તમામ બાળકોને વાર્તા અને કવિતા સાંભળવી ખુબ જ ગમતી હોય છે, જેથી આપણે આ આર્ટિકલ માં સુંદર એવી ગુજરાતી કવિતા (Gujarati Kavita) જોઈશું. આશા છે કે તમામ મિત્રો ને આ કવિતાઓ ખુબ જ ગમશે. અને આ પોસ્ટ બાબતે અમને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી અભીપ્રાય આપશો.
કવિતાઓ સામાન્ય રીતે નાની વાર્તાઓ અથવા ગીતો જેવી હોય છે. જેમાં લાગણીઓ, વિચારો અથવા કૈક કહેવા માટે સુંદર શબ્દોનો ઉપયોગ થયો હોય છે. આવી રચનાઓમાં શબ્દો ની એવી રીતે ગોઠવણી કરવામાં આવે છે, જેથી તેને રાગ સાથે ગાય શકાય. આપણી સંસ્કૃતિ માં ઘણા મહાન કવિ છે, જેમણે ગુજરાતી સાહિત્યમાં ખુબ જ મહત્વપૂર્ણ યોગદાન આપેલ છે.
ટૂંકી ગુજરાતી કવિતા (Short Gujarati Kavita)
આવી રચનાઓ માં પ્રાસ હોય છે, જેમ કે જ્યારે કોઈ લીટીના અંતે શબ્દો એકસરખા સંભળાય છે, અથવા તે મુક્ત શ્લોક હોઈ શકે છે, જ્યાં શબ્દો ચોક્કસ પેટર્ન વિના વહે છે. કવિતાઓ ઘણીવાર લયનો ઉપયોગ કરે છે. એક ધબકાર જે શબ્દોની વિશેશ ગોઠવણી હોય છે. કેટલીક કવિતાઓ ટૂંકી અને મીઠી હોય છે, જ્યારે અન્ય લાંબી પણ હોય શકે છે અને મહાકાવ્ય તો અનોખી રચનાઓમાં શામેલ છે. કવિતા બાળકોને નવી દુનિયાની કલ્પના કરવામાં, જુદી જુદી લાગણીઓ અનુભવવામાં અને વસ્તુઓને નવી રીતે જોવામાં મદદ કરી શકે છે. તે શબ્દો સાથે એક પેઇન્ટિંગ જેવું છે.
હું કરું છું…
આ શું પ્રગટ્યું છે મારામાં?
મન હોય મનગમતી દ્વિધામાં
હું યાદ કરું છું ગોવિંદ ને..
હોય હૈયે હરખની હેલી
કે પછી સુનમુનતા નો સાગર
મારા કાળજાની ઠાલવમાં
હું યાદ કરું છું ગોવિંદ ને..
આશાના ઓછાયે ને,
ઉમ્મીદોના પડછાયે
શમણાંરૂપી સાગરમાં પણ
હું યાદ કરું છું શ્યામલ ને..
મારી મર્મ વિનાની વાતો મા ને,
એકલતાની રાતોમાં
મહાદેવની મુલાકાતો માં યી,
હુ યાદ કરું છું માધવ ને..
ચાચક
જગતના નાથ, જગત તો બનાવ્યુ,
એકવાર જગતને જીવી તો જો.
તારી આંખોથી તો બહુ નિહાળ્યું,
એકવારમારી આંખોથી નિહાળોતોજો.
શું સહેલું છે આ જગતને જીવવું?
આવો સવાલ કયારેક મને પુછી તો જો.
કેટલુ અઘરૂ છે કાંઈક મળવા છતાં ના મળવું,
આવો પણ એક અનુભવ તુ લઈનેતો જો.
રોજ આવુ છું તુજ પાસ એક યાચના સાથે,
મારી યાચના તુ સાંભળી તો જો.
કૃષ્ણને જ માંગુ છુ કૃષ્ણ પાસે,
એકવાર મુજ તણો યાચક તુ બની તો જો.
બસ ! તુ જ વસે છે મારા અંતર મા ,
એકવાર તારા અંતરમાં મને વસાવી તો જો
હા…તુ રાધાનો શ્યામ છે, ને મીરાંનો ગોપાલ
પણ એકવાર ગોપીનો ” ગોપીધર ” બની તો જો.
રંગ….
બાહ્ય રંગો થી ના રંગ મુજને,
રંગાઈ હું કૃષ્ણ ના રંગે.
ગાલ થયા લાલ ગુણબી,
પ્રીત લાગી કૃષ્ણ ના સંગે.
આજ ચડી કાલ ઉતરશે,
આ ગુલાલ કેરા રંગ.
હું રંગાઈ કાન્હા ના રંગે,
જે સદાય મારે સંગે.
એવા રંગો માં શું રંગાવવું?
લાગે નહિ જે ઘેરા.
રંગાવવું કૃષ્ણ ના રંગે,
અન્યથા રહીયે સદાયે કોરા.
ઉડશે રે ઉડશે આકાશે,
કેસર ભીના રંગો.
ગોપી જીવન ની એક જ અભિલાષા,
કૃષ્ણ તણા સત્સંગો.
કૃષ્ણ તારી વેણુ…
વાસ ની આ વેણુ ને તારા અધર જોતી,
મન માં ને મન માં ગોપી કેટલુંય રોતી.
ભક્તિ મારી, પ્રેમ મારો, કૃષ્ણ તું પણ મારો.
છતાંય અધર સુધી પહોંચવાનો આવ્યો વેણુ નો વારો.
પાણીડાં ભરવા જાતિ નદીયું ના નીરે,
વેણુ ના દ્રશ્ય એના દરિયા ને ચીરે.
રાધા ને કાજ તે વેણુ રે વગાડી,
પણ વેણુ નો સાદ સુણી ગોપી દોડી આવી.
કૃષ્ણ તારી વેણુ, પુકારે રાધા નામ.
ભલે ગોપી તો માને, તું એનો જ શ્યામ.
ખોટું શું છે?
ભીડમાં ઉભી ના રહી કૃષ્ણ,
એકાંતમાં તને પ્રાર્થી લઉ, તેમાં ખોટું શું છે?
દર્શન કાજે મંદિર ના આવું પ્રભુ,
સર્વ માં તને દર્શી લઉં, તેમાં ખોટું શું છે?
આ દુનિયાદારી છોડી હું,
કૃષકુમારી બની જાઉં તો, તેમાં ખોટું શું છે?
મીરાંનો ગિરધર તો તું બની જ ગયો છે,
એક વાર ગોપીધર બની જા, તેમાં ખોટું શું છે?
ભલે મારું આખું જીવન,
કૃષ્ણમય બની જાય, તેમાં ખોટું શું છે?
પણ.. મારો હૃદય નો નાદ
એક વાર ભીતર તારી સંભળાય, તેમાં ખોટું શું છે?
અદીઠો સંગાથ…
પગલું માંડ્યું વસુંધરા પર,
ને અનુભવ્યો એક સાથ.
નજર કરી મે દુર સુધિ,
ક્યાંથી આવ્યો આ અદીઠો સંગાથ?
જાણું જગ માં હું એકલી મુજને,
ને કોઈ પકડે મારો હાથ.
હૈયે ધરપત આપતો,
ગાતો આવે અદીઠો સંગાથ.
ખોવાયેલી આ જગતમાં હું,
મુને ના શોધી શકી.
છતાંયે આ ભીડમાં,
શોધતા આવે આ અદીઠો સંગાથ.
નયન મારા ભીના થતા,
ના દીઠી શકે મારો નાથ.
હૃદયે જ પોકારી મને,
આ તો કૃષ્ણ તણો સંગાથ.
ઉડવું મારે આકાશ….
શાને રાખ્યા બધાને દૂર,
શાને રાખ્યા પાસ?
એક વાર આપો આઝાદી,
ઉડવું મારે આકાશ.
જન્મ લીધો મેં આ ધરા પર,
કરવા ને કૈક કાજ.
શાને બનાવી મર્યાદા મારી,
ઉડવું મારે આકાશ.
મન મારું ઝંખ્યા કરે,
રહેવાને આબાદ.
મારા શમણાંઓને ચૂમી લેવા,
ઉડવું મારે આકાશ.
રૌદ્ર નહિ રમ્ય બની.
કરવું કરુણા નું નિર્માણ.
લાચાર નહિ વિચાર બની,
ઉડવું મારે આકાશ.
જો તમે પણ એક લેખક છો અને ગુજરાતી ભાષાની કોઈ પણ રચનાત્મક કવિતા, નિબંધ કે અન્ય કૃતિ લખો છો, તો તમે અમારી સાથે જોડાઈ શકો છો. અમે તમારી રચના અમારા નામ સાથે અહીં જરૂરથી પબ્લિશ કરીશું. આ બાબતે વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો.
About Author
અહીં દર્શાવેલ તમામ અવિતા “ગોપીબા સોલંકી” દ્વારા લખવામાં આવેલ છે. તેણી એક પ્રાથમિક શાળા માં શિક્ષક છે અને ગુજરાતી ભાષા વિશે મહત્વપૂર્ણ જ્ઞાન ધરાવે છે. આવા ઘણી વિશેષતા સાથે તેઓ અવારનવાર આવી રચનાઓ લખે છે અને અમારા બ્લોગ માટે મહત્વપૂર્ણ કોન્ટ્રીબ્યુશન આપે છે, આ માટે અમારી ટિમ તેમનો ખુબ ખુબ આભાર માને છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
કવિતા એટલે શું?
કવિતા એ એક પ્રકારની લેખન કૃતિ છે, જે સર્જનાત્મક ભાષાનો ઉપયોગ કરીને લાગણીઓ, વિચારો અથવા કથાને વ્યક્ત કરે છે. જે ઘણી વખત ખાસ લય અથવા છંદ સાથે દર્શાવવામાં આવે છે. આ એક શબ્દ-ચિત્ર જેવું છે જે તમને કંઈક અનુભવી શકે છે અથવા કંઈક નવી રીતે કલ્પના કરી શકે છે. કવિતાઓ ટૂંકી અથવા લાંબી, રમુજી અથવા ગંભીર હોઈ શકે છે અને તેઓ ઘણીવાર રમતિયાળ અથવા શક્તિશાળી રીતે ખાસ અસર બનાવવા માટે ખાસ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે છે.
કવિતા ને અંગ્રેજી માં શું કહેવાય?
કવિતા ને અંગ્રેજી માં Poem (પોયમ) કહેવામાં આવે છે.
સારાંશ (Summary)
આશા રાખું છું કે તમામ મિત્રો ને આ “ટૂંકી ગુજરાતી કવિતા (Short Gujarati Kavita)” જરૂરથી ગમી હશે.. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.
સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.