101+ શબ્દ સમૂહ માટે એક શબ્દ | Shabd Samuh Mate Ek Shabd

Admin

shabd samuh mate ek shabd gujarati

અમારા બ્લોગ learningujarati.com માં આપ સૌ નું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી ભાષા વ્યાકરણ સંબંધિત ઉપયોગી માહિતી જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે, “શબ્દ સમૂહ માટે એક શબ્દ (Gujarati Shabd Samuh Mate Ek Shabd).” આવા શબ્દ સમૂહ આપણી ગુજરાતી ભાષા માં ખુબ વધુ પ્રચલિત છે અને રોજ ની સામાન્ય વાતચીત માં પણ આપણે ઉપીયોગ કરતા હોયીએ છીએ. આ સિવાય લગભગ બધી પરીક્ષાઓ માં પણ વારં વાર પુછાતા હોય છે.

જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા તમે કોઈ પણ ધોરણ માં અભ્યાસ કરી રહ્યા છો, તો આવા શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારા માટે વધુ ઉપયોગી બની શકે છે. અહીં અમે તમને ઘણા ઉદાહરણ ની એક યાદી આપવામાં આવ્યા છે, જે આજે તમામ વિદ્યાર્થીઓ માટે ઉપીયોગી બનશે એવી આશા છે.

આ પણ વાંચો- 101+ Popular Gujarati Kahevat (ગુજરાતી કહેવત)

શબ્દ સમૂહ માટે એક શબ્દ- ગુજરાતી વ્યાકરણ (Shabd Samuh Mate Ek Shabd In Gujarati and PDF)

તમને ખબર જ હશે કે, ગુજરાતી ભાષા ના વ્યાકરણ માં આવા વિષયો નાના હોવા છતાં ખુબ મહત્વ ધરાવે છે. તમે કોઈ પણ ધોરણ માં ભણતા હોય ત્યારે આવા ટોપિક ગુજરાતી પાઠ કે કવિતાઓ માં પણ આવતા હોય છે. ભવિષ્ય માં પણ જો તમને ગુજરાતી ભાષા વિષે વધુ જ્ઞાન મેળવતી વખતે, ગુજરાતી વ્યાકરણ માં આ વિષય તમારા માટે ખુબ મહત્વપૂર્ણ બની શકે છે.

  • મોહમાયા પ્રત્યે ઉદાસીન- વિરક્તિ
  • એક સર્જકના સર્જન પરથી અન્ય સર્જન કરનાર- અનુસર્જક
  • જેના સ્પર્શથી લોઢાનું સોનામાં રૂપાંતર થવાનું મનાય છે તે મણિ- પારસમણિ
  • પૈસા લઈને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય- વીશી, લોજ
  • જે વશમાં નથી તે- વિવશ
  • સૃષ્ટિનો સૌથી પ્રથમ જન્મેલો માનવી જે નામથી ઓળખાય છે તે- આદમ
  • પતિ સપત્નીને ત્યાં જતાં મનમાં બળતી સ્ત્રી- ખંડિતા
  • રથથી અલગ થયેલો યોદ્ધો- વિરથી
  • ઘી પીરસવા માટેનું વાસણ- વાઢી
  • શરીરનો સુડોળ, સુઘટ્ટ બાંધો- કાઠું
  • ઘોડાની પીઠ પર નાંખવાનો સામાન- પલાણ
  • કાંઈ અજુગતું થયા પછી એ વિશે થતો અફસોસ- પશ્ચાતાપ
  • ઈસ્લામ ધર્મ પ્રમાણે દિવસમાં પાંચ પાંચ વાર કરવામાં આવતી બંદગી- નમાજ
  • ખાળનું મેલું પાણી જેમાં ભેગું થાય તે ખાડો- ખાળકૂંડી
  • જ્યાં એક કરતાં વધારે નદીઓ ભેગી થતી હોય તે સ્થળ- સંગમસ્થાન
  • જાતે સેવા આપનાર- સ્વયંસેવક
  • જે પીપળા નીચે ભગવાન બુદ્ધને જ્ઞાનનો બોધ થયો હતો, તે વૃક્ષ- બોધિવૃક્ષ
  • બાળકો તરફનું વહાલ- વાત્સલ્ય
  • ચાર ઘડીનો સમય- ચોઘાડિયું
  • ભોજન કરવા બેસનારાઓની હાર- પંગત
  • ઉત્તમ પ્રકારની સ્ત્રી- પદમણી અથવા પશ્ચિની
  • સહેલાઈથી મેળવી શકાય તેવુ- સહજસાધ્ય અથવા સુલભ
  • કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ- સ્વયંવર
  • દરરોજ નવાં નવાં રૂપ ધારણ કરનાર- બહુરૂપી
  • પાણીનો નાનો પ્રવાહ- વહેળો
  • શાંતિ માટેનું નિવાસસ્થાન- શાંતિ નિકેતન
  • પતંગને ચગાવવા માટે પદ્ધતિસર બાંધેલી દોરી- કિજ્ઞા
  • જેની પ્રતિષ્ઠા થયેલી છે તેવું- લબ્ધપ્રતિષ્ઠ
  • રૂઢિને ચુસ્તપણે વળગી રહેનાર- રૂઢિચુસ્ત
  • યંત્ર વગર, હાથથી ચાલતો ઉધોગ- હસ્તઉધોગ
  • કોઈપણ પક્ષમાં ન ભળેલું- અપક્ષ અથવા તટસ્થ
  • જેની પત્ની પરદેશ ગયેલી હોય તેવો પુરુષ- પ્રોષિતપત્નીક
  • બાળવાનાં લાકડાં- બળતણ
  • જેમાં મટકી અથવા વાસણ મૂકીને અદ્ધર લટકાવી શકાય એવું ગૂંથેલી ઝોળી જેવું સાધન- શીકું
  • જે રોગનો કોઈ ઈલાજ ન હોય એવું- અસાધ્ય
  • મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્ત- શાલભંજિકા
  • વેદનાનો ચિત્કાર- આરતંનાદ
  • સવારનો નાસ્તો- શિરામણ
  • દેખીતા દેખાતા અર્થ થી અવળો અર્થ સુચવતી વાણી- અવળવાણી
  • પીવાને યોગ્ય- પેય
  • વ્રજમાં રહેનાર- વ્રજવાસી
  • માથે પહેરવાનું વસ્ત્ર- પાઘડી, શિરપાઘ
  • જીત સૂચવનારું ગીત- જયગીત
  • ખેતરમાં પાકની સિંચાઈ માટે બનાવેલી તીક- ઢાળિયો
  • રોગની ઓળખ- નિદાન
  • છોડની આસપાસ કરેલી નાની વાડ- વાડોલિયું
  • બજારમાં જઈને કરવામાં આવતી ખરીદી- હટાણું
  • બેચેની ભરેલી શાંતિ- સન્નાટો
  • વરસાદ લાવવા માટે ગવાતો રાગ- મલ્હાર રાગ
  • 60 વર્ષ પૂરા થયાની ખુશીમાં ઉજવાતો મહોત્સવ- હીરક મહોત્સવ
  • સૂકવેલું રાયણ- કોકડી
  • આકાશી નક્ષત્રો, ગ્રહો, સૂર્ય, ચંદ્રની સ્થિતિ પરથી ભવિષ્યની ઘટનાઓ વિશે અનુમાન કરનાર- જ્યોતિષ, જ્યોતિષિ
  • ધંધાદારી રીતે લખવાનું કામ કરનાર માણસ- લહિયો
  • જેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે એવું- અવર્ણીય
  • તુવેરની દાળની પૂરણ ભરેલી પોળી- પૂરણપોળી
  • જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી- સધવા, સૌભાગ્યવતી
  • ગ્રહોની સ્થિતિ દર્શાવતી ખાનાવાળી આકૃતિ- કુંડળી
  • અમર લોકોનું નગર- અમરાપુરી
  • ખરાબ દશા- દુર્દશા
  • કંસબના ભરતવાળું- જરકસબી
  • ઢોર ચરાવનારો- ગોવાળિયો
  • સાથે જન્મેલું કે સ્વાભાવિક હોય છે તે- સહજ
  • માંકડા, રીછ વગેરેનો ખેલ કરનાર કલંદર- મદારી
  • કણસલા ગૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગ્યા- ખળુ
  • આંખને છાવરી લેતુ પડ- પડળ
  • મર્યાદા વિનાનું- અમર્યાદ
  • સૂર્યનું કે ચંદ્રનું સંપૂર્ણ ગ્રહણ- ખગ્રાસગ્રહણ
  • પરિવર્તન કે ઊથલપાથલનો સમય- સંક્રાત્તિકાળ
  • એક બાજુએથી વાંકું ઢળતું- કોરવંકુ
  • અણીના વખતે- તાકડે
  • દાવો કરનાર- દાવેદાર
  • ચારે બાજુ પાણીની વચ્ચેની જમીન- બેટ
  • મકાનની આધારરૂપ થાંભલી- કુભી
  • લોટી જેવું નાની માટીનું વાસણ- કુલડી
  • જગતનું નિયંત્રણ કરનાર- જગાનિયંતા
  • ભોજન કરવા બેસનારાઓની હાર કે લાઈન- પંગત
  • વજ જેવો સખત આઘાત- વજાઘાત
  • પવન જેવા વેગથી દોડનાર- પવનવેગી
  • સલામતીની ખાતરી આપવી તે- અભયદાન
  • ઈસ્લામનો ઉપદેશ કરનાર- મોલવી
  • એકબીજામાં ભળી ગયેલ- ઓતપ્રોત
  • ઉત્તમ લોકની પ્રાપ્તિ- સદગતિ
  • પગ વડે કરવામાં આવતો પ્રહાર- પદાઘાત
  • ભગવાન વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ- પથ્થર શાલિગ્રા
  • પોતાનો નાશ કરનારું- આત્મનાશક
  • કોઈ પ્રકારના બદલાની અપેક્ષા વગરનું- નિરપેક્ષ
  • લક્ષ્મીનો પતિ- લક્ષ્મીપતિ
  • લેણદેણ વગેરે સંબંધી લખાણ- દસ્તાવેજ
  • જુવાર કે બાજરીના સૂકા સાંઠા- રાંડા
  • વડે ટોવામાં આવે એ ક્રિયા- ગળથૂથી
  • સૂર્ય જેવું મુખ ધરાવનાર- સૂર્યમુખી
  • ભેદી ન શકાય તેવું મજબૂત- વજ્રસમાણું
  • પવન કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ- ઝંઝાવાત
  • સૂકા ઘાસની પૂળાની ગંજી- હોગલી અથવા ઓઘલી
  • સરકાર તરફથી ખેડૂતોને ધીરવામાં આવતાં નાણાં- તગાવી, તકાવી
  • ભગવાન વિષ્ણુની ઉપાસના કરનાર- વેષ્ણવ
  • સિદ્ધ કરવાની વસ્તુ- સાધ્ય
  • ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો તે- દીક્ષા
  • વાદળાંની જમાવટ- મેઘાડંબર
  • યાદગીરી રૂપે રચેલી ઈમારત- સ્મારક
  • સામાન્યથી વધારે જ્ઞાન, વધારે પડતું જ્ઞાન- અતિજ્ઞાન
  • ઈશ્વરના ગુણગાન ગાવાનો ઉત્સવ- કીર્તન, ઓચ્છવ
  • અધકચરા જ્ઞાનવાળું- અર્ધદગ્ધ
  • અમર કરે તેવો એક રસ- અમૃત
  • એક જ નામથી ઓળખાતો લોકસમૂહ- કોમ
  • જેનો પતિ પ્રવાસે ગયો છે તેવી સ્ત્રી- પ્રોષિતભતૃંકા
  • તાજેતરમાં જન્મ લેનાર- નવજાત
  • વાંકું બોલનારી, કટાક્ષ કરનારી સ્ત્રી- વાંકાબોલી અથવા વક્રબોલી
  • પતંગની કાચ પાયેલી દોરી- માંજો
  • કોઈને પહોંચાડવા માટે સોપાયેલી વસ્તુ- સંપેતરું
  • ર૪ મિનિટનો સમય- ઘડી
  • પ્રયત્ન કર્યા વિના- અનાયાસ
  • એક જ સમયમાં થઈ ગયેલા- સમકાલીન
  • છપાઈને બહાર પડતું- મુદ્રિત
  • ખેતર કે ગામની હદ- સીમ
  • વહાણના ઉપલા ભાગમાં આવેલો અગાસી જેવો ભાગ- તૂતક
  • ઘાસ વગેરે વાઢવા કાપવા માટેનું ઓજાર- દાતરડું
  • અવાજ વગરનું- નિરવ
  • જેનો નાશ ન થાય તેવું- અવિનાશી
  • યુદ્ધે ચડેલી વીરાંગના- રણચંડી
  • વિશિષ્ટ કામગીરી કરનારને આપવામાં આવતો રાષ્ટ્રીય ઈલકાબ- પદ્મશ્રી
  • અંતરની વૃત્તિ કે ભાવ- અંતભાંવ
  • વહાણનો પાણીની સપાટીથી નીચે રહેતો ભોયરા જેવો ભાગ- ભંડક
  • લખવા માટેનું લાકડાનું બનેલું સાધન- કલમ
  • જેનું ચિત્ત અન્ય વિચારોમાં રોકાયેલું હોય તે- અન્યમનસ્ક
  • સાંબેલા જેવી ધારે વરસતો વરસાદ- સાંબેલાધાર
  • જવાબદારીના ભાન વિનાનું- બેજવાબદાર અથવા ગેરજિમ્મેદાર
  • છૂટું ફેંકવાનું હથિયાર- અસ્ત્ર
  • ઉપકાર કે ગરજને લીધે પરાધીન- ઓશિયાળું
  • આપબળે વિકાસ સાધનાર- આપક્મી
  • દાતાનું નામ કોતરાવેલો દીવાલમાં જડવામાં આવતો પથ્થર- તકતી
  • દરવાજાવાળો મહોલ્લો- પોળ
  • બધાથી આગળ રહેનાર- અગ્રેસર
  • ચોરાશી લાખ જન્મના ફેરા- લખચોરાશી
  • હથિયાર તરીકે ફૂલનો ઉપયોગ કરનાર કામદેવ- પુષ્પધન્વા
  • પૂરતા ઉજાસને અભાવે ઝાંખું ઝાંખું જોઈ શકાય તે સૂર્યોદય પહેલાનો સમય- ભડભાખરું
  • નાકથી બોલાતો ધ્વનિ- અનુનાસિક
  • જૂની પ્રાણાલિકાનું આચરણ તેમજ સમથન કરનાર- રૂઢિચુસ્ત
  • હાથીને હાંકનાર- મહાવત
  • પહાડમાં આવેલી પોલી બખોલ જેવી જગ્યા- કુહર કે ગુફા
  • ભૂખ્યાં, ગરીબ અથવા યાચકોને સહાય વગેરે આપવું તે- સદાવ્રત
  • સાર નરસું ગ્રહણ કરવાની શક્તિ- વિવેક, સૂઝ
  • નિશ્ચિત વયે નોકરીની સમયમયાંદા પૂરી થતાં ફરજમાંથી મુક્ત કરાયેલું- નિવૃત્ત
  • ઈલકાબતનું પ્રમાણપત્ર- ઈલકાબખત
  • સૂકું ઘાસ સંકોરવા માટે વપરાતું ઓજાર- પંજેઠી
  • જીણ થયેલાને સમરાવવું તે- જીર્ણોદ્ધાર
  • કામકાજનાં કાગળિયાં, ચોપડા કે જગ્યા વગેરે- દફતર
  • સ્નેહ કે લાગણી થી ભીજાયેલું- સ્નેહભીનું
  • પતિએ ત્યજી દીધેલી સ્ત્રી- ત્યક્તા
  • બાળક તરફનું વહાલ- વાત્સલ્ય
  • તેજસ્વી પુરુષ- નરરત્ન
  • કરેલા ઉપકારને ભૂલી જનાર- કૃતઘ્ની
  • ધાર કાઢવા માટેનું યંત્ર- સરાણ
  • બેથી વધારે આંટાવાળી, વાળાની વીટી- વેઢ
  • કાચી કેરીનાં લાંબા ચીરીયાં- કપૂરિયાં
  • પ્રાંતનો વડો- સૂબો
  • જીદ્દી વલણ વાળું- તંતીલું અથવા હઠાગ્રહી
  • પૃથ્વીની ઉપરની સપાટી- ધરાતલ
  • રાગના મુખ્ય સ્વરનો વિસ્તાર કરી, એ રાગના બીજા શુદ્ધ સ્વર મેળવી, રાગનું ચોખ્ખું સ્વરૂપ બતાવવાની ક્રિયા- આલાપ
  • ઢોરને ખાવા માટે એની આગળ મૂકેલો ચારો- નીરણ
  • દેવો અને દાનવોએ સમુદ્રમંથન વખતે જેનો રવેયો બનાવ્યો તે પર્વત- મેરુ
  • મનમાં વિચારોનું મંથન ચાલવાની ક્રિયા- ગડમથલ અથવા મંથન
  • કોઈ પણ કામના વગરનું- નિષ્કામ
  • જેની પત્ની હયાત હોય તેવો પુરુષ- સધુર
  • કુટુંબ કે વતનનો ત્યાગ કરવો એ- હિજરત
  • વરકન્યા પરણવા બેસે છે તે મંડપ- ચોરી
  • વેરાગી બાવો- અવધૂત
  • ઢોરે ખાધા પછી વધેલું અને પગમાં રોળાયેલું ઘાસ અને પૂળાનું નીરણ- ઓગાઠ
  • અંગૂઠા પાસેની આંગળી- તર્જની
  • જીવ પર આવી ગયેલું- મરણિયું
  • અતિથિને માન સાથે લાવવા સમૂહમાં વાજતે ગાજતે સામું જવું તે- સામેયું
  • પૂરા વિચારને અંતે પ્રગટેલું- પુછ અથવા પાકટ
  • તાવ માપવાનું સાધન- થમોંમીટર
  • ખરાબ કે ખોટું કામ- કુકર્મ
  • જન્મ મરણમાંથી મુક્તિ- નિર્વાણ, મોક્ષ
  • સૂર્ય ઊગે તેમ ખીલીને બરાબર એની સામે રહેતો આવે એવાં ફૂલોનો છોડ- સૂર્યમુખી
  • અડધી જાગ્રત હોય તેવી અવસ્થા- તંદ્રા
  • ચર અને અચર વસ્તુ- ચરાચર
  • આશરે વીસ કિલો- મણ
  • ગામને પાદર ભરવાડોનું ઘેટાં-બકરાં રાખવાનું ઠેકાણું- ઝોકડુલ
  • રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ- નેપથ્ય
  • નહી જીતાયેલુ- અજીત
  • ચેતન અને જડ- ચરાચર
  • ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું- ફૂબો
  • ઝાડ અને વેલાનાં પાંદડાથી થયેલી ઘટા- કુજ
  • ગાડા ભાડે ફેરવનાર- અધવાયો
  • 60 વષ પૂરા થયાની ખુશાલીમાં કરવામાં આવતો મહોત્સવ- હીરક મહોત્સવ
  • નિત નવાં નવાં રૂપ ધારણ કરનાર- બહુરૂપી
  • ઢોરને ગળે બાંધવા માટેનું દોરડું- અછોડો
  • જડમૂળથી ઊખેડી નાંખનાર- ઉચ્છેદક
  • ગામમાં સહુને બેસવાની જાહેર જગ્યા- ચોરો
  • વર્ણવી ન શકાય એવું- અવણનીય
  • ફિકર ચિંતા વગરનો માણસ- નફકરો અથવા નિશ્ચિત
  • માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ- ઢોબલું
  • જેનું નામ લેવું પવિત્ર છે તેવું- પુણ્યશ્લોક
  • સિંહની આકૃતિવાળું આસન- સિંહાસન
  • ઈસ્લામ ધમ પ્રમાણે દિવસમાં પાંચ વાર કરવામાં આવતી પ્રાર્થના- નમાજ
  • સ્વગંનું કાલ્પનિક વૃક્ષ, જેની નીચે બેસનાર સંકલ્પ પ્રમાણે વસ્તુ મેળવી શકે- કલ્પવૃક્ષ
  • વરકન્યા પરણવા બેસે તે મંડપ- ચોરી અથવા માંહ્યરું
  • એક જ વાત વારંવાર કહ્યા કરવી તે- પિષ્ટપેષણ
shabd samuh mate ek shabd pdf
  • કાંકરીવાળી જાડી રેતી- વેકરો
  • તોપમાં ભરેલા દારુને સળગાવવા માટેનો કાકડો- જામગરી
  • નોકરીમાંથી છૂટા થવાની અથવા કોઈપણ બાબતમાં રાજીખુશીથી હટી જવાનું દર્શાવતું લખાણ- રાજીનામું
  • જેનાં લગ્ન નથી થયાં કે સગાઈ પણ ન થઈ હોય તેવો પુરુષ કે સ્ત્રી- વાંઢું, વાંઢો, વાંઢી
  • હૃદયને ભેદી નાખે તેવું- હૃદયભેદી
  • જ્યાં જન્મ થયો હોય તે સ્થળ કે દેશ- જન્મભૂમિ, માતૃભૂમિ
  • દશ વર્ષનો ગાળો- દાયકો, શતાબ્દી
  • મુસાફરીમાં સાથે લીધેલા ખાધ પદાર્થો- ભાતું અથવા ભાથું
  • કપાયેલા હાથવાળું- ઠુંઠુ
  • પગથી માથા સુધીનું- આપાદમસ્તક
  • અંતરમાં રહેલું જાણનાર- અંતયાંમી
  • પાછળ થી જન્મેલ- અનુજ
  • ભૂરી કીકીવાળું- માંજરુ
  • દિશાઓરૂપી વસ્ત્રવાળું- દિગંબર
  • અસ્ખલિત વહેતી વાણી- વાગ્ધારા
  • પૂર્વે જન્મેલા વડીલ- પૂર્વજ
  • સાંજનું ભોજન- વાળુ
  • વારંવાર જન્મ લેવામાંથી છૂટકારો- મુક્તિ
  • વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર- પલ્લું
  • ઝાડોની લાંબી હાર કે જંગલનો લાંબો પ્રદેશ- વનરાઈ, વનરાજિ
  • ઉદાર સ્વભાવ રાખવો તે અકબર- દિલી
  • તેલી રંગોથી દોરવામાં આવેલું ચિત્ર- તેલચિત્ર
  • સારી રીતે ઘડાયેલ- સુઘડ
  • કાતરિયા જેવું હથિયાર, જે ફેંકાયા પછી ફેકનાર પાસે પાછું આવે છે- પ્રત્યાવર્તનશસ્ત્ર, બૂમરેંગ
  • પુત્રની પોત્રી- પ્રપોત્રી
  • વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું- ખખડધજ
  • નવાઈ ઉપજે એવુ- અજબ
  • ન્યાયાધીશને બેસવાનું સ્થાન- ન્યાયાસન
  • અમૃત સમાન વચનો- વચનામૃત
  • અનાજ ઝાટકવાનું સાધન- સૃપડું
  • કોઈ એક ધર્મનો ફાંટો અથવા પંથ- સંપ્રદાય
  • નરરૂપે અવતરેલા ઈશ્વર- નરહરિ
  • સમય પૂરો થયા અગાઉ વચગાળામાં આવતી ચૂંટણી- મધ્યસત્ર ચૂંટણી
  • આધાર વગરની વાત- ઉટંગ
  • બાળકોને પ્રારંભિક શિક્ષણ આપવા માટેની પોથી- બાળપોથી
  • દાબી શકાય નહી એવું- અદમ્ય
  • છીછરો ક્યારો- ખામણું
  • ઈચ્છા કે ઝંખના કે સ્પૃહા કરવાયોગ્ય- સ્પૃહણીય
  • શ્યામ એવો વાન- શ્યામવર્ણ
  • કાગળ ઊડી ન જાય એ માટે તેના ઉપર રાખવાનું સાધન- કાગળ દાબણિયું
  • દુષ્કાળ કે કુદરતી આફત વખતે મદદ કરવા શરૂ થયેલાં કામ- રાહતકાર્ય
  • કોઈ આકૃતિ ઢાળવાનું ચોકઠું- બિબું
  • જાતે બનાવેલું- સ્વનિમિંત
  • માથે બાંધવાનો છોગાવાળો સાફો- શિરોપેચ
  • કસ્તૂરી, કેસર, ચંદન અને સોનાના વરખને પીસી કે ઘૂંટીને તેયાર કરેલો લેપ- પક્ષકદમ
  • પાણી જવાનો થોડા ઊંડાણવાળો માર્ગ- નાળું
  • આગળ જણાવેલું- મજકુર
  • તેલીબિયાં પીલવાનું સાધન- ઘાણી
  • હાથીને કાબૂમાં રાખવા માટે વપરાતું લોઢાનું સાધન- અંકુશ
  • જેની તુલના ન થઈ શકે તેવું- અતુલનીય
  • જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ- કિનખાબ

લોકપ્રિય શબ્દ સમૂહ માટે એક શબ્દ (Popular Gujarati Shabd Samuh Mate Ek Shabd)

  • કમળ જેવી આંખોવાળી- કમલાક્ષી
  • છાપકામ થતું હોય તે સ્થળ- છાપખાનું
  • આકાશમાં ફરનારું- ખેચર
  • લોઢાનું બાણ- નારાય
  • મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય- કામધેનુ
  • રથ પર ચઢેલો યોદ્ધો- રથી
  • ગામ કે નગરની બહારનો ખુલ્લો સપાટ ભાગ- પાદર, પાધર
  • જુદા પડવું તે- વિયોગ
  • દેશનો પ્રજાજન- નાગરિક
  • બે સરખી વસ્તુઓની જોડ- જોટો
  • નાશ નપામે તેવું- અક્ષય અથવા અવિનાશી
  • ભેગાં મળવું તે- સંજોગ
  • તીણી કારમી ચીસ- કિકિયારી
  • ચાર ઘડીનો સમય- ચોઘડિયું
  • સોને સમાન દષ્ટિથી જોવા તે- સમદષ્ટિ
  • કમરના ઉપલાભાગની મૂર્તિ- અરુણ મૂર્તિ
  • એકબીજામાં પરોવાયેલું- તલ્લીન
  • સરકાર તરફથી બક્ષિસ તરીકે મળેલી જમીન કે ગામ ધરાવનાર- જાગીરદાર
  • ત્રણના ભારમાંથી મુક્ત થવું તે- ત્રણમુક્તિ
  • શાસનદ્વારા લેવામાં આવતી જકાત યા ટોલ- દાણ
  • હવા, પાણી, અનાજ વગેરે તત્ત્વોનું દૂષિત થવું તે- પ્રદૂષણ
  • જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી- સધવા, સુવાસણી, સૌભાગ્યવતી
  • પતંગની સાથે ચડાવવામાં આવતું કાગળનું ફાનસ- તુક્કલ
  • ચારથી વધુ માણસ બેસી શકે તેવું યંત્રથી ચાલતું વાહન- છકડો
  • આંખ આગળ ખડું થઈ જાય એવું- તાદશ અથવા આબેહૂબ
  • બે પહાડ વચ્ચેની સાંકડી પોલી જગ્યા- કુહર
  • પૃથ્વી પર સૌને વહાલો કે ધરતીમાતાનો વહાલો- પૃથિવીવલ્લભ
  • મંદિરની અંદરનો મૂર્તિવાળો ભાગ- ગર્ભગુહ
  • ખાસ માનીતો મુખ્ય વિદ્યાર્થી- મોનિટર
  • ગંગા નદીનું પવિત્ર જળ- ગંગોદક
  • જોવામાં પ્રિય લાગે એવું- પ્રિયદર્શન
  • નાની કાચી કેરી- મરવો
  • જેમાંથી વસ્તુ ખૂટે નહીં એવું પાત્ર- અક્ષયપાત્ર
  • ઉંમરલાયક થયેલ વ્યક્તિ- વયસ્ક
  • કાળના જેવા મોવાળું- કાળમુખું
  • ઘરની બાજુની દીવાલ- કરો
  • જીતી ન શકાય એવું- અજેય
  • તત્ત્વને જાણનાર વ્યક્તિ- તત્ત્વજ્ઞ અથવા તત્ત્વજ્ઞાની
  • પૂરતી તપાસ કર્યા પછી નક્કી કરવામાં આવતું મૂલ્ય- આંકણી, આકરણી
  • કાંઈ અજુગતું થયા પછી એ વિશે થતો અફસોસ- પશ્ચાત્તાપ
  • પૂરેપૂરું આપી દવું તે- સમર્પણ
  • ઊંટ પરની નોબત કે મોટું નગારું- નિશાન
  • પહેલાં થઈ ગયેલું- પુરોગામી
  • ભવિષ્યનું ઘડતર કરના- ઘડવેયો
  • વિરહનો સમય- વિપ્રયોગકાળ, વિજોગવેળ
  • જેણે વસવાટ ગુમાવેલ છે તે- નિર્વાસિત
  • સુગંધી દ્રવ્ય- ધૂપ
  • પાણીની અંદર ભળેલો ચીકણો કાદવ- સૂંથ
  • ખીલ્યા વગરનું ફૂલ- કળી
  • અડધી ઉંમરે પહોચેલું- આધેડ
  • પોપટની પેઠે સમજ્યા વિના ગોખી મારેલું જ્ઞાન- પોપટિયું
  • ઈન્દ્ર પ્રસ્થ નગરના વાસીઓ- ઈન્દ્રપ્રસ્થજનો
  • દિશા અને કાળનો સમૂહ- દિક્કાલ
  • વારંવાર જન્મ લેવામાંથી છૂટકારો- મોક્ષ અથવા મુક્તિ
  • જેની આશા રાખવામાં ન આવે તેવું- અપ્રત્યાશિત
  • અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત- કેફિયત
  • વાડમાંથી જવા આવવા કરેલો માર્ગ- છીંડુ
  • ઝંખના કરવા યોગ્ય- સ્પૃહણીય
  • જાઓ કહીને કાઢી મૂકવું તે- જાકારો
  • પોતાનામાંથી જન્મનારી- આત્મજા
  • રાત્રે ખીલતું કમળ- પોયણું
  • જેમાંથી રૂધિરનું વહન થાય છે તે- રૂધિરઝર
  • જંગલમાં બળતી આગ- દાવાનળ
  • સુંદર રીતે કરેલું આયોજન- સુયોજના
  • દૂધ, છાશ અથવા દહીં વગેરે ભરવાની હાંડલી- દોણી
  • નજરોનજર જોવું કે મળવું તે- સાક્ષાત્કાર
  • સાથે રહીને ધર્મનું આચરણ કરનારી પત્ની- સહધમચારિણી
  • ઝટ ઉકલી ન શકે તેવો પ્રશ્ન- કોયડો
  • એક્જવાર ફળનારી સ્ત્રી- કાકવંધ્યા
  • જેમાંથી રુધિરનું વહન થાય છે તેવું- રુધિરકર
  • કીર્તિની ગાથા- યશગાથા
  • આ સૃષ્ટિના દરેક અણુમાં રહેલું પરમ તત્ત્વ- બ્રહ્મ
  • મૂર્તિ, મંદિર કે અન્ય કોઈ પદાર્થ ને જમણે હાથે રાખી કરવામાં આવતી પરિક્રમા- પ્રદક્ષિણા
  • શિષ્ય (વિદ્યાર્થી)ને ભણવા માટે અપાતી મદદ- શિષ્યવૃત્તિ
  • જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું- અપશુકનિયાળ
  • અડધી મીચાયેલી અડધી ખુલ્લી આંખ- અર્ધનિમીલિત
  • જેમની મા ન હોય તેવાં- નમાયાં
  • જેની બુદ્ધિ સ્થિર છે તેવો માણસ- સ્થિતપ્રજ્ઞ
  • કાવ્યનું પ્રશ્નોત્તરી દ્વારા થતું વિવેચન- કાવ્યસમીક્ષા
  • દશ વર્ષનો ગાળો- અનાયાસ
  • મળ કે મેલ વિનાનું- નિર્મળ
  • સચોટ અસર ઉપજાવે તેવું- રામબાણ
  • સાંજની આરતીનો સમય- ઝાલરટાણું
  • રેતાળ જમીન ઉપર સૂર્યકિરણ પડવાથી દૂરથી દેખાતો જળ જેવો આભાસ- મૃગજળ
  • પાણીમાં થતું કૂડાળું- વમળ
  • પહેલાં જન્મેલ- અગ્રજ
  • ઘરને લગતો સરસામાન- ઘરવખરી
  • આ લોકમાં મળે નહિ એવું- અલોકિક
  • પ્રાચીન કાળથી ચાલી આવતું- સનાતન
  • પ્રહાર ઝીલવાનું ચામડાનું એક સાધન- ઢાલ
  • દાણ ભરવાનું ચૂકવું તે- દાણચોરી
  • વિજય મનાવવા માટેનો મોટો ઉત્સવ- વિજયોત્સવ
  • શાસ્ત્રમાં નિષ્ણાત- પંડિત અથવા શાસ્ત્રજ્ઞ
  • જેનો કોઈ બેલી નથી તેવું- અનાથ
  • નિયમમાં રાખનાર- નિયંતા
  • બરાબર પરોવાયેલું- તત્પર
  • રૂપિયાનો સોમો ભાગ- દોકડો
  • અમીરવગંની રાજસભાનો ઓરડો- દીવાનેખાસ
  • માનસિક આવેગવાળું- સાંવેગિક
  • બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો- ભોગળ
  • શબ્દની મૂળ ઉત્પત્તિ- વ્યુત્પત્તિ
  • તડકાની પડખે ઊભા રહેવું- પડતપવું
  • શસ્ત્રથી સજ્જ થયેલા- શાસ્ત્ર સજ્જિત
  • કોઈ કાર્યનું વિગતે વર્ણન- અહેવાલ
  • બીજા કશા પર આધાર રાખનારું- સાપેક્ષ
  • ખાંડીને તેયાર કરેલો ખાધપદાર્થ- ફરૂટો
  • કુંડાળામાં જોરથી વાતો પવન- વંટોળ
  • ઘાટ આપનાર- ઘડવેયા
  • શારીરિક રીતે કે ઈન્દ્રિયોથી અશક્ત- પાંગળું
  • યાત્રાનું સ્થાન- તીર્થ
  • શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર- જાસૂસ
  • વારસા વિશેનું લખાણ- વસિયતનામું
  • અડધા ચંદ્ર જેવી આકૃતિ- અધંચંદ્રાકૃતિ
  • ઢોર ઉછેર કરતી જાતિનો માણસ- માલધારી
  • ખડક તોડવા કે શત્રુનો નાશ કરવા ભૂર્ગભમાં ગોઠવાતી દારુગોળાની રચના- સુરંગ
  • બધા પાસાં તપાસીને ક્યાસ કાઢવાની, ગુણદોષ તારવવાની ક્રિયા- સમાલોચના
  • સહુની સરખી માલિકીની- મજિયારી
  • વજના પ્રહાર જેવો પ્રચંડ આઘાત- વજાઘાત
  • બ્રાહ્મણોને માટે તેયાર કરેલું, બ્રાહ્મણોને કરાવવા માટેનું ભોજન- બ્રહ્મભોજન
  • સમાધાન શક્ય ન હોય તેવી ગૂંચ- મડાગાંઠ
  • શાહી રાખવાનું સાધન- ખડિયો
  • વ્યાજ વટાવનો ધીરધારનો ધંધો કરનાર- નાણાવટી, શરાફ, શાહુકાર
  • પોતાની જાત પર આધાર રાખનારું- આપકમી
  • ગાયોના ચાલવાથી ઉડતી ધૂળ- ગોરજ
  • ખેતરમાં તેયાર પાક ખાઈ ન જાય એ માટે પંખીઓ અથવા વાંદરાઓને બિવડાવવા ઘાસ લાકડીઓથી ઊભો કરેલો માણસ જેવો આકાર- ચાડિયો
  • પાણી ભરવાનું ચામડાનું સાધન- મશક
  • જેનો કશો આધાર ન હોય તે- નિરાધાર
  • અડવાથી તૂટી જાય એવું- બરડ
  • સાંભળી ન શકનાર –બધિર
  • રાત કે દિવસના ત્રણ કલાકનો સમૂહ- પ્રહર
  • ધનુષ્યની દોરીનો અવાજ- ટંકર
  • જેનો કોઈ શત્રુ નથી તેવું- અજાત શત્રુ
  • જમવા આવવાનું નિમંત્રણ- નોતરું
  • ખૂબ સંકુચિત દષ્ટિવાળી વ્યક્તિ- કૂપમંડૂક
  • રેલના પાટા નીચે ગોઠવાતો પાટડો- સલેપાટ
  • ભાંગીતૂટી ઈમારત- ખંડેર
  • પથ્થરમાંથી કોતરેલું ગાયનું મુખ, જેમાંથી પાણીનું વહેણ કાઢવામાં આવતું હોય- ગૌમુખ
  • તત્ત્વને જાણનાર વ્યક્તિ- તત્ત્વજ્ઞાની
  • પાણી ઉપર તરતો વાંસ કે લાકડાનો વિશાળ પટ- તરાપો
  • પૃથ્વી પર ફરનાર- ભૂચર
  • લાકડાના નાના નાના ટુકડા- કરગઠિયાં
  • પૂવે જન્મેલા વડીલ કે બાપદાદા- પૂર્વજ
  • રેદ્રાક્ષના મોટા મણકાની માળા- બેરખો
  • દીર્ઘ આયુષ્યવાળું- ચિરાયુ
  • “સર” ના ખિતાબનું પ્રમાણપત્ર- ખિતાબખત
  • નવાઈ લાગે તેવું- અદ્ભુત
  • સાપના વશીકરણનો મંત્ર જાણનાર- ગારુડી
  • ખાધેલું મોમાં લાવી ફરીથી ચાવવું તે- વાગોળવું
  • પાણીમાં ધોળેલું અફીણ- કસુંબો
  • દાતરડાં જેવું ફળું બેસાડેલો લાંબો વાંસ- વાંસી
  • આપબળથી આગળ વધનાર- આપકર્મી
  • અમીને વખતે- તાકડે
  • ગાયનો દીકરો- સૂરભિસુત
  • અર્થ વગરનું- નિરર્થક
  • સ્ત્રી કે પત્ની ના પિતાનું ઘર- પિયર
  • સ્વાર્થમાટે કરેલાં હદ બહારનાં વખાણ- ખુશામત
  • સંદેશો પહોંચાડનાર સેવક- દૂત
  • મડદું દાટવાનો ખાડો- કબર અથવા ઘોર
  • પુસ્તકમાંથી મેળવેલું જ્ઞાન- પુસ્તકિયું
  • ઠંડીથી બચવા તડકામાં ઊભા રહેવું- પડતપવું
  • વૃદ્ધ સ્ત્રીઓએ લાંબા અનુભવથી નક્કી કરેલ નીતિ તિયમો- ડોશીશાસ્ત્ર
  • અદ્ભુત વસ્તુઓનું સંગ્રહસ્થાન- અજાયબઘર
  • ઘોડાને બાંધવાની જગ્યા- ઘોડાર અથવા તબેલો
  • સોનાચાંદી પર રંગીન કારીગરીકામ- મીનાકારી
  • તેલીબિયાંમાંથી તેલ કાઢવાનું યંત્ર- ઘાણી
  • ખાઉધરાની પેઠે વર્તવું તે- અકરાંતિયાવેડા
  • પતિને સ્વાધીન રાખનારી સ્ત્રી- સ્વાધીનપતિકા
  • પ્રયત્નથી મેળવી શકાય તેવું- પ્રયત્નસાધ્ય
  • ચર્ચાવિચારણાને અંતે મેળવેલો નિર્ણય- સિદ્ધાંત
  • યાત્રાનું સ્થાન- તીર્થ અથવા યાત્રાધામ
  • અમુક નક્કી વજનનું તોલવાનું સાધન- કાટલું
  • સ્ત્રીઓને પગમાં પહેરવાનું ઘરેણું- ઝરમર
  • મહી અને સાબર એ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ- ચરોતર
  • ચડતા લોહીનું- નવલોહિયું
  • દસવર્ષનો સમયગાળો દાયકો- દસકો અથવા દશાબ્દી
  • એક જ વગમાં સાથે ભણનાર- સહાધ્યાયી અથવા સહપાઠી
  • પશ્ચિમ દિશા તરફ મુખવાળું- પશ્ચિમાભિમુખ
  • 50 વર્ષે ઉજવવાની જયંતી- સુવર્ણજયંતી
  • લગ્નપ્રસંગે વરકન્યાને શરીરે ચોળવાનું પીળા રંગનું સુગંધી મિશ્રણ- પીઠી
  • ભરવાડોએ જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ- તેસ
  • લેખકે લખેલી પોતાની જીવનકથા- આત્મકથા
  • જેને જોઈ કે સમજી ન શકાય તેવું- અગોચર
  • પૂવ દિશા તરફ મુખવાળું- પૂર્વાભિમુખ
  • બે બળદ વડે ખેંચાતું ગાડું- ડમણિયું
  • ચારે દિશાઓમાં મેળવેલ વિજય- દિગ્વિજય
  • ઈંડામાંથી ઉત્પન્ઞ થનારું- અંડજ
  • દિવસનો મધ્ય ભાગ- મધ્યાન
  • ઘરડું ન થાય તેવું- અજર
  • જુદા પડવું તે- વિજોગ
  • કશુંક પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા- લગન
  • જાહેરમાં કિમત બોલાવરાવી વધારેમાં વધારે કિંમતે વસ્તુ વેચવી તે- હરાજી અથવા લિલામ
  • મળવું મુશ્કેલ હોય તેવું- દુર્લભ
  • સૌભાગ્યની નિશાનીરૂપે સ્ત્રીએ ગળામાં પહેરવાનું ઘરેણું- મંગળસૂત્ર
  • ઢોરને ધોવું કે નવડાવવું- ધમારવું
  • વહાણનો દોરનાર, વાહણમાંના માલનો હિસાબ રાખનાર- માલમ
  • જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ- વિધુર
  • હેયું ફાટી જાય એવું- હૈયાફાટ
  • બધું જાણનાર- સર્વજ્ઞ
  • નાણાં લઈને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય- વીશી
  • પાણી વગરની રેતાળ જગ્યા- મુરુભૂમિ, રણ
  • જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી- વિધવા
  • જાતે રાંધીને ખાવું તે- સ્વયંપાકી
  • દ્વારનો રક્ષક- દ્વારપાળ
  • ખૂણે ખાંચરે ખૂબ ખોળાખોળ કરવી- ખાંખાખોળા
  • ખાસ માનીતો મુખ્ય શિષ્ય- પટ્ટશિષ્ય
  • જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર- અશરણશણ
  • બુઝાતાં પહેલાં વધારે પ્રજ્વલ્લિત થઈને ઝબકતી જવાળા- ઝબકજ્યોત
  • જૈન ધર્મના પ્રવર્તક- તીર્થકર
  • અમૃત જેવી મીઠી નજર- અમીદષ્ટિ
  • ધન કે માલમતાનો સંગ્રહ કરવા તે- પરિગ્રહ
  • આરંભથી અંત સુધી- અથેતિ
  • અંતરની વૃત્તિ કે ભાવ- અંતરભાંવ
  • સાંજના સમયે નીકળતું સરઘસ- સાયંફેરી
  • હતાશાને કારણે ઢીલું થયેલું- વીલું
  • વેપારીનું કાર્યાલય- પેઢી
  • કોઈપણ મંદિર કે તીર્થ સ્થાનની પ્રદક્ષિણા કરવી- પરિક્રમા
  • રેટના ઘડાઓની માફક ચાલતી હારમાળા- ઘટમાળ
  • નોકરીમાંથી નિવૃત્ત થયા પછી મળતી માસિક રકમ- પેન્શન
  • ખૂબ જ પૂછપૂછ કરનાર- પડપૂછિયો
  • જીવન ચલાવવા માટેની કમાણી કે એ માટેનું સાધન- આજીવિકા
  • મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે- મૈયત
  • પ્રવાહી કે અનાજ જેમાં મોઢું નાખીને એઠું ન કર્યું હોય એવું- અણબોટ
  • તરત જન્મેલા બાળકને ગોળ વગેરેનું પાણી કરી એ- પૂંભડા
  • જ્યોતિષના વ્યવસાયમાં મુહૂર્ત, રાશિ વગેરે જોવા માટે વાપરવામાં આવતી પોથી- ટીપણું, પંચાંગ
  • સ્ત્રી સંબંધી વાતચીત સાંભળીને રાજી રાજી થઈ જાયતેવા પુરુષ- પોમલો
  • કાગળ વેચનાર વેપારી- કાગદી
  • કોઈના પર કરાયેલ ઉપકારની લાગણી- કૃતજ્ઞતા
  • સામાન લઇ જનારું- વાહન, કેરિયર
  • આખા વર્ષના હિસાબનું તારણ- સરવેયું
  • આંખથી સાંભળનાર- ચક્ષુઃશ્રવા
  • વાવ, કૂવા, તળાવ, નદી, સરોવર વગેરે મીઠા પાણીનાં જળાશય- નવાણ
  • સંગીતના સાત સૂર- સપ્તક
  • પાણી જેવું પોચું- પાણીપોચું
  • જેનો નાશ થતો નથી તે- અવિનાશી
  • જેનું પ્રતિબિબ પડ્યું હોય તે- બિંબ
  • છાતીના રક્ષણ માટેનું કવચ- વક્ષસ્ત્રાણ
  • કર્મને પ્રેરણા આપતી ધજા- કર્મધજા
  • જ્યાં ઘણા રસ્તા મળતા હોય તેવું સ્થળ- નાકું
  • ખૂટે નહિ એવું- અણખૂટ
  • પંદર દિવસે પ્રગટ થતું પત્ર- પાક્ષિક
  • પાછળ આવનાર- અનુગામી
  • મુસલમાનોનો ધર્મ ગ્રંથ- કુરાન એ શરીફ
  • લાંબા થઈને આરામથી બેસી શકાય તેવી ખુરશી- આરામખુરશી
  • પદવી સુધીનું શિક્ષણ ધરાવતી વ્યક્તિ- સ્નાતક
  • રોગની પરખ- નિદાન
  • સત્યપાલનના આગ્રહ દ્વારા લડાતું અહિંસક યુદ્ધ- સત્યાગ્રહ
  • શસ્ત્રક્રિયા માટે દરદીને બેભાન કરવા વપરાતી એક દવા- ક્લોરોફોર્મ
  • આયાસ કે પ્રયત્ન વિના- અનાયાસ
  • જેનું મન બીજી બાબતમાં કે બીજા સ્થળે લાગેલું છે તે- અન્યમનસ્ક
  • ત્રણ મહિનામાં એક વાર પ્રગટ થતું સામાયિક- ત્રેમાસિક
  • જમીન ઉપર થઈને જતો માર્ગ- ખુશકી
  • તાજેતરનું જન્મેલું- નવજાત
  • ઘેર ઘેર ભિક્ષા માંગવી તે- માધુકરી
  • અનાજ, ઘાસ વગેરેની તંગીનો સમય- દુકાળ

ગુજરાતી શબ્દ સમૂહ માટે એક શબ્દ PDF (Shabd Samuh Mate Ek Shabd PDF File)

અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ માહિતી ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
  • ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
  • ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
  • બસ થઈ ગયું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે શું હટવા તેની વ્યાખ્યા શું છે?

ઘણા શબ્દો નો સમૂહ જેના માટે ફક્ત એક શબ્દ વપરાય જેને શબ્દ સમૂહ માટે એક શબ્દ કહે છે. આના ઉપીયોગ થી વાક્ય રચના સરળ અને ટૂંકી બને છે.

શબ્દસમૂહ નો એક શબ્દ PDF download કઈ રીતે કરવી?

અહીં આ આર્ટિકલ માં તમને ગૂગલ ડ્રાઈવ ની લિંક આપેલી છે, જેના દ્વારા તમે PDF ફાઈલ મેળવી શકો છો.

તળપદા શબ્દો નું લિસ્ટ કે PDF કેવી રીતે મેળવવી?

અમારા બ્લોગ માં એક બીજો આર્ટિકલ છે, જ્યાં તમને 500 થી વધુ તળપદા શબ્દો નું લિસ્ટ અને PDF ફાઈલ મળી જશે.

Useful Shabd samuh mate ek shabd for std, 3, 4, 5, 9, 10 and 12?

અહીં આ લિસ્ટ અને PDF માં લગભગ બધા શબદો નો સમાવેશ કરવામાં આવેલો છે, જે ધોરણ 5 થી 12 સુધી બધા ને ઉપીયોગી છે.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

આશા રાખું છું કે “100+ શબ્દ સમૂહ માટે એક શબ્દ (Shabd Samuh Mate Ek Shabd)” આર્ટિકલ તમને ગમ્યો હશે અને બધા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે. આવીજ અવનવી ગુજરાતી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Twitter, Pinterest, Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.