gujarati kids learning app

બાળકો માટે અમારી ફ્રી એન્ડ્રોઇડ એપ જરૂરથી ડાઉનલોડ કરો.

બાળકો માટે અમારી ફ્રી એન્ડ્રોઇડ એપ જરૂરથી ડાઉનલોડ કરો, જ્યાં બાળકો તમામ મહત્વપૂર્ણ ટોપિક ગુજરાતી સાથે સાથે અંગ્રેજી પણ શીખી શકે છે. કોઈ પૈસા ખર્ચ કરવા, પ્રીમિયમ વર્ઝન લેવાની જરૂર નથી, તમામ કન્ટેન્ટ તદ્દન ફ્રી છે અને વારંવાર આવતી પરેશાન જાહેરાતો પણ ખુબ જ ઓછી છે.

holi essay in gujarati
printable worksheet for kids ads

Top 3 Holi Essay in Gujarati | હોળી વિશે નિબંધ

આપણો દેશ ભારત તહેવારનો દેશ માનવામાં આવે છે, જેમાં અલગ-અલગ લોકો ને અલગ અલગ તહેવાર પ્રિય હોય છે. જયારે અહીં આપણે હોળી વિશે નિબંધ (Holi Essay in Gujarati) ના થોડા સુંદર ઉદાહરણ જોઈશું, જે દરેક ધોરણ ના વિદ્યાર્થી માટે પણ ખુબ ઉપીયોગી છે.

હોળી એ આપનો રંગભરો તહેવાર છે અને આ તહેવાર વસંત ઋતુમાં આવે છે, જયારે લોકો રંગોથી એકબીજાને રંગીને આનંદ વ્યક્ત કરે છે. બાળકો, યુવાઓ અને વૃદ્ધો બધાને હોળી ખૂબ ગમે છે. અહીં તમને ગુજરાતી નિબંધ ના 3 ઉદાહરણ આપવામાં આવ્યા છે, જે અલગ અલગ ધોરણ માટે છે. તમારે આ નિબંધ ગોખવાના કે યાદ રાખવાના નથી પણ તેમાંથી માર્ગદર્શન મેળવી અને તમારો પોતાનો એક સરસ નિબંધ લખવાનો છે. આશા રાખું છું કે તમે ઉદાહરણ નિબંધ જોઈ અને આનાથી પણ સુંદર હોળી વિશે નિબંધ લખશો.

હોળી વિશે નિબંધ ગુજરાતી ભાષામાં (Holi Essay in Gujarati or Holi Nibandh in Gujarati​)

“હોળી” અનેક રંગોનો તહેવાર અને એક રસપ્રદ ઉત્સવ છે, જેની હું ખુદ પણ હંમેશા પ્રતીક્ષા કરું છું. આ દિવસે કોઈ તમે કોઈ પણ વ્યક્તિ ને રંગ લગાવી અને આનંદ માણી શકો છો. આ સિવાય લોકો પોતાના જુના જગડા ભૂલી અને પ્રેમ ભાવ સાથે નવા સબંધ ની શરૂવાત કરે છે. જો કોઈ પણ વ્યક્તિ સાથે જુના મતભેદોને ભૂલી અને એક નવી શુરુવાત કરવી હોય, તો આ એક પેર્ફેકટ સમય છે. તો ચાલો આપણે નિબંધ તરફ આગળ વધીએ.

500 શબ્દોનો હોળી વિશે નિબંધ (500 Words Long Holi Essay in Gujarati For Class 7, Class 8, Class 9 and Class 10)

હોળી દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે ઉજવવામાં આવે છે અને આ તહેવાર પાછળ એક પ્રાચીન દંતકથા પણ છુપાયેલી છે. આ તહેવાર નું નામ ક્રૂર રાજા હિરણ્યકશ્યપ ની બહેન ‘હોલીકા’ ના નામ પર થી રાખવામાં આવ્યું છે. રાજાએ પોતાને સર્વશક્તિમાન હોવાનો દાવો કર્યો અને તેના બધા વિષયોમાં ભગવાનને બદલે તેની પૂજા કરવાનું કહ્યું. પરંતુ તેનો પોતાનો પુત્ર પ્રહલાદ રાજા હિરણ્યકશ્યપની નહીં પણ ભગવાનની ઉપાસના કરતો. તે પોતાના પુત્રને મારવાના ઘણા પ્રયાસ કર્યા પણ તે સફળ થયો નહિ.

ક્રૂર રાજાની બહેન હોલિકાની મદદ થી પ્રહલાદ ને અગ્નિમાં બાળી ન નાખવાનો આદેશ આપવામાં આવ્યો, તેથી તેણે પ્રહલાદ સાથે આગ માં બેસીને રાજાના આગ્રહ પર પ્રહલાદને મારવાનો પ્રયત્ન કર્યો. હોલિકા પાસે એક એવી ઓઢણી હતી કે તેમાં આગ ની કોઈ અસર થતી ન હતી. પ્રહલાદ અને હોલિકા આગ માં સાથે સાથે બેઠા પણ ચૂંદડી પ્રહલાદ ની ઉપર રહી ગઈ અને હોલિકા બળીને રાખ થઈ ગઈ.

આ સમયે ભગવાન વિષ્ણુ ભક્ત પ્રહલાદ ને ફરી એક વાર બચાવે છે. પૃથ્વી ને ક્રૂર રાજા હિરણ્યકશિપુ થી બચવા ભગવાન વિષ્ણુ ખુદ નૃસિંહ અવતાર લઈને પૃથ્વી પર આવે છે અને રાજા નો વધ કરે છે. આમ, હોળી નો તહેવાર દુષ્ટતા પર સત્ય ની જીતનું પ્રતીક છે.

આ વર્ષે મેં અમદાવાદમા મારા પિતરાઇ ભાઈઓ સાથે તેમના ઘરે હોળી નો તહેવાર મનાવ્યો હતો. અમારા ઘર સામે એક મોટું મેદાન હતું જ્યાં હોળી પ્રગટાવવા માં આવતી હતી. ઘણા પડોશીઓ પણ અમારી સાથે જોડાયા અને અમે મોડી રાત સુધી હોળી નો આનંદ માણ્યો. લોકો હોળી ને ફરતે પ્રદક્ષિણા કરતા અને હોળી ની પૂજા કરતા.

હોળી ના બીજા દિવસે ધુળેટી એટલે રંગો નો તહેવાર ઉજવવા માં આવે છે. બીજે દિવસે સવારના નાસ્તા પછી, અમે અમારા રંગો લઇને ઘરની બહાર નીકળી ગયા. પહેલા અમે અમારા વડીલોના પગ પર થોડો રંગ લગાવી અને તેમના આશીર્વાદ લીધા. પછી અમે યુવાનો એકબીજા પર રંગોથી ભરેલા હાથને લહેરાવ્યા. ટૂંક સમયમાં જ અમે સપ્તરંગી બન્યા અને કોઈ ઓળખાય નહિ એવા થઇ ગયા.

જેમ જેમ બપોર પડતી ગઈ અને અમને ભૂખ લાગવા લાગી, અમે બધા નહાવા ગયા અને મારી કાકીએ તૈયાર કરેલા ભવ્ય ભોજન નો આનંદ લીધો. ખુબ ઘસી ઘસી ને નાહવા છતાં શરીર પર અને મોઢા પર લાગેલા કલર ગયા નહિ. કાકા અને કાકી અમારા ચહેરાઓ જોઈને હસી પડ્યા.

અમારા બધા માં કેટલાકના ચહેરા અને હાથ પર હજી રંગ હતા. અમે જાણતા હતા કે સંપૂર્ણપણે દૂર કરવામાં હજી થોડા દિવસોનો સમય લાગી શકે છે. હોળીના રંગોને લીધે અમારી ત્વચાને કોઈ પણ નુકશાન થયું નહિ કારણ કે અમે કુદરતી રંગોનો ઉપયોગ કર્યો હતો. આ દિવસે લોકો તેમના કુટુંબના સભ્યો, સંબંધીઓ, મિત્રો અને પડોશીઓ સાથે રંગોથી રમે છે. ઘરના બાળકો એકબીજા પર રંગના ભરેલા ફુગ્ગા ફેંકીને અથવા રંગ લગાવી આ દિવસની મજા માણે છે. આ દિવસ ની ઉજવણી પ્રેમ અને લાગણી ની પરિભાષા દર્શાવે છે અને જૂની દુશ્મની કે મતભેદોને ભૂલવાનો મોકો આપે છે..

મારો પ્રિય તહેવાર હોળી વિશે નિબંધ (200 Words My Favorite Festival Holi Essay in Gujarati)

short holi essay in gujarati

દર વર્ષે હોળી ફાગણ સુદ પુનમને દિવસે હોળીનો ઉત્સવ ઊજવવામાં આવે છે. હિરણ્યકશ્યપ નામે એક રાક્ષસ રાજા હતો, જેના પુત્રનું નામ પ્રહલાદ હતું. પ્રહલાદ પ્રભુનો ભક્ત હતો. તેના પિતા ક્રૂર અને ભગવાનના વિરોધી હતા. તેમને પ્રહલાદ પ્રભુને ભજે એ ન ગમતું હતું. હિરણ્યકશિપુની એક બહેન હતી, તેનું નામ હોલિકા હતું. તેની પાસે અગ્નિ પણ બાળી ન શકે એવી ઓઢણી અને વરદાન હતું.

પ્રહલાદને મારી નાંખવા હોલિકા તેને ખોળામાં બેસાડી લાકડાંઓની ચિતા પર બેઠી. ચિતા સળગાવવામાં આવી અને પ્રભુ દ્વારા એક ચમત્કાર થયો, હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ બચી ગયો. આમ સત્ય અને પ્રભુની ભક્તિનો ફરી એક વાર વિજય થયો. આ પૌરાણિક પ્રસંગથી હોળીનો તહેવાર આજે પણ ઊજવવામાં આવે છે.

હોળી ના દિવસે ગામને પાદરે કે શેરીને નાકે સાંજ ના સમયે હોળી પ્રગટાવવામાં આવે છે. સહુ હોળીની પૂજા અને પ્રદક્ષિણા કરે છે. હોળીના દિવસે લોકો હારડા, ધાણી, ચણા અને ખજૂર જેવી વસ્તુ ખાય છે. બીજા દિવસે ધુળેટી તરીકે માનવામાં આવે છે અને એકબીજા પર ગુલાલ અને અલગ અલગ રંગો છાંટી અને ઉજવણી કરવામાં આવે છે. પછી તો આ સમગ્ર માહોલ રંગનો ઉત્સવ બની જાય છે.

ધુળેટી ના દિવસે બધા લોકો દ્વેષ ભૂલી અને એકબીજા પર રંગ અને ગુલાલ લગાવે છે. બાળકો રંગની પિચકારીઓથી એકબીજાને કલર વાળા બગાડે છે. એટલે જ હોળીનો તહેવાર બાળકોને અતિ પ્રિય છે અને ભાઈચારા નું પ્રતીક માનવામાં આવે છે. આપ આ તહેવાર પૂર્ણ બને છે અને ત્યારથી જ લોકો આવતા વર્ષની હોળી ને રાહ જુએ છે.

100 શબ્દોનો નિબંધ (100 to 150 Words Holi Essay in Gujarati)

હોળી એ એક હિન્દૂ સંસ્કૃતિ સાથે જોડાયેલો અને ભારતીય તહેવાર છે, પણ ભારતના તમામ ધર્મના લોકો દ્વારા હર્ષોલ્લાસ થી મનાવવામાં આવે છે. હોળી દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે ઉજવવામાં આવે છે અને ખૂબ જ પ્રાચીન તહેવાર છે. આ દિવસે, દરેક મોટા, યુવાન અને બાળકો રંગ સાથે રમે છે.

હોળી રંગોનો તહેવાર તરીકે પણ ઓળખાય છે જે દર વર્ષે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં બધા ધર્મના લોકો દ્વારા ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ઉત્સાહથી ભરેલો આ તહેવાર આપણને એકબીજાસાથે સ્નેહ અને નજીકતા લાવે છે. આમાં, લોકો એકબીજાને રંગ આને ગુલાલ લગાવી ભાઈચારો દર્શાવે છે.

આ સમય દરમિયાન બધા મળીને એક બીજા ને રંગ લગાવે છે અને ગીતો વગાડી નાચે છે. હોળી ઉત્સવના આગલા દિવસે હોલિકા દહન કરવામાં આવે છે, આ દિવસે બધા હોળી નું પુજન કરી પ્રદક્ષિણા કરે છે અને ધાણી અને ખજૂર ખાય છે. ભારત માં બધા ધર્મ ના લોકો ખૂબ ઉત્સાહ અને ખુશી સાથે આ તહેવાર ઉજવે છે, જે લોકોમાં પ્રેમ અને ભાઈચારાની ભાવના ઉત્પન્ન કરે છે.

10 લીટી નો નિબંધ (Holi Essay in Gujarati 10 Lines)

holi essay in gujarati 10 line
  • હોળી એ રંગોનો તહેવાર છે.
  • આ તહેવાર ફાગણ મહિનામાં પૂનમના દિવસે ઉજવાય છે.
  • હોળીના પ્રથમ દિવસે રાત્રે હોળિકા દહન થાય છે.
  • જયારે બીજા દિવસે લોકો રંગોથી રમે છે, જેને ધૂળેટી કહે છે.
  • બાળકો પિચકારી અને પાણીના બલૂનથી રમે છે.
  • લોકો એકબીજાને રંગ લગાવે છે અને મીઠાઈ પણ વહેંચે છે.
  • આ તહેવાર પ્રેમ અને ભાઈચારાનું પ્રતિક છે.
  • હોલિકા દહન અસત્ય પર સત્યના વિજયની કથા દર્શાવે છે.
  • એક બીજાને રંગ લગાવવાની પ્રથામાં તમામ લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને હવે તો શાળા, કચેરી અને ઓફિસોમાં પણ આ તહેવાર ખુબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
  • હું પણ મારા મિત્રો સાથે હોળી રમવાનું ખૂબ પસંદ કરું છું.

Holi Essay in Gujarati PDF Free Download

હોળી નું મહત્વ (Importance of Holi)

હોળી એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે સત્યની જીત અને દુશ્મનાવટના અંતનું પ્રતિક પણ માનવામાં આવે છે. હોળી મનુષ્યને પ્રેમ, ભાઈચારો અને એકતા તરફ પ્રયાણ કરવા પ્રેરણા આપે છે. હોળી આનંદ અને ખુશી લાવતો તહેવાર છે, જેમાં લોકો એકબીજાને રંગ લગાવીને મિત્રતા વધારતા હોય છે. હોલિકા દહન દ્વારા લોકો જીવનમાંથી નકારાત્મકતા દૂર કરવાનો સંદેશ આપે છે.

  • હોળી અસ્ત્ય પર સત્ય ની જીતનું પ્રતિક છે.
  • હોલિકા દહન નકારાત્મકતાનો અંત દર્શાવે છે.
  • આ તહેવાર પ્રેમ અને ભાઈચારાનું સંદેશ આપે છે.
  • હોળી નાના મોટા સૌને સાથે રમવા માટે એકજ તલાવમાં લાવે છે.
  • જીવનમાં આનંદ અને રંગ ભરવાનું પ્રેરણાસ્ત્રોત છે.

હોળીની શુભેચ્છાઓ (Holi Wishes in Gujarati)

  • 🌈 હોળી આવ્યા રંગોની સાથે, ખુશીઓ લાવે ભાત ભાતે! તમને અને તમારા પરિવારને રંગીન હોળીની શુભકામનાઓ!
  • 🎨 રંગોનો તહેવાર છે હોળી, દોસ્તી અને પ્રેમની બોલી. હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવો આ તહેવાર. શુભ હોળી!
  • 🥳 હોળીના રંગ તમારા જીવનમાં ખુશી અને શાંતિ લાવે એવી શુભકામના. હેપી હોળી!
  • 🌺 હોળી આવે આનંદ લાવે, દુશ્મનાવટ દૂર કરી પ્રેમ વધાવે. તમારા જીવનમાં રંગોનો વરસાદ થાય એવી શુભેચ્છા.
  • 🎉 હોળી નાં પાવન અવસરે તમને અને તમારા પરિવારને અનંત શુભેચ્છાઓ. રંગ ભરેલો દિવસ મુબારક!
  • શુભ હોળી! 🌈
  • રંગભર્યો દિવસ તમારા અને તમારા પરિવાર માટે મંગળમય રહે!
  • પ્રેમના રંગોમાં ભીંજાઈ જાવ… હેપી હોળી!
  • રંગો ભરો જીવનમાં… શુભ હોળી!

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

હોળી નું મહત્વ શું છે?

આ તહેવાર રાધા કૃષ્ણના શાશ્વત અને દૈવી પ્રેમની ઉજવણી કરે છે. તે અનિષ્ટ પર સારાની જીત પણ દર્શાવે છે, કારણ કે તે હિરણ્યકશિપુ પર ભક્ત પ્રહલાદ અને ભગવાન વિષ્ણુના વિજયની ઉજવણી કરે છે.

હોળી ક્યારે ઉજવાય છે?

હોળી ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાય છે, જે સામાન્ય રીતે ફેબ્રુઆરી કે માર્ચમાં આવે છે.

હોળી ક્યાં-ક્યાં ઉજવાય છે?

આ તેહવાર સમગ્ર ભારતમાં તો ઉજવવામાં આવે છે, સાથે સાથે વિશ્વના ઘણા અન્ય દેશોમાં પણ ઉજવવામાં આવે છે.

હોળી કેટલા દિવસ સુધી ઉજવાય છે?

હોળી સામાન્ય રીતે બે દિવસ સુધી ઉજવાય છે – પહેલા દિવસે રાત્રે હોળિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોથી રમાતી ધૂળેટી ઉજવવામાં આવે છે.

હોળી કેવી રીતે ઉજવવામાં આવે છે?

હોળી સમગ્ર ભારતમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એક બીજાને રંગ લગાવી અને ઉજવવામાં આવે, જયારે પ્રથમ દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. હોળી ને રંગો નો તહેવાર પણ કહેવામાં આવે છે. આ સિવાય વિદેશમાં રહેતા ભારતીય લોકો દ્વારા પણ આ તહેવાર હર્ષ અને ઉલ્લાસ થી ઉજવવામાં આવે છે.

હોળીનો મુખ્ય સંદેશ શું છે?

હોળી પ્રેમ, ભાઈચારો અને સત્યના વિજયનો સંદેશ આપે છે.

સારાંશ (Summary)

હોળી એ પ્રેમ અને રંગોનો તહેવાર છે, જે ભારતના દરેક ખૂણે ખુશીથી ઉજવાય છે. આ લેખમાં અમે “હોળી વિશે નિબંધ ગુજરાતીમાં (Top 3 Holi Essay in Gujarati)” સરળ ભાષામાં રજૂ કર્યા છે, જે બાળકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ ઉપયોગી છે. વિવિધ ધોરણ મુજબ લખાયેલા નિબંધો, હોળીનું મહત્વ અને સુંદર શુભેચ્છાઓ સાથે આ પેજ હંમેશા ઉપયોગી રહી શકે છે. આશા છે કે તમને આ નિબંધો પસંદ આવ્યા હશે અને તમે તેને શાળાના પ્રોજેક્ટ કે રોજિંદા અભ્યાસમાં ઉપયોગમાં લેશો.

આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Shopping Cart