જીવજંતુઓના ના નામ | Insects Name In Gujarati and English

Admin

insects name in gujarati and english

અલગ અલગ જાનવરોની લાખો પ્રજાતિઓમાં કીડા પણ એક અનોખું મહત્ત્વ ધરાવે છે. જયારે તેમના નામ વિષે બહુ ઓછા લોકો ને ખબર હોય છે. તો ચાલો અહીં “જીવજંતુઓના ના નામ (Insects Name In Gujarati and English)” વિશે માહિતી મેળવીએ, જેમાં તમામ મિત્રો ને કૈક નવું જાણવા મળશે.

આ એવા જાનવરો છે, જે આકારમાં કે કદ માં ખુબ નાના છે પણ તેમની સંખ્યા લખો માં હોય છે. જેમકે કીડી એક સાથે રહે છે અને તેમની સંખ્યા અસંખ્ય હોય છે. જયારે આ પ્રજાતિમાં ઘણી પ્રજાતિ એકલા પણ રહે છે, જેમ કે વીંછી તમને વધુ સંખ્યામાં એક સાથે જોવા નહિ મળે.

જીવજંતુઓ મોટાભાગે ઝેરીલા હોય શકે છે, જેમાં ઘણા જંતુઓ કરડવાથી તમને ખુબ જ બળતરા થઇ શકે છે અને ઘણા આવા જાનવર કરડવાથી મનુષ્યનું મૃત્યુ પણ થઇ શકે છે.

આ પણ વાંચો- પ્રાણીઓ ના નામ (Animals Name In Gujarati and English)

30+ જીવજંતુઓના ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Insects Name In Gujarati and English)

જીવજંતુઓ એ પ્રાણીઓનું સૌથી મોટું જૂથ છે. હકીકતમાં, તમામ પ્રાણીઓમાંથી લગભગ 75 ટકા પ્રાણીઓ જંતુઓ છે. પૃથ્વી પર જંતુઓનો વિકાસ મનુષ્યના ઘણા સમય પહેલા થયો હતો. આજે જંતુની લગભગ 50 લાખ જાણીતી પ્રજાતિઓ અથવા પ્રકારો છે. અને વૈજ્ઞાનિકો સતત નવી પ્રજાતિઓની શોધ કરી રહ્યા છે. પતંગિયા, ભમરો, કીડીઓ, માખીઓ, તીડ અને મધમાખીઓ આ બધાં જ જીવજંતુઓ છે.

આવી પ્રજાતિઓ ની સંખ્યા દુનિયામાં અસંખ્ય છે, જેથી તમામ નામ અહીં સૂચિબદ્ધ કરવા તો ખુબ જ મુશ્કેલ છે. અમે અહીં તમારી આસપાસ આસાની થી જોવા મળતા નામ અહીં શામેલ કરેલા છે, જેથી તમે આસાની થી યાદ રાખી શકો.

insects name in gujarati and english with photos
NoInsects Name In EnglishInsects Name In Gujarati
1Antકીડી
2Red antલાલ કીડી
3Carpenter ant, Black antમકોડો
4Houseflyમાખી
5Mosquitoમચ્છર
6Beeમધમાખી
7Butterflyપતંગિયું
8Spiderકરોળિયો
9Lizardગરોળી
10Stick Insectઉધઈ
11Bugકૃમિ
12Waspભમરી
13Beetleભમરો
14Scorpionવીંછી
15Bedbugમાંકડ
16Centipede or Earwigકાન ખજુરો
17Caterpillarઈયળ
18Cockroachવંદો
19Dragonflyવાણિયો
20Earthwormઅળસિયા
21Dung Beetlesઘુઘો
22Fireflyઆગિયો
23Grasshopperખડમાકડી
24Louseઝુ
25Locustતીડ
26Leachલાળ વાળું જીવડું
27Millipedeભરવાડ
28Fleaચાંચડ
29Ladybirdઈંદ્રપોગ
30Praying Mantisતીતીઘોડો
31Silkwormરેશમના કીડા
32Snailગોકળગાય
33Snackસાપ

જીવજંતુઓ દુનિયાભરમાં લગભગ તમામ જગ્યાઓ પર તમને જોવા મળી જશે. જે લગભગ કોઈપણ જગ્યાએ જીવન જીવી શકે છે, જ્યાં ખોરાક ઉપલબ્ધ છે. દાખલા તરીકે, જમીન પર, માનવ વસ્તી ની આસપાસ, જંગલો, રણ, પર્વતો, ગુફાઓ અને પાણીમાં.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

શું બધા જીવજંતુ ઝેરી હોય છે?

એવું નથી કે તમામ જીવજંતુ જેરી હોય, જયારે ઘણા જેરી પણ હોઈ શકે છે. ઘણી પ્રજાતિ જેરી તો છે, પણ તેમનું ઝેર મનુષ્યો માટે એટલું હાનિકારક નથી, જેથી તમને બળતરા થઇ શકે છે. ઘણી પ્રજાતિ એવી પણ છે, જેને કરડવાથી મનુષ્યનું મૃત્યુ થઇ શકે છે.

વિશ્વમાં જીવજંતુ ની કેટલી પ્રજાતિઓ છે?

વિશ્વમાં કુલ 5 મિલિયનથી વધુ આવા જંતુ ની પ્રજાતિ મોજૂદ છે, જયારે બની શકે છે કે ઘણી પ્રજાતિ હજી આપણી જાણકરી બહાર હોય.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

આશા રાખું છું કે તમને “30+ જીવજંતુઓના ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Insects Name In Gujarati and English)” આર્ટિકલ માં જરૂરી તમામ નામ વિશે માહિતી મળી ગઈ હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.