પ્રાણીઓ કે જાનવર દુનિયામાં હવા, પાણી અને જમીન બધી જ જગ્યા એ વસવાટ કરી શકે છે, જે તેના પ્રકાર ઉપર નિર્ભર કરે છે. જેમાંથી આપણે આ આર્ટિકલ માં આસાની થી જોવા મળતા જળચર પ્રાણીઓ ના નામ (Common Water Animals Name In Gujarati and English) વિશે માહિતી પ્રાપ્ત કરીશું. અન્ય પ્રકારના પ્રાણીઓ ના નામ વિશે તમને નીચે આર્ટિકલની લિંક મળી જશે.
તો નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા બ્લોગ Learn in Gujarati માં સ્વાગત છે. આજે આપણે એક ખાસ પ્રકાર ના પ્રાણી જગત વિશે સામાન્ય એવી પણ ખુબ જ મહત્વપૂર્ણ માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તમને લાગી શકે છે કે આ તો મને ખબર છે, પણ આર્ટિકલ વાંચ્યા પછી આજે તમે પણ ઘણું નવું શીખશો.
આ પણ વાંચો- 100+ પ્રાણીઓ ના નામ (Animals Name In Gujarati and English)
પાણીમાં રહેતા અથવા જળચર પ્રાણીઓ ના નામ (Aquatic or Sea / Water Animals Name In Gujarati and English)
જળચર શબ્દ એવા પ્રાણીઓને માટે વાપરી શકાય છે જે મીઠા પાણીમાં અથવા તો ખારા પાણીમાં રહે છે. જો કે, દરિયાઈ નામ નો ઉપયોગ સામાન્ય રીતે ખારા પાણીમાં રહેતા પ્રાણીઓ માટે થાય છે, એટલે કે મહાસાગરો, સમુદ્રો વગેરે જેવા વિશાળ પાણી ના જથ્થા માં. જયારે મીઠા પાણી ના જાનવરો તમને તળાવ અને નદીઓ માં જોવા મળશે.
જળચર પ્રાણીઓ પાણીમાં રહે છે અને અસ્તિત્વ માટે મુખ્તવે પાણી પર આધાર રાખે છે. માછલી, સસ્તન પ્રાણીઓ (વ્હેલ), મોલસ્ક (સમુદ્ર ગોકળગાય), કેનિડેરિયન (જેલીફિશ), અને ક્રસ્ટેશિયન્સ (કરચલા) સહિતના જળચર પ્રાણીઓના વિવિધ અલગ અલગ જૂથો છે. તેઓ કાં તો તાજા પાણીમાં અથવા ખારા પાણીમાં રહે છે અને તેમના ઘણા કરોડરજ્જુ ધરાવતા અથવા અપૃષ્ઠવંશી જાનવરો હોઈ શકે છે.
No. | Water Animals Name in English | Water Animals Name in Gujarati |
1 | Crab | કરચલો (karachlo) |
2 | Fish | માછલી (machli) |
3 | Seal | સીલ (sil) |
4 | Octopus | ઓક્ટોપસ (oktopas) |
5 | Shark | શાર્ક (shark) |
6 | Seahorse | દરિયાઈ ઘોડો (dariyayi ghodo) |
7 | Starfish | તારા જેવી માછલી (tara jevi machli) |
8 | Whale | વ્હેલ (vel) |
9 | Penguin | પેંગ્વિન (pegvin) |
10 | Jellyfish | જેલીફિશ (jelifish) |
11 | Squid | સ્ક્વિડ (skvid) |
12 | Dolphin | ડોલ્ફિન (dolphin) |
13 | Shells or Oyster | શેલ (છીપ) |
14 | Turtle or Tortoise | દરિયાઈ કાચબો (dariyayi kachbo) |
15 | Sea lion | સીલ માછલી (sil machli) |
16 | Shrimp | ઝીંગા (jinga) |
17 | Walrus | વાલરસ (valras) |
18 | Crocodile | મગર (magar) |
- 40+ પક્ષીઓ ના નામ (Birds Name in Gujarati and English)
- પાલતુ પ્રાણીઓ ના નામ (Domestic Animals Name In Gujarati and English)
- જંગલી પ્રાણીઓ ના નામ (Wild Animals Name In Gujarati and English)
- સરિસૃપ પ્રાણીઓ ના નામ (Reptiles Name in Gujarati and English)
- જીવજંતુઓના ના નામ (Insects Name In Gujarati and English)
આ સિવાય પણ લાખો જાનવર ની પ્રજાતિ પાણીમાં રહે છે, જેમ કે ફક્ત માછલી ની હજારો પ્રજાતિ છે. પાણી માં રહેતા ઘણા પ્રાણીઓ સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ અથવા સરિસૃપ જેવા કોઈપણ મુખ્ય જૂથના સભ્યો નથી, જેમ કે જેલીફિશ ખરેખર તો માછલી નથી છતાં તે પાણીમાં રહે છે. પરવાળા દેખવામાં તમને સમુદ્ર માં ઉગતા છોડ જેવા લાગશે, પણ તે કે પ્રાણીઓ પણ છે. આ સિવાય ઘણા પ્રાણીઓ પાણી અને જમીન બંને પર જીવી શકે છે.
ઘણા જળચર પ્રાણીઓ વધુ પડતી માછીમારી, શિકાર આબોહવા પરિવર્તનના કારણે મુશ્કેલી થી જીવી રહ્યા છે. જળચર પ્રાણીઓ પણ અન્ય પ્રાણીઓ ની જેમ ખોરાક અને રોજગાર પૂરો પાડે છે, જેથી લોકો માછીમારી કરતા હોય છે. આ સિવાય ઘણા બધા જીવલેણ રોગો ના નિદાન માટે દરિયાયી જીવો માંથી દવા બનાવવામાં છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
પાલતુ માછલી ની પ્રજાતિ કઈ કઈ છે?
ઘણા પ્રકારની માછલીઓ લોકો ઘરે પાળવાનું પસંદ કરે છે, જેમ કે લોકપ્રિય પ્રજાતિઓ માં ગપ્પી, ગોલ્ડન ફિશ, હાઈ ફિન અને અન્ય.
કાચબો કેટલા વર્ષ જીવે છે?
આ પ્રજાતિ સૌથી વધુ જીવતી પ્રજાતિ માનું એક છે, જેનું સામાન્ય જીવન 100 વર્ષ હોઈ શકે છે. આ સિવાય કાચબા ની કેટલીક પ્રજાતિ 300 વર્ષ સુધી પણ જીવી શકે છે.
સારાંશ (Summary)
આશા રાખું છું કે તમને “પાણીમાં રહેતા અથવા જળચર પ્રાણીઓ ના નામ (Aquatic or Sea / Water Animals Name In Gujarati and English)” આર્ટિકલ માં જરૂરી તમામ નામ વિશે માહિતી મળી ગઈ હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.
સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.