months names in gujarati and english

12 મહિના ના નામ | Months Names in Gujarati and English

દુનિયામાં અંગ્રેજી કેલેન્ડર સિવાય પણ ઘણા કેલેન્ડર છે, જેમ કે હિન્દૂ કેલેન્ડર અનુસાર આપણા મહિના અંગ્રેજી મહિના થી અલગ છે. તેથી જ મહિનાઓમાં ઘણા લોકોને મૂંઝવણ ઉત્પન્ન થાય છે, માટે “12 મહિના ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Months Names in Gujarati and English)” આર્ટિકલ માં આપણે એ તમામ લોકોની મૂંઝવણ દૂર કરીશું. મને વિશ્વાશ છે તમને આ માહિતી જાણી ખુબ મજા આવશે.

અંગ્રેજી કેલેન્ડર અનુસાર આપણે હાલ બધા જોજિન્દા કામ કરીએ છીએ, જ્યારે આપણા તમામ તહેવારો હિન્દૂ કેલેન્ડર અનુસાર ઉજવીએ છીએ. એટલા માટે જ આપણા તહેવારો દર વર્ષે અલગ અલગ તારીખે આવે છે. હાલ બાળકોને પણ મોટાભાગે ફક્ત અંગ્રેજી મહિના ના નામ આવડતા હોય છે, જયારે ગુજરાતી મહિનાના ની શરુવાત અને દિવસો પણ અલગ છે, જેના વિશે આપણે માહિતી મેળવીશું.

printable worksheet for kids ads

Must Read- સાત વાર ના નામ ગુજરાતી અને ઇંગ્લીશમાં (7 Vaar Na Naam)

12 મહિના ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (12 Months Names in English and Gujarati or Gujarati Mahina Na Naam)

હાલ 21 મી સદી ની વાત કરીએ તો બધા માતા પિતા ને એક જ ચિંતા છે, જેનું નામ સ્માર્ટફોન છે. કેમ કે હાલ બધા બાળકો બસ મોબાઈલ લઇ અને પોતાનો સમય વિતાવતા હોય છે, કેમ કે તેમને તેમાં વધુ રસ પડે છે અને માતા પિતા ને તેમની ચિંતા થાય છે. પણ મારી પાસે તમારા પ્રશ્ન નું એક સરસ નિરાકરણ છે.

હવે જો તમે બાળકો ને મોબાઈલ સાથે જ શીખવાડવાનું શુરુ કરીએ તો? મોબાઈલ માં તમને કાર્ટૂન અને વિડિઓ સિવાય પણ ઘણું બીજું આવે છે. હવે જો તમે આવું કરો તો તે મોબાઈલ માં વિતાવતા સમય માં પણ ઘણું બીજું શીખશે અને એ પણ ઝડપથી.

12 મહિના ના નામ ગુજરાતીમાં (Months Names in Gujarati or Gujarati Month Name)

આ માહિતી વાંચતા પહેલા તમારે એક અગત્ય ની વસ્તુ જણાવી ખુબ જરૂરી છે કે અંગ્રેજી અને ગુજરાતી માસ કે મહિના સરખા નથી, બંને અલગ અલગ છે અને તેમની શરૂવાત પણ અલગ અલગ થાય છે. દિવાળી પછી ગુજરાતી મહિના ની શરુરવાત થાય છે, જયારે તેના 2 મહિના બાદ જાન્યુઆરી થી અંગ્રેજી મહિના ની શરૂવાત થાય છે.

months names in gujarati
NoGujarati Month Nameઅંગ્રેજી માસ નો સમય ગાળો
1કારતક (Kartak)મધ્ય નવેમ્બરથી મધ્ય ડિસેમ્બર
2માગશર (Magshar)મધ્ય ડિસેમ્બરથી મધ્ય જાન્યુઆરી
3પોષ (Posh)મધ્ય જાન્યુઆરીથી મધ્ય ફેબ્રુઆરી
4મહા (Maha)મધ્ય ફેબ્રુઆરીથી મધ્ય માર્ચ
5ફાગણ (Fagan)મધ્ય માર્ચથી મધ્ય એપ્રિલ
6ચૈત્ર (Chitra)મધ્ય એપ્રિલથી મધ્ય મે
7વૈશાખ (Vaishakh)મધ્ય મેથી મધ્ય જૂન
8જેઠ (Jeth)મધ્ય જૂનથી મધ્ય જુલાઈ
9અષાઢ (Ashadh)મધ્ય જુલાઈથી મધ્ય ઓગસ્ટ
10શ્રાવણ (Shravan)મધ્ય ઓગસ્ટથી મધ્ય સપ્ટેમ્બર
11ભાદરવો (Bhadarvo)મધ્ય સપ્ટેમ્બરથી મધ્ય ઓક્ટોબર
12આસો (Aaso)મધ્ય ઓક્ટોબરથી મધ્ય નવેમ્બર

12 મહિના ના નામ ઇંગ્લીશમાં (12 Months Names in English)

months names in english
No12 Months Names in English12 Months Names in Gujarati
1Januaryજાન્યુઆરી
2Februaryફેબ્રુઆરી
3Marchમાર્ચ
4Aprilએપ્રિલ
5Mayમે
6Juneજૂન
7Julyજુલાઈ
8Augustઓગસ્ટ
9Septemberસપ્ટેમ્બર
10Octoberઓક્ટોબર
11Novemberનવેમ્બર
12Decemberડિસેમ્બર

ઋતુઓ ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં (Seasons names in Gujarati and English)

Noઋતુઓ ના નામ ઇંગલિશમાં ઋતુઓ ના નામ ગુજરાતીમાં
1Spring (સ્પ્રિંગ)વસંત (Vasant)
2Summer (સમર)ઉનાળો (Unalo)
3Autumn (ઔટુમ)પાનખર (Paan Khar)
4Winter (વિન્ટર)શિયાળો (Shiyalo)
5Monsoon (મોન્સુન)ચોમાસુ (Chomasu)

ગુજરાતી એક ભારતીય ભાષા છે જે દેશના પશ્ચિમ ભાગમાં, ખાસ કરીને ગુજરાતમાં બોલાય છે, તે સુંદર છે જે ઇન્ડો-આર્યન ભાષા છે. ભારત ઉપરાંત, દક્ષિણપૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો જેમ કે કેન્યા, યુગાન્ડા, તાંઝાનિયા, ઝામ્બિયા અને દક્ષિણ આફ્રિકામાં પણ ગુજરાતી બોલાય છે.

વિશ્વભરમાં, ગુજરાતીમાં 56 મિલિયનથી વધુ મૂળ વક્તાઓ છે. તેમાં ત્રણ પ્રકારની લેખન પદ્ધતિ છે, જેમ કે ગુજરાતી લિપિ, ગુજરાતી બ્રેઇલ અને દેવનાગરી. ગુજરાતીમાં આ સિવાય, તેની કેટલીક નાની બોલીઓ છે, જેમ કે ભાવનગરી, ગોહિલવાડી, હાલારી, ઝાલાવાડી, કાઠિયાવાડી, સોરાઠી, ખારવા, ગામડિયા, કાકરી અને તારીમુકી.

બાળકો માટે મહિનાના નામની વર્કશીટ (Months Name Worksheet For Kids)

મહિના ના નામ વિશે થોડી ઉપયોગી માહિતી અને તથ્ય (A little useful information and facts about months)

મહિનો એ સમયનો એકમ છે, જેનો ઉપયોગ કેલેન્ડર્સ સાથે થાય છે, જે ચંદ્રની કુદરતી પરિભ્રમણ અવધિ જેટલો લાંબો છે, મહિના અને ચંદ્ર શબ્દો જીગનાત્મક છે. ચંદ્ર તબક્કાઓના ચક્ર સાથે પરંપરાગત ખ્યાલ ઉભો થયો. આવા ચંદ્ર મહિના (“લ્યુનેશન”) સિનોડિક મહિના છે અને લગભગ 29.53 દિવસ ચાલે છે.

સંશોધકોએ અનુમાન લગાવ્યું છે કે લોકોએ ચંદ્રના તબક્કાઓના સંબંધમાં દિવસોની ગણતરી પેલેઓલિથિક યુગની શરૂઆતમાં કરી હતી. પૃથ્વી-સૂર્ય રેખાના સંદર્ભમાં ચંદ્રની ભ્રમણકક્ષાના સમયગાળાના આધારે સિનોડિક મહિનાઓ, આજે પણ ઘણા કેલેન્ડરનો આધાર છે, અને વર્ષને વિભાજિત કરવા માટે વપરાય છે.

મોટાભાગના દેશો કે સંસ્કૃતિમાં મહિનાઓ ચંદ્ર ને ફોલો કરે છે, જયારે તેનાથી વિપરીત, ફક્ત ઇસ્લામિક કેલેન્ડર અલગ છે. પરિણામે, એક ઇસ્લામિક વર્ષ એ સૌર વર્ષ કરતાં ટૂંકા હોય છે અને ઇસ્લામિક નવા વર્ષની તારીખ દરેક વર્ષમાં તદ્દન અલગ અલગ ગ્રેગોરિયન કેલેન્ડર તારીખ અનુસાર હોય છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

એક વર્ષમાં કેટલા દિવસો હોય છે?

એક સામાન્ય વર્ષમાં, જો તમે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના કેલેન્ડરમાં ગણતરી કરો તો તમે 365 દિવસ ગણી શકશો. પરંતુ લગભગ દર ચાર વર્ષે, ફેબ્રુઆરીમાં 28 ને બદલે 29 દિવસ હોય છે. તેથી, વર્ષમાં 366 દિવસ હોય છે.

એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે?

એક વર્ષમાં લગભગ 52 અઠવાડિયામાં હોય છે, જે અલગ વર્ષ અનુસાર ફેરફાર થઇ શકે છે.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

તો મિત્રો તમને “12 મહિના ના નામ ગુજરાતી અને ઇંગ્લીશમાં (12 Months Names in Gujarati and English – Gujarati Mahina Na Naam)” આર્ટિકલ કેવો લાગ્યો અને અહીં દર્શાવેલી બધી માહિતી ઉપીયોગી લાગી કે નઈ તે નીચે કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો.

આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત પણ જરૂર થી લેતા રહો અને અમને FacebookInstagramTwitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Shopping Cart