3 સ્વચ્છ ભારત અભિયાન પત્ર | Swachh Bharat Abhiyan Letter in Gujarati

Admin

તમામ વિકસિત દેશો ખૂબ જ સાફ અને નિરોગી હોય છે અને ભારત પણ વિકાસ સાથે સફાઈ બાબતે ખુબ જ ધ્યાન આપે છે. આપણે અહીં સ્વચ્છ ભારત અભિયાન પત્ર (Swachh Bharat Abhiyan Letter in Gujarati) કે નિબંધ વિશે વાત કરવાના છીએ, જેથી લોકોને સ્વચ્છતા નું મહત્વ સમજાય. નીચે તમને થોડા ઉદાહરણ જોવા મળશે, જેમાંથી પ્રેરણા લઈ અને તમે તમારો પત્ર કે નિબંધ લખી શકો.

તો નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા બ્લોગ Learn in Gujarati માં સ્વાગત છે. આ પણ આપણા અને આપણા દેશ માટે ખુબ જ મહત્વપૂર્ણ ટોપિક છે, જે બાબતે દેશના તમામ લોકોને તે બાબતે ધ્યાન દોરવું જરૂરી છે. જો આપણે આપણી જાતને, ઘર અને આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખીશું તો જીવવાનો એક અનોખો આનંદ આવશે અને ઘણા રોગો થી દૂર રહીશું.

સ્વચ્છ ભારત અભિયાન પત્ર અને નિબંધ (Swachh Bharat Abhiyan Letter in Gujarati)

આપણા દેશને કચરા મુક્ત રાખવો એ આપણા બધા લોકો ની ફરજ છે. આ સિવાય નીચે આપેલા ઉદાહરણ દ્વારા તમે અન્ય લોકો ને પણ આ બાબતે સમજાવી શકો છો.

swachh bharat abhiyan letter in gujarati

ઉદાહરણ 1

પ્રશ્ન- સ્વચ્છ ભારત અભિયાન પર લોકોનું ધ્યાન દોરવા પરના તમારા મંતવ્યો પત્ર દ્વારા એક સમાચારપત્ર ના તંત્રીને લખો. તેમને સમજાવો કે તેમના સમાચારપત્ર માં આ બાબતે એક કોલમ લખે અને જો તમામ સ્તરે નિષ્ઠાપૂર્વક સ્વચ્છતા નો અમલ કરવામાં આવે તો તે સમાજમાં કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે. એક ટૂંકો ઉદાહરણ પત્ર લખો.

જવાબ –

12, ઇસ્કોન રોડ,
અમદાવાદ
જૂન 18, 2020
સંપાદક,
અમદાવાદ એક્સપ્રેસ,
અમદાવાદ.

સર/મેડમ,
વિષય: સ્વચ્છ ભારત અભિયાન

તમારા લોકપ્રિય અખબારની આદરણીય કોલમ દ્વારા, હું આપણા આદરણીય વડા પ્રધાન દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત અભિયાનને વધુ પ્રોત્સાહન આપવા માંગુ છું. આ અભિયાન ને એક મહાન પહેલની જરૂરિયાત છે. આપણા દેશમાં કોઈ પણ મોટા પરિવર્તન લાવવા માટે તમામ સ્તરે પ્રયાસ કરવો ખુબ જ જરૂરી છે. કારણ કે સ્વચ્છતા એ પણ એક પ્રકારે ઈશ્વરભક્તિ છે.

આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ પણ સ્વચ્છતાના સારા કાર્યો જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તમામ ભારતીય લોકોએ માત્ર તેમની અંગત જગ્યાઓ જ નહીં પરંતુ જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવાના મહત્વને સમજવાની ખુબ જ જરૂર છે. કચરો અને પ્લાસ્ટિક કોઈ પણ જગ્યા એ ફેંકી દેવાના કારણે અનેક રોગો પેદા થાય છે અને પ્રદૂષણ પણ થાય છે.

સ્વચ્છ વાતાવરણ હવાને શુદ્ધ કરશે અને આપણા દેશના લોકોના આરોગ્યની સ્થિતિ વધુ સારી રહેશે. તે સમગ્ર ભારતમાં એકતા અને ભાઈચારાની લાગણીને પ્રોત્સાહિત કરશે, કારણ કે દરેક વ્યક્તિ સમાન હેતુ માટે કામ કરશે. તે લોકોને તેમના પોતાના શહેર અને દેશ પ્રત્યે ગર્વની લાગણી પણ આપશે. આ વિષય પર પણ લોકોને મહત્વપૂર્ણ જાણકરી દેવી ખુબ જ જરૂરી છે. જેથી આશા રાખું છું, કે તમે આ બાબતે એક કોલમ તમારા સમાચારપત્રમાં જરૂરથી પ્રકાશિત કરશો

તમારો આભાર,
દિવ્યેશ પટેલ

ઉદાહરણ 2

સ્વચ્છ ભારત અભિયાન એ આપણા દેશમાં યોજાયેલ સૌથી મહત્વપૂર્ણ અને લોકપ્રિય મિશન પૈકીનું એક છે. આ મિશન નું નામ જ તેના ઉદેશ્ય ને પ્રકશિત કરે છે. દેશના તમામ શહેરો અને નગરોને સ્વચ્છ બનાવવા માટે આ અભિયાનની રચના કરવામાં આવી હતી.

આ ઝુંબેશ સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેની પ્રથમ રજૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના વિઝનને માન આપવા માટે 2જી ઓક્ટોબરના રોજ તેની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન રાષ્ટ્રીય સ્તરે ચલાવવામાં આવ્યું હતું અને તેમાં દેશના તમામ નગરો, ગ્રામીણ અને શહેરી વિસ્તારો સામેલ હતા. તે સૌ પ્રથમ વાર લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં એક મહાન પહેલ તરીકે ઓળખાય છે.

સ્વચ્છ ભારત મિશનના ઉદ્દેશ્યો

સ્વચ્છ ભારત અભિયાને પૂર્ણ કરવા માટે ઘણા ઉદ્દેશ્યો નક્કી કરાયા છે, જેથી કરીને ભારત સ્વચ્છ અને વધુ સુંદર બની શકે. વધુમાં, સફાઈ બાબતે ફક્ત સફાઈ કામદારો જ નહીં પરંતુ દેશના તમામ નાગરિકોને અપીલ કરાઈ હતી. તેનો મુખ્ય હેતુ તમામ ઘરો માટે સેનિટરી સુવિધાઓ ઉભી કરવાનો છે. કારણકે હજી પણ આપણા દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં સૌથી સામાન્ય સમસ્યાઓમાંની એક છે કે લોકો ખુલ્લામાં શૌચ કરે છે. સ્વચ્છ ભારત અભિયાનનો હેતુ તેને દૂર કરવાનો છે.

આ સિવાય ભારત સરકાર તમામ નાગરિકોને યોગ્ય ગટર વ્યવસ્થા પ્રદાન કરવા માંગે છે. આનાથી નાગરિકોમાં વધુ ને વધુ સ્વચ્છતાને પ્રોત્સાહન મળશે. તેવી જ રીતે આપણી સરકાર ઘણા કાર્યક્રમો દ્વારા લોકોને આરોગ્ય અને સ્વચ્છતા વિષે શિક્ષણ અંગે પણ જાગૃત કરવા માંગતા હતા. દેશમાં સરકાર દ્વારા લખો શૌચાલય બનાવવામાં આવ્યા અને તે પછી, મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને કચરાનો વ્યવસ્થિત નિકાલ કરવાનું શીખવવાનો હતો.

ભારતને સ્વચ્છ ભારત અભિયાનની શા માટે જરૂર છે?

ભારતને ગંદકી નાબૂદ કરવા માટે સ્વચ્છ ભારત મિશન જેવા અભિયાનની સખત જરૂર છે. આરોગ્ય અને સુખી જીવન સંદર્ભમાં નાગરિકોના સર્વાંગી વિકાસ માટે તે મહત્વપૂર્ણ છે. ભારતની મોટાભાગની વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહેતી હોવાથી ગંદગી એક મોટી સમસ્યા છે.

સામાન્ય રીતે આવા ગામડાના વિસ્તારોમાં લોકો પાસે યોગ્ય શૌચાલયની સુવિધા નથી. તેઓ આ કાર્ય કરવા ખેતરોમાં કે રસ્તા પર જાય છે. આ પ્રથા તમામ લોકો માટે સ્વચ્છતાની ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. તેથી, આ મિશન આ લોકોની જીવનશૈલી સુધારવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.

અન્ય વાત કરીએ તો, સ્વચ્છ ભારત મિશન કચરાના યોગ્ય વ્યવસ્થાપનમાં પણ મદદ કરશે. જ્યારે આપણે કચરાનો યોગ્ય રીતે નિકાલ કરીશું તો સરકાર ને કચરાને રિસાયકલ કરવામાં ખુબ જ મદદ મળશે, ત્યારે તે દેશનો વિકાસમાં ફાયદારૂપ થશે. જયારે આ મિશનનું પ્રથમ પ્રથમ હેતુ ગ્રામીણ ક્ષેત્ર હતું.

આ સિવાય મુખ્ય ઉદેશ્યમાં જાહેર લોકોનું આરોગ્ય સ્તર વધારવાનું પણ હતું. થોડા વર્ષો પેહલા ભારત વિશ્વના સૌથી ગંદા દેશોની સૂચિ માં શામિલ હતો પણ આ મિશન પરિસ્થિતિને બદલી શકે છે.

અંતમાં વાત કરીએ તો, સ્વચ્છ ભારત અભિયાન એ ભારતને એક સ્વચ્છ, સુંદર અને હરિયાળો દેશ બનાવવાની એક મહાન શરૂઆત છે. જો તમામ નાગરિકો સાથે મળીને આ કાર્યમાં ભાગ લેશે, તો ભારત ટૂંક સમયમાં જ વિકાસ પામશે. તદુપરાંત, જ્યારે ભારતની સ્વચ્છતાની સ્થિતિમાં સુધારો થશે, ત્યારે તમામ લોકોને સમાન રીતે લાભ થશે. ભારતમાં દર વર્ષે વધુ પ્રવાસીઓ આવશે અને નાગરિકો માટે ખુશનુમા અને સ્વચ્છ વાતાવરણ ઉભું થશે.

ઉદાહરણ 3

સ્વચ્છ ભારત અભિયાન એ ભારત સરકાર દ્વારા ભારતને સ્વચ્છ ભારત બનાવવાની એક અનોખી પહેલ છે. આ અભિયાન ભારત સરકાર દ્વારા 2જી ઓક્ટોબર 2014 ના રોજ મહાન વ્યક્તિ અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 145મી જન્મજયંતિ પર શરૂ કરવામાં આવ્યું હતું.

તે રાજઘાટ, નવી દિલ્હી ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન દ્વારા, ભારત સરકારે 2જી ઓક્ટોબર 2019 (જેનો અર્થ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ) સુધીમાં ભારતને સ્વચ્છ ભારત બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું.

તે પ્રથમ દેશભક્તિથી પ્રેરિત અને રાજકારણ-મુક્ત અભિયાન માનવામાં આવે છે. આ ભારતને સ્વચ્છ દેશ બનાવવા માટે દરેક નાગરિકની જવાબદારી તરીકે શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાને અસરકારક રીતે લોકોને સ્વચ્છતા તરફ પ્રેરિત કર્યા છે. શરુવાતમાં જ શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ મિશનમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ખૂબ જ જોડાયા હતા. અને આ આપણી ફરજ છે કે આપણા દેશને સ્વચ્છ રાખવામાં બને તેટલી મદદ કરીએ અને અન્ય લોકો ને સ્વચ્છતાના ફાયદા વિશે સમજાવીએ.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

સામાન્ય પત્ર કેટલા શબ્દો નો હોવો જોઈએ?

આ બાબત મુખ્ય રીતે વિષય પર આધારિત છે, પણ સામાન્ય રીતે શબ્દો ની સંખ્યા 200 થી 400 હોય શકે છે.

સારાંશ (Summary)

આશા રાખું છું કે તમને “સ્વચ્છ ભારત અભિયાન પત્ર અને નિબંધ (Swachh Bharat Abhiyan Letter in Gujarati)” આર્ટિકલ માં જરૂરી માહિતી મળી ગઈ હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.