gujarati ukhana- ગુજરાતી ઉખાણાં

ગુજરાતી ઉખાણાં | Gujarati Ukhana (Latest)

શાળાઓ અને ઘણી સ્પર્ધાઓમાં આવા પ્રશ્નો પુછાતા હોય છે અને મને પણ આવી પ્રવૃત્તિ કરવી ખુબ જ ગમતી. જેથી અહીં આપણે “ગુજરાતી ઉખાણાં (Gujarati Ukhana With Answer)” વિશે વાત કરીશું, જેમાં તમામ મિત્રોને ચોક્કસ મજા આવશે.

તો નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા બ્લોગ Learn in Gujarati માં સ્વાગત છે. આ ટોપિક મુખ્યત્વે બાળકોને ખુબ પસંદ હોય છે. કોઈ પણ ઉખાણાંમાં આડકતરી રીતે કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય છે, જેનો જવાબ મુખ્યત્વે સરળ હોય છે પણ તમારે થોડું મગજ દોડાવી અને વિચારવું પડે. અન્ય રીતે તેને પહેલી તરીકે પણ આપણે ઓળખીયે છીએ.

બાળકો માટે મજેદાર ગુજરાતી ઉખાણાં કે કોયડા જવાબ સાથે (Latest Gujarati Ukhana With Answer, Gujarati Koyda)

અહીં આપેલ સૂચિમાં તમને જવાબ પણ નીચે જોવા મળશે, જેથી તમે તમારા મિત્રો ને આ ઉખાણાં પૂછી શકો છો અને મનોરંજન મેળવી શકો છો. ઘણીવાર એક જ ઉખાણાં ના જવાબ અલગ અલગ હોય શકે છે, જેમ કે નીચે આપેલ પ્રથમ ઉદાહરણ.

અહીં તમને આ ટોપિક પર અલગ અલગ લિસ્ટ આપવામાં આવ્યા છે. કારણકે કોયડા બાળકો માટે અને મોટા વ્યક્તિ માટે અલગ અલગ હોય શકે છે. જેમ કે બાળકો ને સરળ કોયડા પૂછવામાં આવે છે, જેનો જવાબ એ આસાનીથી વિચારી શકે. જયારે મોટા વ્યક્તિ માટે એવા પ્રશ્ન હોય છે, તેના માટે થોડું વિચારવું પડે અને તેમની માનસિક ક્ષમતા પ્રમાણે હોય છે.

બાળકો માટે ઉખાણાં (Gujarati Ukhana for Kids or Koyda in Gujarati For Kids)

આવા કોયડા સિવાય હાલ સોશિયલ મીડિયામાં ફોટો અને ઈમોજી વાળા પઝલ પણ ઘણી વાર તમે જોયા હશે. અહીં તમને નીચે એવા ઉદાહરણ પણ થોડા આપેલ છે. થોડું વિચારો તો તમે જાતે પણ આવા કોયડા બનાવી શકો છો, જે તમામ લોકો થી અલગ હશે.

કાળો પણ કાગડો નહિ,
દરમાં રહે પણ સાપ નહિ.
ઝાડ પર ચડે પણ નાગ નહિ,
પગ છ પણ કરોળિયો નહિ.
જવાબ: મકોડો

દૂધ મને બહુ ભાવે,
ચમકતી મારી આંખ.
કૂતરાને જોઈ ગભરાઉં,
ઉંદર જોઈ લલચાવ.
જવાબ: બિલાડી

કોઈ દિવસ રોકાઉં નહિ,
નજરે કોઈને દેખાવ નહિ.
જે મારી કદર ના કરે,
તે જીવન ભર પછતાયા કરે.
જવાબ: સમય

વનવગડામાં ઘૂમટો જાય,
ગળા ફરતે જટા ને માથે તાજ.
વનનો એ રાજા, બોલો મારુ નામ.
જવાબ: સિંહ

જગ ની માતા ને પિતા એનો પહાડ.
પાણી પાય પ્રેમ થી ને પશુ પક્ષી માટે મહાન.
જવાબ: નદી

બે ભાયું દિવસે જગડે ને
રાત્રે છાના માના છપ્પ.
જવાબ: બારણા

ચોકીદારી કરું ઘરની, ચોર રહો ખબરદાર.
પાલીસ નથી હું, પણ માણસ નો સૌથી વફાદાર.
જવાબ: કૂતરો

લીલું શરીર ને લાલ ચાંચ,
બધુર વાણી બોલે ને આંબા ડાળ પર ડોલે.
જવાબ: પોપટ

ટ્રેક્ટર ચલાવે, ખેતર ખેડે.
ટાઠ તડકો સહન કરી ધરતી લીલી રાખે.
જવાબ: ખેડૂત

વૃક્ષ પર રહે, પણ પાંખ નહિ.
ભરેલું પાણી પણ ઘડો નહિ.
માથે ઝટા પણ જોગી નહિ.
ત્રણ આંખો પણ શંકર નહિ.
જવાબ: નાળિયેર

સળગતે કોલસે એને દીઠી,
ચોમાસે લાગે ખુબ મીઠી.
અનોખી એની વાત,
લાગે દેખાવે દાત.
જવાબ: મકાઈ

ધરતી પર સૌથી મોટો ને કદાવર.
સૂપડા જેવા કાન, લાંબી મારી સૂંઢ ને ટૂંકી મારી પૂછ.
જવાબ: હાથી

ઈંટો ઉપર ઈંટો મૂકી કરું ચણતર કામ,
ઓળીભા થી લઉ માપ, મકાન બનવું મારુ કામ.
જવાબ: કડિયો

લીલા ખેતર વચ્ચે ધોળી સાડીમાં ડોશી.
જવાબ: કપાસ

માં લટકતી, છોડી ભટકતી.
જવાબ: તાળું અને ચાવી

સુંદર આંખ ને પગ પાતળા,
ડરપોક એનું નામ.
ઝડપથી દોડતી ભાગતી એની જાત,
ઘાસ ચરતું ચરતું જાય.
જવાબ: હરણ

ભર્યા તળાવમાં ઢાલ તરે.
જવાબ: કાચબો

ખેતર માં છે ડોસો, પટ્ટો બાંધી સૂતો.
જવાબ: પૂળો

છીછરું તળાવ ને નાની પણ,
પાણી ના રહે તલ ભાર.
જવાબ: હથેળી

કાળા ઘરમાં રહેતી,
લાલ પાણી પીતી.
યુદ્ધ માં ચમકતી,
બોલો મારુ શું નામ.
જવાબ: તલવાર

કાળો મારો વાન, કાદવના પાણીમાં નાવ.
ધોળું દૂધ દઉં ને ભરવાડ ને હું પ્રિય.
જવાબ: ભેંસ

મોટી આખો ને નાક મારુ જાણે બુચ.
કૂતરો જોતા સંતાઈ જાવ, મોટી મારી પૂછ.
જવાબ: બિલાડી

એક પ્રાણી એવું
પૂંછડે પાણી પીતું
મોઢેથી આગ ઓકતું
જવાબ: દીવો

નાની ગુફા ને 32 ચોર
જવાબ: મોં

એક ઘર ને ભાઈ-બહેન બે
જગડે બહુ અને મળે નહિ કદી
જવાબ: રાત દિવસ

એક સીધું અને 32 વાંકા અંગ
રણ નું એ વહાણ અને પાણી એનું બળતણ
જવાબ: ઊંટ

કાળી ગોળી ને લાલ ચાંદલો
જવાબ: ચણોઠી

ધોળા ખેતર માં કાળી ભેંસો
પણ બધી ડાબે થી જમણે લાઈન માં જ ચાલે.
જવાબ: અક્ષરો

એવું શું કે પાંખ નથી પણ ઉડે
અને
ગળું નથી પણ દોરી બાંધવામાં આવે.
જવાબ: પતંગ

બોલું નહિ
સાંભળું નહિ
વગર આંખ ની આંધળી
પણ બધાને રાહ દેખાડું
જવાબ: પુસ્તક

શરુ માં કપાવ તો કાન કહેવાઉં
વચ્ચે કપાવ તો મન કહેવાઉં
પરિવાર નું છું હું સુરક્ષા કવચ
વરસાદ, તોફાન, સૂર્યથી કરું રક્ષા.
જવાબ: મકાન

રાજા મહારાજમાં બહુ એનું માન
સંદેશો પહોંચાડવું મુખ્ય એનું કામ
જવાબ: કબૂતર

કરે નહિ ક્યારેય યાત્રા
પણ આખો દિવસ ચાલ્યા કરે
ખુબ નાજુક અને ગુફા માં રહે
જવાબ: જીભ

સુદર્શન ચક્ર નહિ
પણ ફર્યા કરે
માથા પર લટકતું
જમીન પર નહિ ઉતરતું.
જવાબ: પંખો

ઉડે નહિ વાદળ માં અને ચાલી શકે નહિ રસ્તા પર
પણ લખો લોકો ને પહોંચાડે સમયસર.
જવાબ: રેલગાડી

મારા વગર થઇ જાય ચક્કાજામ
પાણી જેવું મારુ વાન
જટ્ટ થી કહો મારુ નામ.
જવાબ: પેટ્રોલ

એવી કઈ વસ્તુ
જેની પાસે સવારે તો ડઝન કપડાં હોય પણ સાંજે એક પણ નઈ.
જવાબ: વોશિંગ મશીન

એવી કઈ વસ્તુ
જેને ઉપર થી ફેંકી અને શેકવામાં આવે
શેકી ઉપર થી ખાવામાં આવે અને અંદર નું ફેંકી દેવામાં આવે.
જવાબ: ડોડો (મકાઈ)

એવી કઈ વસ્તુ છે, જેને
જીવતું હોય તો જમીન માં દાટી દેવામાં આવે
અને
મરી જાય તો બહાર કાઢી લેવામાં આવે.
જવાબ: છોડ

એવી કઈ વસ્તુ
જેને નો જોઈ શકાય કે ચાખી શકાય
પણ ખાઈ શકાય
જવાબ: સમ (કસમ – swear)

લીલા કપડાં ને લાલ મકાન
એમાં બેઠા ઘણા શેતાન
ઉનાળામાં દેખાવ અને શિયાળામાં ગાયબ.
કહો મારુ નામ.
જવાબ: તરબૂચ

રણમાં ઉગુ અને હું છું મીઠું,
ખાવા માટે હંમેશા છે તૈયાર,
કહો શું છે મારૂ નામ?
જવાબ: ખજૂર

એવું કયું ફળ જે મીઠું હોય છે,
પણ ખાઈ શકાતું નથી.
જવાબ: મહેનતનું ફળ

ઝાડ ની જેમ ઉભું પણ મૂળ નહિ.
ચાલે ત્યાં લીટા કરતુ જાય.
જવાબ: પેન

પાણીમાં ઉગે અને પોષણ આપે,
ખુબ ખારું લાગે તોય બધા મોજ થી ખાય.
જવાબ: મીઠું

લીલી દાંડી લાલ કમાન.
ખાવ તો દેખાય ભગવાન
જવાબ: મરચું

મોં છે, પૂંછડી છે પણ પગ નહિ.
પેટ છે, આંખ છે પણ કાન નહિ.
જવાબ: સાપ

પેટ મારુ પોલું ને માર ખાઈ બોલું.
ગળું બાંધેલું અને મારે તો આમ-તેમ ડોલું.
જવાબ: ઢોલ

લાલ કિલો ને કાલા સિપાઈ
લીલા કિલ્લા માં ગયા સમાઈ
જવાબ: તરબૂચ

સુમ સુમ કરતો આવું છું.
વાદળ ખેંચી લાવું છું.
ફૂલો પાન ડોલાવું છે ને
નદીના જળ હલાવું છું.
જવાબ: પવન

સરળ ઉખાણાં (Simple Ukhana Gujarati)

ત્રણ અક્ષરનું નામ,
આગળથી વાંચો કે પાછળથી,
અર્થ એક સમાન.

જવાબ: જહાજ

બે છોકરાઓ જેનો રંગ છે એક.
જો એકને અલગ કરવામાં આવે,
તો બીજાનો કોઈ કામ માં ના આવે.

જવાબ- બુટ

મારું ઘર એક માળનું છે.
એક ગ્રીન કમ્પ્યુટર,
ગ્રીન ટેબલ,
ગ્રીન બેડ,
ગ્રીન કાર્પેટ અને ગ્રીન ટેપ છે.
દરેક જગ્યાએ બધું જ લીલું અને લીલું છે, તો મને કહો કે સીડીનો રંગ કેવો હશે?

જવાબ : એક માળનું ઘર છે એટલે દાદરો નથી હોતો.

બે પુત્રો અને બે પિતા ફિલ્મ જોવા ગયા હતા, પરંતુ તેમની પાસે માત્ર ત્રણ ટિકિટ હતી, છતાં બધાએ ફિલ્મ જોઈ, કેવી રીતે?

જવાબ: ફિલ્મ જોવા માટે માત્ર ત્રણ જ લોકો ગયા હતા. પુત્ર, પિતા અને દાદા. જો જોવામાં આવે તો તેઓ બે પિતા અને બે પુત્રો છે.

અંધારામાં બેઠી છે એક રાણી,
માથા પર આગ ને પગ માં છે પાણી?

જવાબ- મીણબત્તી

હું સૌને દઉં છું જ્ઞાન,
કાળો રંગ છે મારી શાન.

જવાબ – સાહી

બહારથી લીલું કવચ,
અને
અંદરથી પીળા મોતીના દાણા,
લોકો છે તેના દિવાના.

જવાબ- ડોડો

ukhana in gujarati

ઉપરના ફોટામાં જોઈ કહો ટીવી સિરિયલ નું નામ શું છે.

જવાબ – CID

ઉકેલો તમે આ કોયડો,
જ્યારે પણ મને છોલો છો,
ત્યારે થઇ જાઉં છું હું નવી.

જવાબ – પેન્સિલ

આજે છે બહુ ઉપયોગી,
પણ કાલ બની જશે પસ્તી.

જવાબ- છાપું (ન્યુઝ પેપર)

કાળો ઘોડો, સફેદ સવારી.
એક જાય અને બીજાની વારી.

જવાબ- રોટલી

વર્ષના કયા કયા મહિનામાં 28 દિવસ હોય છે?
જવાબ: વર્ષના દરેક મહિનામાં 28 દિવસ હોય છે.

એવું શું, જે છે તમારું.
પણ ઉપયોગ બીજા વધુ કરે.

જવાબ- તમારું નામ

એવું તે શું છે જે ખરીદવાવામાં આવે ત્યારે કાળો,
જ્યારે ત્યારે લાલ
અને
ફેંકવામાં આવે ત્યારે સફેદ થાય છે?

જવાબ: કોલસો

તે શું છે જે ફક્ત વધે છે અને ક્યારેય ઘટતું નથી?

જવાબ: ઉંમર

મને કહો, તે ગોળ છે પણ દડો નથી,
તેને પૂંછડી છે પણ પ્રાણી નથી. બાળકો તેની પૂંછડી પકડે અને હસતા રમતા હોય છે.

જવાબ: બલૂન

એક પ્લેટ જે ઊંધી પડી, છતાં તે મોતીથી ભરી.
મોતીઓ પડતા પણ નથી અને તેનો અવાજ પણ આવતો નથી.
મને કહો શું છે એ?

જવાબ: આકાશ અને તારાઓ

તે શું છે, જે હંમેશાં સાથે હોય છે પરંતુ પકડાતું નથી,
તમે જ્યાં જાઓ ત્યાં પીછો કરે.

જવાબ- પડછાયો

મને કહો, કયું પ્રાણી સૂતી વખતે પણ પગરખાં પહેરે છે?

જવાબ: ઘોડો

gujarati ukhana with answer

ઉપરના ફોટામાં જોઈ કહો છોકરા નું નામ શું છે.

જવાબ – વિકી

તેના ચાર પગ છે,
પરંતુ તે ચાલી શકતું નથી.

જવાબ: ટેબલ

આમ તો તે ખરાબ છે.
તેમ છતાં લોકો તેને પીવાની ભલામણ કરે છે, મને કહો કે તે શું છે?

જવાબ- ગુસ્સો

મારું નામ ફૂલ અને મીઠાઈ બંને છે.
મને કહો કે હું કોણ છું?

જવાબ- ગુલાબ જાંબુ

મારી ટોચ છે લીલી, શરીર છે સફેદ.
ખાવાના કામમાં આવું છું,
બતાવો મારો ભેદ.

જવાબ- મૂળો

પાંચ અક્ષર નું નામ છે.
ઊંધું વાંચો કે સીધું એક સમાન,
દક્ષિણ ભારતમાં રહું છું, બોલો શું હું કહેવાઉં છું?

જવાબ- મલયાલમ

ગુજરાતીમાં શ્રેષ્ઠ ઉખાણાં (Best Ukhana in Gujarati)

બીમાર નથી પણ ખાય છે ગોળી,
બધા લોકો ડરી જાય સાંભળી તેની બોલી.

જવાબ – બંધુક

મારું એક મોઢું અને ત્રણ હાથ,
મારી સાથે કોઈ રહેતું નથી.
હું ગોળ-ગોળ ફરું છું, રોજ ચાલું છું,
બધાનો થાક ઉતારું છું.

જવાબ: પંખો

એક પગ અને બાકી ધોતી,
તે ઘણીવાર ચોમાસામાં રોતી.

જવાબ – છત્રી

એમ માં ના બે સંતાન,
એક દિવસે એક રાત્રે દેખાય.
એક ઠંડો તો બીજો ગરમ,
કહો શું છે એનું નામ?

જવાબ – સૂર્ય – ચંદ્ર.

ઘણા છે એના દાંત,
વગર મોઢે કરે સૂરીલી વાત.

જવાબ- હાર્મોનિયમ

નાકથી ચડું
અને
કાને બેસું

જવાબ – ચશ્માં

લોકો મને ખાવા માટે ખરીદે છે,
પરંતુ કોઈ મને ખાતું નથી.

જવાબ: થાળી, ચમચી

તેનું શરીર લાલ છે અને મોં કાળું છે,
તે કાગળ ખાય છે.
અને રોજ સાંજે કોઈક પેટ ખોલીને કાગળ લઈ જાય છે.

જવાબ: પોસ્ટ બોક્સ

રાજા ની આશ્ચર્યજનક રાણી, પૂંછડી દ્વારા પાણી પીવે.
અને મોં થી આગ ફૂંકે.

જવાબ: દીવો

ઘણા લોકોને રસ્તો બતાવો,
કાન પકડતા લોકોને શીખવાડે.
આ સાથે જ નાક પણ દબાવે,

જવાબ: ચશ્માં

એક કિલ્લો બે દ્વાર, એમાં સૈનિક લાકડીદાર.
અથડાઈ જયારે દીવાર સાથે તો સંસાર ખતમ થઇ જાય.

જવાબ – દીવાસળી

તે પૈસાથી ઉપર છે,
જેને મળે છે તે પંડિત કહેવાય, જેને ના મળે તે મૂર્ખ બની જાય.

જવાબ: જ્ઞાન

latest gujarati ukhana

ઉપરના ફોટામાં જોઈ કહો ફિલ્મનું નામ શું છે.

જવાબ – હાઉસફુલ 3

ચાર અક્ષરનું મારું નામ,
હું દરેકના આવું કામ.
ઉત્સવ, લગ્ન કે તહેવારો બધું જ કહેવું મારું કામ છે.
કહો સુ છે મારુ નામ?

જવાબ: કેલેન્ડર

નાનું ઘર
અને
બત્રીસ બાવા

જવાબ – દાંત

કાન ઘુમાવો જવા દઉ,
કાન ઘુમાવો ન આવવા દઉ.
ઘરની રક્ષા મારું કામ,
કહો શું છે, મારું નામ?

જવાબ- તાળું-ચાવી

વગર પાણીએ ઘર બનાવે,
ઘરમાં તે આસાનીથી મળી જાય,
કહો તેને શું કહેવાય.

જવાબ – કરોળિયા નું જાળું

તે ભિખારી નથી, પણ પૈસા માંગે છે,
છોકરી નહીં પણ પર્સ રાખે છે.
પૂજારી નહિ, છતાં ઘંટ વગાડે છે.

જવાબ: બસ કંડક્ટર

જેમાં ફસાઈ જવું સહેલું છે,
પણ બહાર નીકળવું સહેલું નથી.

જવાબ: મુશ્કેલી

એવું કયું પક્ષી છે જેનો અંગ્રેજીમાં અર્થ વધુ થાય?

જવાબ: મોર

કાપાઈશ હું,
પણ રોશો તમે,
બોલો મારુ નામ શું?

જવાબ : ડુંગળી

એવો ખોરાક નું નામ આપો,
જે અડધૂ ખાધા પછી પણ તેને પૂરો કહેવામાં આવે છે.

જવાબ: પુરી

લોકો સવારે રોજ મને મળવા આવે, તેમને હું જુડવા બનાવી દઉં છું.
કહો શું છે મારુ નામ?

જવાબ- અરીસો

એક વસ્તુ એવી છે ભાઈ,
જે વગર કાપ્યે, વગર ચાવ્યે, વગર મોં ખોલે ખવાઈ જાય.
અને ખાવ તો રોવાય જવાય.

જવાબ – માર (પીટાઈ)

એક મહેલમાં ચાલીસ ચોર,
મોઢું કાળું, ને પૂંછડી સફેદ.

જવાબ – માચીસ ની ડબ્બી

એવી વસ્તુ જે પાણી થી બનેલી છે,
તેને સુરજ પણ નો સુકવી શકે.

જવાબ – પરસેવો

એવી વસ્તુ જે જીવનમાં બે વાર તો મફત મળે,
પણ ત્રીજી વાર પૈસાની લેવી પડે.

જવાબ – દાત

એવી કઈ વસ્તુ છે,
જે વેચવાથી વધે?

જવાબ – જ્ઞાન

એવું કયું ફળ છે, જેને ખાઈએ પણ છીએ,
પીએ પણ છીએ અને સળગાવીએ પણ છીએ.

જવાબ – નારિયળ

એવી કઈ વસ્તુ છે, જેને બનાવતા વર્ષો લાગી જાય.
પણ તોડતા એક ક્ષણ?

જવાબ – ભરોસો

જેટલું વધારે હશે,
તેટલું ઓછું દેખાશે?

જવાબ : ડુંગળી

ઈમોજી ઉખાણાં (Emoji Gujarati Ukhana)

મીઠાઈનું નામ શું છે?

🌹 ➕ 🚶 ➕ 🌙 = ગુલાબ જામુન

છોકરીનું નામ શું છે?

🪔 ➕ 🍵 = દીપ્તિ

ભારતના ચાર મુખ્ય શહેરો મનુ એક નામ શું છે?

📞 ➕ ✂️ = કોલકાતા

શાકભાજી નું અંગ્રેજી નામ શું છે?

🙍‍♀️ ➕ 👆 = લેડી ફિંગર (ભીંડો)

કિંમત શું છે?

🍉 + 🍉 = 10
🍉 x 🍋 = 35
🍊 + 🍋 = 20
🍉 + 🍋 + 🍊 = ?

જવાબ = 25

નીચે C કેટલી વાર છે?

GGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGCGGGGGGGGGGGCGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGCGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGCGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGCGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGCGGGGG

જવાબ = 4 વાર

રમુજી ગુજરાતી ઉખાણાના ફોટો જવાબ સાથે (Funny Gujarati Ukhana Image With Answer)

funny gujarati ukhana image with answer

જવાબ: દુકાનવાળો 😂

funny gujarati ukhana image with answer

જવાબ: એ માણસ સાચું બોલે છે, તે પોતે ચાલતો હતો અને તેને મરેલા હાથી ને જોયો. 😂

funny gujarati ukhana image with answer

જવાબ: કૂતરો બોલી શકતો નથી, એ તો બસ ભાઉ ભાઉ કરે. 😂

funny gujarati ukhana image with answer

જવાબ: ભારતની વસ્તી વધુ છે, તો સ્વાભાવિક છે વધુ જ ખાવાના. 😂

funny gujarati ukhana image with answer

જવાબ: કેમ કે નિશાળ તો બાળકો પાસે નથી આવી શકવાની. 😂

ઉખાણાનો અંગ્રેજી અને હિન્દીમાં અર્થ શું થાય? (What is Ukhana Meaning in English and Hindi?)

ઊખાણાં બાળકો ને ખુબ ગમતા હોય છે અને તેના દ્વારા તેઓ ગેમ્સ પણ રમતા હોય છે. ઊખાણાં ને હિન્દી ભાષામાં पहेली (પહેલી) અને અંગ્રેજીમાં Riddle (રિડલ) કહેવામાં આવે છે. તમને કદાચ આ જાણી નવાઈ લાગશે પણ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી સિવાય કોયડા અન્ય ભાષાઓ માં પણ હોય છે, જેથી બાળકો તાર્કિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે.

Ukhana in Gujarati With Answer PDF (ગુજરાતી ઉખાણાં PDF)

તમે આ પેજ ને Google Chrome વેબ બ્રાઉઝર ની મદદ દ્વારા આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો. તમે વિષય પર ઈન્ટરનેટ કે યુટ્યુબ પર આસાની થી ટ્યુટોરીઅલ મેળવી શકો છો. આ સિવાય અહીં નીચે Google Drive or Mediafire ની લિંક પણ આપેલી છે, જ્યાંથી તમને પીડીએફ પ્રાપ્ત થશે. જેથી તમે આ સંપૂર્ણ આર્ટિકલ Offline વાંચી શકો છો અને તમારા મિત્રો ને પણ Share કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

ઉખાણાં કોને કહેવાય?

જેમાં આડકતરી રીતે એક સામાન્ય રમુજી પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનું જવાબ સરળ હોય છે પણ તમારે તે પ્રશ્ન માંથી મેળવવાનો હોય છે.

ઇમેજ ઉખાણાં શું છે?

આ એવા કોયડાઓ છે, જેમાં તમને એક ફોટો દેખાડવામાં આવે છે અને પ્રશ્ન પૂછવામાં આવે છે. તમારે ફોટા માં આપેલા સંકેત ને સમજી અને જવાબ આપવાનો હોય છે.

ઈમોજી ઉખાણાં શું છે?

આ એવા ઉખાણાં કે પ્રશ્નો છે, જેમાં ચિત્રો આપેલા હોય છે. જે ચિત્રો ના નામ પર થી આપણે જવાબ ગોતવાનો હોય છે.

અસ્વીકરણ (Disclaimer)

અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.

સારાંશ (Summary)

આજ ના આર્ટિકલ “બાળકો માટે મજેદાર ગુજરાતી ઉખાણાં જવાબ સાથે (Latest Gujarati Ukhana With Answer)” માં આપણે ઘણી માહિતી મેળવી. આશા રાખું છું કે તમને પોસ્ટ ગમી હશે અને તમારે જોઈતી માહિતી મળી ગઈ હશે, છતાં તમને કઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી ને જણાવી શકો છો.

આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Shopping Cart