gujarati talpada shabdo- તળપદા શબ્દો

201+ ગુજરાતી તળપદા શબ્દો | Gujarati Talpada Shabdo

ગામઠી ભાષા કે દેશી શબ્દો આપણી ગુજરાતી ભાષામાં ખુબ જ પ્રચલિત છે અને આવા શબ્દો ચોક્કસ વિસ્તાર કે ક્ષેત્ર માં વધુ બોલતા હોય છે, જયારે તે શુદ્ધ ગુજરાતી શબ્દો થી અલગ છે. આ ટોપિક પણ પરીક્ષા માટે જરૂરી છે, જેથી અહીં આપણે “પ્રચલિત ગુજરાતી તળપદા શબ્દો (Gujarati Talpada Shabdo)” વિષે માહિતી મેળવીશું.

તળપદા શબ્દો આપણી ભાષા માં ખુબ વધુ પ્રચલિત છે અને રોજ ની સામાન્ય વાતચીત માં પણ આપણે ઉપીયોગ કરતા હોયીએ છીએ. આ સિવાય કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર માં આવા શબ્દો ગુજરાતી ભાષા માં વધુ પ્રમાણ માં ઉપીયોગ માં લેવામાં આવે છે.

જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા તમે કોઈ પણ ધોરણ માં અભ્યાસ કરી રહ્યા છો, તો આવા શબ્દો તમારા માટે વધુ ઉપયોગી બની શકે છે. અહીં અમે તમને 200 થી વધુ ઉદાહરણ શબ્દો અને તેના અર્થ આપવામાં આવ્યા છે, જે આજે તમામ વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વપૂર્ણ છે.

ગુજરાતી ભાષામાં આ વિષય નાનો હોવા છતાં ખુબ મહત્વ ધરાવે છે. તમે કોઈ પણ ધોરણ માં ભણતા હોય ત્યારે આવા શબ્દો ગુજરાતી પાઠ કે કવિતાઓ માં વારં વાર આવતા હોય છે. ભવિષ્ય માં પણ જો તમને ગુજરાતી ભાષા વિષે વધુ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ગુજરાતી વ્યાકરણ માં આ વિષય તમારા માટે મહત્વપૂર્ણ બની શકે છે.

વ્યાખ્યા (Definition)

આ એવા પ્રાદેશિક દેશી શબ્દ છે, જે ચોક્કસ ક્ષેત્રોમાં બોલવામાં આવે અને તે શુદ્ધ ગુજરાતી થી અલગ છે. આવા શજાબડો તમને બોલવામાં જોવા મળશે, જયારે ગુજરાતી શબ્દકોશમાં કદાચ જોવા નહિ મળે.

પ્રચલિત ગુજરાતી તળપદા શબ્દો Std 10 to 12 (Popular Gujarati Talpada Shabdo)

  • વિપદ – વિપત્તિ
  • દોથો – ખોબો
  • વાવડો – વાચારો
  • વરતવું – ઓળખવું
  • પુનઈ – પુણ્ય
  • ગોજ – પાપ
  • બેરી – પત્ની
  • ખમવું – સહન કરવું
  • નિહાકો – નિસાસો
  • ભોગાવો – ખાડો
  • ખૂંદવું – કચરવું
  • ભગતિ – ભક્તિ
  • ભાળે – જુએ
  • વાંઢો – કુવારો
  • આળ – આરોપ
  • લગન – લગની
  • ગવન – સાલ્લો
  • અતારે – અત્યારે
gujarati talpada shabdo pdf- તળપદા શબ્દો
  • લાધવું – પ્રાત થવું
  • જૂતી – ખાસડું
  • ઊની – ગરમ
  • છણુંવણું – છિજ્ઞભિન્ઞ
  • છાનું – ગુપ્ત
  • ગા – ગાય
  • હાલરું – ટોળું
  • મેળે – જાતે
  • ચલેશ – ચાલે છે
  • બૂઢો – વૃદ્ધ
  • મુલક – પ્રદેશ
  • આબોકાર – આવકાર
  • ભળકડે – સવારે
  • મ્હારા – મારા
  • ખાસ્સા – પુષ્કળ
  • ખટ -ષટ્‌
  • પેઠે – જેમ
  • પ્રાગડ – સવાર
  • તેહ- તે
  • પિયારું – પારકું
  • મેલ્યાં – મૂક્યાં
  • વાલેશરી – ચાહક
  • અરધપરધા – અર્ધું
  • ફાંટ -ખોબો
  • ઓચ્છવ – ઉત્સવ
  • ઠારવું – તૃપ્ત કરવું
  • કોક – કોઈક
  • ચાગાચૂંગું – બેવકૂફ
  • ઓતર – ઉત્તર
  • હાપ – સાપ
  • આગલું – આગળનું
  • પછવાડે – પાછળ
  • વેણ – શબ્દ
  • રૂંવે – રૂવાડે
  • નોધારી – નિરાધાર
  • અતિશે – આંતિશય
  • ભો – ભય
  • કમકમા – ધ્રુજારી
  • હેડો – ચાલો
  • ભણી – તરફ
  • ભાય – ભાઈ
  • પરમાણ – પ્રમાણ
  • ગટકૂડું – નાની માટલી
  • ડોળી – ફળ
  • ફોડ – સ્પષ્ટતા
  • માળું – વહાલમાં (માળું બેટું) નામ
  • પોક – બૂમ
  • સંકલપ – સંકલ્પ
  • જાતરા – જાત્રા
  • નયણું – નેન
  • ખલેલ – અડચણ, હરકત
  • જનમી – જન્મી
  • મોખ – અનુકૂળતા
  • પાંગળું – પંગુ
  • છાક – નશો
  • રાસ – મેળ
  • વારી – ક્રમ, વારો
  • સરગ – સ્વર્ગ
  • ભોંય – તળિયું
  • પોર – પ્રહર
  • ગલઢેરાં – ઘરડાં
  • વરહ – વર્ષ
  • સાખે – સાક્ષીએ
  • લાંક – મરોડ
  • ચાંદો – ચંદ્ર
  • કુણ – કોણ
  • લૂઢકવું – ગબડવું
  • વખ – વિષ, ઝેર
  • ગરવાઈ – ગોરવ
  • દીઠું – જોયું
gujarati talpada shabdo std 11 std 12
  • બરડો – પીઠ
  • સમાણું – સરખું
  • મેજબાન – યજમાન
  • તિરમલ – નિમળ
  • અજુગતું – અયોગ્ય
  • અચિરજ – અચરજ
  • રખોપું – રક્ષણ
  • તીરથ – તીર્થ
  • ધૂમ – ધૂમાડો
  • બાઈ- સ્ત્રી
  • ઝાઝા – પુષ્કળ
  • મુડદું – મડદુ, શબ
  • જોગી – યોગી
  • પડતપે – તડકામાં
  • તંઈ – તો પછી
  • અઢેલીને – અડીને
  • ફંદ – જાળ
  • ઠાઠમાઠ – વેભવ
  • ટાઢ – ઠંડી
  • પેઠી – પ્રવેશી
  • ઓળો – છાયા
  • જોસ્સો -જુસ્સો
  • દૂઝવું – ઝરવું
  • આલ – આપ
  • ઝોળી – ઝૂલતી થેલી
  • બચ્ચું – બાળક
  • ધધૂડો – ધોધ
  • સોસરવું – આરપાર
  • કહેય – કહે
  • માહી -માં
  • વેળા – સમય
  • લોદો – લોચો
  • ચેહ – ચિતા
  • ખાબકવું – ત્રાટકવું
  • પોરી – છોકરી
  • ઓરું – નજીક
  • માડું -માણસ
  • વીશવાસ – વિશ્વાસ
  • ગોપીઉં – ગોપીઓ
  • ધન – ધન – ધન્ય ધન્ય
  • માણહ – માણસ
  • મૉર – આગળ
  • કાં – કેમ
  • કને – પાસે
  • ફોરણું – નસકોરું
  • પરે – ઉપરે
  • હેટાણું – ખરીદી
  • પંગત – હાર
  • વડેરાં – મોટેરાં
  • હબ – રીત
  • ભગત – ભક્ત
  • ડોહો – ડોસો
  • છીપવું – સંતોષાવું
  • સંધુય – બધુંય
  • ઔઓંમ – આ રીતે
  • બેત – નેતરની લાકડી
  • બકાલું – શાકભાજી
  • ભેસાબ – ભાઈસાહેબ
  • નવાણ – જળાશય
  • સિકલ – ચહેરો
  • વિકલપ – વિકલ્પ
  • કરમ – કર્મ
  • હિમારી – તમારી
  • મગતરાં – મચ્છર
  • પ્રથમી – પૃથ્વી
  • પરમાણે – પ્રમાણે
  • કાજ – કાર્ય
  • સંતોરો – ઝંઝટ
  • ઓરું – નજીક
  • ઝાંઝરિયા – આભૂષણ
  • પેજ – ઘેશ
  • તેણ – ત્રણ
  • કે વારે ? – ક્યારે
  • છેક – અંત
  • પૂરણ – પૂર્ણ
  • કરડાકી – કટાક્ષ
  • વાંહે -પાછળ
  • રગ – નસ
  • જુક્તિ – યુક્તિ
  • માલેક – માલિક
  • કે’જો – કહેજો
  • વા’લો – વહાલો
  • બાપડા – બિચારા
  • ખોળવું – શોધવું
  • દુદ – મોટું પેટ
  • સમશાન – સ્મશાન
  • મૂરખ – મૂર્ખ
  • ઉતારણ – ઉતારવું
  • પદારથ – પદાર્થ
  • વાસ – વસવાટ
  • શેહ – છાપ, દાબ
  • તાનમાં – ગેલમાં
  • આણીપા – આ બાજુ
  • ચૂધડો – કંજૂસ
  • આપદા – મુશ્કેલી
  • નો રહ – ના રહે
  • કંડતલ – નકામી કૂથલી
  • વાઢવું – કાપવું
  • રવરવતું – ચચરતું
  • હરવર – સ્મરણ
  • નોતરું – આમંત્રણ
  • તિમાણું – લાચાર
  • આસ્તે – ધીરે
  • સાંજુકાં – સાંજે
  • લૂગડાં – કપડાં
  • જગન – યજ્ઞ
  • પાય -પગ
  • આણવું – લાવવું
  • કળજગ – કળિયુગ
  • દરશની – દર્શનની
  • કૂથલી – નિદા
  • અનંભે – નિર્ભય
  • કરિયાં – કર્યા
  • લઠ્ઠટ – લાઠી
  • બહેડો – કાદવકીચડ
  • ફક – તફાવત
  • દહાડા – દિવસ
  • હરખ – હર્ષ
  • આપ’પા – આ બાજુ
  • અધમણ – અધધોમણ
  • કો – કોઈ
  • આવરદા – આયુષ્ય
  • ભળકડે – સવારે
  • બવ – બહુ
  • ચંત્યા – ચિંતા
  • વચનું – વચનો
  • ભાગ – ભાગ્ય
  • દખણ – દક્ષિણ
  • પરાણે – માંડમાંડ
  • દન – દિવસ
  • ભરમાંડ – બ્રહ્માંડ
  • બૂતાં – તાકાત
  • જડાવવું – સજ્જડ
  • વટે – પસાર કરે
  • દાબડો – ડબો
  • ખાટ – હિંડોળાખાટ
  • ક્યમ – કેમ
  • હડફ – એકાએક
  • વેગળો – અલગ
  • નઠારી – અયોગ્ય
  • જેહ – જે
  • તામ સલવટ – કરચલી
  • નેન – નયન
  • બુન – બહેન
  • ધીખું – ધગધગું
  • પા – બાજુ
  • રડું – સારું
  • અડાળી – રકાબી
  • પૂગે – પહોચે
  • એકલડો – એકલો, જાતે જ
  • આઈ-મા
  • વેળા – સમય
  • મોખ – અનુકૂળતા

ગુજરાતી તળપદા શબ્દો PDF (Gujarati Talpada Shabdo PDF File)

અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ માહિતી ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
  • ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
  • ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
  • બસ થઈ ગયું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

Gujarati talpada shabdo pdf કઈ રીતે પ્રાપ્ત કરવી?

તમે આ પેજ ને ક્રોમ બ્રાઉઝર ની મદદ થી આસાનીથી PDF માં કન્વર્ટ કરી શકો છો, આ સિવાય અન્ય ઘણા ટૂલ પણ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

વાઘા તળપદા શબ્દનો અર્થ શું થાય?

આ શબ્દનો સામાન્ય અર્થ ભગવાનના વસ્ત્રો કે કપડાં એવો થાય છે.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

આશા રાખું છું કે તમને ગુજરાતી તળપદા શબ્દો (Gujarati Talpada Shabdo)” આર્ટિકલ જરૂર થી ઉપયોગી લાગ્યો હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.

Shopping Cart