wild animals name in gujarati and english language
printable worksheet for kids ads

જંગલી પ્રાણીઓ ના નામ | Wild Animals Name In Gujarati and English

જેમ કે તમને ખબર હશે, પ્રાણીઓ ના પણ ઘણા અલગ અલગ પ્રકાર હોય છે. જેથી આ પોસ્ટ માં આપણે જંગલી પ્રાણીઓ ના નામ (Wild Animals Name In Gujarati and English) વિશે આપણે માહિતી મેળવીશું. આશા છે કે તમને આ ગુજરાતી જાણકારી પણ તમને ચોક્કસ ગમશે.

તો નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા બ્લોગ Learn in Gujarati માં સ્વાગત છે. આ બ્લોગ માં તમે અન્ય પ્રાણીઓ વિષે નો આર્ટિકલ જરૂર વાંચ્યો હશે જેમાં 100 થી વધુ નામ તમે જોયા. આ સિવાય પ્રાણીઓ માં પણ ઘણા પ્રકાર છે, જેમ કે જંગલી જાનવર, પાલતુ જાનવર, શાકાહારી જાનવર, માંસાહારી જાનવર અને અન્ય. અહીં આજે આપણે જંગલી જાનવર વિષે માહિતી મેળવીશું.

આ પણ વાંચો – 50+ રંગો ના નામ | Colors Name in Gujarati and English

જંગલી પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Wild Animals Name In Gujarati and English With Pictures)

આ પ્રકારના પ્રાણીઓ પાલતુ નથી, કુદરતી વાતાવરણમાં જીવે છે અને માનવો થી દૂર રહે છે, તેમને જંગલી પ્રાણીઓ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સિંહ, વાઘ, જિરાફ અને વરુ તેના અનુકૂળ કુદરતી વાતાવરણમાં રહે છે, અન્ય પ્રાણીઓ જેમ કે ગાય, કૂતરો અને ગધેડો પાળેલા પ્રાણીઓ છે અને તેમને ફાયદા માટે મનુષ્ય દ્વારા પાળવામાં આવે છે.

જંગલી પ્રાણીનો બીજો અર્થ એ છે કે તે કોઈ પણ ના કાબૂમાં નથી અને લોકોની મદદ વિના તે પોતાની રીતે જીવે છે. જંગલી પ્રાણી ચોક્કસ કુદરતી વસવાટમાં પોતાનો ખોરાક, આશ્રય, પાણી અને તેની અન્ય તમામ જરૂરિયાતો શોધે છે.

wild animals name in gujarati and english
No.Wild Animals Name In EnglishWild Animals Name In Gujarati
1Rabbitસસલું (saslu)
2Panther or Jaguarદીપડો (dipdo)
3Antelopeકાળિયાર (kaliyar)
4Bearરીંછ (richh)
5Elephantહાથી (hathi)
6Lionસિંહ (sinh)
7Monkeyવાંદરો (vandro)
8Tigerવાઘ (vagh)
9Foxશિયાળ (shiyal)
10Giraffeજીરાફ (jiraf)
11Hippopotamusહિપ્પોપોટેમસ (hippopotemas)
12Leopardચિત્તો (chito)
13Deerહરણ (haran)
14Zebraઝેબ્રા (zebra)
15Rhinocerosગેંડા (gendo)
16wolfવરુ (varu)
17Orangutanઉરાંગ ઉટાંગ (urang utang)
18Baboonદેખાવે કૂતરા જેવું વાનર (dekhave kutra jevu vanar)
19Raccoonઉત્તર અમેરિકાનું રીંછ (uttar amerika nu richh)
20Chimpanzeeચિમ્પાન્જી (chimpanji)
21Porcupineસાહુડી (sahudi)
22Mongooseનોળિયો (noliyo)
23Stagબારશિંગુ (barsingu)
24Hynaઝરખ (jarakh)

YouTube Video

અહીં અમે અમારી યૂટ્યુબ ચેનલ નો વિડીયો આપેલ છે, જેને જરૂરથી નહાળો. વિડીયોમાં તમામ બાળકોને ખુબ જ મજા આવશે, તો લાઈક કરો અને અમારી ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરો.

ઉપર દર્શાવેલ નામ સિવાય જંગલી જાનવર ની હજારો અન્ય પ્રજાતિઓ પૃથ્વી પર મોજુદ છે, તો બધા જ નામ અહીં સૂચિત કરવા ખુબ મુશ્કેલ છે. તેથી અહીં અમે ફક્ત લોકપ્રિય અને આપણી આસપાસ ના જંગલોમાં આસાની થી જોવા મળતા પ્રાણીઓ ને સૂચિબદ્ધ કરેલ છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

સૌથી ખતરનાક જંગલી જાનવર કયું છે?

“વાઘ (Tiger)” જમીન પરનું સૌથી ખતરનાક જંગલી જાનવર છે.

જંગલી જાનવર ના કેટલા પ્રકાર છે?

જેમ કે તમને ખબર છે, આવા પ્રાણીઓ મુખ્ય રીતે સ્તનધારી પ્રાણી છે. છતાં એમાં પણ બે પેટા પ્રકાર પડે છે, શાકાહારી, માંસાહારી અને સર્વાહારી જંગલી જાનવર. સિંહ, વાઘ, દીપડા જેવા જાનવર માંસાહારી છે. જયારે જિરાફ અને પાંડા જેવા જાનવર શાકાહારી હોય છે, જયારે રીછ જેવા જાનવર સર્વાહારી પ્રાણી છે.

જંગલી જાનવર ક્યાં રહે છે?

જેમ કે તમને નામથી જ ખબર પડી ગઈ હશે કે તે મુખત્વે જંગલો રહે છે. જ્યાં કોઈ ઘાસ વાળા જંગલ, કોઈ ગુફા તો કોઈ ગીચ જંગલ માં રેહવું પસંદ કરે છે.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

અહીં “જંગલી પ્રાણીઓ ના નામ (Wild Animals Name In Gujarati and English With Pictures)” આર્ટિકલ માં આપણે જાનવર ના એક પ્રકાર વિશે માહિતી મેળવી. જ્યારે આ બ્લોગના અન્ય આર્ટિકલ માં તમને પાલતુ અને જળચર પ્રાણીઓ ના નામ વિષે માહિતી મળશે.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.

Shopping Cart