બાળકો કક્કો, બારાખડી પછી ધીરે ધીરે સરળ શબ્દો વાંચતા અને લખતા શીખે છે. ત્યાર બાદ તેઓ ધીરે ધીરે અઘરા શબ્દો તરફ વળે છે, જેમાં અહીં આપેલ ગુજરાતી જોડાક્ષર (Gujarati Jodakshar) તેમના માટે ખુબ જ મદદરૂપ સાબિત થશે. આ સિવાય અહીં આવા શબ્દ વિશે માહિતી અને તેની રચના કે બંધારણ વિશે સામાન્ય સમજ આપેલ છે, જેથી બાળકો કોઈ પણ અક્ષર લખતા શીખી શકે.
સરળ શબ્દો એવા હોય છે, જેમાં સ્વર અને વ્યંજન નો સમાવેશ થાય છે અને કોઈ પણ અડધો અક્ષર આવતો નથી. ઉદાહરણ જોઈએ તો કમળ, ઘર અને નખ જેવા શબ્દોમાં કોઈ પણ માત્રા પણ નથી, જેથી તેને સરળ શબ્દ કહી શકાય. ત્યાર બાદ જોડાક્ષર અને અનુસ્વાર અથવા અનુનાસિક જેવા શબ્દો આવે છે, જે લખવામાં લોકો વધુ ભૂલો કરે છે, કારણ કે તે લખવામાં થોડા અઘરા બની શકે છે.
બાળકો માટે ગુજરાતી જોડાક્ષર શબ્દો (Gujarati Jodakshar Shabdo For Kids)
તમે ઉપર અલગ અલગ શબ્દો વિશે થોડી ટૂંકી માહિતી મેળવી, જેમાંથી અહીં આપણે જોડાક્ષર વિશે વાત કરીશું. સામાન્ય સમજ મેળવીએ તો આ એવા શબ્દો છે જેમાં એક કે વધુ અક્ષર એક બીજા સાથે જોડાયેલ હોય છે.
વ્યાખ્યા: સ્વર વગર વ્યંજન સાથે વ્યંજન જોડાય અને જે અક્ષર બને તેને જોડાક્ષર કહેવામાં આવે છે (ઉદાહરણ: ઉચ્ચ, ગુસ્સો, જુસ્સો)
આવા અક્ષરો કે તેના દ્વારા બનેલ શબ્દો લખવામાં કે વાંચવામાં અઘરા હોય છે, સાથે સાથે ભૂલો થવાની શક્યતા પણ વધારે છે. છતાં તેનો સમાવેશ ભાષામાં કરવામાં આવ્યો છે, તો તેના ફાયદા પણ જરૂર હશે. હા આવા અક્ષરો ની મદદ થી અલખવાની મહેનત સાથે સાથે સમય બચાવી શકાય છે, વાક્ય માં શબ્દો ટૂંકા થશે તો કાગળનો પણ ઓછો વપરાશ થશે.
જોડાક્ષર ની રચના
જેમ કે તમને હવે ખબર છે કે કોઈ પણ સ્વર સાથે વ્યંજન મળીને એક પૂર્ણ અક્ષર બને છે, જે કોઈ પણ માત્રા વાળા હોય શકે છે. જયારે વ્યંજન સાથે વ્યંજન મળી અને જોડાક્ષર બને છે. ચાલો તો આવા થોડા અક્ષરો અને શબ્દોની રચના જોઈએ, જેથી તમને આવા શબ્દો વિશે વધુ માહિતી પ્રાપ્ત થાય.
- ક્ + ઋ = કૃ (કૃપા)
- સ્ + વા = સ્વા (સ્વાગત)
- પ્ + પ્ = પ્પ (ચપ્પલ)
- ચ્ + ચ્ = ચ્ચ (ઉચ્ચ)
- સ્ + સો = સ્સો (ગુસ્સો)
ઉપયોગી જોડાક્ષર વાળા શબ્દો
- ચપ્પલ
- અનિષ્ટ
- પૃથ્વી
- આદિત્ય
- ઇત્યાદિ
- ઈસ્ત્રી
- ઉચ્ચ
- કિસ્સો
- ગુસ્સો
- ચિક્કાર
- જુસ્સો
- તુચ્છ
- દરિદ્ર
- દિલ્લી
- બોમ્બે
- પુણ્ય
- પુષ્ટિ
- ફિલ્મ
- વિઘ્ન
- લિફ્ટ
- લિસ્ટ
- લુચ્ચો
- મુઠ્ઠી
- મિસ્ત્રી
- રજીસ્ટર
- મુખ્ય
- સિક્કો
- સુસ્તી
- હિન્દૂ
- હુલ્લડ
- ભસ્મ
- ખ્યાલ
- સ્વચ્છ
- શૂન્ય
- ઉજ્જવળ
- વાક્ય
- જ્વાળા
- ભક્તિ
- રાષ્ટ્ર
- શક્તિ
- સ્નેહ
- હાસ્ય
- આત્મા
- જન્મ
- દૃષ્ટિ
- દ્રષ્ટિકોણ
- આગ્રહ
- આત્મ
- ઘનિષ્ઠ
- ખ્યાલ
- પૃષ્ઠ
- પ્રયત્ન
- પૂજ્ય
- ભક્ત
- ભવ્ય
- ભવિષ્યવાણી
- સ્કૂલ
- સત્ય
- ઉન્મત્ત
- ઉન્નત
- ઉત્સાહ
- ઉષ્મા
- નેતૃત્વ
- ત્રાસમુક્ત
આ પણ જરૂર વાંચો: 500+ ઉપયોગી ગુજરાતી શબ્દો
અન્ય જોડાક્ષર વાળા શબ્દો
શિક્ષક | શ્રમ | ગ્રંથાલય | કૃપા |
વિદ્યાર્થી | સંપત્તિ | શિક્ષણ | પત્રકાર |
પત્ર | મિત્રતા | સંસ્કૃતિ | સ્વાગત |
નમ્ર | સંસ્કાર | પ્રવેશદ્વાર | શાંતિ |
વૃક્ષ | પ્રવાહ | નિશ્ચિત | અનિચ્છા |
સ્નાન | પર્યાવરણ | નમ્રતા | ગ્રહણ |
ભ્રમ | વિશ્વાસ | દ્રષ્ટિકોણ | ત્રિકોણ |
સ્વપ્ન | દ્રષ્ટિ | વ્યવસ્થિત | મંત્ર |
સંકટ | ગ્રંથ | ત્રાસ | શ્રવણ |
ઉત્સવ | પરીક્ષા | ઉપગ્રહ | દ્રઢ |
મૈત્રી | ગ્રહો | શ્રેષ્ઠ | શ્રદ્ધાંજલિ |
પૂર્ણ | કાર્યક્રમ | સન્માન | સભ્યતા |
નમ્રતા | ત્રિપુટી | ગ્રામીણ | પ્રગતિ |
પરિશ્રમ | ત્રિભુજ | કાર્યક્ષમ | ભવિષ્ય |
પ્રવૃત્તિ | પર્યટક | શ્રેષ્ઠ | અધ્યાત્મ |
ત્રિમૂર્તિ | ત્રાસદાયી | વ્યવસાય | આત્મવિશ્વાસ |
નિમંત્રણ | દ્રષ્ટિબિંદુ | પત્રકારત્વ | કૌશલ્ય |
નિર્મળ | શાસ્ત્ર | સ્વતંત્રતા | સંગ્રહ |
કાર્યાલય | કૃત્રિમ | ત્રિજ્યા | પોસ્ટ |
વ્યાખ્યાન | ત્રિવેણી | સ્વાગત | બાહ્ય |
અહીં ઉપર તમે જે શબ્દો જોયા, તેનો શબ્દો તમે રોજિંદા જીવનમાં ઘણી વાર કરતા હશો. કદાચ એવું બની શકે છે કે તમે આમાંથી ઘણા શબ્દો તમને બોલવામાં મુશ્કેલી નહિ પડે પણ તેને લખવામાં પડી શકે છે. જેથી એક વાર આવા શબ્દોની રચના સમજતા, લખવામાં આસાન બની શકે છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
જોડાક્ષર કોને કહે છે?
મુખ્યત્વે આ એવા અક્ષર હોય છે, જે સ્વર ની જગ્યાએ વ્યંજન સાથે વ્યંજન મળી અને જોડિયો અક્ષર બનાવે છે. જેમ કે ખ્યાલ જેમાં ખ્ સાથે ય્ મળી અને શબ્દ બનાવામાં આવેલ છે.
ઉચ્ચ જોડિયા શબ્દ ની સંધિ કેવી રીતે છૂટી પડશે?
આ શબ્દની સંધિ છૂટી પાડીએ તો ઉ + ચ્ + ચ્ + અ = ઉચ્ચ.
સારાંશ (Summary)
આશા છે કે અહીં આપેલ બાળકો માટે ગુજરાતી જોડાક્ષર શબ્દો (Gujarati Jodakshar Shabdo For Kids) તેમને ખુબ જ ઉપયોગી બનશે. સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.