વાઘ વિશે નિબંધ | Tiger Essay in Gujarati

Admin

વિશ્વના સૌથી ખતરનાક શિકારી પ્રાણીઓ વિશે આપણે વાત કરીએ તો વાઘ સૌથી વધુ લોકોના મન માં પ્રથમ આવે છે. માટે આજે આપણે વાઘ વિશે નિબંધ ના (Tiger essay in Gujarati language) થોડા ઉદાહરણ અહીં જોઈશું, જે વિદ્યાર્થીઓ ને જરૂરથી ગમશે.

વાઘ” પ્રાણી આપણા મહત્વનું કેમ છે? કારણકે આ આપણું રાષ્ટ્રીય પ્રાણી પણ છે . આજે આ પ્રાણી વિશે નિબંધ સાથે સાથે થોડી અદભુત જાણકરી મેળવીશું જેમાં તમને ખૂબ આનંદ થશે અને માહિતી એવી પણ હશે જે તમે ક્યાંય નહીં સાંભળી હોય. અહીં આપેલ ઉદાહરણ તમે તમારા પ્રિય પ્રાણી વિશે પણ આસાનીથી લખી શકો છો, જેમાં કદાચ તમારે થોડો ફેરફાર કરવો પડે.

વાઘ વિશે નિબંધના સરસ ઉદાહરણ (3 Best Example of Tiger Essay in Gujarati Language)

આ પ્રાણી એક ખૂબ જ ખતરનાક શિકારી છે જે ક્યારેય પોતાનો શિકાર છોડતો નથી. જે મુખ્યત્વે જંગલમાં તેના કરતા નાના પ્રાણીઓનો શિકાર કરે છે. આ જીવો સામાન્ય રીતે એકલા રહે છે પણ ક્યારેક જૂંડ માં પણ શિકાર કરે છે, જેમના ટોળાના નો વિસ્તાર ખૂબ મોટો છે. વાઘ ના નાના બચ્ચા જન્મ પછી બે વર્ષ સુધી તેમની માતા સાથે રહે છે, ત્યારબાદ તેઓ એકલા રહે છે.

વાઘ તમને લગભગ બધા ખંડો માં જોવા મળશે પણ ઘણા દેશો માં તેની પ્રજાતિ અદૃશ્ય થઈ ગયિ છે. પરંતુ ભારતમાં ઘણી જગ્યાએ તમને જોવા મળે છે. વાઘ તેની પ્રજાતિમાં સૌથી મોટો અને સૌથી શક્તિશાળી પ્રાણી છે જે સિંહ કરતા પણ કદમાં મોટા હોય છે. આપણે એશિયા વિશે વાત કરીએ, તો તે તિબેટ, શ્રીલંકા, આંદામાન અને નિકોબાર ટાપુઓ જેવા ક્ષેત્રો સિવાય બધીજ જગ્યાએ જોવા મળે છે છતાં આ પ્રજાતિ ચીનના કેટલાક વિસ્તારોમાં પણ ગાયબ થઈ ગઈ છે.

મારા પ્રિય પ્રાણી વાઘ વિશે નિબંધ (My Favorite Animal Tiger Essay in Gujarati Language for Std 4, 5, 6)

વાઘ પેન્થેરા ટાઇગ્રિસ બિલાડી જાતિ માં સૌથી મોટી અને લુપ્ત થતી જાતિઓમાંની એક છે. તેના રંગ વિશે વાત કરતાં, તમે પીળા જેવા રંગમાં કાળા પટ્ટાઓ જોવા મળશે. જોકે કેટલાક દેશોમાં ફક્ત સફેદ રંગ ના વાઘ પણ જોવા મળે છે.

આ પ્રાણી એક ખૂબ જ ખતરનાક શિકારી છે જે ક્યારેય પોતાનો શિકાર છોડતો નથી. જે મુખ્યત્વે જંગલમાં તેના કરતા નાના પ્રાણીઓનો શિકાર કરે છે. આ જીવો સામાન્ય રીતે એકલા રહે છે પણ ક્યારેક જૂંડ માં પણ શિકાર કરે છે, જેમના ટોળાના નો વિસ્તાર ખૂબ મોટો છે. વાઘ ના નાના બચ્ચા જન્મ પછી બે વર્ષ સુધી તેમની માતા સાથે રહે છે, ત્યારબાદ તેઓ એકલા રહે છે.

વાઘ તમને લગભગ બધા ખંડો માં જોવા મળશે પણ ઘણા દેશો માં તેની પ્રજાતિ અદૃશ્ય થઈ ગયિ છે. પરંતુ ભારતમાં ઘણી જગ્યાએ તમને જોવા મળે છે. વાઘ તેની પ્રજાતિમાં સૌથી મોટો અને સૌથી શક્તિશાળી પ્રાણી છે જે સિંહ કરતા પણ કદમાં મોટા હોય છે. આપણે એશિયા વિશે વાત કરીએ, તો તે તિબેટ, શ્રીલંકા, આંદામાન અને નિકોબાર ટાપુઓ જેવા ક્ષેત્રો સિવાય બધીજ જગ્યાએ જોવા મળે છે છતાં આ પ્રજાતિ ચીનના કેટલાક વિસ્તારોમાં પણ ગાયબ થઈ ગઈ છે.

મનુષ્ય રહેણાંક વિસ્તાર નજીક વાઘ વધુ રહે છે, તેથી તેમનો શિકાર અને મનુષ્ય સાથે ના ઘર્ષણને કારણે આ પ્રજાતિ વિલુપ્ત થઇ રહી છે. વાઘ વિશ્વના પ્રભાવશાળી અને હજારો વર્ષો પહેલા થી જોવા મળતા લોકપ્રિય પ્રાણીઓ માનું એક છે. પ્રાચીન પૌરાણિક કથાઓ અને સભ્યતા માં વાઘનું વાઘ વિશે જરૂર જાણવા માં આવ્યું છે અને પ્રાચીન ચિત્રો પણ મળી આવ્યા છે.

વાઘ ભારત, બાંગ્લાદેશ, મલેશિયા અને દક્ષિણ કોરિયાનો રાષ્ટ્રીય પ્રાણી પણ છે. ભારત સિવાય તમે કદાચ જાણતા ન હોવ કે આ ત્રણ દેશોનો રાષ્ટ્રીય પ્રાણી પણ વાઘ છે. “સેવ ધ ટાઇગર” એ ભારતના સૌથી પ્રખ્યાત સૂત્રોમાંથી એક છે જે તમે સાંભળ્યું જ હશે, કારણ કે પ્રાણીની આ પ્રજાતિ પણ લુપ્ત થવાની આરે છે. વિશ્વ ટાઇગર ડે ના કારણે આ પ્રાણી વિશેની લોકો જાગૃતિ વઘી છે અને આ પ્રજાતિની સંખ્યા ઘણી વધી રહી છે. વિશ્વ ટાઇગર ડે દર વર્ષે 29 જુલાઇએ ઉજવવામાં આવે છે અને તેની શરૂવાત 2010 માં થઇ હતી.

300 શબ્દોનો વાઘ વિશે નિબંધ (200 to 300 Words Tiger Essay in Gujarati)

વાઘ એક ખુંખાર જંગલી પ્રાણી છે, જેને ભારત સરકાર દ્વારા ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરાયું છે. દુનિયા માં તે સૌથી નિર્દય જંગલી પ્રાણી માનવામાં આવે છે, જે દરેકને ડરાવી અને પોતાનો શિકાર બનાવી શકે છે. તે ખૂબ જ શક્તિશાળી જંગલી પ્રાણી છે, જે લાંબા અંતર સુધી કૂદી શકે છે અને શિકાર ને દબોચી શકે છે.

જોવામાં તે તમને ખૂબ શાંત લાગે છે, પણ ખૂબ હોંશિયાર છે અને તેના શિકારને ખૂબ જ લાંબા અંતરથી પણ ડાબોચી લે છે. વાઘ નાના અને મોટા પ્રાણીઓ નો શિકાર કરે છે, જેમાં સસલું, હરણ, ગાય, ભેંશ, શિયાળ વગેરે નો સમાવેશ થાય છે.

વાઘ ને જંગલનો ભગવાન માનવામાં આવે છે, કારણ કે તે આપણા દેશમાં જંગલી જીવન અને સંપત્તિનું એક સારું પ્રતીક માનવામાં આવે છે. વાઘ શક્તિ, આકર્ષક અને ચપળતાનું મિશ્રણ છે. એક અંદાજ મુજબ ભારતમાં વાઘ ની વસ્તી દુનિયા ના ​​કુલ વસ્તીના અડધા ભાગની વસ્તી હતી. જો કે, છેલ્લા કેટલાક દાયકાઓમાં, ભારતમાં વાઘ ની ​​વસ્તી મોટા પ્રમાણમાં ઘટતી રહી છે.

tiger essay in gujarati language

દેશમાં વાઘ ની લુપ્ત થતી પ્રજાતિ ના અસ્તિત્વને બચાવવા માટે ભારત સરકાર દ્વારા 1973 માં “પ્રોજેક્ટ ટાઇગર” ની શરૂઆત કરવામાં આવી હતી. વાઘની લગભગ આઠ પ્રજાતિઓ છે અને ભારતીય પ્રજાતિઓને રોયલ બંગાળ ટાઇગર તરીકે ઓળખવામાં આવે છે.

વાઘ ભારત માં ઉત્તર-પશ્ચિમ ભાગ સિવાય લગભગ સમગ્ર દેશમાં જોવા મળે છે. પ્રોજેક્ટ ટાઇગર અભિયાન શરૂ કર્યાના થોડા વર્ષો બાદ જ ભારતમાં વાઘની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. 1993 માં વાઘની વસ્તી ગણતરી પ્રમાણે, દેશમાં વાઘની કુલ સંખ્યા 3,750 જેટલી હતી.

પ્રોજેક્ટ ટાઇગર હેઠળ લગભગ ભારત દેશમાં 23 સંરક્ષણ કેન્દ્રો (Reserve Forest )ની સ્થાપના કરવામાં આવી છે. વાઘ ની ​​સુરક્ષા અને કુદરતી વાતાવરણ પૂરું પાડવા માટે દેશભરમાં લગભગ 23 વાઘ અનામત વિસ્તારો બનાવવામાં આવ્યા છે. આ યોજના પછી, 1993 ની વસ્તી ગણતરીમાં વાઘની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. આ યોજનામાં કરવામાં આવેલા ખર્ચ ની તુલનામાં દેશમાં વાઘની સંખ્યા હજી સંતોષકારક નથી.

વાઘ વિશે 10 લીટી (10 Lines on Tiger in Gujarati)

  • વાઘ પેન્થેરા ટાઇગ્રિસ બિલાડીની જાતિનો સૌથી મોટુ પ્રાણી છે, અને આ જાતિનો સૌથી મોટો શિકારી પણ છે. બિલાડીની જાતિ હોવાને કારણે, જન્મ વખતે તે જોઈ શકતો નથી.
  • તમે નહીં જાણતા હોય પણ, વાઘના વધુ વજન હોવા છતાં તે કલાકના 60 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. તે ખૂબ લાંબા અંતર દોડી શકતું નથી અને પાણીમાં સારી રીતે તરી શકે છે.
  • તેના દાંત 10 સે.મી. સુધી લાંબા છે જે અન્ય પ્રાણીઓ કરતા ખુબ વધુ હોય છે. આ સિવાય તેમના મગજનું વજન લગભગ 300 ગ્રામ છે.
  • વાઘ ભારત સિવાય બાંગ્લાદેશ, મલેશિયા અને દક્ષિણ કોરિયા જેવા અન્ય ત્રણ દેશોનો રાષ્ટ્રીય પ્રાણી છે.
  • દુનિયામાં પહેલાં વાઘની 9 પ્રજાતિઓ મોજુદ હતી, પરંતુ આજે ફક્ત 6 પ્રજાતિઓ અસ્તિત્વમાં છે.
  • કાળા બજારોમાં મૃત વાઘ ના ભાગો ખૂબ મોંઘા છે, તેથી લોકો તેમનો શિકાર કરે છે.
  • વાળના શરીર પર મળેલી પટ્ટી આપણી આંગળીના છાપ જેમ વિશિષ્ટ છે, તે બઘી અલગ અલગ હોય છે.
  • જંગલમાં રહેતા વાઘનું જીવન આશરે 10 વર્ષ છે, પરંતુ જો તેનું ધ્યાન રાખવામાં આવે તો તે 20 થી 25 વર્ષ જીવી શકે છે.
  • વાઘ મોટાભાગે રાત્રે શિકાર કરે છે અને એક જ રાતમાં 25 કિલોથી વધુ માસ ખાઈ શકે છે.
  • વાઘ મોટાભાગે ગાધ જંગલમાં અથવા ઘાસના મેદાનમાં રહેવાનું પસંદ કરે છે, પરંતુ ઉનાળાના સમયમાં તે જંગલની બહાર પણ આવે છે અને માણસોથી ઘેરાયેલા વિસ્તારોમાં જોવા મળી શકે છે.

Tiger Essay in Gujarati PDF (વાઘ વિશે નિબંધ પીડીએફ)

અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ નિબંધ ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
  • ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
  • ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
  • બસ થઈ ગયું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

વાઘ ભારતમાં ક્યાં જોવા મળે છે?

ભારતમાં વાઘ ઘણા રાજ્યોમાં જોવા મળે છે, જે તે પ્રાણી માટે ખુબ અનુરૂપ જંગલ છે. આ બધા વાઘ બેંગોલ ટાઇગર પ્રજાતિના છે, જે મુખ્ય રીતે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર અને છત્તીસગઢના રિઝર્વ ફોરેસ્ટ એરિયા માં જોવા મળે છે.

સિંહ અને વાઘમાં કદ કોનું મોટું અને વિશાળ છે?

આ બંને પ્રાણીઓમાં વાઘનું કદ સિંહ કરતા મોટું હોય છે અને તે સિંહ ને લડાઈ માં ઘાયલ કરી શકે છે. સામાન્ય રીતે એવું બનતું નથી કારણકે સિંહ બિલાડી જાતિનું એક માત્ર એવું પ્રાણી છે, જે જૂથ માં રહે છે.

ભારતમાં વાઘ ની સંખ્યા કેટલી છે?

2021 ની ગણતરી મુજબ વાઘ ની સંખ્યા ભારતમાં 2967 જેટલી છે.

વિશ્વ વાઘ દિવસ ક્યારે હોય છે?

વિશ્વ માં તમામ દેશો દ્વારા 29 July ના દિવસે વાઘ દિવસ ઉજવવામાં આવે છે.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

અમને આશા છે કે તમને વાઘ વિશે નિબંધના ઉદાહરણ (Example of Tiger Essay in Gujarati)” તમને જરૂર થી ઉપયોગી લાગ્યા હશે. આ નિબંધ પરીક્ષા બાબતે પણ ઘણો મહત્વપૂર્ણ છે, કારણ કે તમને ખબર છે વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.