gujarati ekda in words
printable worksheet for kids ads

ગુજરાતી એકડા | 1 to 100 Gujarati Ekda

નમસ્કાર મિત્રો, અમારા બ્લોગ Learn in Gujarati પર આપનું સ્વાગત છે. “1 થી 100 ગુજરાતી એકડા શબ્દોમાં ઉચ્ચારણ સાથે (1 to 100 Gujarati Ekda in Words)” આર્ટિકલમાં આપણે અંકો વિષે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. આશા છે, કે બધા વિદ્યાર્થીઓ ને આ માહિતી ખૂબ ઉપયોગી થશે અને લેખ ખુબ જ ગમશે.

અહીં તમને તમને ગુજરાતી એકડા સાથે શબ્દો માં ઉચ્ચારણ પણ જોવા મળશે, જેથી કોઈ પણ વ્યક્તિ તેના બાળકો ને આસાની થી અંકો શીખવી શકે. સાથે સાથે અહીં તમને નંબર અને તેના પ્રકાર વિષે માહિતી મળશે જે તમને બીજે ક્યાંય પણ ગુજરાતી ભાષામાં નહિ મળે. આ આર્ટિકલ વિષે તમારો અભિપ્રાય કોમેન્ટ કરી અને અમને જરૂર જણાવજો.

1 થી 100 ગુજરાતી એકડા શબ્દોમાં ઉચ્ચારણ સાથે (1 to 100 Gujarati Ekda in Words and PDF)

પ્રથમ લાઈન માં દેખાતા બધા ગુજરાતી ભાષા ના નંબર છે, અને સામે તેનું સાચું ઉચ્ચારણ આપવામાં આવેલું છે. કદાચ તમને ખબર નઈ હોય પણ ગુજરાતી ભાષા એ દેવનાગરી લિપિ માંથી બનેલી ભાષા છે અને આ ગુજરાતી સ્ક્રિપ્ટની સંખ્યા સિસ્ટમ છે જેને ભારત માં સત્તાવાર માન્યતા આપવામાં આવેલી છે.

અમે અહીં તમામ અંક સૂચિમાં અલગ અલગ અલગ ભાગ પડેલા છે, જેથી કરી અને તમામ બાળકોને સીખવામાં સરળતા રહે. સૌ પ્રથમ તમને 1 થી 50 અને ત્યાર બાદ 50 થી 100 અંક મળશે. આ સાથે સાથે તમને અહીં બીજા મહત્વપૂર્ણ આંકડા વિષે પણ માહિતી મળશે જે તમારા રોજિંદા જીવન માં બીજા એકાદ કરતા વધુ ઉપીયોગી સાબિત થાય છે.

gujarati numbers worksheet for nursery and class 1

1 થી 50 ગુજરાતી એકડા અને શબ્દોમાં ઉચ્ચારણ (1 to 100 Gujarati Ekda with Pronunciation)

ગુજરાતી અંકશબ્દોમાં ઉચ્ચારણ
શૂન્ય (shunya)
એક (ek)
બે (be)
ત્રણ (tran)
ચાર (char)
પાંચ (panch)
છ (chha)
સાત (sat)
આઠ (aath)
નવ (nav)
૧૦દસ (das)
૧૧અગિયાર (aagiyar)
૧૨બાર (bar)
૧૩તેર (ter)
૧૪ચૌદ (chaud)
૧૫પંદર (pandar)
૧૬સોળ (sol)
૧૭સત્તર (sattar)
૧૮અઢાર (adhar)
૧૯ઓગણિસ (ognis)
૨૦વીસ (vis)
૨૧એકવીસ (ekvis)
૨૨બાવીસ (bavis)
૨૩તેવીસ (trevis)
૨૪ચોવીસ (chovis)
૨૫પચ્ચીસ (pachhis)
૨૬છવીસ (chhavis)
૨૭સત્તાવીસ (satyavis)
૨૮અઠ્ઠાવીસ (athyavis)
૨૯ઓગણત્રીસ (ogantris)
૩૦ત્રીસ (tris)
૩૧એકત્રીસ (ekatris)
૩૨બત્રીસ (batris)
૩૩તેત્રીસ (tetris)
૩૪ચોત્રીસ (chotris)
૩૫પાંત્રીસ (patris)
૩૬છત્રીસ (chhatris)
૩૭સડત્રીસ (sadatris)
૩૮અડત્રીસ (adatris)
૩૯ઓગણચાલીસ (ogaṇachalis)
૪૦ચાલીસ (chalis)
૪૧એકતાલીસ (ektalis)
૪૨બેતાલીસ (betalis)
૪૩ત્રેતાલીસ (tetalis)
૪૪ચુંમાલીસ (chumalis)
૪૫પિસ્તાલીસ (pistalis)
૪૬છેતાલીસ (chhetalis)
૪૭સુડતાલીસ (sudtalis)
૪૮અડતાલીસ (adtalis)
૪૯ઓગણપચાસ (ognapachhas)
૫૦પચાસ (pachhas)

આ પણ જરૂર વાંચો- ગુજરાતી કક્કો, મૂળાક્ષર (Gujarati Kakko or Alphabets)

50 થી 100 ગુજરાતી એકડા અને શબ્દોમાં ઉચ્ચારણ (50 to 100 Gujarati Ekda with Pronunciation)

ગુજરાતી અંકશબ્દોમાં ઉચ્ચારણ
૫૧એકાવન (ekavan)
૫૨બાવન (bavan)
૫૩ત્રેપન (trepan)
૫૪ચોપન (chopan)
૫૫પંચાવન (panchavan)
૫૬છપ્પન (chhappan)
૫૭સત્તાવન (sattavan)
૫૮અઠ્ઠાવન (athhavan)
૫૯ઓગણસાઠ (ogansaith)
૬૦સાઈઠ (saith)
૬૧એકસઠ (ekasath)
૬૨ બાસઠ (basath)
૬૩ત્રેસઠ (tresath)
૬૪ચોસઠ (chosath)
૬૫પાંસઠ (pasath)
૬૬છાસઠ (chhasath)
૬૭સડસઠ (sadsath)
૬૮અડસઠ (adsath)
૬૯અગણોસિત્તેર (agnositer)
૭૦સિત્તેર (sitter)
૭૧એકોતેર (ekoter)
૭૨બોતેર (boter)
૭૩તોતેર (toter)
૭૪ચુમોતેર (chumoter)
૭૫પંચોતેર (panchoter)
૭૬છોતેર (chhoter)
૭૭સિત્યોતેર (sityoter)
૭૮ઇઠ્યોતેર (ithyoter)
૭૯ઓગણાએંસી (oganesi)
૮૦ એંસી (ensi)
૮૧એક્યાસી (ekyasi)
૮૨બ્યાસી (byasi)
૮૩ત્યાસી (tyasi)
૮૪ચોર્યાસી (choryasi)
૮૫પંચાસી (panchasi)
૮૬છ્યાસી (chhyasi)
૮૭સિત્યાસી (sityasi)
૮૮ઈઠ્યાસી (ithyasi)
૮૯નેવ્યાસી (nevyasi)
૯૦નેવું (nevu)
૯૧એકાણું (ekanu)
૯૨બાણું (baanu)
૯૩ત્રાણું (tranu)
૯૪ચોરાણું (choranu)
૯૫પંચાણું (panchanu)
૯૬છન્નું (chhannu)
૯૭સત્તાણું (sattanu)
૯૮અઠ્ઠાણું (athhanu)
૯૯નવ્વાણું (navvanu)
૧૦૦સો (so)

આ પણ જરૂર વાંચો- ગુજરાતી બારાક્ષરી (Gujarati Barakhadi or Barakshari)

અન્ય ઉપીયોગી ગુજરાતી અંક અને શબ્દોમાં ઉચ્ચારણ (Other useful Gujarati numbers and pronunciation in words)

૧,૦૦૦હજાર (hajar)
,૦૦૦દસ હજાર (das hajar)
૧,૦૦,૦૦૦લાખ (lakh)
૧૦,૦૦,૦૦૦દસ લાખ (das lakh)
૧૦,૦૦,૦૦,૦૦૦એક કરોડ

આ પણ જરૂર વાંચો- ગુજરાતી ઘડિયા ( 1 to 20 Gujarati Ghadiya)

સંખ્યાઓનું પ્રકારો અને મહત્વ(Types and Importance of Numbers)

આંકડા ની મદદ થી આપણે કોઈ પણ વસ્તુઓ ગણી શકીએ છીએ, જેમ કે મારી પાસે 100 રૂપિયા છે અથવા મેં 2 સફરજન ખાધા. ગાણિતિક રીતે સંખ્યા ની શરૂવાત 1 થી થાય છે અને અનંત સુધી ચાલ્યા કરે છે, જયારે કોમ્યુટર ની પ્રોગ્રામિંગ ભાષાઓ માં શરૂવાત 0 થી થાય છે.

gujarati ekda in words and pdf

0 એક એવી સંખ્યા છે, જેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાણગકર કરતા મૂળ સંખ્યા કોઈ ફરે પડતો નથી. કોઈ પણ સંખ્યા ની આગળ તમને ગમે તેટલા શૂન્ય લગાવો, તેમા કોઈ ફરક પડતો નથી. પણ કોઈ પણ સંખ્યાની પાછળ શૂન્ય લગાવતા તેની વેલ્યુ વધી જાય છે, જેમ કે 1 ની પાછળ 1 શૂન્ય લગાવતા તે દસ થઇ જાય છે.

એટલા માટે 0 ને ખુબ જ મહત્તવપૂર્ણ સંખ્યા માનવામાં આવે છે. પણ જયારે આપણે કોઈ પણ જગયા એક પણ સંખ્યા નથી તેવું દર્શાવવું હોય ત્યારે આપણે 0 એટલે કે શૂન્ય વડે દર્શાવીએ છીએ. પણ બોલવામાં તેનો ઉપીયોગ થતો નથી, ઉદાહરણ તરીકે આપણે કોઈ દિવસ એવું નથી બોલતા કે મેં હાલ 0 સફરજન ખાધા કે મારી પાસે 0 (શૂન્ય) રૂપિયા છે.

પ્રાકૃતિક સંખ્યાઓ સંપૂર્ણ નંબરો રચે છે, જેમાં પોઇન્ટ પછી કોઈ સંખ્યા નથી હોતી. આંકડાનો કોઈ દિવસ અંત આવતો નથી. તમે 0 થી 9 સુધી ના અંકોનો ઉપયોગ કરીને અનંત સંખ્યાઓ બનાવી શકો છો. જયારે પોઇન્ટ આવે ત્યારે તેને દશાંશ સંખ્યા કહેવામાં આવે છે. તો ચાલો સંખ્યાના પ્રકાર જોઈએ.

નંબરોના પ્રકાર (Types of numbers)

ગણિતમાં, સંખ્યા એ એક અંકગણિત મૂલ્ય છે જેનો ઉપયોગ ઑબ્જેક્ટના જથ્થાને દર્શાવવા માટે થાય છે. આપણે આપણા રોજિંદા જીવનમાં સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે પૈસા, સમય, વસ્તુઓ, સમય વગેરેની ગણતરી. નંબર સિસ્ટમમાં આપણી પાસે વિવિધ પ્રકારની સંખ્યાઓ છે.

ગુણધર્મ અને તે સંખ્યા રેખામાં કેવી રીતે રજૂ થાય છે તેના આધારે, સંખ્યાઓને વિવિધ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. સંખ્યાનું દરેક વર્ગીકરણ તેને વધુ સારી રીતે સમજવા માટે વર્ણન, ગુણધર્મો અને ઉદાહરણો અહીં પ્રદાન કરવામાં આવ્યા છે. સંખ્યાના વિવિધ પ્રકારો નીચે મુજબ છે.

કુદરતી સંખ્યાઓ (Natural Numbers)

કુદરતી સંખ્યાઓને “ગણતરીની સંખ્યાઓ” પણ કહેવામાં આવે છે જેમાં 1 થી અનંત સુધીના સકારાત્મક પૂર્ણાંકોનો સમૂહ હોય છે. કુદરતી સંખ્યાઓનો સમૂહ “N” અક્ષર દ્વારા રજૂ થાય છે. પ્રાકૃતિક સંખ્યા સમૂહને આના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે- 1, 20, 678, 23242

એકી સંખ્યા (Even number)

જે સંખ્યા ને તમે 2 વડે ભાગી શકતા નથી તેને એકી સંખ્યા કહેવામાં આવે છે.

ઉદાહરણ તરીકે- 1, 3, 5, 7, 9 વગેરે

બેકી સંખ્યા (Odd numbers)

જે સંખ્યા ને તમે 2 વડે ભાગી શકો છો તેને બેકી સંખ્યા કહેવામાં આવે છે. આ સંખ્યા 2 દ્વારા સરખે ભાગે વેહચી શકાય છે અને અંત માં કશી નિશેષ બાકી રહેતી નથી.

ઉદાહરણ તરીકે- ઉદાહરણ તરીકે જોઈએ તો 2, 4, 6, 8, 10, 12, 14, 16 વગેરે (15 ÷ 2 ને ભાગતા 1 નિશેષ બાકી રહે છે.)

સંપૂર્ણ નંબરો (Whole numbers)

પૂર્ણ સંખ્યાઓને શૂન્ય સાથે કુદરતી સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. સમૂહમાં ફક્ત પૂર્ણાંકોનો સમાવેશ થાય છે જ્યાં તેમાં કોઈ દશાંશ અથવા અપૂર્ણાંક ભાગ નથી. સંપૂર્ણ સંખ્યા સમૂહ “W” અક્ષર દ્વારા રજૂ થાય છે. કુદરતી સંખ્યા સમૂહ આના દ્વારા વ્યાખ્યાયિત થયેલ છે

ઉદાહરણ તરીકે- 0,1, 2, 3, 4, 5….

પૂર્ણાંક સંખ્યા (Integer)

પૂર્ણાંકોને કુદરતી સંખ્યાઓના નકારાત્મક સમૂહ સાથે તમામ પૂર્ણ સંખ્યાઓના સમૂહ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પૂર્ણાંક સમૂહ “Z” પ્રતીક દ્વારા રજૂ થાય છે. પૂર્ણાંકોનો સમૂહમાં પોઇન્ટ પછી કોઈ સંખ્યા હોતી નથી.

ઉદાહરણ તરીકે -22, -8, -1, 0, 1, 8, 22

વાસ્તવિક સંખ્યાઓ (Real numbers)

કોઈપણ સંખ્યા જેમ કે ધન પૂર્ણાંકો, નકારાત્મક પૂર્ણાંકો, અપૂર્ણાંક સંખ્યાઓ અથવા કાલ્પનિક સંખ્યાઓ વગરની દશાંશ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ કહેવાય છે. તે “R” અક્ષર દ્વારા રજૂ થાય છે.

ઉદાહરણ તરીકે- : ¾, 0.21, √2, 8, -16, 43

તાર્કિક સંખ્યાઓ (Rational Numbers)

કોઈપણ સંખ્યા કે જે a/b ના રૂપમાં લખી શકાય છે, એટલે કે, એક સંખ્યાનો બીજી સંખ્યા પર ગુણોત્તર તેને પરિમેય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. તર્કસંગત સંખ્યાને “Q” અક્ષર દ્વારા રજૂ કરી શકાય છે.

ઉદાહરણ તરીકે- 5/4, 2/7, 0/1

અતાર્કિક સંખ્યાઓ (Irrational numbers)

સંખ્યા કે જે a/b ના સ્વરૂપમાં વ્યક્ત કરી શકાતી નથી. તેનો અર્થ એ છે કે જે સંખ્યાને એક બીજાના ગુણોત્તર તરીકે લખી શકાતી નથી તે અતાર્કિક સંખ્યાઓ તરીકે ઓળખાય છે. તે “P” અક્ષર દ્વારા રજૂ થાય છે.

ઉદાહરણ તરીકે- √2, π અને ઘણી અન્ય સંખ્યા

જટિલ સંખ્યાઓ (Complex numbers)

x+yi ના રૂપમાં હોય તેવી સંખ્યાને જટિલ સંખ્યાઓ કહેવામાં આવે છે, જ્યાં x અને y એ વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ અને “i” એ કાલ્પનિક સંખ્યા છે.

ઉદાહરણ તરીકે- 2 + 3i, -5 + 9i, 3 +√6i

કાલ્પનિક સંખ્યાઓ (Imaginary numbers)

કાલ્પનિક સંખ્યાઓને જટિલ સંખ્યાઓ હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે. તે કાલ્પનિક એકમ “i” સાથેની વાસ્તવિક સંખ્યાઓનું ઉત્પાદન છે. જટિલ સંખ્યાઓના કાલ્પનિક ભાગને Im (Z) દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે- √6, i4, 4i

Gujarati Ekda PDF (ગુજરાતી એકડા pdf)

જો તમે ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, તો તમે સરળતાથી ગ્રહો ના નામ પેજ ને PDF માં કન્વર્ટ કરી શકો છો. તમારે ક્રોમ બ્રાઉઝરમાં આ પેજની Print પર ક્લિક કરવાનું રહેશે અને Save as PDF પર ક્લિક કરવું પડશે.

અથવા તો તમે અહીં આપેલી Google Drive ની લિંક ને ખોલી અને અમારા દ્વારા બનાવવામાં આવેલી PDF ને તમારા ફોન અથવા કોમ્પ્યુટર માં સેવ કરી શકો છો. જે ફાઈલ ને તમે સોશિઅલ મીડિયા ના Facebook, Instagram, Twitter and Sharechat જેવા કોઈ પણ પ્લેટફોર્મ જેમ કે માં અન્ય મિત્રો ને શેર કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

How to type Gujarati ekda in computer?

To do that thing, you have to install Gujarati Fonts into your windows or MAC computer to type any Gujarati alphabets or numerical. You should use Gujarati Saral or Shruti font, which is free to use.

ગુજરાતી એકડા શીખવા કેમ જરૂરી છે?

એકડા સીખવાથી તમે કોઈ પણ સંખ્યા લખી શકવા સક્ષમ બનશો અને ત્યાર બાદ તમે કોઈ પણ આંકડાની ગણતરી સરળતાથી કરી શકશો. એટલા માટે એકડા ને પાયો ગણવામાં આવે છે અને બાળકો ને સૌ પ્રથમ સીખવડવામાં આવે છે.

ધોરણ 1 થી 3 માટે કેટલા એકડા શીખવા જરૂરી છે?

મને લાગે છે ત્યાં સુધી આ ધોરણ માટે તમારે 1 થી 100 એકડા શીખવા જરૂરી બની જાય છે. ત્યાર બાદ તમે સરવાળા અને બાદબાકી આસાની થી કરી શકો છો.

1 મિલિયન એટલે કેટલી સંખ્યા થાય?

1 મિલિયન એટલે 10 લાખ થાય. આ એક યુરોપિયન, અમેરિકન કે પશ્ચિમી દેશો ની સંખ્યા છે, જે ભારતમાં એટલી બધી ઉપીયોગમાં નથી લેવામાં આવતી.

1 બિલિયન એટલે કેટલી સંખ્યા થાય?

1 મિલિયન એટલે 100 કરોડ થાય. મિલિયન અને બિલિયન જેવી સંખ્યા અમેરિકન કે પશ્ચિમી દેશોમાં ઉપીયોગમાં લેવામાં આવે છે.

અસ્વીકરણ (Disclaimer)

આ આર્ટિકલ માં અમારા દ્વારા કોઈ પણ ટાયપિંગ કે અન્ય કોઈ માહિતીમાં ભૂલ થઇ હોય શકે છે, આવી ભૂલ દેખતા કૃપા કરી નીચે જરુરુ કોમેન્ટ કરો. તમને જો કોઈ માહિતી માં મૂંઝવણ કે પ્રશ્ન જેવું લાગે તો તમે ઈન્ટરનેટ પર તે માહિતી વિષે સર્ચ કરી શકો છો અથવા નિશ્ચિત પણે કોઈ બુક નો રેફરન્સ લઇ શકો છો.

સારાંશ (Summary)

આશા રાખું છું કે તમને “1 થી 100 ગુજરાતી એકડા શબ્દોમાં ઉચ્ચારણ સાથે (1 to 100 Gujarati Ekda in Words and PDF)” આર્ટિકલ જરૂર થી ઉપયોગી લાગ્યો હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.

Shopping Cart