદર છે.
  9. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી જેવા નેતાઓનો જન્મ ગુજરાત માં થયો છે.
  10. સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં સ્થિત છે, જે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વ ની સૌથી વિશાળ પ્રતિમા છે. આ સ્થળ ને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવેલું છે, જ્યાં એક ભવ્ય મ્યુઝિયમ પણ છે.

Garvi Gujarat Essay in Gujarati PDF

તમને ઉપર ત્રણ સુંદર નિબંધ દેખાશે જો તમારે આ બધા નિબંધ PDF ફાઈલ માં જોતા હોય તો નીચે ના બટન પર કરો, જ્યાં તમારા માટે PDF ફાઈલ અપલોડ કરેલી છે. અન્ય રીતે જો તમે Google Chrome બ્રાઉઝર નો ઉપીયોગ કરી અને તમે જાતે જ આ article ને PDF માં કન્વર્ટ કરી શકો છો. તમને નીચે આ કામ કઈ રીતે કરવું તેના સરળ પગલાં આપેલા છે.

  • વિકલ્પ અથવા 3 ડોટ પર ટેપ કરો, જે ઉપરના જમણા ખૂણે છે.
  • તમે ચોક્કસ પૃષ્ઠ માટે PDF બનાવી શકો છો
  • Ctrl + P દબાવો અથવા પ્રિન્ટ પર ક્લિક કરો
  • ફાઇલ સેવ ડેસ્ટિનેશન સેટ કરો
  • સેવ બટન પર ક્લિક કરો
  • PDF તરીકે સાચવો
  • થઈ ગયું!

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી?

ગુજરાતની સ્થાપના May 1960 માં મુંબઈ માંથી અલગ પાડી અને કરવામાં આવી હતી.

ગુજરાતનું પાટનગર કયું છે?

આપણા રાજ્યનું પાટનગર ગાંધીનગર છે, જયારે સૌથી મોટું શહેર અમદાવાદ છે.

સારાંશ (Summary)

આશા રાખું છું કે ગરવી ગુજરાત નિબંધ (Garvi Gujarat Essay in Gujarati Language)” આર્ટિકલ માં તમેં આ ટોપિક પર ત્રણ સરસ ઉદાહરણ જોયા અને તેના ઉપર થી તમે હવે પોતાનો સરસ નિબંધ લખી શકવા સક્ષમ હશો. છતાં કોઈ મુશ્કેલી જન તો નીચે કોમેન્ટ કરો, અમે જરૂર તમારી મદદ કરશું. આવીજ અવનવી ગુજરાતી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Shopping Cart