raksha bandhan essay in gujarati

રક્ષાબંધન વિશે નિબંધ | Raksha Bandhan Essay in Gujarati

જો ભાઈ અને બહેન ના સૌથી પ્રિય એવા તહેવારની વાત કરીયે તો આ તહેવાર કેવી રીતે ભૂલી શકાય અને એટલે જ આપણે આજે “રક્ષાબંધન વિશે નિબંધ (Raksha Bandhan Essay in Gujarati)” વિશે જોવા જય રહ્યા છી, જે તમને ખુબ જ ગમશે.

તો નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા બ્લોગ Learn in Gujarati માં સ્વાગત છે. આજે આપણે ભાઈ-બહેનનો પ્રેમ દર્શાવતા એવા સૌથી મહત્વપૂર્ણ તહેવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, આશા છે કે નીચે આપેલ તમામ એક્ષામપલ તમને જરૂર થી ગમશે.

આ દિવસ બધા ભાઈઓ અને બહેનો માટે ખુબ પવિત્ર દિવસ હોય છે, જેમાં બધી બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે જયારે ભાઈઓ તેને પુરા જીવન રક્ષણ માટે વચન આપે છે.

જેમ કે તમને ખબર છે, કે ભારતીય સંસ્કૃતિમાં માં તહેવારો ઘણા બધા ઉજવવા માં આવે છે અને સાથે સાથે તેમનું બધા ધર્મ માં અનેરું મહત્વ પણ છે. બધા તહેવારો કોઈ ને કોઈ ભૂતકાળ ની વાર્તાઓ કે કિસ્સાઓ સાથે જોડાયેલા છે. વળી આવા મહત્તવપૂર્ણ તહેવારો ભારતમા તો ઉજવાય જ છે, સાથે સાથે વિદેશ માં રહેતા ભારતીય લોકો પણ ધામ ધૂમ થી ઉજવે છે.

3 સુંદર રક્ષાબંધન વિશે નિબંધના ઉદાહરણ (Example of Raksha Bandhan Essay in Gujarati)

રક્ષાબંધન ને રાખી ના તહેવાર તરીકે પણ ભારત અલગ અલગ જગ્યાએ ઓળખવામાં આવે છે. આ એક લોકપ્રિય અને પરંપરાગત રીતે ઉજવાતો હિન્દુ ધાર્મિક તહેવાર છે. રક્ષા બંધન દક્ષિણ એશિયામાં અને વિશ્વના અન્ય ભાગોમાં હિન્દુ સંસ્કૃતિથી નોંધપાત્ર રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ ઉંમરની બહેનો પોતાના ભાઈઓના જમણા હાથ ના કાંડા પર રાખડી તરીકે ઓળખાતો દોરો બાંધે છે.

માનવામાં આવે છે, પ્રતીકાત્મક રીતે તે દોરો તેમનું રક્ષણ કરે છે, બદલામાં ભાઈઓ તેમની બેહનો ને ભેટ આપે છે. અને પરંપરાગત રીતે ભાઈઓને તેમની સંભવિત જવાબદારીના સાથે બેહનો નું રક્ષણ કરવાનું વચન પણ આપે છે. રક્ષાબંધન હિંદુ કેલેન્ડર શ્રાવણના મહિના પૂનમ ના દિવસે ઉજવવામાં આવે છે, જે સામાન્ય રીતે અંગ્રેજી મહિના માં ઓગસ્ટમાં આવે છે.

રક્ષાબંધન સંસ્કૃત, શાબ્દિક રીતે જોઈએ તો, રક્ષણ, જવાબદારી અથવા સંભાળનું બંધન એવો અર્થ થાય છે. 20 મી સદીના મધ્ય સુધી, આ તહેવાર સામાન્ય રીતે સમાન ધાર્મિક વિધિ સાથે ઉજવાતો હતો, જે પ્રાચીન હિન્દુ ગ્રંથોમાં દર્શાવાયા પ્રમાણે તે એક ચોક્કસ દિવસે ઉજવવામાં આવતો.

આ તહેવાર ઉજવવા માટે સાગા ભાઈ બહેન હોવું જરૂરી નથી. કોઈ પણ માનીતા ભાઈ બહેન આ તહેવાર ઉજવી શકે છે. જેમ કે હાલ બધી શાળાઓ, કોલેજ માં પણ રક્ષાબંધન સામુહિક રીતે બધા બાળકો દ્વારા ઉજવવામાં આવે છે. તમે અહીં આ તહેવાર વિશે થોડી રસપ્રદ માહિતી મેળવી, તો ચાલો સુંદર નિબંધ ના ઉદાહરણ તરફ આગળ વધીએ.

ટૂંકો 100 શબ્દોનો રક્ષાબંધન વિશે નિબંધ (100 Word Short Raksha Bandhan Essay in Gujarati)

રક્ષાબંધન એ એક લોકપ્રિય હિન્દુ તહેવાર છે પણ તેને બધા ધર્મ ના લોકો દ્વારા ઉજવવમાં આવે છે. તેને ‘રાખી’ ઉત્સવ પણ કહેવામાં આવે છે. તે હિંદુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમાને દિવસે ઉજવવામાં આવે છે. તે સમગ્ર ભારતમાં બધી જગ્યા એ ખૂબ જ આનંદ અને ઉમંગથી ઉજવવામાં આવે છે.

રક્ષાબંધન માત્ર એક ઉત્સવ જ નહીં પરંતુ આપણી પરંપરાઓનું પણ એક પ્રતીક પણ છે. આપણા સમગ્ર દેશમાં આ તહેવાર નું ખૂબ મહત્વ છે. રક્ષાબંધનના દિવસે બહેનોએ ભાઈઓના કાંડા પર રાખડી બાંધી અને ભાઈઓ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો. ભાઈઓ આ પ્રસંગે તેમની બહેનને ભેટો આપે છે અને બહેનનું રક્ષણ કરવાનું એક વચન આપે છે.

200 શબ્દોનો સુંદર રક્ષાબંધન નિબંધ (Around 200 Words Amazing Raksha Bandhan Essay in Gujarati)

પુરા દેશ માં શ્રાવણી પૂર્ણિમા ના દિવસે રક્ષાબંધનઉજવવા માં આવે છે કે જેમાં બધી બહેનો તેમના ભાઈની કાંડા પર રાખડી બાંધે છે. ભાઈ તેમની બહેનો ને કૈક ઉપહાર આપે છે અને તેમનુ પુરા જીવન રક્ષા કરવાનું વચન આપે છે.

એક સમયે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ શરૂ થયું. યુદ્ધમાં હારના પરિણામ રૂપે, દેવતાઓએ યુદ્ધમાં તેમનો સત્તાવાર રાજ્ય સાથે બધુજ ગુમાવ્યું. સંપત્તિ અને રાજ્ય રાજ્ય પાછું મેળવવા ઈચ્છતા દેવરાજ ઇન્દ્રએ દેવગુરુ બૃહસ્પતિની મદદ માટે પ્રયાસો શરૂ કર્યા. તે પછી, શ્રાવણ મહિનાની પૂર્ણિમાની સવારે, ભગવાન બૃહસ્પતિએ નીચે આપેલા મંત્ર સાથે રક્ષા કરવાનું વચન આપ્યું.

ઇંદ્રાણીએ આ પૂજામાંથી નીકળેલ સૂત્ર ઇન્દ્રના હાથ પર બાંધી દીધું. જેના કારણે ઇન્દ્રને યુદ્ધમાં વિજય મળ્યો અને તેમનો ગુમાવેલો રાજ પાઠ ફરીથી પાછો મળ્યો. ત્યારથી રક્ષાબંધનનો ઉત્સવ ઉજવા માંડ્યો. રક્ષાબંધન નિમિત્તે ભારત સરકાર દ્વારા ટપાલ સેવાને એક વિશેષ છૂટ આપવામાં આવી છે. આ દિવસે 10 રૂપિયાનું કવર વેચવામાં આવે છે.

“યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ”
તેમ તમ્ભવવિધ્નમિ રક્ષે મા ચલ મા ચલ “

આ કવર 50 ગ્રામ વજન સાથે બહેનો 4 થી 5 રાખડી પોતાના ભાઈઓને ભારત માં ગામેં ત્યાં મોકલી શકે છે. આ છૂટ ડાક વિભાગ દ્વારા ફક્ત બહેનોને આપવામાં આવે છે અને આ સુવિધા ફક્ત રક્ષાબંધન સુધી જ મળે છે.

અને દિલ્હીમાં બધી મહિલાઓને બસ, ટ્રેન અને મેટ્રોમાં આ પ્રસંગે મફત માં ટિકિટ લીધા વગર મુસાફરી કરવા દેવામાં આવે છે. આ તહેવાર યોગ્ય પૌરાણિક કથાઓથી સ્પષ્ટ છે કે જેમાં રેશમી દોરાથી બહેન જ નહીં, પણ ગુરુ પણ તેની શુભકામના પાઠવીને તેના યજમાનને બાંધી શકે છે.

લાંબો રક્ષાબંધન વિશે નિબંધ (Long Raksha Bandhan Essay in Gujarati or Speech)

આજના સમયમાં ઘણા રાજકીય નેતાઓ એકબીજાને પરસ્પરની દુશ્મનાવટ દૂર કરવા રાખડી બાંધી રહ્યા છે. તેમજ લોકો પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષો અને છોડને પણ રાખડી બાંધે છે. પ્રાચીન સમયમાં, બ્રાહ્મણો અને ગુરુઓ દ્વારા તેમના શિષ્ય અને યજમાન ને રાખડી બાંધતા હતા. પરંતુ હવે આ પર્વ નું મહત્વ પહેલા કરતા બદલાઈ ગયો છે.

આ ઉત્સવ પર બહેનો પૂજાની થાળી સજાવટ કરે છે. પૂજાની થાળીમાં કુમકુમ, રાખડી અને મીઠાઇ રાખવામાં આવે છે. તે પછી ઘરની પૂર્વ દિશામાં ભાઈ ની આરતી ઉતારવામાં આવે છે. માથા પર કમકુમ તિલક કપાળ પર કરવામાં આવે છે. પછી જમાના હાથ ના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે અને છેલ્લે મીઠાઇ ખવડાવવામાં આવે છે. પછી ભાઈ ત્યારે બહેનોને ભેટો આપે છે.

જૂના જમાનામાં પિતા ઘરની નાની પુત્રી દ્વારા પિતાને રાખડી બાંધવામાં આવતી હતી. ગુરુઓ સાથે તેમના યજમાનને રક્ષણનો દોરો બાંધવામાં આવતો, પરંતુ હવે બહેનો તેને ભાઈની કાંડા પર રાખડી બાંધે છે. આ સાથે સમયના અભાવ ને કારણે, રક્ષાબંધન તહેવારની પદ્ધતિમાં પણ પરિવર્તન આવ્યું છે.

raksha bandhan essay in gujarati language

હવે લોકો આ તહેવારમાં પહેલા કરતા ઓછા સક્રિય છે. રક્ષાબંધન ના અવસરે હવે ભાઈ જ્યાં હોય ત્યા રાખડી ને કુરિયર દ્વારા લોકો મોકલે છે. આ સિવાય મોબાઇલ પર રક્ષાબંધન ની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

રક્ષાબંધનમાં સૌથી મહત્વનો એક સામાન્ય રેશમ દોરો છે, જે ભાવનાથી ભાઈના જમાના હાથ ના કાંડા પર બાંધવામાં આવે છે. પરંતુ આજે બજારમાં ઘણા પ્રકારની રાખડી જોવા મળે છે જેમાંથી કેટલીક તો સોના કે પછી ચાંદીની પણ હોય છે. સામાન્ય રેશમના દોરાથી બનેલું આ પ્રેમનું બંધન ધીમે ધીમે એક સ્ટેટ્સ માં પરિવર્તન પામી રહ્યું છે.

પોતાને એક નવી જનરેશન નો માણસ બતાવવા માટે આપણે શરૂઆતથી જ આપણી સંસ્કૃતિને જૂની ફેશન કહેવાનું શરુ કરી દઈએ છીએ. પણ આપણી સંસ્કૃતિને સુરક્ષિત રાખવા માટે આપણે આપણા તહેવારોની ધાર્મિક વિધિમાં પરિવર્તન ન કરવું જોઈએ.

રક્ષાબંધન વિશે નિબંધ PDF (Raksha Bandhan Essay in Gujarati PDF)

અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ નિબંધ ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
  • ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
  • ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
  • બસ થઈ ગયું.

આમારા બ્લોગ માં તમને બધા ભારતીય તહેવારો વિશે ના સુંદર નિબંધ ના ઉદાહરણ મળી જશે, જેની મદદ થી તમે કોઈ પણ વિષય માં સુંદર નિબંધ લખી શકો છો. તમને અહીં રક્ષા બંધન સિવાય દિવાળી, હોળી અને ઉત્તરાયણ જેવા રસપ્રદ વિષયો પર નિબંધ મળી જશે. આવા જ રસપ્રદ નિબંધ વાંચવા તમારે menu માં જઈ અને Gujarati Essay ની કોલમ ની મુલાકાત લેવાની રહેશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

રક્ષાબંધન કોનો તહેવાર છે?

આ તહેવાર મુખ્યત્વે બધા ભાઈઓ અને બહેનો વચ્ચે ઉજવવામાં આવે છે, જેમાં બધી બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે જયારે ભાઈઓ તેને પુરા જીવન રક્ષણ માટે વચન આપે છે.

રક્ષાબંધન ક્યારે ઉજવવામાં આવે છે?

દર વર્ષે હિન્દૂ કેલેન્ડર અનુસાર રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂર્ણિમાને દિવસે ઉજવવામાં આવે છે. જયારે અંગ્રજી કેલેન્ડર અનુસાર તેની તારીખ દર વર્ષે અલગ હોય છે.

સારાંશ (Summary)

અમને આશા છે કે તમને રક્ષાબંધન વિશે નિબંધના ઉદાહરણ (3 Best Example of Raksha Bandhan Essay in Gujarati)” તમને જરૂર થી ઉપયોગી લાગ્યા હશે. તહેવારોના નિબંધ પણ પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે, જેથી દિવાળી, હોળી, રક્ષાબંધન, ઉત્તરાયણ અને અન્ય તહેવારો વિશેના નિબંધ જોવા જરૂરી બની જાય છે.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.

Shopping Cart