50+ રંગો ના નામ | Colors Name in Gujarati and English

Admin

all colors name in gujarati and english

સવારમાં સૌથી પહેલા જ્યારે આપણી આંખો ખુલે છે, ત્યારે આપણી આસપાસ આપણને ઘણા રંગો દેખાય છે. બની શકે કે તેમાંથી ઘણા રંગો ના નામ આપણને ખબર ના હોય, તો હવે તમે સમજી ગયા હશો કે રંગો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Colors Name in Gujarati and English) શબ્દભંડોળ આપણા માટે કેટલું જરૂરી છે.

તો નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા બ્લોગ Learn in Gujarati માં સ્વાગત છે. કદાચ તમે ઘણી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ ની જાહેરાત માં 16 મિલિયન કલર સપોર્ટ એવું સાંભળ્યું હશે, પણ શું એ સાચું હશે? જી હા તે ડિજિટલ કલર છે અને ત્રણ મુખ્ય રંગો ના કોમ્બિનેશન થી આ તમે કલર બનાવવામાં આવે છે. જેમ કે મનુષ્યની આંખ તો કદાચ તેનાથી વધુ રંગો જોઈ શકે છે, જયારે ઘણા પ્રાણીઓ ખુબ જ ઓછા કલર જોઈ શકે છે.

Also Read- શાકભાજી ના નામ (Vegetables Name in Gujarati)

Colors Name in Gujarati and English With Pictures (રંગો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)

દુનિયામાં કરોડો કલર છે, તેમના નામ આ લિસ્ટમાં શામેલ કરવા તો ખુબ જ મુશ્કેલ છે. જેથી અમે અહીં મુખ્ય અને લોકપ્રિય રંગો ના જ ફક્ત નામ અહીં સૂચિબદ્ધ કરેલ છે, આવા કલર તમે ઓળખતા પણ હશો અને વારંવાર બોલતા હશો.

જેમ કે તમે ઉપર માહિતી મેળવી, ત્રણ મુખ્ય રંગો ના મિશ્રણ થી તમે ઘણા અન્ય રંગો બનાવી શકો છો. જેથી તમને અહીં રંગો અલગ અલગ સૂચિ માં દેખાશે.

પ્રાથમિક રંગો (Primary Colors)

પ્રાથમિક અને દ્વિતીય એવા રંગો છે, જેને મુખ્ય રંગો પણ કહેવામાં આવે છે. આવા રંગો ની મદદ થી અન્ય રંગો બનાવવામાં આવે છે. તમે RYB, RGB, CMYB જેવા કલર મોડેલ વિષે સાંભળ્યું હશે, જે પ્રાઈમરી અને સેકન્ડરી કલર થી બનેલું છે. જોકે આ ટેક્નિકલ બાબત છે, જેથી અહીં વધુ માહિતી આપી અને તમારા માટે મૂંઝવણમાં ઉત્પન્ન થાય તેવું નથી કરેલું.

NoColors Name in EnglishColors Name in GujaratiHEX Color Code
1Red (રેડ)લાલ (lal)#FF0000
2Yellow (યલો)પીળો (pilo)#FFFF00
3Blue (બ્લુ)વાદળી (vadli)#0000FF

દ્વિતીય રંગો (Secondary Colors)

તમે ઉપર અને નીચે આપેલ ટેબલમાં એક હેક્સ કોડ ની કોલમ પણ આપેલી છે, જેના દ્વારા તમે ડિજિટલ રંગ બનાવી શકો છો. તમે તે બાબતે વિસ્તૃત માહિતી ઈન્ટરનેટ કે યુટ્યુબ પર પ્રાપ્ત કરી શકો છો.

NoColors Name in EnglishColors Name in GujaratiHEX Color Code
1Orange (ઓરેન્જ)નારંગી (narangi)#FFA500
2Green (ગ્રીન)લીલો (lilo)#00FF00
3Violet (વાયોલેટ)વાયોલેટ (viyolet)#8F00FF

તમામ ઉપયોગી રંગોના નામ (All Useful Colors Name in Gujarati and English)

નીચે આપેલ લિસ્ટ જનરલ સૂચિ છે જે રંગોને તમે રોજ જોતા હશો અને ઓળખતા આસાની થી ઓળખી શકશો.

colors name in gujarati and english
NoColors Name in EnglishColors Name in Gujarati
1Red (રેડ)લાલ (lal)
2Yellow (યલો)પીળો (pilo)
3Blue (બ્લુ)વાદળી (vadli)
4Green (ગ્રીન)લીલો (lilo)
5White (વાઈટ)સફેદ (safed)
6Black (બ્લેક)કાળો (kalo)
7Orange (ઓરેન્જ)નારંગી (narangi)
8Cream (ક્રીમ)ક્રીમ (krim)
9Violet (વાયોલેટ)વાયોલેટ (viyolet)
10Bronze (બ્રોન્ઝ)કાંસ્ય રંગ (kasy rang)
11Purple (પર્પલ)જાંબલી (jambli)
12Brown (બ્રાઉન)ભુરો (bhuro)
13Silver (સિલ્વર)સિલ્વર (silver)
14Gold (ગોલ્ડ)સોનેરી (soneri)
15Gray (ગ્રે)રાખોડી રંગ (rakhodi rang)
16Copper (કોપર)કોપર (kopar)
17Maroon (મરૂણ)મરૂન (marun)
18Hot Pink (હોટ પિન્ક)ઘેરો ગુલાબી (gulabi)
19Indigo (ઈન્ડિગો)ઈન્ડિગો (indigo)
20Lavender (લેવેન્ડર)લવંડર (lavandar)
21Sky Blue (સ્કાય બ્લુ)વાદળી (vadli)
22Dark Blue (ડાર્ક બ્લુ)ઘાટો વાદળી (ghato vadli)
23Navy Blue (નેવી બ્લુ)નેવી બ્લુ (nevi blu)
24Amber (એમ્બર)એમ્બર (embar)
25Pastel Green (પેસ્ટલ ગ્રીન)પેસ્ટલ ગ્રીન (pestal grin)
26Burgundy (બરગંડી)બર્ગન્ડી (bargandi)
27Beige (બેઇજ)આછો પીળો (acho pilo)
28Lime (લાઇમ)લીંબુ જેવો રંગ (limbu jevo rang)
29Teal (ટીલ)ટીલ (til)
30Pea Green (પી ગ્રીન)વટાણા જેવો લીલો (vatana jevo lilo)
31Ivory (આઈવરી)હાથીદાંત જેવો રંગ (hathi dant jevo rang)
32Olive (ઓલિવ)જૈતુન જેવો રંગ (jaitun jevo rang)
33Charcoal (ચારકોલ)કોલસાનો રંગ (kolsa no rang)
34Coral (કોરલ)પરવાળા જેવો રંગ (parvala jevo rang)
35Fuchsia (ફુસીયા)ફુસીયા (fusiya)
36Peach (પીચ)આલૂ જેવો રંગ (aalu jevo rang)
37Aquamarine (એક્વામરિન)એક્વામરિન (ekvamarin)
38Wheat (વિટ)ઘઉં જેવો રંગ (ghau jevo rang)
39Crimson (ક્રીમસન)ઘાટો લાલ (ghato lal)
40Tan (ટેન)ટેન (ten)
41Khakhi (ખાખી)ખાખી (khakhi)
42Magenta (મજેન્ટા)ઘેરો ગુલાબી (ghreo gulabi)
43Cyan (સ્યાન)સ્યાન (syan)
44Azure (એઝ્યુર)નીલમ જેવો કલર (nilam jevo kalar)
45Desert Sand (ડેઝર્ટ સેન્ડ)રેતી જેવો કલર (reti jevo kalar)
46Lemon (લેમન)લીંબુ જેવો રંગ (limbu jevo rang)
47Pear (પીઅર)નાસપતિ જેવો રંગ (naspati jevo rang)
48Ruby (રૂબી)રૂબી રત્ન જેવો કલર (ruby ratna jevo kalar)
49Turquoise (તોરકોઈઝ)પીરોજ કલર (piroz kalar)
50Rose (રોઝ)ગુલાબ જેવો કલર (gualab jevo kalar)

ઉપર દર્શાવેલા કલર ના નામ માંથી કદાચ તમે મોટાભાગના કલર વિષે સાંભળ્યું નહિ હોય પણ જોયા હશે. કારણકે આ લિસ્ટ માં ઘણા નવા કલર ના નામ શામેલ છે. આ સિવાય દુનિયામાં 16 મિલિયન થી પણ વધુ કલર કોમ્બિનેશન મોજુદ છે, જે HEX કોડ ના ઉપીયોગ થી બનાવવામાં આવે છે, જે ડિજિટલ કલર કોડ છે.

10 લોકપ્રિય કલર (10 Most Popular Colors in The World)

  1. Blue (વાદળી)
  2. Black (કાળો)
  3. Grey (ગ્રે)
  4. Pink (ગુલાબી)
  5. White (સફેદ)
  6. Green (લીલો)
  7. Red (લાલ)
  8. Yellow (પીળો)
  9. Orange (નારંગી)
  10. Purple (જાંબલી)

કયા રંગ મેળવવાથી કયો કલર બને? (Color Mixer Table)

  • સફેદ + કાળો = ગ્રે
  • વાદળી + લાલ = જાંબલી
  • લાલ + પીળો = નારંગી
  • લાલ + સફેદ = ગુલાબી
  • લાલ + પીળો + લીલો = બ્રાઉન
  • લાલ + વાદળી = વાયોલેટ
  • પીળો + વાદળી = વાદળી

કલર ના નામ ગુજરાતીમાં PDF (Colors Names in Gujarati and English PDF)

અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ માહિતી ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
  • ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
  • ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
  • બસ થઈ ગયું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

વિશ્વનો સૌથી લોકપ્રિય રંગ કયો છે?

ઈન્ટરનેટ પરના રિસર્ચ અનુસાર વાત કરું તો “બ્લુ (Blue)” રંગ સૌથી વધુ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે.

કયો રંગ ઠંડો રંગ છે?

મોટા ભાગે સફેદ (White) રંગ ને સૌથી ઠંડો માનવામાં આવે છે, આ સિવાય અન્ય લઈટ કલર ઠંડા હોય છે. જયારે ઘાટા રંગો પ્રકાસ ઓછો પરાવર્તિત કરતા હોવાથી ગરમ માનવામાં આવે છે.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

આખા ખોલતા ની સાથે આપણી આસપાસ હજારો કલર જોઈએ છીએ, તો રંગો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Colors Name in Gujarati and English) જાણવા આપણા માટે ફરજિયાત બની જાય છે. જે ઉપયોગી નામ વિષે આપણે ઉપર દર્શાવેલ સૂચિમાં માહિતી મેળવી, આશા છે તમને ઉપયોગી લાગી હશે.

આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.