chhand in gujarati
printable worksheet for kids ads

Gujarati Chhand | ગુજરાતી છંદ

ગુજરાતી વ્યાકરણ એક ખુબ જ બહોળો, તમામ ધોરણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ ને તૈયારી કરતા લોકો માટે ખુબ જ મહત્વપૂર્ણ ટોપિક છે. જેમાંથી અહીં આપણે ગુજરાતી છંદ (Gujarati Chhand) વિશે વિગતવાર માહિતી પ્રાપ્ત કાઈશું. અમે પ્રયાસ કર્યો છે કે અહીં તમને આ વિષય સરળ રીતે અને આસાનીથી સમજાવી શકાય, આશા છે તમને જરૂર થી ગમશે.

કાવ્ય કે કવિતામાં મધુરતા સર્જવા માટે દરેક પંક્તિમાં અક્ષરોની ચોક્કસ પ્રકારની ગોઠવણી કરવામાં આવે તેને છંદ તરીકે ઓળખવામાં આવે છે. આવું કરવાનું મુખ્ય કારણ એ હોય છે કે અન્ય લોકો ને કવિતા સંભળાવી ગમે અને લયબદ્ધ લાગે. આ સિવાય ઘણી કવિતાઓ એવી પણ હોય છે, જેમાં છંદો નો પ્રયોગ નથી થયો હોતો.

ગુજરાતી છંદ ની વ્યાખ્યા અને સમજ (Definition and Understanding of Gujarati Chhand)

ગુજરાતી ભાષાનું મૂળ પણ સંકૃત છે, સંસ્કૃત માં છંદ ને વૃત અને જતી એમ બે પ્રકારમાં વહેંચવામાં આવેલ છે, જયારે ગુજરાતીમાં તેને અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ જેવા બે ભાગમાં વહેંચવામાં આવેલ છે. જયારે કોઈ પણ પંક્તિનો છંદ સમજવા માટે તમારે પ્રથમ લઘુ અને ગુરુ ની માત્રા સમજવી ખુબ જ જરૂરી છે, જેથી તમારા માટે છંદ ઓળખવું સરળ બને છે.

સરળ વ્યાખ્યા: કોઈ પણ કાવ્ય કે કવિતામાં મધુરતા સર્જવા દરેક પંક્તિમાં કરવામાં આવતી શબ્દો ની ચોક્કસ ગોઠવણી એટલે છંદ.

છંદ ના મુખ્ય પ્રકાર

  1. અક્ષરમેળ છંદ
  2. માત્રામેળ છંદ

અક્ષરમેળ છંદ ઓળખવાની રીત (How To Identify Chhand in Gujarati)

તેના માટે તમારે લઘુ અને ગુરુ ની માત્રા સમજવી ખુબ જ જરૂરી છે, જેના માટે તમને નીચે તમને એક શોર્ટ નોટ આપેલ છે.

gujarati chhand- ગુજરાતી છંદ

લઘુ અક્ષર

  • છંદ શાસ્ત્રમાં “હસ્વ” ને લઘુ કહેવામાં આવે છે.
  • ઉદાહરણ તરીકે: અ, ઈ, ઉ, કુ વગેરે લઘુ અક્ષર ગણવામાં આવે છે.
  • લઘુ અક્ષરની માત્રા “” છે. (અર્ધચંદ્રાકાર નિશાની)
  • જયારે માત્રા મેળ છંદમાં લઘુ અક્ષરની નિશાની “1” છે.

ગુરુ અક્ષર

  • છંદ શાસ્ત્રમાં “દીર્ઘ” ને ગુરુ કહેવામાં આવે છે.
  • અ, આ, ઈ, ઊ, ઐ, ઓ, ઔ દ્વારા જે વ્યંજન બનેલા હોય છે તેને ગુરુ અક્ષર કહેવામાં આવે છે.
  • ઉદાહરણ તરીકે: કા, કે, કી, કૂ, કો અને આ જેવા અન્ય ગુરુ અક્ષર છે.
  • લઘુ અક્ષરની માત્રા “” છે.
  • જયારે માત્રા મેળ છંદમાં લઘુ અક્ષરની નિશાની “2” છે.

અન્ય નિયમો

  • કોઈ પણ અક્ષરમાં અનુસ્વાર અથવા અનુનાસિક આવે, ત્યારે તેને ફરજીયાત ગુરુ ગણવામાં આવે છે.
  • ઉદાહરણ: વસુંધરા (જેમાં બિજો અક્ષર લઘુ હોવા છતાં ગુરુ છે, કારણકે તેમાં અનુસ્વાર આવે છે.)
  • તીવ્ર અનુસ્વાર વાળા હસ્વ અક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે. (ઉદાહરણ: નિઃશસ્ત્ર)
  • લઘુ અક્ષર પછી જોડાક્ષર આવવાથી લઘુ અક્ષર ગુરુ ગણાય છે અથવા તો જોડાક્ષરનો આગળનો અક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે. (ઉદાહરણ: નિષ્ફળ)

યતિ

  • કોઈ પણ કાવ્ય કે કવિતા ગાતા અમુક અંતરે અટકવું પડે છે, જેને યતિ કહેવામાં આવે છે. આ સિવાય કવિતામાં અમુક ચોક્કસ અક્ષરોની સંખ્યા પછી વિરામ લેવામાં આવે છે, જેને પણ યતિ કહેવામાં આવે છે.
  • મુખ્યત્વે જ્યાં યતી આવતો હોય ત્યાં શબ્દ પૂર્ણ થવો જોઈએ, જ્યારેક કોઈક પંક્તિમાં આ સમયે શબ્દ ને તોડી અને ઉચ્ચારણ કરવું પડે છે, જેને યતિ ભંગ કહેવામાં આવે છે.

તાલ

  • છંદમાં થોડા થોડા અંતરે ભાર મુકવામાં આવે છે, જેને “તાલ” કહેવામાં આવે છે.
  • વર્ણ લઘુ હોય તો એક તાલ અને વર્ણ ગુરુ હોય ત્યારે તેને બે તાલ ગણવામાં આવે છે.

ચરણ

  • છંદની પુરે પુરી એક લાઈન ને “ચરણ” કે “પાદ” કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે એક પંક્તિ રૂપે લખવામાં આવે છે.

શ્રુતિભંગ

  • એક ગરુ અક્ષર ની જગ્યાએ બે લઘુ અક્ષર આવે તો તેને “શ્રુતિભંગ” કહેવામાં આવે છે.

કડી

  • ચાર ચારણ મળી અને એક કડી અથવા શ્લોક બને છે. જો આ માળખું જાળવવામાં ના આવે તો તેને શ્લોકભંગ કહેવામાં આવે છે.

આ પણ વાંચો: 500+ ગુજરાતી સમાનાર્થી શબ્દ

લઘુ ગુરુ કોષ્ટક (Laghu Guru Table)

કાકિકીકુકૂકેકૈકોકૌકંકઃકૃ
લઘુગુરુલઘુગુરુલઘુગુરુગુરુગુરુગુરુગુરુગુરુગુરુલઘુ

ગણરચના (Ganrachna)

  • ત્રણ અક્ષરોના જુથને ‘ગણ’ કહેવામાં આવે છે.
  • સૂત્ર: ય મા તા રા જ ભા ન સ લ ગા
ક્રમગણલઘુ-ગુરુ બંધારણઉદાહરણચિન્હઅક્ષર લઘુ-ગુરુ
1યમાતાયશોદા∪ _ _લઘુ – ગુરુ – ગુરુ
2મામાતારાઆકાંક્ષા_ _ _ગુરુ – ગુરુ – ગુરુ
3તાતારાજઆકાશ_ _ ∪ગુરુ – ગુરુ – લઘુ
4રારાજભામાનવી_ ∪ _ગુરુ – લઘુ – ગુરુ
5જભાનસદેવ∪_∪લઘુ – ગુરુ – લઘુ
6ભાભાનસવૈભવ_ ∪∪ગુરુ – લઘુ – લઘુ
7નસલજમણ∪∪∪લઘુ – લઘુ – લઘુ
8સલગાવલભો∪∪ _લઘુ – લઘુ – ગુરુ
9લઘુલઘુ
10ગાગુરુ_ગુરુ

અક્ષરમેળ છંદ (Aksharmel Chhand in Gujarati)

aksharmel gujarati chhand- અક્ષરમેળ છંદ
છંદનું નામઅક્ષરબંધારણયતી
ઇન્દ્રવજા11ત ત જ ગા ગા
ઉપેન્દ્રવ્રજા11જ ત જ ગા ગા
ઉપજાતિ11
ભુજંગી12ય ય ય ય
તોટક12સ સ સ સ
વંશસ્થ12જ ત જ ર
વસંતતિલકા14ભ જ જ ગા ગા8 માં અક્ષરે
માલિની15ન ન મ ય ય8 માં અક્ષરે
મંદાક્રાંતા17મ ભ ન ત ત ગા ગા10 માં અક્ષરે
શિખરિણી17ય મ ન સ ભ લ ગા6ઠ્ઠા અક્ષરે
હરિણી17ન સ મ ર સ લ ગા6ઠ્ઠા અને 10 માં અક્ષરે
પૃથ્વી17જ સ જ સ ય લ ગા8 માં અક્ષરે
શાર્દુલ વિક્રીડિત19મ સ જ સ ત ત ગા12 માં અક્ષરે
સ્ત્રગ્ધરા21મ ર ભ ન ય ય ય14 માં અક્ષરે
મનહર31
અનુષ્ઠુપ32

ઇન્દ્રવજા (Indrawaja Chhand)

  • અક્ષર – 11
  • બંધારણ – ત ત જ ગા ગા
  • યતિ – 5 અને 11 અક્ષર
  • ઉદાહરણ: સંસાર ને સાગર ને કિનારે

ઉપેન્દ્રવ્રજા (Upendravaja Chhand)

  • અક્ષર – 11
  • બંધારણ – જતજગાગા
  • યતિ – 6 અને 11 અક્ષરે
  • ઉદાહરણ: સદા વળી જીવન નીતિ ધારો

ઉપજાતિ (Upjti Chhand)

  • એક પંક્તિ ઇન્દ્રવ્રજા છંદ અને બીજી પંક્તિ ઉપેન્દ્રવ્રજા છંદની.

ઉદાહરણ

જે જે થતો પ્રાપત ઉપાધિયોગ (ઇન્દ્રવજા)
બને રહ્યો તે જ સમાધિયોગ (ઉપેન્દ્રવ્રજા)

ભુજંગી (Bhujngi Chhand)

  • અક્ષર – 12
  • બંધારણ – ય ય ય ય
  • યતિ – 6 અને 6 અક્ષરે
  • ઉદાહરણ: ઘણું ખાધુ પીધું ઘણા ભોગ કીધા

તોટક (Totak Chhand)

  • અક્ષર – 12
  • બંધારણ – સ સ સ સ
  • યતિ – 3, 6, 9 અને 12 માં અક્ષરે

ઉદાહરણ
વનકંટકથી તન રક્ત ઝરે,
પણ તોય ન અશ્રુ કદાપિ ખરે.

વસંતતિલકા (Vasanttilka Chhand)

  • અક્ષર – 14
  • બંધારણ – ત ભ જ જ ગા ગા
  • યતિ – 8 અને ચારણના અંતે
  • ઉદાહરણ: શબ્દો વિના ભટકતો રહું અર્થ જેવો.

માલિની (Malini Chhand)

  • અક્ષર – 15
  • બંધારણ – ત ભ જ જ ગા ગા
  • યતિ – 8 માં અક્ષર
  • ઉદાહરણ: નયન પર છવાતાં અશ્રનુ એક બિંદુ

મંદાક્રાંતા (Mandakranta Chhand)

  • અક્ષર – 17
  • બંધારણ – મ ભ ન ત ત ગા ગા
  • યતિ – 4 અને 10 અક્ષર
  • ઉદાહરણ: બેસી ખાટે શપયર ઘરમાં જિંદગી જોઈ સારી.

શિખરિણી (Shikhrini Chhand)

  • અક્ષર – 17
  • બંધારણ – ય મ ન સ ભ લ ગા
  • યતિ – 6 અને 12 અક્ષર
  • ઉદાહરણ: હજી તારી કાયા, મુજ નયન સામે ઝળહળે.

હરિણી (Harini Chhand)

  • અક્ષર – 17
  • બંધારણ – ન સ મ ર સ લ ગા
  • યતિ – 6 અને 10 અક્ષર
  • ઉદાહરણ: શરદ રજની ધીરે ધીરે ગળાઈ ચળાઈને.

પૃથ્વી (Pruthvi Chhand)

  • અક્ષર – 17
  • બંધારણ – જ સ જ સ ય લ ગા
  • યતિ – 8 અક્ષરે
  • ઉદાહરણ: છતાયં દિલ તો ચહેતન યુવાનની તાજગી.

શાર્દુલ વિક્રીડિત (Shardul Vikridit Chhand)

  • અક્ષર – 19
  • બંધારણ – મ સ જ સ ત ત ગા
  • યતિ – 12 અક્ષરે
  • ઉદાહરણ: ઊગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા.

સ્ત્રગ્ધરા (Stragdhara Chhand)

  • અક્ષર – 21
  • બંધારણ – મ ર ભ ન ય ય ય
  • યતિ – 7, 14 અને 21 અક્ષરે
  • ઉદાહરણ: ઊઠી વ્હેલા પ્રભાતે ઝટ ઘર વખરી ગોઠવે વાળિ ઝાડી.

મનહર (Manhar Chhand)

  • અક્ષર – 31 (16 + 15)
  • બંધારણ – બે પંક્તિઓ માં પ્રથમ પંક્તિમાં 16, બીજી પંપંક્તિમાં 15 અક્ષર
  • યતિ – 8, 16 અને 24 અક્ષરે

ઉદાહરણ
ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા (16)
ભતળમાં પશઓ ને પક્ષીઓ અપાર છે (15)

અનુષ્ઠુપ (Anushtup Chhand)

  • અક્ષર – 32 (16 + 16)
  • બંધારણ – 16 અક્ષરના બે ચરણ અને 8, 8 અક્ષરના 4 ચરણ

ઉદાહરણ
રહી જગ ફરી પાછો, છુટો થાય શરીરથી
પ્રિયે ! સ્પર્શ કરું શું હું? અધિકાર જરા નથી.

આ પણ વાંચો: 500+ ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દ

માત્રામેળ છંદ (Matramel Chhand in Gujarati)

matramel gujarati chhand- માત્રામેળ છંદ
છંદનું નામમાત્રાચરણયતી
ચોપાઈ154
દોહરા244
હરીગીત2816
સવૈયા31 / 32416
ઝૂલણા3710, 20 અને 30

આ પ્રકારના છંદમાં અક્ષરોની નહીં, પરંતું માત્રાની ગણતરી કરવામાં આવે છે. જેમાં લઘુ (∪) ની 1 માત્રા અને ગરુ ( – ) ની 2 માત્રા ગણાય છે. માત્રામેળ છંદ ના નામ આ પ્રમાણે છે, (1) દોહરો (2) ચોપાઈ (3) સવૈયા (4) હરિગીત (5) ઝૂલણા (6) સોરઠા.

દોહરો (Dohro)

  • અક્ષર – 24
  • ચરણ – 4
  • યતિ – 13 મી માત્રાએ
  • બંધારણ – 1 અને 3 ચરણમાં 13 માત્રા અને 2 અને 4 ચરણમાં 11 માત્રા. છેલ્લા બે અક્ષર અનુક્રમે ગુરુ અને લઘુ
  • ઉદાહરણ: દીપકના બે દીકરા, કાજળ ને અજવાશ (માત્રા: 2112 – 2212 – 2112 – 1122)

ચોપાઈ (Chopai)

  • અક્ષર – 15 + 15 = 30
  • ચરણ – 4
  • યતિ – 15 મી માત્રાએ
  • બંધારણ – દરેક ચરણમાં 15 માત્રા, છેલ્લા બે અક્ષર અનુક્રમે ગુરુ અને લઘુ
  • ઉદાહરણ: લાંબા જોડે ટૂંકો જાય , મરે નહીં તો માંદો થાય (22 – 22 – 22 – 21 – 12 – 12 – 2 – 22 – 21)

સવૈયા (Savaiya)

  • અક્ષર – 31 અથવા 32
  • ચરણ – 4
  • યતિ – 16 મી માત્રાએ
  • બંધારણ – ચરણના અંતે ગુરુ લઘુ આવશ્યક છે, છેલ્લો અક્ષર ગુરુ હોય તો 32 માત્રા થાય.
  • ઉદાહરણ: ઝેર ગયા ને વેર ગયા, વળી કાળા કેર ગયા કરનાર (21 – 12 – 2 – 21 – 12 – 22 – 22 – 21 – 12 – 1121)

હરીગીત (Harigit)

  • અક્ષર – 28
  • ચરણ – 4
  • યતિ – 16 મી માત્રા પછી (છેલ્લો અક્ષર ગુરુ હોય છે.)
  • ઉદાહરણ: જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી?

ઝૂલણા (Julaana)

  • અક્ષર – 37
  • ચરણ – 4
  • યતિ – 10, 29 અને 30 મી માત્રા એ

ઉદાહરણ
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયો
તુજ વિના ઘેનમાં કોણ જાશે?

આ પણ વાંચો: 100+ રસપ્રદ ગુજરાતી ઉખાણાં

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

ગુજરાતી છંદ ના કેટલા પ્રકાર છે?

છંદના મુખ્ય બે પ્રકાર પડે છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ.

અક્ષરમેળ છંદના કેટલા પ્રકાર છે?

આ પ્રકારના છંદ માં 16 પ્રકાર નો સમાવેશ થાય છે.

માત્રામેળ છંદના કેટલા પ્રકાર છે?

5 પ્રકારના છંદનો અહીં સમાવેશ કરવામાં આવે છે.

સારાંશ (Summary)

ગુજરાતી છંદ (Gujarati Chhand) કે વ્યાકરણ નો એક મહત્વપૂર્ણ ટોપિક છે, જે તમામ ધોરણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખુબ જ જરૂરી છે. અહીં અમે કોશિશ કરી છે કે શોર્ટ નોટસ અને ટ્રિક્સ દ્વારા તમે આસાનીથી છંદ ની ઓળખ કરી શકો. સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.

Shopping Cart