100+ શરીરના અંગોના નામ | Body Parts Name In Gujarati and English

Admin

માનવ શરીરમાં હજારો થી વધુ અંગો મોજુદ છે, જે પુરા જીવન દરમિયાન કાર્યરત રહે છે. પણ શું તમને આપણા મુખ્ય શરીરના અંગોના નામ (human body parts name in Gujarati and English) વિષે માહિતી છે? જો નથી તો આર્ટિકલ જરૂર થી વાંચો, જ્યાં તમને તમામ માહિતી પ્રાપ્ત થશે.

તો નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા બ્લોગ Learn in Gujarati માં સ્વાગત છે. આપણે આપણા શરીરના અંગોના નો ઉપયોગ પણ આપણે રોજ કરીએ છીએ, તો આ વોકેબ્યુલરી ગુજરાતી અને અંગ્રેજીમાં પણ તમામ લોકો માટે ખુબ જરૂરી છે. અહીં તમને ફોટોસ ની સાથે નામ દર્શાવેલા છે, જેથી તમને સમજવામાં અને યાદ રાખવામાં ખુબ સરળતા રહેશે.

આ પણ જરુર વાંચો- આંગળીઓ ના નામ ગુજરાતીમાં (5 Fingers Name In Gujarati)

માનવ શરીરના અંગોના નામ (List of All Human Body Parts Name In Gujarati and English With Pictures)

માનવ શરીર એ ભગવાન ની એક એવી જટિલ રચના છે જે જીવ વિજ્ઞાન માટે ખુબ જટિલ અને રચનાત્મક છે. માનવ શરીર ઘણાં વિવિધ પ્રકારનાં કોષોથી બનેલું છે જે એકસાથે પેશીઓ અને ત્યારબાદ અંગ પ્રણાલી થી જોડાયેલું છે. માનવ શરીર ના વિવિધ અંગો અલગ અલગ કામ કરે છે અને જેથી આપણે જોવાની, સાંભળવાની અને બોલવા જેવી સામાન્ય ક્રિયાઓ કરીએ છીએ.

માનવ શરીર ના મુખ્ય બાહ્ય અંગો ની વાત કરીએ તો તેમાં માથું, ગળુ, થડ, હાથ અને હાથ, અને પેટ નો સમાવેશ થાય છે. આવા ભાગો વિષે તો તમે ચોક્કસ જાણતા જ હશો. એની સિવાય માનવ શરીર ના અંદર ના ઓર્ગન પણ કોઈ પણ શરીર માટે મહત્વની ભૂમિકા ભજવે છે. અહીં તમને માનવ શરીર ના અંદરના મુખ્ય ભાગોના નામ નું લિસ્ટ પણ આપવામાં આવ્યું છે જે તમારા માટે ખુબ ઉપીયોગી સાબિત થશે.

human body parts name in gujarati and english
human body parts name in gujarati and english

અહીં નીચે તમને માનવ શરીર ના બહાર ના તમામ ભાગો નું એક લિસ્ટ આપવામાં આવ્યું છે અને અમે કોશિશ કરી છે કે તેમાં બધા નામ શામેલ હોય. આ બધા ભાગો ને માનવ શરીર ના બાહ્ય ભાગ કહેવામાં આવે છે જે તમે સામાન્ય રીતે જોઈ શકો છો. તમને આ બધા નામ ગુજરાતી અને ઇંગલિશ બંને ભાષા માં અહીં જોવા મળશે.

માનવ શરીર ના માથા ના ભાગ (Head of the Human Body Parts Name in Gujarati and English)

NoBody Parts Name In GujaratiBody Parts Name In English
1શરીર (Sharir)Body (બોડી)
2ચામડી (Chamdi)Skin (સ્કિન)
3માથું (Mathu)Head (હેડ)
4ખોપડી (Khopdi)Skull (સ્કૂલ)
5કપાળ (kapal)Forehead (ફોર હેડ)
6મગજ (Magaj)Brain (બ્રેઈન)
7વાળ (Vaal)Hair (હેર)
8ચહેરો (Chehro)Face (ફેસ)
9આંખ (Akh)Eyes (આઈ)
10આંખની કીકી (Akh ni kiki)Eye Ball (આઈ બોલ્સ)
11પાંપણ (Papan)Eyelids (આઈ લીડ્સ)
12પોપચું (Popchu)Eyelids (આઈ લીડ્સ)
13નાક (Nak)Nose (નોસ)
14નસકોરું (Naskoru)Snoring (સ્નોરિંગ)
15ગાલ (Gaal)Cheeks (ચીક્સ)
16કાન (Kaan)Ears (ઇઅર્સ)
17કાનની બૂટ (Kaan ni But)Earlobe (ઇઅર લોંબ)
18લમણું (Lamnu)Temple (ટેમ્પલ)
19મોં (Mo)Mouth (માઉથ)
20દાંત (Daat)Teeth (ટીથ)
21દાઢ (Daadh)Molar Teeth (મોલાર ટીથ)
22હોઠ (Hooth)Lips (લિપ્સ)
23જીભ (Jibh)Tongue (ટંગ)
24મૂછ (Mucch)Mustache (મેસ્ટેક)
25દાઢી (Dadhi)Beard (બિયર્ડ)
26જડબું (Jadbu)Jaw (જોવ)
27હડપચી (Hadapachi)Chin (ચીન)
28ગળું (Galu)Throat (થ્રોટ)
29કંઠ (Kanth)Larynx (લાર્યન્કસ)
30ગરદન (Gardan)Neck (નેક)
31તાળવું (Talvu)Palate (પેલેટ)

ગળા થી પેટ સુધીના શરીરના ભાગો (From Neck to Stomach Body Parts Names)

અમે અહીં બધા ભાગો ના નામ ને પણ અલગ અલગ લિસ્ટ માં મુકેલા છે જેથી તમને સમજવામાં વધુ આસાની થાય. ઉપર તમે એક લિસ્ટ જોયું જેમાં માથા થી લઈને ગળા સુધી ના માનવ શરીર ના તમામ ભાગો ના નામ શામેલ છે. હવે અહીં નીચે તમને માનવ શરીર માં ધડ એટલે કે ગાલા થી લઈને પગ થી ઉપર ના બધા બોડી ના ભાગો વિષે જાણવા મળશે.

NoBody Parts Name In GujaratiBody Parts Name In English
1પેટ (Pet)Stomach (સ્ટમક)
2નાભિ (Nabhi)Navel (નાવેલ)
3હાથ (Haath)Hand (હેન્ડ)
4ખભો (Khabho)Shoulders (શોલ્ડર)
5બાવડુ (Bavadu)Arm (આર્મ)
6સ્તન (Stan)Breast (બ્રેસ્ટ)
7સ્તન નો આગળનો ભાગ (Stan no agal no bhag)Nipple (નિપ્પલ)
8છાતી (Chhati)Chest (ચેસ્ટ)
9કમર (Kamar)Waist (વેસ્ટ)
10પીઠ (Pith)Back (બેક)
11મુઠ્ઠી (Muthi)Fist (ફીસ્ટ)
12કોણી (Koni)Elbows (એલ્બો)
13હાથનું કાંડું (Hath nu kandu)Wrist (વ્રિસ્ટ)
14હથેળી (Hatheli)Palm (પાલ્મ)
15આંગળી (Angli)Finger (ફિંગર)
16અંગૂઠો (Angutho)Thumb (થમ્બ)
17તર્જની આંગળી (tarajani Angali)Index finger (ઈન્ડેક્સ ફિંગર)
18વચલી આંગળી (Vachli Angali)Middle finger (મીડલ ફિંગર)
19ટચલી આંગળી (Tachali Angali)Tactile finger (ટેક્ટાઈલ ફિંગર)
20નખ (Nakh)Nail (નેઇલ)
21બગલ (Bagal)Armpit (આર્મપિટ)

માનવ શરીર ના પગ ના ભાગ (Legs of The Human Body Parts Name in Gujarati and English)

અહીં ઉપર તમે માથાના બધા ભાગો અને પેટ ના ભાગો વિષે જાણકરી મેળવી હવે નીચે તમને પેટ થી નીચે ના માનવ શરીર ના ભાગો વિષે માહિતી મળશે. શરીર ના બાહ્ય ભાગો ને અહીં ત્રણ કેટેગરી માં અમે વિસ્ત્રુત કરેલા છે જેથી તમને સમજવામાં થોડી આસાની રહે.

NoName in GujaratiName in English
1પગ (Pag)Feet (ફીટ)
2પંજો (Panajo)Claw (કલાવ)
3સાથળ (Sathal)Thigh (થિંગ)
4જંઘામૂળ (Jandhamul)Groin (ગ્રોઇન)
5શિશ્ન (Shishn)Penis (પેનીસ)
6યોની (Yoni)Vagina (વજીના)
7કુલો (Kulo)Buttocks (બુટક્સ)
8ઢીંચણ (Dhichan)Squeezing (સ્ક્વિઝિન્ગ)
9પગની પિંડી (Pag ni pindi)Calves (કાલ્વ્સ)
10પગની ઘૂંટી (Pag ni Ghuti)Ankle (એંકલ)
11પગલું (Pagalu)Step (સ્ટેપ્સ)
12પગનું તળિયું (Pag nu Taliyu)Sole of foot (સોલ ઓફ ફિટ)
13પગની એડી (Pag ni edi)Heel (હીલ)
14પગની આંગળીઓ (Pag ni angaliyo)Toes (ટોઇસ)

માનવ શરીરના આંતરિક અવયવો ના નામ (Human Internal Body Parts Name in Gujarati or Human Organs Names)

ઉપર તમે જોયું જે પણ માનવ શરીર ના ભાગ તમે જોઈ શકો છો તેને બાહ્ય ભાગ કહેવામાં આવે છે. આ બધા ભાગો નું નિયંત્રણ તમે કરી શકો છો. આ સિવાય ના માનવ શરીર ના બીજા પણ મહત્વના ભાગ છે જે શરીર ની અંદર હોય છે. આ ભાગો તેની રીતે કામ કરે છે અને જેથી માનવ જીવન જીવે છે. આ લિસ્ટ માં શામેલ બધા ભાગો નું નિયંત્રણ તમે કરી શકતા નથી તે બધા આપ મેળે પોતાનું કાર્ય કરે છે.

NoHumane Organs Name In GujaratiHumane Organs Name In English
1મગજ (magaj)Brain
2હૃદય (Haday)Heart
3ફેફસા (Fefsa)Lungs
4પાંસળી (pasali)Rib
5નસ, રક્તવાહિની (nas)Blood vessel
6નસકોરું (naskoru)Nostril
7ચેતા (cheta)Nerve
8સ્નાયુઓ (sanyuo)Muscles
9આંતરડા (atarda)Intestine
10ગર્ભ (garbh)Embryo
11કાનનો પડદો (kanano padado)Eardrum
12ધમની (dhamni)Artery
13યકૃત (yakrut)Liver
14મૂત્રાશય (mutrashay)Bladder
15મૂત્રપિંડ (mutrapind)Kidneys
16પેટ (pet)Stomach
17સ્વાદુપિંડ (swadupind)Pancreas
18ગુદા (guda)Anus
19થાઇરોઇડ (thayroid)Thyroid
20સાંધા (sandha)Joints
21હાડકાં (hadka)Bones
22મોટું આતરડું (motu atardu)Large Intestine
23મજ્જા (majja)Bone Marrow
24કંઠસ્થાન (kanth sthan)Larynx
25મૂત્રમાર્ગ (mutra marg)Urethra
26ગુદામાર્ગ (guda marg)Rectum
27ગર્ભાશય (garbhashay)Uterus
28અંડકોશ (andkosh)Scrotum
29લાળ ગ્રંથીઓ (lal granthio)Salivary Glands
30ચેતાતંત્ર (cheta tantra)Nerves system
31લસિકા ગાંઠો (lasika gatho)Lymph Nodes
32હાડપિંજર (hadpinjar)Skeletal
33લોહી (lohi)Blood
34ત્વચા (tvacha)Skin
35નાનું આંતરડું (nanu atardu)Small Intestine
36કરોડરજજુ (karod rajju)Spinal Cord
37રુધિરકેશિકાઓ (rudhir keshikao)Capillaries
38વાલ (val)Vulva
39પિત્તાશય (pitashay)Gallbladder
40કાકડા (kakda)Tonsils
41અંડાશય (andashay)Ovary

Useful Information About Human Body Parts In Gujarati (માનવ શરીરના અંગો વિશે ઉપયોગી માહિતી)

આપણા શરીરમાં સંખ્યાબંધ જૈવિક અંગો નું બનેલું છે જે રોજિંદા જીવન માટે આપણા શરીર માં જરૂરી વિશિષ્ટ કાર્યો કરે છે. રુધિરાભિસરણ તંત્રનું કામ શરીરના દરેક અંગો સુધી લોહી, પોષક તત્વો, ઓક્સિજન અને હોર્મોન્સને પહોંચાડવાનું છે.

પાચન તંત્રમાં પણ ઘણા મહત્વ ના અંગો નો સમાવેશ થયેલો હોય છે, જે એક સાથે જોડાઈ અને શરીરને ખોરાક પચવા નું કાર્ય કરી અને પોષણ પૂરું પાડે છે. ચેતાતંત્ર આપણા શરીર ની સ્વૈચ્છિક ક્રિયા અને અનૈચ્છિક ક્રિયાઓ બંનેને નિયંત્રિત કરે છે, અને શરીરના જુદા જુદા ભાગોમાં તત્કાલ સંકેતો મોકલે છે.

આપણા શરીર ના સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશું થાય છે. અન્ય રીતે જોઈએ તો પેરિફેરલ નર્વસ સિસ્ટમમાં ચેતાનો સમાવેશ થાય છે જે શરીરના દરેક અન્ય ભાગને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સાથે જોડે છે અને સંકેત મળતા ત્વરિત કાર્ય કરે છે.

માનવ શરીરના હાડપિંજર માં 206 હાડકાં છે જે રજ્જૂ, અસ્થિબંધન દ્વારા એક બીજા થી જોડાયેલા છે. હાડપિંજર શરીર ની સ્થિતિ ને મજબૂત બનાવે છે અને શરીર ની વિવિધ ક્રિયા કરવા મદદરૂપ થાય છે. આપણા હાડકા અને દાત કેલિશ્યમ ના બનેલા હોય છે.

શ્વસનતંત્ર આપણા શરીર માં ઓક્સિજન લેવા અને શ્વાસ તરીકે ઓળખાતી પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવા માં મદદરૂપ થાય છે. તેમાં મુખ્યત્વે શ્વાસનળી, નાક અને ફેફસાંનો સમાવેશ થાય છે.

મળ ની દૈનિક ક્રિયા દ્વારા શરીરમાંથી નાકામાં કચરાના દૂર કરવામાં મદદ કરે છે. આ તંત્રમાં મુખ્યત્વે કિડની, યુરેટર, મૂત્રાશય અને મૂત્રમાર્ગ જેવા ભાગોનો સમાવેશ તાહ્ય છે. મૂત્રપિંડ દ્વારા ઉત્પન્ન થયેલ પેશાબ મૂત્રમાર્ગની નીચે મૂત્રાશય સુધી પહોંચે છે, અને મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહાર નીકળે છે.

ત્વચા કે ચામડી એ શરીરનો સૌથી મોટો અંગ છે. તે આપણને બહારની દુનિયાના બેકટેરિયા અને વાયરસ થી સુરક્ષિત રાખે છે. આપણી ત્વચા શરીરના તાપમાનને નિયંત્રણ કરવામાં અને પરસેવો ના સ્ત્રાવ થી ચામડી પાર નો કચરો દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત તાહ્ય છે. ત્વચા ઉપરાંત વાળ અને નખ પણ આ સિસ્ટમ માં શામેલ છે.

શરીરના અંગોના નામ ગુજરાતી PDF (Human Body Parts Name In Gujarati PDF)

અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ માહિતી ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
  • ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
  • ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
  • બસ થઈ ગયું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

માનવ શરીરમાં સૌથી મહત્વનું અંગ કયું છે?

આમ તો બધા અંગો આપણા માટે જરૂરી જ હોય છે, પણ મગજને મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે?

શરીરના મુખ્ય આંતિરક અંગ કયા છે?

મગજ, હૃદય, ફેફસા, લીવર, પાચનતંત્ર, યકૃત અને બીજા ઘણા શરીરના મહત્વપૂર્ણ અંગ ગણી શકાય.

What is liver body parts name in Gujarati?

લીવર ને ગુજરાતી ભાષામાં યકૃત કહેવામાં આવે છે.

Hojri body part in English?

હોજરીને અંગ્રેજી ભાષામાં Stomach (સ્ટમક) કેહવામાં આવે છે.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

આશા રાખું છું કે તમને “તમામ માનવ શરીરના અંગોના નામ (All Body Parts Name In Gujarati and English with Pictures)” આર્ટિકલ જરૂર થી ઉપયોગી લાગ્યો હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest, Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.