gujarati numbers with hindi and english languages
printable worksheet for kids ads

1 થી 100 ગુજરાતી અંક | Gujarati Numbers or Numerical

નમસ્કાર મિત્રો, અમારા બ્લોગ Learn in Gujarati પર આપનું સ્વાગત છે. “1 થી 100 ગુજરાતી અંક સૂચિ (1 to 100 Gujarati Numbers with Hindi and English Languages)” આર્ટિકલમાં આપણે ગુજરાતી ભાષાના સૌથી મૂળભૂત ટોપિક વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. આશા છે, કે બધા વિદ્યાર્થીઓ ને આ માહિતી ખૂબ ઉપયોગી થશે અને લેખ ખુબ જ ગમશે.

ગુજરાતી આપણી માતૃ ભાષા છે, અને કોઈ પણ બાળકો ને પ્રથમ ગુજરાતી અંક અને ત્યાર બાદ મૂળાક્ષર બોલતા અને લખતા શીખવાડવામાં આવે છે. આજનો ટોપિક મુખ્ય અંકો વિષે છે, જ્યાં તમને ગુજરાતી સાથે સાથે હિન્દી અને અંગ્રજી અંકો ની પણ માહિતી આપવામાં આવી છે.

1 થી 100 ગુજરાતી અંક સૂચિ (1 to 100 Gujarati Numbers with Hindi and English Languages)

અહીં તમને ગુજરાતી ભાષા ના 1 to 100 અંક ની સૂચિ (List) આપેલી છે જે હિન્દી અને અંગ્રેજી ભાષા ના અંક સાથે ની છે. જ્યાં તમને એક સાથે ત્રણ ભાષા ના અંક ની માહિતી મળશે, જો કે અત્યારે અંગ્રેજી ભાષા ના અંક નો ઉપીયોગ ભારત માં વધુ કરવામાં આવે છે.

gujarati numbers with hindi and english

પ્રથમ લાઈન માં નીચે દેખાતા બધા આકડાઓ ગુજરાતી ભાષા ના છે. ગુજરાતી ભાષા એ દેવનાગરી લિપિ માંથી બનેલી ભાષા છે અને ગુજરાત રાજ્ય માં આ ભાષા સૌથી વધુ ઉપીયોગ માં લેવાતી ભાષા છે. આ ગુજરાતી સ્ક્રિપ્ટની સંખ્યા સિસ્ટમ છે જેને ભારત માં સત્તાવાર માન્યતા આપવામાં આવેલી છે.

Gujarati Number Hindi NumberEnglish Number
૦ શૂન્ય (shunya)0
૧ એક (ek)१ 1
૨ બે (be)२ 2
૩ ત્રણ (tran)३ 3
૪ ચાર (char)४ 4
૫ પાંચ (panch)५ 5
૬ છ (chha)६ 6
૭ સાત (sat)७ 7
૮ આઠ (aath)८ 8
૯ નવ (nav)९ 9
૧૦ દસ (das)१० 10
૧૧ અગિયાર (aagiyar)११ 11
૧૨ બાર (bar)१२ 12
૧૩ તેર (ter)१३ 13
૧૪ ચૌદ (chaud)१४ 14
૧૫ પંદર (pandar)१५ 15
૧૬ સોળ (soļ)१६ 16
૧૭ સત્તર (sattar)१७ 17
૧૮ અઢાર (adhar)१८ 18
૧૯ ઓગણિસ (ognis)१९ 19
૨૦ વીસ (vis)२० 20
૨૧ એકવીસ (ekvis)२१ 21
૨૨ બાવીસ (bavis)२२ 22
૨૩ તેવીસ (trevis)२३23
૨૪ ચોવીસ (chovis)२४ 24
૨૫ પચ્ચીસ (pachhis)२५ 25
૨૬ છવીસ (chhavis)२६ 26
૨૭ સત્તાવીસ (satyavis)२७ 27
૨૮ અઠ્ઠાવીસ (athyavis)२८ 28
૨૯ ઓગણત્રીસ (ogantris)२९ 29
૩૦ ત્રીસ (tris)३० 30
૩૧ એકત્રીસ (ekatris)३१ 31
૩૨ બત્રીસ (batris)३२ 32
૩૩ તેત્રીસ (tetris)३३ 33
૩૪ ચોત્રીસ (chotris)३४ 34
૩૫ પાંત્રીસ (patris)३५ 35
૩૬ છત્રીસ (chhatris)३६ 36
૩૭ સડત્રીસ (sadatris)३७ 37
૩૮ અડત્રીસ (adatris)३८ 38
૩૯ ઓગણચાલીસ (ogaṇachalis)३९ 39
૪૦ ચાલીસ (chalis)४० 40
૪૧ એકતાલીસ (ektalis)४१ 41
૪૨ બેતાલીસ (betalis)४२ 42
૪૩ ત્રેતાલીસ (tetalis)४३ 43
૪૪ ચુંમાલીસ (chumalis)४४ 44
૪૫ પિસ્તાલીસ (pistalis)४५ 45
૪૬ છેતાલીસ (chhetalis)४६ 46
૪૭ સુડતાલીસ (sudtalis)४७ 47
૪૮ અડતાલીસ (adtalis)४८ 48
૪૯ ઓગણપચાસ (ognapachhas)४९ 49
૫૦ પચાસ (pachhas)५० 50
૫૧ એકાવન (ekavan)५१ 51
૫૨ બાવન (bavan)५२ 52
૫૩ ત્રેપન (trepan)५३ 53
૫૪ ચોપન (chopan)५४ 54
૫૫ પંચાવન (panchavan)५५ 55
૫૬ છપ્પન (chhappan)५६ 56
૫૭ સત્તાવન (sattavan)५७ 57
૫૮ અઠ્ઠાવન (athhavan)५८ 58
૫૯ ઓગણસાઠ (ogansaith)५९ 59
૬૦ સાઈઠ (saith)६० 60
૬૧ એકસઠ (ekasath)६१ 61
૬૨ બાસઠ (basath)६२ 62
૬૩ ત્રેસઠ (tresath)६३ 63
૬૪ ચોસઠ (chosath)६४ 64
૬૫ પાંસઠ (pasath)६५ 65
૬૬ છાસઠ (chhasath)६६ 66
૬૭ સડસઠ (sadsath)६७ 67
૬૮ અડસઠ (adsath)६८ 68
૬૯ અગણોસિત્તેર (agnositer)६९ 69
૭૦ સિત્તેર (sitter)७० 70
૭૧ એકોતેર (ekoter)७१ 71
૭૨ બોતેર (boter)७२ 72
૭૩ તોતેર (toter)७३ 73
૭૪ ચુમોતેર (chumoter)७४ 74
૭૫ પંચોતેર (panchoter)७५ 75
૭૬ છોતેર (chhoter)७६ 76
૭૭ સિત્યોતેર (sityoter)७७ 77
૭૮ ઇઠ્યોતેર (ithyoter)७८ 78
૭૯ ઓગણાએંસી (oganesi)७९ 79
૮૦ એંસી (ensi)८० 80
૮૧ એક્યાસી (ekyasi)८१ 81
૮૨ બ્યાસી (byasi)८२ 82
૮૩ ત્યાસી (tyasi)८३ 83
૮૪ ચોર્યાસી (choryasi)८४ 84
૮૫ પંચાસી (panchasi)८५ 85
૮૬ છ્યાસી (chhyasi)८६ 86
૮૭ સિત્યાસી (sityasi)८७ 87
૮૮ ઈઠ્યાસી (ithyasi)८८ 88
૮૯ નેવ્યાસી (nevyasi)८९ 89
૯૦ નેવું (nevu)९० 90
૯૧ એકાણું (ekanu)९१ 91
૯૨ બાણું (baanu)९२ 92
૯૩ ત્રાણું (tranu)९३ 93
૯૪ ચોરાણું (choranu)९४ 94
૯૫ પંચાણું (panchanu)९५ 95
૯૬ છન્નું (chhannu)९६ 96
૯૭ સત્તાણું (sattanu)९७ 97
૯૮ અઠ્ઠાણું (athhanu)९८ 98
૯૯ નવ્વાણું (navvanu)९९ 99
૧૦૦ સો (so)१०० 100

આ પણ જરૂર વાંચો- ગુજરાતી ઘડિયા ( 1 to 20 Gujarati Ghadiya)

Other Useful Gujarati Numbers

Gujarati Number PronunciationHindi NumbersEnglish Number
૧,૦૦૦હજાર (Hajar)१,०००1,000
,૦૦૦દસ હજાર (Das hajar)१०,०००10,000
૧,૦૦,૦૦૦લાખ (Lakh)१०,००,००1,00,000
૧૦,૦૦,૦૦૦દસ લાખ (Das lakh)१,०००,०००10,00,000
૧૦,૦૦,૦૦,૦૦૦કરોડ (Karod)१००,००,०००1,00,00,000

આ પણ જરૂર વાંચો- ગુજરાતી કક્કો, મૂળાક્ષર (Gujarati Kakko or Alphabets)

Gujarati Numbers 100 to 1,000 (ગુજરાતી અંક 100 થી 1000)

ગુજરાતી માં 100 પછી 101 ને એક્સોએક એવી રીતે લખાય છે, જેની પછી ના બધા અંક માં એક સંખ્યા નો ઉમેરો થતો હોય છે. સામાન્ય રીતે બોલવા જઈએ તો તમે સૌ(100), બસો(200), ત્રણસો(300), ચારસો(400) એવી રીતે બોલી શકો છો. નીચે તમને સૌ (100) થી હજાર (1,000) સુધી ની સંખ્યા નું એક લિસ્ટ આપવામાં આવ્યું છે.

Numbers In GujaratiNumbers In HindiNumbers In English
૧૦૦ સૌ (So)१००100 (Hundred)
૧૦ એક્સો એક (Ekso ek)१०१101 (One hundred and one)
૨૦૦ બસો (Baso)२००200 (Two hundred)
૨૦ બસો એક (Baso ek)२०१201 (Two hundred and one)
૩૦૦ ત્રણસો (Transo)३००300 (Three hundred)
૩૦ ત્રણસો એક (Transo Ek)३०१301 (Three hundred and )
૪૦૦ ચારસો (Charso)४००400 (Four hundred)
૪૦ ચારસો એક (Charso Ek)४०१401 (Four hundred and one)
૫૦૦ પાંચસો (Panchso)५००500 (Five hundred)
૫૦ પાંચસો એક (Panchso Ek)५०१501 (Five hundred and one)
૬૦૦ છસ્સો (Chasso)६००600 (Six hundred)
૬૦ છસ્સો એક (Chasso ek)६०१601 (Six hundred and one)
૭૦૦ સાતસો (Satso)७००700 (Seven hundred)
૭૦ સાતસો એક (Satso Ek)७०१701 (Seven hundred and one)
૮૦૦ આઠસો (Aathso)८००800 (Eight hundred)
૮૦ આઠસો એક (Aathso Ek)८०१801 (Eight hundred and one)
૯૦૦ નવસો (Navso)९००900 (Nine hundred)
૯૦ નવસો એક (Navso ek)९०१901 (Nine hundred and one)
૧,૦૦૦ હજાર (hajar)१,०००1,000 (Thousand)
૧,૦૦ એક હજારએક (Ekhajar Ek)१,००१1,001 (One Thousand and One)

આ પણ જરૂર વાંચો- ગુજરાતી બારાક્ષરી (Gujarati Barakhadi or Barakshari)

Gujarati Numbers 1,000 to 10,000 (ગુજરાતી અંક 1000 થી 10000)

જો તમારે એક હજાર થી દસ હજાર સુધી ની ગુજરાતી સંખ્યા ને કઈ રીતે ઉચ્ચારણ કરીએ તેની વિષે વાત કરીએ તો નીચે તમને ઉપીયોગી માહિતી આપવામાં આવી છે. સાથે સાથે તમને હિન્દી અને ઇંગલિશ ભાષા ના અંક પણ સામે જ જોવા મળી જશે. અહીં એક સાથે તમે ત્રણ ભાષા ના અંક શીખી શકો છો.

Numbers In GujaratiNumbers In HindiNumbers In English
૧,૦૦૦ હજાર (hajar)१,०००1,000 (One thousand)
,૦૦૦ બે હજાર (Be hajar)२,०००2,000 (Two thousand)
,૦૦૦ ત્રણ હજાર (Tran hajar)३,०००3,000 (Three thousand)
,૦૦૦ ચાર હજાર (Chhar hajar)४,०००4,000 (Four thousand)
,૦૦૦ પાંચ હજાર (Panch hajar)५,०००5,000 (Five thousand)
,૦૦૦ છ હજાર (Chha hajar)६,०००6,000 (Six thousand)
,૦૦૦ સાત હજાર (Saat hajar)७,०००7,000 (Seven thousand)
,૦૦૦ આઠ હજાર (Aath hajar)८,०००8,000 (Eight thousand)
,૦૦૦ નવ હજાર (Nav hajar)९,०००9,000 (Nine thousand)
,૦૦૦ દસ હજાર (Das hajar)१०,०००10,000 (Ten thousand)

સંખ્યાઓનું મહત્વ અને પ્રકારો (Importance and Types of Numbers)

કોઈ પણ જગ્યાએ તમે સંખ્યાઓનો ઉપયોગ કરીને કોઈ પણ વસ્તુઓ ગણી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, આ એક દડો છે અને ત્યાં 4 માણસ ઉભા છે. હંમેશા કોઈ પણ જગ્યા એ આપણે 1 થી વસ્તુઓની ગણતરી શરૂ કરીએ છીએ. 1, 2, 3, 4, … જેને ગણતરીની સંખ્યા અથવા સામાન્ય સંખ્યા કહેવામાં આવે છે.

જયારે આપણે કોઈ પણ જગયા એ કઈ નથી કે કોઈ સંખ્યા નથી તેવું દર્શાવવું હોય ત્યારે આપણે 0 એટલે કે શૂન્ય વડે દર્શાવીએ છીએ. ઉદાહરણ તરીકે અત્યારે મારી પાસે કોઈ રૂપિયા નથી, એટલે કે 0 (શૂન્ય) રૂપિયા છે.

સંખ્યાઓ અથવા પ્રાકૃતિક સંખ્યાઓ સંપૂર્ણ નંબરો રચે છે જેમાં પોઇન્ટ પછી કોઈ સંખ્યા નથી. નંબર કોઈ દિવસ ખૂટતા નથી, તમે 0 થી 10 અંકોનો ઉપયોગ કરીને અનંત સંખ્યાઓ બનાવી શકો છો. 10 અંકોનો ઉપયોગ કરતી આ નંબર સિસ્ટમને દશાંશ નંબર સિસ્ટમ કહેવામાં આવે છે.

એકી સંખ્યા (Even number)

જે સંખ્યા ને તમે 2 વડે ભાગી શકતા નથી તેને એકી સંખ્યા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 1, 3, 5, 7, 9 વગેરે વગેરે.

બેકી સંખ્યા (Odd numbers)

જે સંખ્યા ને તમે 2 વડે ભાગી શકો છો તેને બેકી સંખ્યા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 2, 4, 6, 8, 10, 12, 14, 16 વગેરે વગેરે.આ સંખ્યા 2 દ્વારા સરખે ભાગે વેહચી શકાય છે અને અંત માં કશી નિશેષ બાકી રહેતી નથી.

ઉદાહરણ તરીકે, 15 ÷ 2 ને ભાગતા 1 નિશેષ બાકી રહે છે.

ગુજરાતીમાં નંબર કેવી રીતે લખશો (How to Type Numbers in Gujarati)

જો તમારે ગુજરાતી ભાષા માં નંબર લખવા હોય તો અહીં તમને કમ્પ્યુટર અને સ્માર્ટફોન બંને માટે સરળ રીત આપેલી છે. જો કે આ ટોપિક ઉપર અહીં તમને વિસ્તાર થી માહિત નહિ મળે પણ તમે YouTube માં tutorial વિડિઓ જોઈ શકો છો જે તમને આસાની થી મળી જશે.

કમ્પ્યુટર માં ગુજરાતી ભાષા માં ટાઈપ કરવા કે અંક ટાઈપ કરવા તમારે ગુજરાતી ફોન્ટ તમારા લેપટોપ કે કમ્પ્યુટર માં install કરવાના રહેશે. ગુજરાતી ફોન્ટ તમને માઇક્રોસોફ્ટ ની ઓફિશ્યિલ વેબસાઈટ ઉપર થી આસાની થી મળી જશે. ઑન્લીને ગુજરાતી ભાષા માં ટાઈપ કરવા ટામે Google Translate નો પણ ઉપીયોગ કરી શકો છો.

કોઈ પણ સ્માર્ટફોન માં ગુજરાતી ભાષા માં ટાઈપ કરવા કે અંક ટાઈપ કરવા તમારે Google PlayStore માંથી તમારે Google Indic Keyboard એપ્લિકેશન Download કરવાની રહેશે. આ એપ્લિકેશન દ્વારા તમે આસાની થી તમારા ફોન માં ગુજરાતી ભાષા માં ટાઈપ કરી શકશો.

Gujarati Numbers PDF

અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ માહિતી ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
  • ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
  • ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
  • બસ થઈ ગયું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

How to type Gujarati numbers in computer?

To do that thing, you have to install Gujarati Fonts into your windows or MAC computer to type any Gujarati alphabets or numerical. You should use Gujarati Saral or Shruti font, which is free to use.

ગુજરાતી અંક શીખવા કેમ જરૂરી છે?

સૌ પ્રથમ અંક સીખવાથી તમે કોઈ પણ સંખ્યા લખી શકવા સક્ષમ બનશો અને ત્યાર બાદ તમે કોઈ પણ ગણતરી આસાનીથી કરી શકશો. એટલા માટે એકડા ને પાયો ગણવામાં આવે છે અને બાળકો ને સૌ પ્રથમ સીખવડવામાં આવે છે.

ધોરણ 1 થી 3 માટે કેટલા અંકો શીખવા જરૂરી છે?

મને લાગે છે ત્યાં સુધી આ ધોરણ માટે તમારે 1 થી 100 અંકો શીખવા જરૂરી બની જાય છે. ત્યાર બાદ તમે સરવાળા અને બાદબાકી આસાની થી કરી શકો છો. 1 થી 10 એકડા શીખ્યા પછી ફક્ત તમારે એક ક્રમ યાદ રાખવાની જરૂર છે, જેથી તમે કોઈ પણ સંખ્યા આસાનીથી લખી શકશો, ભલે તો કરોડ હોય.

અસ્વીકરણ (Disclaimer)

આ આર્ટિકલ માં અમારા દ્વારા કોઈ પણ ટાયપિંગ કે અન્ય કોઈ માહિતીમાં ભૂલ થઇ હોય શકે છે, આવી ભૂલ દેખતા કૃપીયા નીચે જરુરુ કોમેન્ટ કરો. તમને જો કોઈ માહિતી માં મૂંઝવણ કે પ્રશ્ન જેવું લાગે તો તમે ઈન્ટરનેટ પર તે માહિતી વિષે સર્ચ કરી શકો છો અથવા નિશ્ચિત પણે કોઈ બુક નો રેફરન્સ લઇ શકો છો.

સારાંશ (Summary)

આશા રાખું છું કે તમને “1 થી 100 ગુજરાતી અંક સૂચિ (1 to 100 Gujarati Numbers with Hindi and English Languages)” આર્ટિકલ જરૂર થી ઉપયોગી લાગ્યો હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.

Shopping Cart