gujarati ka kha ga alphabet

ગુજરાતી ક ખ ગ | Gujarati Ka Kha Ga

બાળકો સૌ પ્રથમ એકડા, એબીસીડી અને કક્કો શીખવાની શરૂઆત કરે છે. જેને પાયાનું જ્ઞાન પણ કહેવામાં આવે છે, જેથી તેમાંનો જ એક મહત્વપૂર્ણ ટોપિક ગુજરાતી ક ખ ગ (Gujarati Ka Kha Ga) અહીં આપણે મનોરંજન અને ચાર્ટ સાથે શીખીશું. આશા છે કે તમને અહીં આપેલ તમામ માહિતી ખુબ જ ગમશે.

તો નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારા બ્લોગ Learn in Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. અહીં મૂળાક્ષરો અને તેનાથી શરુ થતા શબ્દો ફક્ત ગુજરાતીમાં આપેલા છે. અંગ્રેજી સાથે કક્કો તમને અહીં અન્ય આર્ટિકલમાં મળી જશે, જેની લિંક અહીં આપેલ છે.

ગુજરાતી લખતા અને વાંચતા શીખવા માટે કક્કો શીખવો ખુબ જ જરૂરી છે. જેમ કે આપણે અંગ્રેજી શીખવા ABCD અને સામાન્ય સ્પેલિંગ શીખવાની શરૂવાત કરીયે છીએ. છતા તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરી અને અમને જરૂર નિઃસંકોચ પૂછી શકો છો.

ગુજરાતી ક ખ ગ (गुजराती क ख ग or Gujarati Ka Kha Ga)

કક્કો શીખતાં પહેલા આપણે તેના વિશે થોડી ઉપયોગી માહિતી મેળવીશું. ગુજરાતી ભાષામાં મૂળાક્ષરોના મુખ્ય બે ભાગ છે. પ્રથમ સ્વર અને પછી વ્યંજન, જેમાં અ, આ, ઈ અને અન્ય સ્વર છે, જ્યાએ ક, ખ, ગ જેવા મૂળાક્ષરો વ્યંજન છે.

પ્રથમ લિસ્ટમાં આપણે સ્વર વિશે અને તેના દ્વારા શરૂ થતા શબ્દો જોઈશું. આવા મૂળાક્ષરો ની સંખ્યા 13 છે, જે સ્વતંત્ર રીતે ઉચ્ચારણ કરી શકાય છે.

Noગુજરાતી સ્વરઅક્ષરથી શરૂ થતા શબ્દો
1અજગર
2આઈસ્ક્રીમ
3ઇસ્ત્રી
4ઈમારત
5ઉંદર
6ઊંટ
7એરણ
8ઐરાવત
9ઓજાર
10ઔષધિ
11અંઅંજીર
12અઃનમઃ
13ઋષિ

નીચે આપેલ લિસ્ટમાં આપણે વ્યંજન વિશે માહિતી મેળવીશું, જેમાં મુખ્ય વ્યંજનો ની સંખ્યા 34 છે. આવા મૂળાક્ષરો સ્વર સાથે જોડાઈ અને બને છે. જેમ કે ક્ + અ એટલે .આવા અક્ષરો બોલતી વખતે તમને પાછળ સ્વર નું ઉચ્ચારણ પણ સંભળાશે.

Noગુજરાતી વ્યંજનઅક્ષરથી શરૂ થતા શબ્દો
1કબુતર
2ખટારો
3ગણેશ
4ઘડિયાળ
5
6ચકલી
7છત્રી
8જલેબી
9ઝરણું
10
11ટમેટું
12ઠળિયો
13ડમરુ
14ઢગલો
15બાણ
16તલવાર
17થડ
18દવા
19ધનુષ્ય
20નખ
21પતંગ
22ફળ
23બસ
24ભમરડો
25મરઘી
26યજ્ઞ
27રમકડાં
28લસણ
29વટાણા
30શરબત
31સફરજન
32ષટ્કોણ
33હરણ
34નળ
35ક્ષક્ષત્રિય
36જ્ઞજ્ઞાની

આ પણ જરૂર વાંચો- ગુજરાતી બારાક્ષરી (Gujarati Barakhadi or Barakshari)

ગુજરાતી ક ખ ગ ઘ ચાર્ટ (Ka Kha Ga in Gujarati Chart)

બાળકો ઘણીવાર આ ચાર્ટ ઇન્ટરનેટ પર શોધતા હોય છે, પણ તેમને કોઈ સચોટ રિઝલ્ટ મળતું નથી. તેથી અમારી ટિમ દ્વારા અહીં એક સુંદર ફોટો બનાવેલ છે, જે તમને જરૂર થી પસંદ આવશે.

gujarati ka kha ga gujarati alphabet- ગુજરાતી ક ખ ગ

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

ગુજરાતી કક્કામાં કેટલા સ્વર છે?

આપણી ગુજરાતી ભાષામાં કુલ 16 સ્વર છે.

ગુજરાતી કક્કામાં કેટલા વ્યંજન છે?

આપણી ગુજરાતી ભાષામાં મુખ્ય 34 વ્યંજન છે.

સારાંશ (Summary)

મને આશા છે કે આ આર્ટિકલ ની મદદ થી તમામ બાળકો ગુજરાતી ક ખ ગ (Gujarati Ka Kha Ga) આસાની થી શીખી શકે. આ સિવાય અહીં આપેલ કોઈ પણ માહિતી રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો તમે અમને જરૂર થી પૂછી શકો છો, અમે જલ્દી થી ઉત્તર આપવાની કોશિશ કરીશું.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.

Shopping Cart