information and facts about lion in gujarati

સિંહ વિશે જાણવા જેવું | Amazing Information About Lion in Gujarati

નમસ્તે મિત્રો, અહીં આપણે એક એવા પ્રાણી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે વિશ્વ અને ભારત માં ખુબ લોકપ્રિય છે. સિંહ વિશે માહિતી અને તથ્ય (Useful Information and facts about lion in Gujarati) આર્ટિકલ માં આજે આ પ્રાણી વિષે અદભુત જાણકરી મેળવી તમને ખૂબ આનંદ થશે અને થોડી માહિતી એવી પણ હશે જે તમે ક્યાંય નહીં સાંભળી હોય.

સિંહ શબ્દનો અર્થ રાજા, બળવાન અને આક્રમક પણ થાય છે. જો તમે કોઈને સિંહદિલ કહો છો, તો તમે એક હિંમતવાન અને બહાદુર વ્યક્તિનું વર્ણન કરી રહ્યાં છો. સિંહો માટે મુખ્ય ઘર ખુલ્લા જંગલો, ઘાસના મેદાનો અને ખુલ્લા મેદાન છે, જ્યાં તેમને શિકાર અને ફરવા માટે પૂરતું આવરણ છે. ઘાસના મેદાનો શાકાહારી પ્રાણીઓ માટે ખોરાક પણ પૂરો પાડે છે, જેનો સિંહ શિકાર કરે છે.

સિંહો બિલાડી જાતિના છે, જે તે જાતિના અન્ય સભ્યોમાં વાઘ, ચિત્તો અને દીપડા કરતાં ઘણા અલગ છે. નર સિંહો માદા કરતા ઘણા મોટા હોય છે અને સામાન્ય રીતે ગળાની આસપાસ પ્રભાવશાળી વાળ ધરાવતા હોય છે. ચાલો તો આ પ્રાણી વિષે અન્ય ઉપીયોગી માહિતી મેળવીએ.

Table of Contents

સિંહ વિશે ઉપયોગી માહિતી (Amazing Information About lion in Gujarati)

Lion Meaning in Gujarati (Name)- સિંહ (Sinh)

સિંહ એટલે જંગલ નો રાજા, જે લીઓ પરિવાર, ફેલિડે અને જીનસ પેન્થેરાની એક પ્રજાતિ છે. જો તમે તેનો ફોટો અથવા તેની વાસ્તવિકતા જોઇ હોય તો તેની પૂંછડીના અંતમાં તેની રુવાંટીવાળું ફુદડુ જોયું જ હશે. સાથે સાથે આ બ્લોગમાં તમને સિંહ વિશે ગુજરાતી નિબંધ ના ઉદાહરણ પણ મળી જશે.

સિંહ વાઘની જેમ કદમાં ખૂબ મોટા છે, જો કે આ પ્રાણી વાઘ કરતા કદમાં નાનો છે. તેમના શરીરની લંબાઈ વિશે વાત કરીએ તો, પુખ્ત નર સિંહની લંબાઈ 185 થી 210 સે.મી. હોય શકે છે અને જો પુખ્ત માદા સિંહની વાત કરવામાં આવે તો, શરીરની લંબાઈ 160–185 સે.મી. છે, એટલે કે નર સ્ત્રી કરતાં ઘણો મોટો હોય છે.

તે સામાજિક પ્રજાતિનું એક ખૂબ જ સારૂ જંગલી પ્રાણી છે, જે જૂથોમાં રહેવાનું પસંદ કરે છે. સિંહના પરિવારમાં કેટલાક પુખ્ત નર, કેટલાક માદા અને બચ્ચા નો સમાવેશ કરેલો હોય છે. શિકાર વિશે વાત કરીયે તો માદા સિંહોના જૂથો સામાન્ય રીતે એક સાથે શિકાર કરે છે, જે મોટાભાગે મોટા જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે.

સિંહ એકદમ શાંત શિકારી છે. જો કે, કેટલાક સિંહો ભૂખ્યા ન હોય ત્યાં સુધી કોઈને નુકસાન પહોંચાડતા નથી. આ જાતિઓ મનુષ્યનો શિકાર કરતી નથી, પરંતુ વિશ્વના કેટલાક ભાગોમાં માણસોના શિકાર વિશે સાંભળવામાં આવ્યું છે.

તે સામાન્ય રીતે ઘાસના મેદાનો અને જંગલોવાળા વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે, પરંતુ ગાઢ જંગલોમાં ઓછું રહેવાનું પસંદ કરે છે. ઘણા વર્ષો પહેલા, સિંહ આખા યુરેશિયા, આફ્રિકા અને ઉત્તર અમેરિકામાં જોવા મળતા હતા, પરંતુ આજે તે આફ્રિકાના કેટલાક ભાગોમાં અને પશ્ચિમ ભારતમાં જ જોવા મળે છે અને તેમની જાતિઓ ખૂબ જ ઝડપથી લુપ્ત થઈ રહી છે અને તેથી જ આ પ્રજાતિનો સમાવેશ 1996 માં લુપ્ત થતી જાતિઓ ના લિસ્ટ માં કરવામાં આવ્યો છે.

દાયકાથી તમામ આફ્રિકન દેશોમાં સિંહ વસ્તીમાં લગભગ 45% ઘટાડો થયો છે. અનામત સંરક્ષિત વિસ્તારોની બહાર સિંહની વસ્તી અસ્થિર થઈ રહી છે. વસવાટ કરવાની જગ્યાની અભાવ, શિકાર કે પછી મનુષ્ય સાથે સતત સંઘર્ષ આનું સૌથી મોટું કારણ હોઈ શકે છે.

“વિશ્વ સિંહ દિવસ” સમગ્ર વિશ્વમાં 10 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. તેનું કારણ એ છે કે આની મદદથી સિંહ માટે અને તેમની વસ્તી વધારવા સમગ્ર વિશ્વમાં જાગૃતિ ફેલાય અને શિકાર રોકી શકાય છે. નહીં તો થોડા વર્ષો પછી આ પ્રજાતિ પણ જોખમમાં મુકાઈ શકે છે.

એક સમય એવો હતો કે સિંહોની સંખ્યા આશરે 450,000 હતી પરંતુ વિશ્વમાં આજે ફક્ત 20 હજાર થી 35 હજાર કે તેથી ઓછી છે. આ કારણોસર, વિશ્વમાં સિંહની પ્રજાતિ ને જીવંત રાખવા માટે, વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ, જેથી લોકોમાં તેના વિશે થોડી જાગૃતિ આવે.

સિંહ ના કદ વિશે ઉપયોગી માહિતી (Useful information about the size of the lion in Gujarati)

આજે તેની બે જ જાતો આખા વિશ્વમાં જોવા મળે છે. એશિયાઈ સિંહો જે ગુજરાતના ગીર ફોરેસ્ટ રિઝર્વે વિસ્તારમાં જોવા મળે છે અને બીજો આફ્રિકન સિંહ છે જે આફ્રિકાના કેટલાક દેશોમાં જોવા મળે છે. આફ્રિકન સિંહના શરીરની લંબાઈ લગભગ 6 ફૂટ છે. તેમનું વજન લગભગ 120 થી 190 કેજી છે. જયારે એશિયન સિંહ વિશે વાત કરીએ તો તેમની લંબાઈ અને ઉચાઈ આફ્રિકન પ્રજાતિ કરતા થોડી વધારે છે. ભારતીય સિંહનું વજન 130 કિલોથી 220 કિલો સુધી હોય છે.

સિંહો નર કરતાં માદા કદમાં થોડા નાના હોય છે. તેમના માથાની આસપાસ કેશવાળી હોય છે જે માદા સિંહને આકર્ષવા માટે હોય છે જે માદા સિંહ માં જોવા નથી મળતી. આ વાળને લીધે, તમે નર સિંહને જોશો કે તરત જ તેને આસાની થી ઓળખી શકો છો.

સિંહની ગર્જના પાછળનું કારણ શું છે? (What is the reason behind the roar of the lion?)

કદાચ તમે જાણતા હશો કે સિંહની ગર્જના ખૂબ જ જોરથી અને ડરામણી હોય છે. પરંતુ શું તમે જાણો છો શા માટે સિંહને ગર્જના કરવાની જરૂર છે? સિંહ બિલાડીની જાતિનું એક મોટૂ પ્રાણી છે અને બિલાડીઓની કેટલીક પ્રજાતિઓ તેવી જ રીતે કિકિયારી કરી શકે છે. તેમાંથી સિંહ, વાઘ અને દીપડો પણ શામેલ છે. પરંતુ તેઓ વધુ ગર્જના કરતા નથી.

આ પણ એક કારણ માનવામાં આવે છે કેમ કે સિંહો વાતો કરવા માટે ગર્જના કરતા હોય છે. ખાસ કરીને જ્યારે એક સિંહ બીજા સિંહથી ખૂબ દૂર હોય છે. પરંતુ ચોક્કસ તે જાણી શકાયું નથી કે આ એકમાત્ર કારણ છે.

સિંહનું જીવન (The life of a lion in Gujarati)

તે વાઘ ની ​​જેમ એકલો રહેતો નથી, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે બિલાડીઓની પ્રજાતિઓમાં, ફક્ત સિંહ એકમાત્ર પ્રાણી છે જે હંમેશાં ટોળામાં રહે છે. સિંહ હંમેશાં માદા સિંહો અને બચાઓ સાથે રહે છે. એટલે કે, તે આખું જીવન પરિવાર સાથે વિતાવે છે. આની પાછળ એક કારણ પણ જાણવા મળ્યું છે કે સિંહો તેમના ક્ષેત્રને સુરક્ષિત રાખવા માટે ટોળાઓમાં રહેતા હોય છે. તેમના ટોળાંમાં જેટલા સભ્ય હોય તેટલો મોટો વિસ્તાર તે સુરક્ષિત કરે છે.

સિંહ વિશે ગુજરાતી માં વાક્યો/નિબંધ (Speech, Essay or Sentences About Lion In Gujarati)

  • સિંહ ને જંગલ નો રાજા કહેવામાં આવે છે.
  • સિંહ વિશ્વ માં આફ્રિકા ના જંગલ અને ભારત માં ગીર ના ફોરેસ્ટ વિસ્તાર માં જોવા મળે છે.
  • સિંહ બિલાડી જાતિ નું એક વિશળકાય અને જંગલી પ્રાણી છે, જે જૂંડ માં રહેવાનું પસંદ કરે છે.
  • નર સિંહ ના ગાળાની આસપાસ વાળ જોવા મળે છે જેને કેશવાળી કહેવામાં આવે છે, જે માદા સિંહ માં નથી જોવા મળતી.
  • સિંહના શરીરની લંબાઈ લગભગ 6 ફૂટ છે. તેમનું વજન લગભગ 120 થી 190 આસપાસ હોય છે.
  • સિંહ એક શાંત અને આળસુ પ્રાણી છે પણ જો તેમને સતાવવામાં આવે તો તે તરત જ ક્રોધિત થઇ જાય છે.
  • સિંહ ની ગર્જના 5 મિલ સુધી સંભળાઈ છે, જે ગર્જના એ વિશ્વના તમામ જીવોમાં સૌથી મોટી છે. જ્યારે વાઘ ની ર્જના 3 મિલ સુધી સંભળાઈ છે.
  • આ પ્રાણી કરડો વર્ષો થી પૃથ્વી પર રહેતું આવ્યું છે. બધી પૌરાણિક કથા અને અવશેષો માં સિંહ નું ચિત્ર જોવા મળ્યું છે.
  • સિંહો મોટા પ્રાણીઓ જેમકે હરણ, જીબ્રા, શિયાળ, વરુ અને અન્ય ઘણા પ્રાણીઓ ખાવાનું પસંદ કરે છે.
  • સિંહ દુનિયા માં સૌથી લોકપ્રિય જંગલી જાનવર છે જેની સંખ્યા કરતા લાખો ગણી તેની તસ્વીર અને ચિત્રો દુનિયા માં મોજુદ છે.

સિંહો વિશે કેટલીક રસપ્રદ તથ્યો (Some interesting facts about lion in Gujarati)

  • સિંહોની ગર્જના એ વિશ્વના તમામ જીવોમાં સૌથી મોટી છે.
  • બિલાડીઓની પ્રજાતિમાં, ફક્ત સિંહ ગર્જના કરી શકે છે જે આશરે 5 કિમી થી વધુ અંતર સુધી અવાજ સંભળાય છે. જ્યારે વાઘનો અવાજ 3 કિલોમીટર સુધી સંભળાય શકે છે.
  • આ પ્રજાતિ એકદમ શાંત અને આળસુ છે જેમાં માદા કરતાં નર વધુ આળસુ હોય છે. તે કામ વગર ફરવા પણ જતો નથી. પરંતુ જ્યારે ખતરા ની સંભાવના લાગે ત્યારે તેઓ જલ્દી ગુસ્સે થઈ જાય છે.
  • નર સિંહો વધુ આરામ લે છે ત્યારે તેમના પરિવારો માટે મોટે ભાગે માદા સિંહ શિકાર કરે છે.
  • બધા સિંહ બચ્ચામાંથી, ફક્ત એક કે બે સિંહો જ જીવે છે. મોટે ભાગે જ્યારે સિંહ તેમના ટોળામાંથી દૂર થયા પછી તરત મૃત્યુ પામે છે.
  • સિંહો પ્રતિ કલાક 50 કિલોની ઝડપે દોડી શકે છે પરંતુ કેટલીકવાર 80 કિલોમીટરથી વધુની ગતિ પ્રાપ્ત કરે છે. પરંતુ વધારે વજનને લીધે તેઓ પણ થોડા સમયમાં થાકી જાય છે.
  • એક પુખ્ત સિંહ દરરોજ 8 કિલો જેટલું માંસ ખાય છે અને માદા 6 કિલો સુધી માંસ ખાય છે.
  • બિલાડીઓની પ્રજાતિઓ જંગલી પ્રાણી હોવાને કારણે, સિંહો રાત્રે સારી રીતે જોઈ શકે છે અને મોટાભાગના નર સિંહો રાત્રે શિકાર માટે નીકળે છે.
  • એકવાર સિંહ ભર પેટ ખાય છે તે પછી 15 કલાકથી વધુ સમય માટે આરામ કરે છે.
  • સિંહ જંગલનો રાજા હોઈ શકે છે, પરંતુ જ્યારે વાઘ સાથે એકલા લડતા હોય ત્યારે તે તે હારી શકે છે. અને વાઘ એકલા જીવે છે જ્યારે સિંહ ટોળામાં રહે છે, તો તે સરળતાથી વાઘને મારી શકે છે.
  • અલ્બેનિયા બેલ્જિયમ, બલ્ગેરિયા, ઇથોપિયા, નેધરલેન્ડ જેવા દેશોનું રાષ્ટ્રીય પ્રાણી છે. 1972 પહેલા, સિંહ ભારતનો રાષ્ટ્રીય પ્રાણી હતું પરંતુ પાછળથી વાઘને રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવ્યો હતો.
  • સિંહો ખુલ્લા ઘાસના જંગલમાં રહેવાનું પસંદ કરે છે, જ્યારે ગાઢ જંગલમાં તેઓ એટલું આનંદ અનુભવતા નથી.
  • માદા સિંહ હંમેશાં એવા સિંહોને પસંદ કરે છે જે લાંબા અને ઘટાદાર વાળવાળા હોય.
  • સિંહ 36 ફુટ અથવા તેથી વધુ સુધી કૂદકો લગાવવામાં સક્ષમ છે.
  • સિંહ પોતાનું મોં 1 ફૂટ સુધી ખોલી શકે છે, જેનાથી આપણું માથું પણ તે સરળતાથી ગળી શકે છે. તેમ છતાં તેઓ માનવોનો શિકાર કરતા નથી પણ માનવો તેનો શિકાર કરે છે.
  • જ્યારે પણ કોઈ ટોળા દ્વારા શિકાર થાય છે, ત્યારે પ્રથમ નર ખાય છે અને પછી માદા અને બાળકો ખાય છે.
  • કેટલાક લોકો સિંહને તેમના ઘરે પાળે છે, જે રશિયામાં વધુ જોવા મળે છે.

ગુજરાતી અને અંગ્રેજીમાં સિંહ સમાનાર્થી શબ્દ (Lion Synonyms in Gujarati and English)

  • Cougar (કોગર)
  • Wildcat (વાઇલ્ડકેટ)
  • Leo (લીઓ)
  • Baron (બેરોન)
  • Felis Leo (ફેલિસ લીઓ)
  • King (કિંગ)
  • Prince (પ્રિન્સ)

સિંહ અને ઉંદર ટૂંકી ગુજરાતી વાર્તા (Lion and Mouse Story in Gujarati)

એક જંગલ હતું તેમાં એક ખૂબ મોટો અને ખૂંખાર સિંહ રહેતો હતો. તે જંગલ નો રાજા હતો. તેના ઘર ની આસપાસ કોઈ પણ બીજું પ્રાણી કઈ હલચલ કરે નહિ. તે શાંત અને સારો રાજા હતો, પણ જો બીજા પ્રાણીઓ નો શિકાર જ ના કરે તો ખાય શું.

અને તે બધા પ્રાણીઓ પર પોતાનું નિયંત્રણ રાખતો જેથી તેની વાત બધા પ્રાણીઓ માનતા. તે એક દિવસ પોતાના ઘર માં આરામ કરતો હતો અને ભર નિંદ્રા માં હતો. થાય એક ઉંદર નું બચ્ચું આવી પહોંચ્યું અને તેના શરીર પર કુદકા મારવા લાગ્યો. તે નાસમજ ઉંદર ને પણ રમવાની ખુબ મજા આવી. પણ સિંહ ની ઊંઘ બગડી અને તે ગુસ્સે થઇ જાગ્યો.

એક પંજા ની સાથે તેને ઉંદર ના બચ્ચા ને દબોચી લીધૂ. ઉંદર ગભરાઈ ગયો અને તે ખુબ જ ડરી ગયો. તેને કહ્યું મહારાજ માફ કરો અને મને જવા દો, આવી ભૂલ હવે ક્યારેય નહિ થાય. સિંહ કહે તે મારી ઊંઘ કેમ ખરાબ કરી તને હવે તેની સજા મળશે.

ઉંદર કહે મહારાજ આપ તો દયાળુ છો મારા જેવા તુચ્છ નાના પ્રાણી ને ખાવાથી તમારું પેટ ક્યાં ભરવાનું. પણ મહારાજ મોકો મળશે ત્યારે તમારી મદત્ત હું જરૂર કરીશ. સિંહ આ વાત સાંભળી હસવા લાગ્યો અને તેને ઉંદર ને કહ્યું “તું મારી મદત કરીશ”. હું એક જંગલ નો રાજા ને તું એક ઉંદર! ઉંદર રડવા લાગો અને સિંહ ને દયા આવી.

સિંહ એ કહ્યું ચાલ રડ નહિ આ વખતે જવા દઉં છું પણ એક વાત ધ્યાન રાખજે કે બીજી વાર જો તે કઈ કર્યું કે મારી ઊંઘ બગાડી તો હવે નઈ છોડું. સિંહે પંજો ઉંચો લીધો અને ઉંદર ને જવા દીધો. ઉંદરે પણ સિંહ નો આભાર માન્યો અને રાજા ને પ્રણામ કરી ત્યાંથી ચાલ્યો ગયો.

એક દિવસ સિંહ જંગલ માં ફરવા નીકળ્યો પણ તેને ખબર નહિ શિકારી એ ત્યાં જાળ પાથરી હતી. સિંહ તેમાં ફસાઈ ગયો અને જોર જોર થી રાડો પાડવા લાગ્યો. તેને જાળ તોડવાની બહુ કોશિશ કરી પણ કઈ થયું નહિ. અંતે ફાંફા મારી અને સિંહ થાક્યો.

સિંહ નો અવાજ સાંભળી ઉંદર ત્યાં આવી પહોંચ્યો. તેને ત્યાં જોયું તો સિંહ ત્યાં ફસાયેલો હતો. તે ત્યાં સિંહ ની નજીક પહોંચ્યો અને સિંહ ને કહ્યું મહારાજ આપ ચિંતા ના કરો, હું તમને આ જાળ માંથી છોડાવીશ. તેને તેના તીક્ષ્ણ દાંત વડે ફટાફટ શિકારી ની જાળ કાપી નાખી અને સિંહ તેમાંથી છૂટી ગયો.

આખરે સિંહ ને રાહત થઇ અને તેને ઉંદર ને કીધું તે તારું વચન નિભાવ્યું તે માટે તારો ખુબ ખુબ આભાર. મને થયું હતું કે તું એટલો નાનો ને શું મારી મદત કરીશ પણ ખરા સમયે તે મારી મદત કરી. પછી તે બંને ની દોસ્તી થઇ અને ઉંદર રોજ સિંહ ના પેટ પાર ઠેકડા મારી રમતો અને સિંહ ને પણ મજા આવતી.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

સિંહ ની કઈ વાર્તા ગુજરાતીમાં સૌથી લોકપ્રિય છે?

સિંહ અને ઉંદરની વાર્તા ગુજરાતીમાં સૌથી લોકપ્રિય છે.

સિંહ ભારતમાં ક્યાં જોવા મળે છે?

ભારતમાં સિંહ ફક્ત ગીર અભ્યારણ ગુજરાતમાં જોવા મળે છે, જે તે પ્રાણી માટે ખુબ અનુરૂપ જંગલ છે. આ એસિયાયી પ્રજાતિના સિંહ છે, અને હાલ જાણવા મળ્યું છે ત્યાં સિંહો ની સંખ્યા વધી રહી છે.

સિંહ અને વાઘમાં કદ કોનું મોટું અને વિશાળ છે?

આ બંને પ્રાણીઓમાં વાઘનું કદ સિંહ કરતા મોટું હોય છે અને તે સિંહ ને લડાઈ માં ઘાયલ કરી શકે છે. સામાન્ય રીતે એવું બનતું નથી કારણકે સિંહ બિલાડી જાતિનું એક માત્ર એવું પ્રાણી છે, જે જૂથ માં રહે છે.

ભારતમાં સિંહ ની સંખ્યા કેટલી છે?

2020 ની ગણતરી મુજબ સિંહ ની સંખ્યા ભારતમાં 674 જેટલી છે.

વિશ્વ સિંહ દિવસ ક્યારે હોય છે?

વિશ્વ માં તમામ દેશો દ્વારા 10 August ના દિવસે સિંહ દિવસ ઉજવવામાં આવે છે.

સારાંશ (Summary)

આશા રાખું છું કે “સિંહ વિશે માહિતી અને તથ્ય- Information and facts about lion in Gujarati” પોસ્ટ માં તમને આ પ્રાણી વિશે ઉપીયોગી માહિતી મળી હશે અને તમને ખુબ ગમી હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.

Shopping Cart