my favorite festival essay in gujarati

મારો પ્રિય તહેવાર નિબંધ | My Favorite Festival Essay in Gujarati

ભારત તહેવારો નો દેશ માનવામાં આવે છે અને તમામ ઋતુમાં કોઈ ને કોઈ તહેવાર જરૂર આવે છે. તમારો પણ કોઈ ને કોઈ ફેસ્ટિવલ જરૂરથી પ્રિય હશે, તો ચાલો અહીં આપણે “મારો પ્રિય તહેવાર નિબંધ (My Favorite Festival Essay in Gujarati)” ના થોડા સુંદર ઉદાહરણ જોઈએ.

કોઈ પણ પવિત્ર તહેવાર હિન્દુ સંસ્કૃતિ અને ગુજરાતીઓ માટે જીવન નો ખુબ મહત્વ નો ભાગ માનવામાં આવે છે.અને તેથીજ બધા વિદ્યાર્થી માટે પણ કોઈ પણ તહેવાર નો નિબંધ ખુબ ઉપીયોગી હોય છે, જે પરીક્ષામાં વારં વાર પુછાતો હોય છે.

ગુજરાત માં બધા લોકો ને અલગ અલગ તહેવાર ગમતા હોય છે . જેમકે બાળકો ને ઉત્તરાયણ, દિવાળી અને હોળી ખુબ ગમતા હોય છે. જયારે યુવાનો ને વૃદ્ધ ને નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો ગમતા હોય છે. અહીં અમે બધા તહેવાર ના એક એક ઉદાહરણ નિબંધ આપેલા છે, જે તમને ગમશે.

મારો પ્રિય તહેવાર નિબંધ (Top 3 My Favorite Festival Essay in Gujarati or Maro Priya Tehvar Nibandh in Gujarati)

બધા જ લોકો ના પ્રિય તહેવાર અલગ અલગ હોય છે, જેમકે કોઈ ને દિવાળી ગમે છે, તો કોયને હોળી. કોઈ ને ઉત્તરાયણ ગમે છે તો કોઈ ને નવરાત્રી. ભારત અને ગુજરાત માં એટલા તહેવારો ઉજવાવામાં આવે છે, કે બધા ના નિબંધ તો અહીં આપવા શક્ય નથી. પણ થોડા નિબંધ અમે નીચે આપવાની કોશિશ કરી છે, જે તમને જરૂર ગમશે.

દિવાળી મારો પ્રિય તહેવાર નિબંધ (Diwali My Favorite Festival Essay in Gujarati)

દિવાળી એ ભારત નો અને ગુજરાત નો સૌથી મોટો તહેવાર છે, એવું માનવામાં આવે છે. ઘણી જગ્યાએ તે દીપાવલી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે દરેક ના ઘરે ખુશીનું વાતાવરણ છવાયેલું હોય છે, ભારત ના દરેક લોકો તેમના ઘરને રંગબેરંગી લાઈટોથી અને દીવાથી સજાવે છે, અને બાળકો અને યુવાનો ની વાત કરીએ તો, તે સાથે મળીને હસી ખુશી થી ફટાકડા ફોડે છે.

દિવાળી એ ફક્ત ભારતીયો માટે જ નહીં પરંતુ ભારતની બહાર રહેતા અન્ય લોકો માટે પણ ખુબ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. બધાજ ભારતીય લોકો દિવાળીને ખુબ ધામ ધૂમ થી ઉજવે છે. દિપાવલી નિમિત્તે શાળાઓ અને કોલેજોમાં એક લાંબી રજા અથવા વેકેશન હોય છે, જેને દિવાળી નું વેકેશન કહેવાય છે.

example of diwali essay in gujarati

આ સમયે મોટા ભાગની શાળા કોલેજોમાં નિબંધ લેખન અને વકૃત્વ સપર્ધા નું આયોજન કરવામાં આવ્યું હોય છે, મેં જોયું છે કે આ દિવસો માં ક્યાંક તો હરીફાઈનું પણ આયોજન કરવામાં આવે છે.દિવાળી ના દિવસે બજારોને અદ્ભુત દેખાવ આપવા માટે દુલ્હનની જેમ લાઈટોથી સજાવવામાં આવેલી હોય છે. આ દિવસે બજારમાં મીઠાઇ અને કપડાંની દુકાનોની ખુબ ભીડ જામેલી જોવા મળે છે. બાળકો, વૃધો અને યુવાનો બજારમાંથી નવા કપડા, ફટાકડા, મીઠાઇ, ભેટ, અને રમકડા ખરીદતા હોય છે.

તેના પછીના દિવસે નવું વર્ષ ઉજવવા માં આવે છે, જેમાં બધા લોકો પોતાના સાગા સંબંધી અને મિત્રો ના ઘરે જાય છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આ આપણું નવું વર્ષ છે, અને સમગ્ર ગુજરાત માં પણ આજ દિવસ ને નવા વર્ષ તરીકે ઉજવી અને નવી શરૂવાત કરવા માં આવે છે.

હોળી મારો પ્રિય તહેવાર નિબંધ (Holi My Favorite Festival Essay in Gujarati)

ભારત માં દર વર્ષે હોળી ફાગણ સુદ પુનમને દિવસે હોળીનો ઉત્સવ ઊજવવામાં આવે છે. આ તહેવાર પાછળ એક પૌરાણિક કથા છુપાયેલી છે. જેમાં હિરણ્યકશ્યપ નામે એક રાક્ષસ રાજા હતો, અને તેના પુત્રનું નામ પ્રહલાદ હતું. પ્રહલાદ પ્રભુનો માનીતો ભક્ત હતો. પરંતુ તેના પિતા ભગવાનના ક્રૂર અને વિરોધી હતા. તેમને પોતાનો પુત્ર પ્રહલાદ ભગવાન ને ભજે એ ન ગમતું હતું. હિરણ્યકશિપુની એક બહેન હતી, જેનું નામ હોલિકા હતું. તેની પાસે અગ્નિ પણ બાળી ન શકે એવી ઓઢણી નું વરદાન હતું.

પ્રહલાદને મારી નાંખવા હોલિકા તેને ખોળામાં બેસાડી લાકડાંઓની ચિતા પર ખુદ બેસી ગઈ. ત્યાર પછી ચિતા સળગાવવામાં આવી અને ભગવાન દ્વારા એક ચમત્કાર થયો, હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ પણ પ્રહલાદ બચીગયો. આમ સત્ય અને ભગવાન ની ભક્તિનો ફરી એક વાર વિજય થયો. આ પૌરાણિક પ્રસંગની યાદ માં હોળીનો તહેવાર ઊજવવામાં આવે છે.

હોળીના દિવસે લોકો હારડા, ધાણી, ચણા અને ખજૂર જેવી વસ્તુ ખાય છે. હોળી ના દિવસે ગામને પાદરે કે શેરીને નાકે સાંજ ના સમયે હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યાં બધા લોકો હોળીની પૂજા કરે છે. હોળીના બીજા દિવસે ધુળેટી તરીકે ઉજવવા માં આવે છે, તે દિવસે એકબીજા પર ગુલાલ અને અલગ અલગ રંગો છાંટી અને આનંદ કરવામાં આવે છે. અને પછી તો આ સમગ્ર માહોલ રંગનો ઉત્સવ બની જાય છે.

ધુળેટી ના દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ છાંટે છે. જયારે બાળકો રંગની પિચકારીઓથી એકબીજાને કલર વાળા બગાડે છે. એટલે જ હોળીનો તહેવાર બાળકોને અતિ પ્રિય હોય છે. આ તેહવાર દરેક જાતિ ના લોકો સાથે મળીને ઉજવાઈ છે, એટલે જ આ તહેવાર ભાઈચારા નું પ્રતીક માનવામાં આવે છે.

ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર નિબંધ (Uttarayan My Favorite Festival Essay in Gujarati)

હિન્દુ ધર્મના બધા તહેવારોમાં મકરસંક્રાંતિ એ ગુજરાત નો એક મહત્વ નો તહેવારો છે. આ ઉત્સવ બધાજ લોકો ખૂબ આનંદ અને ખુશીથી ઉજવે છે. દર વર્ષે 14 જાન્યુઆરી એ સૂર્ય સ્થિતિ ને આધારે ઉત્તરાયણ ની ઉજવણી કરવામાં આવે છે. ભારત માં અને ગુજરાત માં દરેક લોકો વહેલી સવારે નદીમાં પવિત્ર સ્નાન અને સૂર્યદેવને પ્રાર્થના કરીને દિવસની શરૂઆત કરે છે. આ તિથિ એ સૂર્ય મકર રાશિ માં પ્રવેશતો હોવાથી આ દિવસ ને મકરસક્રાંતિ પણ કહેવામા આવે છે.

મકરસંક્રાંતિ શબ્દનો અર્થ મકર અને સંક્રાંતિ એમ બે શબ્દો જોડાઈ ને બનેલો છે. મકરનો અર્થ મકર રાશિ છે, અને સંક્રાંતિનો અર્થ એ સંક્રમણ છે. જે મકર સંક્રાંતિને મકર રાશિ માં સૂર્યના સંક્રમણ તરીકે બનાવે છે. હિન્દુ ધર્મ અનુસાર આ એક ખુબ પવિત્ર દિવસ છે.

ગુજરાત માં આ તહેવાર ના દિવસે લોકો સવારે ગાયો ને ઘાસ ખવરાવે છે, અને તહેવાર ની ઉજવણી કરવા પતંગ ઉડાડે છે. ગુજરાત માં આ તહેવાર પતંગ નો તહેવાર તરીકે પણ ઓળખાય છે. આ કારણે જ ઉત્તરાયણ બાળકો, યુવાનો થી માંડીને વૃધો સુધી બધાને ખુબ જ ગમે છે. બાળકો તો દર વર્ષે આ દિવસ ની રાહ જોતા હોય છે, અને ઘણા દિવસો પેહલાથી પોતાના માટે પતંગ અને દોરી ની ખરીદી કરી લે છે.

આ દિવસ પેહલા પણ બજારો માં તમને ખુબ રોનક જોવા મળે છે, બધી દુકાનો માં રંગબેરંગી પતંગ અને અલગ અલગ પ્રકારની દોરી જોવા મળે છે. આ દિવસે બધા લોકો પોતાના ઘરની છત ઉપર જય પતંગ ચગાવે છે. જયારે અમુક લોકો અલગ અલગ ગીતો વગાડે છે, આ દિવસે આકાશ રંગબેરંગી પતંગ થી ઘેરાયેલું જોવા મળે છે.

કોઈ નો પતંગ કપાતા લોકો ખુબ જોરથી રાડો પાડે છે, જેની મજા જ કઈક અલગ છે. જયારે મોટા શહેરો માં આ દિવસે રાત્રે લોકો ગુબારા આકાશ માં છોડે છે અને રાત્રે આકાશ આખું દીવડા થી ઝગમગી ઉઠે છે. જયારે હાલમાં ગુબારા પર ગુજરાત સરકાર એ પ્રતિબંધ મુકેલ છે.

મારો પ્રિય તહેવાર નિબંધ પીડીએફ (My Favorite Festival Essay in Gujarati PDF)

તમને ઉપર ત્રણ સુંદર નિબંધ દેખાશે જો તમારે આ બધા નિબંધ PDF File માં જોતા હોય તો નીચે ના બટન પર કરો, જ્યાં તમારા માટે PDF ફાઈલ અપલોડ કરેલી છે. અન્ય રીતે જો તમે Google Chrome બ્રાઉઝર નો ઉપીયોગ કરી અને તમે જાતે જ આ article ને PDF માં કન્વર્ટ કરી શકો છો. તમને નીચે આ કામ કઈ રીતે કરવું તેના સરળ પગલાં આપેલા છે.

  • વિકલ્પ અથવા 3 ડોટ પર ટેપ કરો, જે ઉપરના જમણા ખૂણે છે.
  • તમે ચોક્કસ પૃષ્ઠ માટે PDF બનાવી શકો છો
  • Ctrl + P દબાવો અથવા Print પર ક્લિક કરો
  • ફાઇલ સેવ ડેસ્ટિનેશન સેટ કરો
  • સેવ બટન પર ક્લિક કરો
  • PDF તરીકે સાચવો
  • થઈ ગયું!

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

નિબંધ કેટલા શબ્દો નો હોવો જોઈએ?

આ વસ્તુ ભણતરના ધોરણ ઉપર નિર્ભર હોય છે. 1 થી 5 ધોરણ સુધી મુખ્ય પણે 100 થી 200 શબ્દો ના નિબંધ ઉપીયોગી થતા હોય છે, જયારે ધોરણ 5 થી10 માં તમારે 300 થી 500 શબ્દો ના નિબંધ લખવાની જરૂર છે. ધોરણ 12 અને કોલેજ માં 800 શબ્દો સુધી ના નિબંધ પુછાઈ શકે છે.

હું મારા નિબંધની સ્પષ્ટતા કેવી રીતે સુધારી શકું?

પ્રથમ, તમારો નિબંધ તમારી જાતે મોટેથી વાંચો. તે વિચિત્ર લાગે છે, પરંતુ તે ઘણાં બધાં વાક્યો શબ્દરચના, વિચિત્ર સંક્રમણો, વગેરેને પકડે છે. જો તમે જે લખો છો તે મોટે ભાગે અર્થ પૂર્ણ નથી, તો તેને બદલો! જો તમને કહેવામાં આવે કે તમારો નિબંધ અસ્પષ્ટ છે, તો તમારા મુખ્ય ફકરાઓના વિષયના વાક્યો જુઓ અને જુઓ કે તેઓ તમારા થીસીસ સાથે મેળ ખાય છે કે કેમ. તમારો નિબંધ નું માળખું અવ્યવસ્થિત હોઈ શકે છે અને તેને પાછું લાવવા માટે તમારે મુખ્ય વાક્યોમાં ફેરફાર કરવો પડશે.

નિબંધમાં મારે સૌથી વધુ શું ધ્યાન આપવું જોઈએ?

જો તમે મોડા છો અને ઉચ્ચ-ગુણવત્તાવાળા નિબંધ બનાવવા માટે સમય નથી, તો વ્યાકરણ પર સ્પષ્ટ સંગઠન રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે તમને વ્યાકરણના મુદ્દાઓ માટે ચોક્કસપણે ધ્યાન કરવામાં આવશે, જો તમારી પાસે સ્પષ્ટ થીસીસ અને તાર્કિક સંસ્થા છે, તો તે તમને નિબંધની આપત્તિથી બચાવશે. જો તમે સમય વિશે ચિંતિત હોવ તો પણ, તમારા વિચારોને ગોઠવવા માટે રૂપરેખા બનાવવાનો પ્રયાસ કરો.

હું નિબંધના સ્ત્રોતોને યોગ્ય રીતે કેવી રીતે ગોતું?

તે તમે જેના વિશે લખી રહ્યા છો તેના પર આધાર રાખે છે. અહીં અમુક વિષયો માટે તમારે જાતે કોઈ પણ માધ્યમ થી શોધ કરવી પડશે, જેમાં બુક્સ અને ઈન્ટરનેટ નો સમાવેશ થઇ શકે છે. આ સમયે તમારે વિષય બાબતે યોગ્ય માહિતી મેળવી અને પોતાના શબ્દોમાં વર્ણન કરવાનું છે.

સારાંશ (Summary)

આજ ના આર્ટિકલમારો પ્રિય તહેવાર નિબંધ ગુજરાતી ભાષામાં (Top 3 My Favorite Festival Essay in Gujarati)” માં આપણે એક પર્ટિક્યુલર ટોપિક પર નિબંધ જોયા. હવે આશા રાખું છું કે ઉપર દર્શાવેલ નિબંધના ઉદાહરણ પરથી પ્રેરણા મેળવી તમે તમારો પોતાનો એક સુંદર નિબંધ લખી શકવા શક્ષમ હશો.

આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Shopping Cart