10+ પ્રાણીઓના બચ્ચાના નામ | Animals Cubs Name In Gujarati (Baby Animals)

Admin

animals cubs name in gujarati

નમસ્કાર મિત્રો, અમારા બ્લોગ Learn in Gujarati પર આપનું સ્વાગત છે. “પ્રાણીઓના બચ્ચાના નામ અને અદ્ભુત તથ્યો (Animals Cubs Name In Gujarati With Pictures or Baby Animals)” આર્ટિકલમાં આપણે થોડા ઉપીયોગી ગુજરાતી નામ વિષે મેળવવા જઈ રહ્યા છીએ. આશા છે, કે બધા વિદ્યાર્થીઓ ને આ માહિતી ખૂબ ઉપયોગી થશે અને લેખ ખુબ જ ગમશે.

આ રસપ્રદ માહિતી બાળકો ને ખુબ ઉપીયોગી થશે. જયારે બાળકો નાના હોય છે, ત્યારે તે પ્રથમ દુનિયા ની બધી વસ્તુ ના નામ શીખે છે. આથી જ અમારા બ્લોગ માં આવી સરળ અને ઉપીયોગી માહિતી તમને ગુજરાતી ભાષા માં જોવા મળશે. તમને આ આર્ટિકલ ગમે અથવા તો તમે અમારા બ્લોગ વિષે કૈક સૂચનો આપવા માંગતા હોય તો નીચે કોમેન્ટ અથવા અમને ઇમેઇલ છો, અમે તમને ચોક્કસ જવાબ આપીશું.

અમારા બ્લોગ ગુજરાતી ઇંગ્લિશ મા તમને 50 થી વધુ પ્રાણીઓ ના નામ ની યાદી નો એક આર્ટિકલ પબ્લિશ કરેલો છે. આ માહિતી પણ તમને ખુબ ગમશે. તે આર્ટિકલ વાંચવા માટે નીચે એક લિંક જોવા મળશે, જેના ઉપર ક્લિક કરવા થી તમે તે આર્ટિકલ ની મુલાકાત આસાની થી લઇ શકશો.

Also Read- 100+ Animals Names In Gujarati and English (પ્રાણીઓ ના નામ)

Table of Contents

પ્રાણીઓના બચ્ચાના નામ અને અદ્ભુત તથ્યો (Pranio Na Bachha Na Naam or Animals Cubs Name In Gujarati With Pictures or Baby Animals)

જેમકે તમને ખબર છે, ગુજરાતી ભાષા અને તેનું વ્યાકરણ ભારત ના મહત્વપૂર્ણ ભાષા અને વ્યાકરણ માનુ એક છે. સાથે સાથે ગુજરાતી ભષા નો શબ્દકોષ પણ ખુબ વિશાળ છે. પ્રાણીઓ અને તેના બચ્ચા ના નામ તેમાં શામેલ છે. નીચે તમને એક મહત્વપૂર્ણ સૂચિ જોવા મળશે, જે જરૂર ઉપીયોગી સાબિત થશે.

શું તમને ખબર છે, કે તમારા મનપસંદ પ્રાણીના બચ્ચા ને ગુજરાતી માં શું કહે છે? ગલૂડિયું, વાછરડું, બિલાડું જેવા નામ તો તમે ચોક્કસ સાંભળ્યા જ હશે જે આ લિસ્ટ માં શામેલ છે. પણ અહીં તમને ઘણા નામ એવા પણ જોવા મળશે જે તમને કદાચ ખબર નહિ હોય. તો ચાલો પ્રાણીઓ ના બચ્ચા ના નામ તરફ આગળ વધીયે અને ઉપીયોગી માહિતી સાથે સાથે પ્રાપ્ત કરીએ.

animals cubs name in gujarati with pictures

પ્રાણીઓના બચ્ચાના નામ નુ લિસ્ટ (Animals Cubs Name List In Gujarati)

  1. ગાયના બચ્ચા ને “વાછેરું “કહેવામાં આવે છે. (Calf)
  2. ભેંસના બચ્ચા ને “પાડું” કહેવામાં આવે છે. (Buffalo’s Calf)
  3. ઘેંટાના બચ્ચા ને “ગાડરું”કહેવામાં આવે છે.
  4. બકરીના બચ્ચા ને “લવારું” કહેવામાં આવે છે.
  5. કૂતરાના બચ્ચા ને “ગલૂડિયું” કહેવામાં આવે છે. (Puppy)
  6. બિલાડીના બચ્ચા ને “મીંદડું” કહેવામાં આવે છે. (Kitten)
  7. ઘોડાના બચ્ચા ને “વછેરું” કહેવામાં આવે છે. (Foal)
  8. ઊંટના બચ્ચા ને “બોતડું” કહેવામાં આવે છે.
  9. હાથીના બચ્ચા ને “મદનિયું” કહેવામાં આવે છે.
  10. ગધેડાના બચ્ચા ને “ખોલકું” કહેવામાં આવે છે. (Colt)
  11. મરઘીના બચ્ચા ને “પીલું” કહેવામાં આવે છે. (Chick)
  12. સાપના બચ્ચા ને “કણા” કહેવામાં આવે છે.
  13. સિંહના બચ્ચાને “સરાયું કે ભુરડું” કહેવામાં આવે છે. (Cub)

પ્રાણીઓ ના બચ્ચા વિશે અદ્ભુત તથ્યો (Amazing Facts About Animal Cubs In Gujarati)

અહીં નીચે તમને પ્રાણીઓ ના બચ્ચા વિશે થોડા અદ્ભુત તથ્યો આપવામાં આવેલા છે. આ તથ્યો શિષ્ય કદાચ તમે જનતા નહિ હોય.

પોપટ નું બચ્ચું તેમના નામ પર પ્રતિક્રિયા આપે છે.

તમે પહેલાથી જ જાણતા હશો કે પોપટ વાત કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ શું તમે જાણો છો કે પોપટ તેમના બચ્ચાઓને નામ આપતા હોય છે, વૈજ્ઞાનિકો એ આ નામોને “સંપર્ક કોલ” કહે છે. પોપટ નું બચ્ચું તેના જન્મ સમયે એક નામ મેળવે છે, અને તે તેમનો જીવનભર જવાબ આપે છે.

હાથીના બચ્ચાઓ જ્યારે જન્મે છે, ત્યારે તેમના સૂંઢ નો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી.

હાથીના બચ્ચાઓ હાથીઓ પ્રભાવશાળી કદના વયસ્કોમાના એક છે. પરંતુ જ્યારે તે જન્મ લે છે, ત્યારે તેઓ તેમના સૂંઢનો ભાગ્યે જ ઉપયોગ કરે છે. તેને તે સમયે ખબર નથી હોતી કે તે તેમની સૂંઢ માં પાણી ભરી શકે છે. અને સમય જતા તે તેની માં સાથે સૂંઢ નો ઉપીયોગ શીખે છે.

નવજાત ભૂંડ નું બચ્ચું તેમની માતાના અવાજ પ્રમાણે ચાલે છે.

ડુક્કર અત્યંત હોશિયાર પ્રાણીઓ છે, જેને કૂતરા કરતા હોશિયાર હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકો કહે છે, કે નવજાત ભૂંડ નું બચ્ચું તેમની માતાના અવાજને બે અઠવાડિયાં થતાં જ સારી રીતે ઓળખી શકે છે. ભુંઢ તેમના બચ્ચા ને સૂવડાવવા માટે તેમના ગાવા માટે પણ જાણીતા છે.

એક વાદળી વ્હેલ નું બચ્ચું એક જ દિવસમાં 250 પાઉન્ડ વજન પ્રાપ્ત કરી શકે છે.

વૈજ્ઞાનિકો મુજબ બ્લુ વ્હેલ્સ પૃથ્વી પરના સૌથી મોટા પ્રાણીઓના બચ્ચા એક કલાકમાં 5 કિગ્રા થી 250 પાઉન્ડ એટલે કે 113 કિગ્રા ઉપર મૂકે છે! તેનો અર્થ એ કે બેબી બ્લુ વ્હેલ નું વજન 20 દિવસની અંદર એક ટન કરતા વધારે થાય છે.

કુતરા ની જાતિ માં જોડિયા બચ્ચા વધુ પ્રમાણ માં જોવા મળે છે.

એક કુતરા નું બચ્ચું દુનિયા મા સૌથી લોકપ્રિય પ્રાણી હોય છે? કુતરા વધુ બચ્ચા ને એક સાથે જન્મ આપે છે જેમાં જોડિયા બચ્ચા ની સંખ્યા પણ જોવા મળે છે, અને વૈજ્ઞાનિકો દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી છે. કોઈ પણ પ્રાણીની જાતિમાં સમાન જોડિયા બચ્ચા એક દુર્લભ ઘટના છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

સૌથી વધુ લોકપ્રિય પાલતુ પ્રાણી કયું છે?

કૂતરો એ સૌથી વધુ લોકપ્રિય પ્રાણીઓ છે જેની માલિકી પાલતુ તરીકે છે.

કયું પ્રાણી સુધી ઝડપી દોડી શકે છે?

ચિતો સૌથી ઝડપી દોડી શકે છે.

કયું પ્રાણી જંગલનો રાજા કહેવાય છે?

સિંહને જંગલનો રાજા માનવામાં છે.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

આશા રાખું છું કે તમને “પ્રાણીઓના બચ્ચાના નામ અને તથ્યો (Animals Cubs Name In Gujarati With Pictures)” આર્ટિકલ જરૂર થી ઉપયોગી લાગ્યો હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.