વાઘ વિશે જાણવા જેવું | Amazing Information about Tiger in Gujarati

Admin

તમને કદાચ ખબર જ હશે કે આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે. તો ચાલો “વાઘ વિશે ઉપયોગી માહિતી (Fats and Information About Tiger in Gujarati)” આર્ટિકલ માં તે પ્રાણી વિશે થોડી રસપ્રદ માહિતી મેળવીએ. સિંહ પછી આ પ્રાણી પણ વિશ્વ અને ભારતમાં ખૂબ લોકપ્રિય જંગલી જાનવરો માનું એક છે.

આ પ્રાણી તમને ભારતમાં જોવા મળી જશે અને બંગાળ ટાઇગર પ્રજાતિ ખુબ જ શક્તિશાળી માનવામાં આવે છે. સાથે સાથે શિકાર અને સુરક્ષિત રહેઠાણ જેવી સમસ્યા ને કારણે વાઘની સંખ્યા દર વર્ષે ઘટતી રહે છે, જેના કારણે આ પ્રાણી માટે આરક્ષિત જંગલો ઉભા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો- સિંહ વિશે ઉપયોગી માહિતી (Information About lion in Gujarati)

વાઘ વિશે ઉપયોગી માહિતી (Facts and Useful Information About Tiger in Gujarati)

facts and useful information about tiger in gujarati

વાઘ પેન્થેરા ટાઇગ્રિસ બિલાડી જાતિ માં સૌથી મોટી અને લુપ્ત થતી જાતિઓમાંની એક છે. તેના રંગ વિશે વાત કરીયે તો, તમને પીળા જેવા રંગમાં કાળા પટ્ટાઓ જોવા મળશે. જોકે કેટલાક દેશોમાં ફક્ત સફેદ રંગ ના વાઘ પણ જોવા મળે છે.

આ પ્રાણી એક ખતરનાક શિકારી છે, જે ક્યારેય પોતાનો શિકાર છોડતો નથી. જે મુખ્યત્વે જંગલમાં તેના કરતા નાના પ્રાણીઓનો શિકાર કરે છે. આ જીવો સામાન્ય રીતે એકલા રહે છે, પણ ક્યારેક જૂંડ માં પણ શિકાર કરે છે. વાઘ ના નાના બચ્ચા જન્મ પછી બે વર્ષ સુધી તેમની માતા સાથે રહે છે, ત્યારબાદ તેઓ એકલા રહે છે.

વાઘ તમને લગભગ બધા ખંડો માં જોવા મળશે પણ ઘણા દેશો માં તેની પ્રજાતિ અદૃશ્ય થઈ ગયિ છે. પરંતુ ભારતમાં ઘણી જગ્યાએ તમને જોવા મળે છે. વાઘ તેની પ્રજાતિમાં સૌથી મોટો અને સૌથી શક્તિશાળી પ્રાણી છે, જે સિંહ કરતા પણ કદમાં મોટા હોય છે. આપણે એશિયા વિશે વાત કરીએ, તો તે તિબેટ, શ્રીલંકા, આંદામાન અને નિકોબાર ટાપુઓ જેવા ક્ષેત્રો સિવાય બધીજ જગ્યાએ જોવા મળે છે, છતાં આ પ્રજાતિ ચીનના કેટલાક વિસ્તારોમાં પણ ગાયબ થઈ ગઈ છે.

વાઘ ભારત સિવાય બાંગ્લાદેશ, મલેશિયા અને દક્ષિણ કોરિયાનો રાષ્ટ્રીય પ્રાણી પણ છે. ભારત સિવાય તમે કદાચ જાણતા ન હોવ કે આ ત્રણ દેશોનો રાષ્ટ્રીય પ્રાણી પણ વાઘ છે. “સેવ ધ ટાઇગર” એ ભારતના સૌથી પ્રખ્યાત સૂત્રોમાંથી એક છે જે તમે સાંભળ્યું જ હશે, કારણ કે પ્રાણીની આ પ્રજાતિ પણ લુપ્ત થવાની આરે છે. વિશ્વ ટાઇગર ડે દર વર્ષે 29 જુલાઇએ ઉજવવામાં આવે છે અને તેની શરૂવાત 2010 માં થઇ હતી.

વાઘ ક્યાં જોવા મળે છે?

આ પ્રાણી મોટા ભાગે ભારત, મ્યાનમાર, ભૂટાન, ચીન, નેપાળ, અફઘાનિસ્તાન, કોરિયા અને ઇન્ડોનેશિયામાં મોટી સંખ્યામાં જોવા મળે છે. ભારતમાં વાઘ માટે ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવવામાં આવ્યા છે, જેથી તેમની સંખ્યા વધારી શકાય.

આ રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં બનાવવામાં આવ્યું છે. જ્યાં વન વિસ્તારો તેમના માટે અનામત રાખવામાં આવ્યા છે, જ્યાં સામાન્ય માણસ ને જવાની મંજૂરી નથી.

વાઘ દેખાવમાં કેટલો મોટો હોય છે?

મોટા ભાગના જીવોની જેમ, વાઘ માં પણ માદા અને નર ના કદમાં થોડો તફાવત છે. નર વાઘની લંબાઈ 8 ફુટથી 13 ફુટ સુધીની હોય છે, અને જો આપણે માદા વાઘ ની ​​લંબાઈ વિશે વાત કરીએ તો તે 6 ફૂટથી 9 ફૂટ સુધીની છે. અને કેટલીકવાર માદા પણ ખૂબ મોટી હોય છે.

નર વાઘનું વજન લગભગ 90 કિલોથી 300 કિગ્રા જેટલું હોય છે, જ્યારે માદા વાઘ નું વજન લગભગ 70 કિલોથી 170 કિગ્રા જેટલું હોય છે. ભારતના બંગાળ વાઘની વાત અલગ છે કારણ કે તેનું વજન વિશ્વમાં હાજર તમામ વાઘ માં સૌથી વજનદાર છે. બંગાળના ટાઇગરનું વજન આશરે 350 કિલો સુધી હોય શકે છે.

વાઘ નું જીવન

ટાઇગર રાતનો સમય વધુ શિકાર કરે છે. તે રાતના સમયે પણ બધી વસ્તુઓ ખૂબ જ સરળતાથી જોઈ શકે છે. વાઘ મોટે ભાગે વન વિસ્તાર અને ઘાસના મેદાનની આસપાસ રહેવાનું પસંદ કરે છે. તેનો ખોરાક મુખ્યત્વે બધા નાના જંગલી જીવો અને પાળેલા પ્રાણીઓ છે.

મોટાભાગના બધા વાઘ એકલા રહેવાનું પસંદ કરે છે. નર અને માદા ફક્ત સંવર્ધન દરમિયાન એકબીજા સાથે રહે છે. પ્રજનન પછી, માદા બે થી ત્રણ બચ્ચા ને જન્મ આપે છે. માદા વાઘ તેના બાળકો સાથે રહે છે અને બચ્ચાની સંભાળ રાખે છે. બધા બચ્ચા બે વર્ષ પછી તેની માતાને છોડીને એકલા રહે છે.

પ્રોજેક્ટ ટાઇગર (Project Tiger in Gujarati)

શક્તિ, ચપળતા અને પ્રચંડ ક્ષમતા ના કારણે વાઘને ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે સ્થાનનું ગૌરવ પ્રાપ્ત થયું છે. વાઘ ની બધી પ્રજાતિ માંથી ભારતીય જાતિ રોયલ બંગાળ વાઘ ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર સિવાય આપણા પડોશી દેશો, નેપાળ, ભૂટાન અને બાંગ્લાદેશ માં જોવા મળે છે.

ભારતમાં વાઘની ઘટતી વસતીને ને કારણે એપ્રિલ 1973 માં ‘પ્રોજેક્ટ ટાઇગર‘ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 27 વાઘના અભ્યારણ સ્થાપિત થયા છે, જે 37,761. ચોરસ કિલોમીટર કરતા વધુ વિસ્તાર ધરાવે છે.

વાઘ વિશેની આશ્ચર્યજનક તથ્યો (Surprising facts about Tiger in Gujarati)

 • વાઘ પેન્થેરા ટાઇગ્રિસ બિલાડીની જાતિનો સૌથી મોટુ પ્રાણી છે. અને આ જાતિનો સૌથી મોટો શિકારી પણ છે.
 • તમે જાણતા નહીં પણ વાઘના વધુ વજન હોવા છતાં તે કલાકના 60 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. પણ વધારે સમય સુધી દોડી શકતા નથી.
 • તેના દાંત 10 સે.મી. સુધી લાંબા છે જે અન્ય પ્રાણીઓ કરતા ખુબ વધુ હોય છે.
 • વાઘ ભારત સિવાય બાંગ્લાદેશ, મલેશિયા અને દક્ષિણ કોરિયા જેવા અન્ય ત્રણ દેશોનો રાષ્ટ્રીય પ્રાણી છે.
 • આ પ્રાણીના મગજ નું વજન લગભગ 300 ગ્રામ છે.
 • બધા વાઘ શિકાર કરવામાં લાંબા કૂદકા કરી શકે છે.
 • પહેલાં વાઘની 9 પ્રજાતિઓ હતી, પરંતુ આજે ફક્ત 6 પ્રજાતિઓ અસ્તિત્વમાં છે.
 • તે ખૂબ લાંબા અંતર દોડી શકતું નથી અને પાણીમાં સારી રીતે તરી શકે છે.
 • કાળા બજારોમાં મૃત વાઘ ના ભાગો ખૂબ મોંઘા છે, તેથી લોકો તેમનો શિકાર કરે છે.
 • વાઘના શરીર પર મળેલી પટ્ટી આપણી આંગળીના છાપ જેમ વિશિષ્ટ છે, તે બઘી અલગ અલગ હોય છે.
 • જંગલમાં રહેતા વાઘનું જીવન આશરે 10 વર્ષ છે, પરંતુ જો તેનું ધ્યાન રાખવામાં આવે તો તે 20 થી 25 વર્ષ જીવી શકે છે.
 • વાઘ મોટાભાગે રાત્રે શિકાર કરે છે અને એક જ રાતમાં 25 કિલોથી વધુ માસ ખાઈ શકે છે.
 • વાઘ મોટાભાગે ગાઢ જંગલમાં અથવા ઘાસના મેદાનમાં રહેવાનું પસંદ કરે છે, પરંતુ ઉનાળાના સમયમાં તે જંગલની બહાર પણ આવે છે અને માણસોથી ઘેરાયેલા વિશાળ વિસ્તારોમાં જોવા મળી શકે છે.
 • બિલાડીની જાતિ હોવાને કારણે, જન્મ વખતે તે જોઈ શકતો નથી.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

વાઘ ભારતમાં ક્યાં જોવા મળે છે?

ભારતમાં વાઘ ઘણા રાજ્યોમાં જોવા મળે છે, જે તે પ્રાણી માટે ખુબ અનુરૂપ જંગલ છે. આ બધા વાઘ બેંગોલ ટાઇગર પ્રજાતિના છે, જે મુખ્ય રીતે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર અને છત્તીસગઢના રિઝર્વ ફોરેસ્ટ એરિયા માં જોવા મળે છે.

સિંહ અને વાઘમાં કદ કોનું મોટું અને વિશાળ છે?

આ બંને પ્રાણીઓમાં વાઘનું કદ સિંહ કરતા મોટું હોય છે અને તે સિંહ ને લડાઈ માં ઘાયલ કરી શકે છે. સામાન્ય રીતે એવું બનતું નથી કારણકે સિંહ બિલાડી જાતિનું એક માત્ર એવું પ્રાણી છે, જે જૂથ માં રહે છે.

ભારતમાં વાઘ ની સંખ્યા કેટલી છે?

2021 ની ગણતરી મુજબ વાઘ ની સંખ્યા ભારતમાં 2967 જેટલી છે.

વિશ્વ વાઘ દિવસ ક્યારે હોય છે?

વિશ્વ માં તમામ દેશો દ્વારા 29 July ના દિવસે વાઘ દિવસ ઉજવવામાં આવે છે.

સારાંશ (Summary)

આશા રાખું છું કે “વાઘ વિશે ઉપયોગી માહિતી (Facts and Useful Information About Tiger in Gujarati)” પોસ્ટ માં તમને આ પ્રાણી વિશે ઉપીયોગી માહિતી મળી હશે અને તમને ખુબ ગમી હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.