શનિ ગ્રહ વિશે માહિતી | Information About Planet Saturn in Gujarati

Admin

information about planet saturn in gujarati

આજે અમે એવા ગ્રહ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે કદાચ થોડું જાણતા હશો , તેનું નામ શનિ છે. આજ ના “શનિ ગ્રહ વિશે માહિતી (Amazing Information and Facts About Planet Saturn in Gujarati)” આર્ટિકલ માં તમને શનિ ગ્રહ વિષે થોડી રસપ્રદ અને ઉપીયોગી જાણકરી મળશે જે તમને ખબર નહિ હોય કે તમે ક્યાંય વાંચી નહિ હોય.

તમને આ ગ્રહ વિશે કદાચ થોડી માહિતી તો પેહેલે થી હશેજ, કારણકે આ ગ્રહ દેખાવમાં ખુબ જ સુંદર ગ્રહ છે જેની આસપાસ ઘણી સંખ્યા માં સુંદર અને આકર્ષક વલયો જોવા મળે છે જેથી બધા લોકો ને પુરા સૌરમંડળ માં આ ગ્રહ ખુબ વધુ ગમે છે. તમે અહીં આ ગ્રહ નો ફોટો જોઈ શકો છો. જો ફોટો આટલો સુંદર છે તો વાસ્તવિકતા માં તો આ ગ્રહ કેટલો સુંદર હશે? ચાલો તો આ ગ્રહ વિષે થોડી વાત કરીયે જે તમારા માટે કદાચ ઉપીયોગી બનશે.

શનિ ગ્રહ વિશે માહિતી (Useful Information About Planet Saturn in Gujarati)

જો આપણે સૂર્યથી દુરીની વાત કરીએ ત્યારે શનિ સૂર્યથી છઠ્ઠા નંબર નો ગ્રહ અને સૌરમંડલનો બીજા નંબર નો સૌથી મોટો ગ્રહ છે. ને પૃથ્વી કરતા આ ગ્રહ નો વ્યાસ લગભગ 9 ગણો મોટો છે. સામાન્ય ભાષામાં કહીયે તો આ ગ્રહ ગેસ થી ભરેલો એક ગોળો છે જેમાં તમને કેટલા પ્રકાર ના વાયુ જોવા મળે છે.

પરંતુ શનિ નું સરેરાશ ઘનત્વ પૃથ્વી કરતા આઠમા ભાગનું છે, જ્યારે આપણે તેની સાઈઝ ને સરખાવીએ તો તે પૃથ્વી કરતા 95 ગણાથી પણ વધારે છે. આ ગ્રહ નું ખગોળીય ચિન્હ ħ છે અને આ ગ્રહ કેવો દેખાય છે તેની માહિતી તમને નીચે ના ફોટા માં દેખાશે.

આ ગ્રહ નો આંતરિક ભાગ લોહ, નિકલ, સિલિકોન અને ઓક્સિજન નું બનેલું છે, જેના તમામ ધાતુ હાઈડ્રોજનનો એક મોટી પરત થી ઘેરાયેલું છે, તેના અન્દર ના ભાગમાં હાઈડ્રોજન અને હિલિયમની એક મોટી પરત પણ છે જે ફક્ત ગેસની બનેલી છે.

એમોનિયા ના ક્રિસ્ટલના કારણે આ ગ્રહ થોડો પીળા જેવા રંગ નો દેખાય છે. આ ગ્રહ નું ગુરુત્વાકર્ષણ બાલ પૃથ્વી કરતા ઘણું ઓછું છે. આ ગ્રહ માં સામાન્ય પવનની ગતિ, 1800 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોય છે. પવન ફૂંકાવા ની સરખામણી અપને ગુરુ સાથે કરીએ તો વધુ છે પણ નેપ્ચુન કરતા ઓછી છે.

તમે આ ઘરની ફોટો જોઈ શકો છો, શનિ આસપાસના તમને અલગ અલગ વલયો જોવા મળે છે જે બરફ ના કણ અને ધૂળ અને વાયુમાંથી બનેલા છે. આ ગ્રહ ની વેશેષ માહિતી હજી વૈજ્ઞાનિકો પાસે નથી કારણકે આ ગ્રહ પૃથ્વી થી ખુબ દૂર છે પણ થોડા રિસર્ચ અને અનુમાન થી માહિતી એકત્ર કરવામાં આવેલી છે.

નાસા ના રિસેર્ચ પ્રમાણે આ ગ્રહ ના ત્યાર સુધી માં 82 ઉપગ્રહ શોધાયેલા છે જે આ ગ્રહની પરિક્રમા છે. ટાઇટન, શનિની સૌથી મોટી ઉપગ્રહ અને સૌરમંડલની સૌથી મોટી ઉપગ્રહ છે. તેના કદ ની વાત કરીએ તો તે બુધ ગ્રહથી પણ મોટો છે અને એક મોટું વાયુ મંડળ પોતાના ગુરુત્વાકર્ષણ બાલ થી જકડી રાખવા વાળો એક માત્ર ઉપગ્રહ છે.

શનિ ગ્રહ સંપૂર્ણ ગેસ થી બનેલો ગ્રહ છે અને તે પોતાના ધ્રુવ પર સેજ ચપટો છે અને મધ્ય રેખા પર પહોળો છે. તે સૌરમંડળ નો સૌથી ચપટો ગ્રહ છે. શનિ સૌરમંડલનો એવો ગ્રહ છે જ્યાં પાણી ઘનત્વ ઓછું અને ગેસ નું વધુ છે. તેનું દ્રવ્યમાન પૃથ્વીના 95 ગણાથી વધુ છે, જે બીજા ગ્રહોના સરખામણી માં ખુબ વધારે છે.

વાતાવરણ (Atmosphere)

આ ગ્રહના વાયુમંડલ માં બાહ્યરૂપે 96.3% હાઈડ્રોજન અને 3.25% હિલિયમ થી ઘેરાયેલું છે. આ ગ્રહ ના વાયુ મંડલ માં હાઈડ્રોજન અને હિલિયમ સિવાય વાયુઓ પણ જોવા મળે છે જેમ કે એમોનિયા, એસીટીલિન, ઇથેન, પ્રોપેન, ફોસ્ફાઇન અને મિથેન જયારે આ બધા વાયુ ખુબ ઓછી માત્ર માં જોવા મળે છે.

આંતરિક રચના (Internal Structure)

જેમ કે હવે તમે જાણો છો કે શનિ એક ગેસ નો ગોળો છે, પરંતુ તે સંપૂર્ણ રીતે ગેસ થી નથી બનેલો. જ્યાં વધુ પ્રમાણમાં હાઈડ્રોજન વાયુ 99,6% વજોવા મળે છે. તે અંદરનું તાપમાન, દબાણ અને ઘનત્વ તમામ કોર અને ઝડપી વધે છે, જે હાઈડ્રોજનની એક ધાતુમાં પરિવર્તન કરે છે. આંતરિક રચના ગુરુ સાથે થોડી સરખી જોવા મળે છે.

આ ગ્રહ ના અંદર ના કોરનું તાપમાન 11,700 ડિગ્રી સેલ્સિયસ છે અને જે સૂર્યથી ગર્મી પ્રાપ્ત કરે છે, તે સૂર્ય થી પ્રાપ્ત કરતા પ્રકાશ કરતા 2.5 ગણા વધુ શક્તિશાલી પ્રકાશ અવકાશમાં છોડે છે જેથી આ ગ્રહ ખુબ પ્રકાશિત દેખાય છે.

ચુંબકીય ક્ષેત્ર અને પરિક્રમા (Magnetic field and orbit)

અન્ય ગ્રહોની જેમ શનિ પાસે પણ આંતરિક ગુરુત્વાકર્શણ બલ છે, પરંતુ તે બીજા ગ્રહો કરતા ખુબ નબળું છે અને તેથી જ ઉપગ્રહ ટાઇટન શનિના ગુરુત્વાકર્શણ ક્ષેત્રની બાહાર પરિક્રમા છે.

સૂર્યથી આ ગ્રહ નું અંતર 1.4 અબજ કિલોમીટરથી પણ વધુ છે. તે પોતાના ધ્રુવ પાર 10 કલાક 39 મિનિટ અને 22.51સેકન્ડ માં એક ચક્કર પૂર્ણ કરે છે જેથી શનિ નો એક દિવસ 10 કલાક 39 મિનિટ અને 22.51સેકન્ડ નો હોય છે.

જયારે શનિ સૂર્યની આસપાસ એક ચક્કર પૂર્ણ કરતા 10,759 દિવસ લે છે, જો આ દિવસો ને વર્ષો માં કન્વર્ટ કરીએ તો લગભગ 29 વર્ષ થાય છે. શનિની ધરી આશરે 2.48 ° ડિગ્રી નમેલી છે. શનિ નું એક વર્ષ 10,759 દિવસે પૂર્ણ થાય છે.

આ વાત વૈજ્ઞાનિકો ને લગભગ 2004 ની આસપાસ ખબર પડી હતી અને આ ગ્રહ વિષે વધુ જાણકરી પ્રાપ્ત કરવા બધા દેશો દ્વારા કેટલાય સ્પેસ મિશન થઇ ચુક્યા છે.

શનિ ગ્રહ વિશેના કેટલાક ઉપયોગી આંકડા (Some Useful Statistics About Planet Saturn in Gujarati)

  • માસ (1024 કિલોગ્રામ) – 568
  • ઘનત્વ (કિગ્રા / એમ 3) – 687
  • વ્યાસ (વર્ગ) – 120,536
  • ગુરુત્વાકર્ષણ બળ (એમ / એસ 2) – 9.0
  • એસ્કેપ વેલોસિસ્ટી (વર્ગ / એસ) – 35.5
  • એક દિવસ નો સમય (કલાક) – 10.7
  • દિવસની લંબાઈ- 10.7 કલાક
  • સૂર્ય થી અંતર –1433000000 કિ.મી.
  • એક વર્ષ નો સમય (દિવસ) – 10,747
  • ધરી થી ઝુકાવ (ડીગ્રી) – 2.5
  • સરેરાશ તાપમાન (સી) – 140
  • ભૂતલ દબાણ (બાર) – હજી સુધી કોઈ જાણકરી નથી પ્રાપ્ત થઇ
  • ઉપગ્રહ ની સંખ્યા – 82 છે, જેમાં 29 હજી ઓફિશ્યલી જાહેર નથી થયા (NASA મુજબ)
  • ચુંબકીય ચુંબક ક્ષેત્ર? – હા

શનિ ગ્રહ વિશેના રસપ્રદ તથ્યો (Interesting Facts About Saturn In Gujarati)

  • વિજ્ઞાન ની ભાષામાં તેનું ખગોળીય ચિહ્ન ħ છે.
  • શનિ ગુરુ પછી સૌરમંડલ બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ છે
  • પૃથ્વી કરતા લગભગ 9 ગણો મોટો છે.
  • ટાઇટન આ ગ્રહની સૌથી મોટો ઉપગ્રહ છે જે બુધ કરતા પણ મોટો છે.
  • તે સરેરાશ ઘનત્વ પૃથ્વી કરતા લગભગ અઠમાં ભાગ નું છે
  • સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો ગ્રહ છે.
  • બાહ્ય તાપમાન -118 સેલ્સિયસ આસપાસ છે.
  • કોર તાપમાન 11,700 ડિગ્રી સેલ્સિયસ છે.
  • સૂર્યથી પ્રકાશ પ્રાપ્ત કરે તેના 2.5 ગણો પ્રકાશ અંતરિક્ષ માં છોડે છે જેથી પ્રકશિત દેખાય છે.
  • તમે શનિ ગ્રહ પૃથ્વી પરથી ટેલિસ્કો દ્વારા જોઈ શકો છો. તે તમને ખુબ પ્રકાશિત દેખાશે.
  • આ ગૃહમાં સૌથી વધુ 7 જેટલા વલય છે જે ખૂબ સુન્દર દેખાય છે.
  • તમે પૃથ્વી પરથી એ, બી અને સી વલય આસાની થી જોઈ શકો છો.
  • વિશ્વના તમામ દેશો દ્વારા શનિ વિષે માહિતી મેળવવા લગભગ 4 જેટલા મિશન થય ચુક્યા છે.
  • શનિ ના બધા વલય પાણી, બરફ અને ધૂળ ના બનેલા છે.
  • આ ગ્રહનો એક દિવસ ફક્ત 10 કલાક અને 34 મિનિટ સમાપ્ત થાય છે.
  • આ ગ્રહ નું ઘનત્વ ખુબ ઓછું હોવાથી પાણી પણ સપાટી થી ઉપર તરવા માંડે છે.
  • આ ગ્રહ ને ગુરુ નો જોડિયો ભાઈ માનવામાં આવે છે કેમકે તે બને ગ્રહો ની રચના સરખા જેવી છે.
  • ખગોળ શાસ્ત્રી ગેલેલિઓ દ્વારા આ ગ્રહ ને પ્રથમ વાર જોવામાં આવ્યો હતો.
  • આ ગ્રહ પર હવા ઝડપી વેગ થી વહે છે જેની ગતિ 1800 કિ.મી પણ વધુ તેઝ હોય છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

શનિના ઉપગ્રહ ટાઇટન વિશે માહિતી?

નાસાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ગ્રહના 82 ઉપગ્રહો શોધી કાઢવામાં આવ્યા છે, જે આ ગ્રહની કક્ષાની આસપાસ ફરે છે. ટાઇટન એ શનિનો સૌથી મોટો ઉપગ્રહ છે અને સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ પણ છે. તેના કદ વિશે વાત કરીએ તો, તે બુધ કરતા પણ મોટો છે અને તેના ગુરુત્વાકર્ષણમાં મોટી ગેલેક્સી ધરાવતો એકમાત્ર ઉપગ્રહ છે.

શનિ ગ્રહનો રંગ કેવો છે?

આ ગ્રહના રંગ વિશે વાત કરીએ તો, તે તમને પીળાશ પડતા ભૂરા રંગ જેવો દેખાશે, ઉપર તમને તેનો ફોટો દેખાશે.

સૌરમંડળમાં શનિ ગ્રહની સ્થિતિ શું છે?

સૌરમંડળમાં આ ગ્રહના સ્થાન વિશે વાત કરીએ તો, શનિ એ સૂર્યમાંથી છઠ્ઠા ક્રમનો ગ્રહ છે અને ગુરુ ગ્રહ પછી સૌરમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ છે.

શનિ ગ્રહની આસપાસ વલય કેમ છે?

શનિના વલયો ધૂમકેતુઓ, લઘુગ્રહો અથવા તૂટેલા ઉપગ્રહ ના ટુકડાઓ હોવાનું માનવામાં આવે છે જે ફાટેલા ગ્રહ પર પહોંચતા પહેલા શનિના નબળા ગુરુત્વાકર્ષણને કારણે ફાટી ગયા હતા. તેઓ બરફ અને ખડકોના અબજો નાના ટુકડાઓથી બનેલા છે જે ધૂળ જેવી અન્ય સામગ્રીઓથી ઢંકાયેલા છે.

ગુરુ અને શનિ માંથી કયો ગ્રહ મોટો છે?

ગુરુ સૌર મંડળમાં સૌથી મોટો ગ્રહ છે, તેના પછી શનિ ગ્રહ નો ક્રમ આવે છે.

સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે?

શુક્રને સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ માનવામાં આવે છે.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

“શનિ ગ્રહ વિશે માહિતી (Useful Information About Planet Saturn in Gujarati)” પોસ્ટમાં તમે આ ગ્રહ વિશે થોડી માહિતી મેળવી અને થોડા ચોંકાવનારા તથ્યો પણ જોયા, જે કદાચ તમને ખબર નહિ હોય. આશા રાખું છું કે તમને આ પોસ્ટ જરૂર ગમી હશે અને જો સાચે તમેને આ પોસ્ટ ઉપીયોગી લાગી હોય તો નીચે કોમેન્ટ કરી અમને જરૂર જણાવશો. આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.