માતા અને સંતાન નો સંબંધ દુનિયામાં સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે. જેથી માતૃપ્રેમ નિબંધ (matruprem essay in Gujarati) મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી અહીં તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે 3 સુંદર નિબંધ આપવામાં આવેલા છે, જે તમને ચોક્કસ ગમશે.
માતા તે દુનિયા માં બધી શક્તિથી સંપન્ન છે. આ સંપૂર્ણ બ્રહ્માંડમાં કોઈ મનુષ્ય કે પ્રાણી માતા જેટલું શક્તિશાળી નથી હોતું, તે કોઈપણ પરિસ્થિતિમાં પોતાના બાળક માટે દરેક વસ્તુનું સંચાલન અને નિયંત્રણ કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભગવાને તેને વિશ્વના તમામ કાર્યો હાથ ધરવાની અને નિયંત્રણ કરવાની શક્તિ આપી છે.
માતૃપ્રેમ નિબંધ ગુજરાતી ભાષામાં (Mom or Matruprem Essay In Gujarati For Std 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12)
આપણને પણ ખબર છે કે કોઈ વ્યક્તિ કોઈ પણ કિંમતે તેની જગ્યા લઈ શકશે નહીં. દરેક પરીસ્થીમાં માતા જે બલિદાલન પોતાના બાળક માટે આપે છે તે કોઈ આપી શકતું નથી. તે માટે જ દર વર્ષે મે મહિનાના ના બીજા રવિવારને માતૃત્વ દિવસ તરીકે ઉજવવા માં આવે છે.
આ દિવસે બધા બાળકો માતા પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરે છે. તે તેમના માટે કરેલા બધા કાર્યો બદલ તેમનો આભાર માનશે અને માં પણ સુખી રીતે પોતાનું જીવન વિતાવી શકે તેવી શુભેચ્છા પાઠવે છે. અહીં તમને માતૃપ્રેમ અને માં વિષે થોડા નિબંધો આપવામાં આવ્યા છે, જે તમને ખુબ ગમશે.
માં અથવા માતૃપ્રેમ નિબંધ (500 Words Matruprem Essay In Gujarati)
દુનિયા માં માતા દરેક બાળક માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ વ્યક્તિ છે. હકીકતમાં જોઈએ તો તે કોઈ પણ વ્યક્તિ માટે ભગવાનની સૌથી કિંમતી ભેટ છે જે જીવન માં આપણને મળેલી છે. કોઈ પણ બાળક ફક્ત તેના કારણે જ દુનિયા જોઈ શકે છે. તે મિત્ર માટે એક મિત્ર, પોતાના બાળકો માટે માતા, માર્ગદર્શિકા અને પ્રથમ શિક્ષક છે.
તે આખા કુટુંબની સારી રીતે સંભાળ રાખે છે અને છાર દીવાલ ને એક સુંદર ઘરમાં પરાવર્તિત છે.તે કરુણા અને પ્રેમથી તેના બાળકોને ઉછેર કરે છે જેથી દરેક બાળક પોતાની માતા સાથે ખૂબ ભાવનાત્મક રીતે જોડાયેલું છે.એક સાચી વાત કહું તો મારા માટે મારી મા આખા વિશ્વમાં પ્રેમ, પ્રામાણિકતા, સત્ય અને કરુણાનું પ્રતીક છે. મારી માતા મારા માટે દુનિયા ની સૌથી મોટી પ્રેરણા છે. તે એક સુંદર મહિલા છે જેની હું હંમેશા ખૂબ પ્રશંસા કરું છું.
મારા દિવસની શરૂઆત મારી માતાની સ્મિતથી થાય છે. હાર એક સવારે તે ઘરમાં સૌથી પેહલા જાગે છે. તેણી તેના દિવસની શરૂઆત સવારે છ વાગ્યે બધા માટે નાસ્તો બનાવવા થી કરે છે. તે પછી તે મારા બહેનને અને મને જગાડે છે અને અમને શાળા જવા માટે તૈયાર કરે છે. તે સવારના નાસ્તા માં દરરોજ જુદી જુદી વાનગી બનાવી અને અમારી સંભાળ રાખે છે. તે અમને સ્કૂલ રીક્ષા સુધી મુકવા આવે છે. તે અમારા અભ્યાસ અને હોમમાં વર્ક કરવામાં દરરોજ અમારી મદદ કરે છે. મારી માતા તે વ્યક્તિ છે કે જ્યારે હું બીમાર પાડું ત્યારે આખી રાત જાગીને વિતાવે છે.
તે હંમેશાં મારા અને મારી બહેનના શિક્ષણ, આરોગ્ય અને ખુશહાલી વિશે ખૂબ ચિંતિત રહે છે. જીવન માં તે તેની જરૂરિયાતો સાથે સમાધાન પણ કરે છે અને સુનિશ્ચિત કરે છે કે પહેલા અમારી જરૂરિયાતો પુરી થાય. તે હંમેશાં જીવનમાં યોગ્ય સાચી દિશા અને યોગ્ય જીવન જીવવા માટે અમને બંને ને માર્ગદર્શન આપે છે. તે અમને હંમેશાં કોઈ તકલીફ ના થાય તે માટે તમામ શક્ય કર્યો કરે છે આ માટે જ તે જીવન માં અમારી સૌથી શ્રેષ્ઠ મિત્ર પણ છે.
તેની સાથે અમે અમારા બધા રહસ્યો શેર કરી શકીએ છીએ અને જ્યારે પણ આપણે જોખમમાં હોઈએ, ત્યારે અમારી મા અમને કોઈક યોગ્ય ઉપાય આપે છે જેથી અમે ભવિષ્ય માં કોઈ મુશ્કેલી માં ના મુકાઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે ઘણી વખત તે પોતે એક બાળક બને છે અને અમે સાથે સાથે ફિલ્મો જોવા, ફરવા, ખરીદી કરવા અને કોઈ પણ રમત રમવા જેવા કામ સાથે કરીએ છીએ.
મારી માતા માત્ર અમારી સંભાળ નથી રાખતી, પરંતુ મારા પિતા, દાદા અને દાદીની પણ સંભાળ રાખે છે. તે અમારા પરિવાર માટે શક્તિનો આધારસ્તંભ છે. મારી મમ્મી હંમેશાં મારા દાદા દાદીની બધી જરૂરિયાતો અને આવશ્યકતાઓને પૂરી કરવા તત્પર રહે છે. બીજી રીતે કહીયે તો જ્યારે પણ અમારા પડોશીઓ અને કુટુંબીજનોએ મદદ માટે તેની પાસે હાથ લમ્બો કર્યો ત્યારે તે ક્યારેય કોઈને ના નથી કહેતી
તે એક પણ પ્રકાર ની ફરિયાદ કર્યા વગર ઘરના દરેક કામકાજની સંભાળ રાખે છે અને ફ્રી સમય માં સાથે પોતાનો નેનો ખાખરા નો લઘુ ઉદ્યોગ પણ ચલાવે છે. તે ઘર અને વ્યવસાય બંનેને આસાની થી સાંભળ રાખવા માટે અવિરત સહનશક્તિ ધરાવે છે. મારી મમ્મી પાસે રોજિંદા પડકારો, વ્યવસાય અને ઘરના અવરોધોનું નિરાકરણ લાવવા માટે ઘણી ભાવનાત્મક અને શારીરિક શક્તિ છે. જયારે કેટલીકવાર મને આશ્ચર્ય થાય છે કે તે એકજ સમયે બધું જ કેવી રીતે વ્યવસ્થિત રાખે છે.
તેમના હકારાત્મક વલણ અને બધી કામમાં કુશળતાએ પડકારજનક સમયમાં પણ શાંત રહેવાની મારી શક્તિમાં વધારો કર્યો છે. હું તેના જેવા બનવાની અને તેના તમામ ગુણોને પોતાનાં જીવન માં ઉતારવા માટે હંમેશા કોશિશ કરતો રાહુ છું.
માં દુનિયા માં એક એવી વ્યક્તિ છે જે તેનું બધી સેવાઓ ના બદલામાં કોઈ પણ અપેક્ષા વિના હંમેશા બધા કર્યો કરતી રહે છે. દરેક માં પોતાના બાળકો માટે તેના સંપૂર્ણ જીવન તેની પાછળ વિતાવી દે છે અને ધ્યાન રાખે છે પોતાના સંતાનો ને ક્યારેય મુશ્કેલી ના પડે. પુરી દુનિયા મા “માં” એક એવી વિશેષ વ્યક્તિ છે તેના જેવું બીજું કોઈ થઇ શકતું નથી.
200 શબ્દોનો ટૂંકો માતૃપ્રેમ નિબંધ (200 Word Short Matruprem Essay in Gujarati)
આ વાત વિશે કોઈ શંકા નથી કે માં નો પ્રેમ ની સરખામણી દુનિયા માં બીજા કોઈ સાથે થઇ શકતી નથી અને માતા એ કોઈ પણ બાળક નું પ્રથમ શિક્ષક છે. કોઈ પણ માં નું જીવન તેના બાળક માટે ગર્ભાવસ્થાથી મૃત્યુ સુધી એકબીજા માટે સંકળાયેલું છે. જેમ કે માં બન્યા પછી દરેક સ્ત્રીના જીવન માં ઘણા ફેરફારો ફરજીયાત થાય છે. એક વિખ્યાત સંશોધન થી જાણવા મળ્યું છે કે સ્ત્રી માતા બનવું એ તેના જીવન નો શ્રેષ્ઠ સમય માને છે.
કોઈ પણ સ્ત્રી પોતાના જીવનમા બાળકોનો ઉછેર સાથે આવતી બધી જવાબદારીઓ રાજીખુશીથી સ્વીકારે છે અને બધું નિસ્વાર્થ ભાવે કરે છે જેમાં વળતર ની કોઈ આશા હોતી નથી. ખરેખર વાત કરીએ તો એવા લોકો પોતાના કમનસીબ માને છે જેમણે માતાના સ્નેહની લાગણી કોઈ દિવસ અનુભવી નથી. વિશ્વ આવા ઘણા મુર્ખાઓથી ભરેલું છે જે મોટા થાય ત્યારે તેમની માતાને ભૂલી જાય છે અને તેની અવગણના કરે છે.
માં એક એવી વ્યક્તિ છે જે તમને ભગવાન પાસે થી મળેલી શ્રેષ્ઠ ભેટ છે. કોઈ પણ માં તેના જીવન માં પોતાના જીવન માં તેની કરતા તેના સંતાનો ની વધુ ચિંતા કરે છે અને સમગ્ર જીવન સંતાનો માટે વિતાવે છે. આથી જ તમે એક સરસ વાક્ય જીવન માં જરૂર સાંભળ્યું હશે “માં તે માં બીજા વગડા ના વા.
10 લાઇન્સનો માતૃપ્રેમ નિબંધ (50 Word or 10 Lines Matruprem Essay In Gujarati)
- દરેક લોકો માં ને વિશ્વ માં ભગવાન ના વાસ્તવિક સ્વરૂપ તરીકે માને છે.
- માતાના પ્રેમ માટે કોઈ મેળ નથી. આપણી સામે દુનિયા માં તેના પ્રેમના ઉદાહરણો લાખો ની સંખ્યા માં મોજુદ છે.
- તે માતા છે જે હંમેશાં પોતાના બાળક માટે દરેક બાબતમાં ચિંતિત રહે છે અને તેના પ્રશ્નો નું નિરાકરણ લાવે છે.
- જીવન માં મારી માં મારી શ્રેષ્ઠ મિત્ર છે. તે મને સૌથી સારી રીતે સમજી શકે છે અને મારી દરેક સમસ્યાઓ હલ કરવામાં મારી મદદ કરે છે.
- તે હંમેશા મારી બધી ઇચ્છાઓ અને મારી બધી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કોઈપણ બલિદાન આપવા તત્પર રહે છે.
- મારી માં હંમેશાં ભગવાનને પ્રાર્થના કરે છે કે મને ભવિષ્યના જીવનના તમામ મુસીબતો થી દૂર રાખે.
- તેમની એક જ ઈચ્છા હોય છે કે હું જીવન માં બધી જગ્યાએ સફળતા મેળવું અને નામ રોશન કરું.
- મારી મા મારા આખા કુટુંબની જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે ખૂબ જ મહેનત કરે છે. હું મારી માતાને ખુબ પ્રેમ કરું છું, કારણ કે તે હંમેશાં મારા પિતા અને પરિવારના દરેક સભ્યોને જીવનના તમામ નિર્ણયોમાં મદદ કરે છે.
- મારી મા હંમેશા મારા સ્વાસ્થ્ય વિશે ખૂબ જ ચિંતિત રહે છે. જ્યારે હું ઠીક નથી ત્યારે તે ખૂબ જ પરેશાન હોય છે અને આખી રાત મારી સંભાળ કરવામાં વિતાવે છે.
- એટલા માટે જ એક કેહવત દુનિયામાં ખુબ પ્રચલિત છે “માં તે માં બીજા વગડાના વા.“
માતૃપ્રેમ નિબંધ પીડીએફ (Matruprem Essay in Gujarati PDF)
તમને ઉપર ત્રણ સુંદર નિબંધ દેખાશે જો તમારે આ બધા નિબંધ PDF File માં જોતા હોય તો નીચે ના બટન પર કરો, જ્યાં તમારા માટે PDF ફાઈલ અપલોડ કરેલી છે. અન્ય રીતે જો તમે Google Chrome બ્રાઉઝર નો ઉપીયોગ કરી અને તમે જાતે જ આ article ને PDF માં કન્વર્ટ કરી શકો છો. તમને નીચે આ કામ કઈ રીતે કરવું તેના સરળ પગલાં આપેલા છે.
- વિકલ્પ અથવા 3 ડોટ પર ટેપ કરો, જે ઉપરના જમણા ખૂણે છે.
- તમે ચોક્કસ પૃષ્ઠ માટે PDF બનાવી શકો છો
- Ctrl + P દબાવો અથવા Print પર ક્લિક કરો
- ફાઇલ સેવ ડેસ્ટિનેશન સેટ કરો
- સેવ બટન પર ક્લિક કરો
- PDF તરીકે સાચવો
- થઈ ગયું!
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
માં વિશે પ્રખ્યાત કહેવત કઈ છે?
“માં તે માં બીજા વગડાના વા” એ ગુજરાતી ભાષાની પ્રખ્યાત કેહવત છે.
જીવન નો પ્રથમ શિક્ષક કોને માનવામાં આવે છે?
આપણી હિન્દૂ સંસ્કુતિ અનુસાર “માં” ને પ્રથમ શિક્ષક માનવામાં આવે છે.
માં નું જીવન કોને અનુરૂપ હોય છે?
સૌ પ્રથમ માં નું સંપૂર્ણ જીવન તેના બાળકો માટે હોય છે.
સારાંશ (Summary)
“માતૃપ્રેમ નિબંધ ગુજરાતી ભાષામાં (Mom or Matruprem Essay In Gujarati)” આર્ટિકલ માં તમે ત્રણ નિબંધ જોયા, જે કદાચ તમને પણ કદાચ જરૂર થી ગમ્યા. તમે આ વિષે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ કરી અને આપી શકો છો. આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.