gujarati numbers with hindi and english languages
printable worksheet for kids ads

ગુજરાતી એકડા શબ્દોમાં (1 to 100 in Gujarati Words)

બાળકો શીખવાની શરૂઆત મૂળાક્ષરો અને અંક થી કરતા હોય છે, જ્યાં તેમને અંક લખતા આવડવા સિવાય ગુજરાતી એકડા શબ્દોમાં (1 to 100 in Gujarati Words with English Pronunciation) આવડવા પણ ખુબ જરૂરી છે. જેથી આ આર્ટિકલ માં આપણે તે ટોપિક મજેદાર અને ફોટો સાથે જોઈશું.

અહીં શબ્દો માં એકડા સિવાય નીચે ગુજરાતી અને અંગ્રેજી અંકો સબંધિત વર્કશીટ પણ આપેલી છે, જે ખાસ બાળકો માટે ડિઝાઇન કરેલ છે. આશા છે કે તે વર્કશીટ પણ તમને જરૂર થી ગમશે અને તે ઇમેજ ને તમે આસાની થી પ્રિન્ટ કરી શકો છો.

૧ થી ૧૦૦ ગુજરાતી એકડા શબ્દોમાં (1 to 100 in Gujarati Words With English Pronunciation)

એક સાથે એકડા શીખવા કરતા જો બાળકો તેને અલગ અલગ ભાગ માં શીખશે, તો તેમને જલ્દી થી યાદ પણ રહેશે અને સરળતાથી શીખી શકશે. આ કારણે અમે અહીં 1 થી 100 અંકો ને અલગ અલગ પાર્ટમાં વિભાજીત કરેલ છે, જેથી માતા-પિતા ને પણ શીખવાડવામાં અને બાળકો ને ઉચ્ચારણ યાદ રાખવામાં સરળતા રહે.

કેજી અને ધોરણ 1 કે 2 ના વિદ્યાર્થીઓ ને પ્રથમ 10 સુધી ના અંક શીખવા અને ત્યાર બાદ વધુ અંકો યાદ રાખવાની કોશિશ કરવી. બાળકો ની ક્ષમતા પ્રમાણે તેને શીખવાડવું જોઈએ, જેથી તે હંમેશા માટે મૂળભૂત સિક્ષણ યાદ રાખી શકે, ગોખવાથી કોઈ લાંબો સમય સુધી ફાયદો થતો નથી.

૧ થી ૧૦ ગુજરાતી એકડા શબ્દોમાં (1 to 10 in Gujarati Words)

1 to 100 in gujarati words page-1
અંકશબ્દોમાં ઉચ્ચારણઅંગ્રેજી ઉચ્ચારણ
શૂન્યshunya
એકek
બેbe
ત્રણtran
ચારchar
પાંચpanch
chha
સાતsat
આઠaath
નવnav
૧૦દસdas

૧૧ થી ૨૦ ગુજરાતી એકડા શબ્દોમાં (11 to 20 in Gujarati Words)

1 to 100 in gujarati words page-2
અંકશબ્દોમાં ઉચ્ચારણઅંગ્રેજી ઉચ્ચારણ
૧૧અગિયારaagiyar
૧૨બારbar
૧૩તેરter
૧૪ચૌદchaud
૧૫પંદરpandar
૧૬સોળsol
૧૭સત્તરsattar
૧૮અઢારadhar
૧૯ઓગણિસognis
૨૦વીસvis

૨૧ થી ૫૦ ગુજરાતી એકડા શબ્દોમાં (21 to 50 in Gujarati Words)

1 to 100 in gujarati words page-3
અંકશબ્દોમાં ઉચ્ચારણઅંગ્રેજી ઉચ્ચારણ
૨૧એકવીસekvis
૨૨બાવીસbavis
૨૩તેવીસtrevis
૨૪ચોવીસchovis
૨૫પચ્ચીસpachhis
૨૬છવીસchhavis
૨૭સત્તાવીસsatyavis
૨૮અઠ્ઠાવીસathyavis
૨૯ઓગણત્રીસogantris
૩૦ત્રીસtris
૩૧એકત્રીસekatris
૩૨બત્રીસbatris
૩૩તેત્રીસtetris
૩૪ચોત્રીસchotris
૩૫પાંત્રીસpatris
૩૬છત્રીસchhatris
૩૭સાડત્રીસsadatris
૩૮આડત્રીસadatris
૩૯ઓગણચાલીસogaṇachalis
૪૦ચાલીસchalis
૪૧એકતાલીસektalis
૪૨બેતાલીસbetalis
૪૩ત્રેતાલીસtetalis
૪૪ચુંમાલીસchumalis
૪૫પિસ્તાલીસpistalis
૪૬છેતાલીસchhetalis
૪૭સુડતાલીસsudtalis
૪૮અડતાલીસadtalis
૪૯ઓગણપચાસognapachhas
૫૦પચાસpachhas

૫૧ થી ૧૦૦ ગુજરાતી એકડા શબ્દોમાં (51 to 100 in Gujarati Words)

1 to 100 in gujarati words page-4
અંકશબ્દોમાં ઉચ્ચારણઅંગ્રેજી ઉચ્ચારણ
૫૧એકાવનekavan
૫૨બાવનbavan
૫૩ત્રેપનtrepan
૫૪ચોપનchopan
૫૫પંચાવનpanchavan
૫૬છપ્પનchhappan
૫૭સત્તાવનsattavan
૫૮અઠ્ઠાવનathhavan
૫૯ઓગણસાઠogansaith
૬૦સાઈઠsaith
૬૧એકસઠekasath
૬૨બાસઠbasath
૬૩ત્રેસઠtresath
૬૪ચોસઠchosath
૬૫પાંસઠpasath
૬૬છાસઠchhasath
૬૭સડસઠsadsath
૬૮અડસઠadsath
૬૯અગણોસિત્તેરagnositer
૭૦સિત્તેરsitter
૭૧એકોતેરekoter
૭૨બોતેરboter
૭૩તોતેરtoter
૭૪ચુમોતેરchumoter
૭૫પંચોતેરpanchoter
૭૬છોતેરchhoter
૭૭સિત્યોતેરsityoter
૭૮ઇઠ્યોતેરithyoter
૭૯ઓગણાએંસીoganesi
૮૦એંસીensi
૮૧એક્યાસીekyasi
૮૨બ્યાસીbyasi
૮૩ત્યાસીtyasi
૮૪ચોર્યાસીchoryasi
૮૫પંચાસીpanchasi
૮૬છ્યાસીchhyasi
૮૭સિત્યાસીsityasi
૮૮ઈઠ્યાસીithyasi
૮૯નેવ્યાસીnevyasi
૯૦નેવુંnevu
૯૧એકાણુંekanu
૯૨બાણુંbaanu
૯૩ત્રાણુંtranu
૯૪ચોરાણુંchoranu
૯૫પંચાણુંpanchanu
૯૬છન્નુંchhannu
૯૭સત્તાણુંsattanu
૯૮અઠ્ઠાણુંathhanu
૯૯નવ્વાણુંnavvanu
૧૦૦સોso

ગુજરાતી સંખ્યા વર્કશીટ (Gujarati Numbers Worksheet)

1 થી 1000 એકડા શબ્દોમાં PDF

તમે આ પેજ ને Google Chrome બ્રાઉઝર દ્વારા કોઇ પણ અન્ય સોફ્ટવેર કે એપ વગર આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

એકડા શબ્દોમાં શીખવા કેમ જરૂરી છે?

આપણે કોઈ પણ સંખ્યા બોલીએ છીએ, તો તેને શબ્દોમાં લખતા આવડવું પણ જરૂરી છે. આ સિવાય રોજિંદા જીવનમાં ઘણી જગ્યા એ તમારે આંકડાઓ શબ્દો માં લખવાની જરૂર પણ હોય છે.

સારાંશ (Summary)

આશા રાખું છું કે અહીં તમે મજેદાર રીતે “1 થી 100 ગુજરાતી એકડા શબ્દોમાં (1 to 100 in Gujarati Words)” શીખ્યા હશો અને આર્ટિકલ પણ જરૂરથી ઉપયોગી લાગ્યો હશે.. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.

Shopping Cart