vegetables name in gujarati and english
printable worksheet for kids ads

50+ શાકભાજી ના નામ | Vegetables Name in Gujarati and English

ફળો અને શાકભાજી આપણે આપણા દૈનિક ભોજનમાં રોજ ઉપયોગ કરીયે છીએ અને આપણને જરૂરી પોષક તત્વો પ્રદાન કરવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. પણ શું તમને તેના નામ ખબર છે? જો નથી તો “ભારતીય શાકભાજી ના નામ ગુજરાતી માં અને અંગ્રેજીમાં (Indian Vegetables Name in Gujarati and English)” આર્ટિકલ માં તમે જોયોઇટી માહિતી મળી જશે.

તો નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા બ્લોગ Learn in Gujarati માં સ્વાગત છે. આપણે ગુજરાતમાં રહીયે છીએ અને અહીં મોટા ભાગના લોકો શાકાહારી છે. જયારે તે રોજ અનાવી વાનગી ખાવાનું પસંદ કરે છે, તો આપણે આ જરૂરી શબ્દાવલી (vocabulari) કઈ રીતે ભૂલી શકીએ. તો ચાલો આજ કૈક નવું જાણીયે.

આ શબ્દો પણ ગુજરાતી થી અંગ્રેજી કે અંગ્રેજી થી ગુજરાતી શીખવા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે, કારણકે આપણે શાકભાજીના નામ રોજિંદા જીવન માં ઘણી વાર બોલતા હોઈએ છે. આ સિવાય કોઈ પણ નવી રેસિપી ઈન્ટરનેટ દ્વારા શીખવા માટે પણ આવા નામ બંને ભાષામાં આવડવા જરૂરી છે.

Also Read- ફળો ના નામ ગુજરાતી અને અંગ્રેજી માં (Fruits Name in Gujarati and English)

Popular Indian Vegetables Name in Gujarati and English List (ભારતીય શાકભાજી ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)

આજે આ ટોપિક ખૂબ જ મજેદાર થવા જઈ રહ્યો છે, જેમાં ગુજરાતી અને અંગ્રેજીમાં શાકભાજીમાં આપણે શાકભાજીના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ લિસ્ટ માં મોટા ભાગ ના શાકભાજી તો તમે જોયાજ હશે કદાચ થોડા એવા હશે જેને તમે ના જોયા હોય. ભારત માં ઉપલબ્ધ હોય એવાજ શાકભાજી ના નામ અહીં લિસ્ટ માં દર્શાવેલા છે.

vegetables name in gujarati and english language

Shakbhaji Na Nam Gujarati Ma (શાકભાજી ના નામ ની યાદી)

Noશાકભાજી ના નામ અંગ્રેજીમાં (Vegetables Names in English)શાકભાજી ના નામ ગુજરાતીમાં (Vegetables Names in Gujarati)
1Potato (પોટેટો)બટાકા (Bataka)
2Eggplant or Brinjal (એગપ્લાન્ટ / બ્રિન્જલ)રીંગણા (Ringna)
3Onion (ઓનિયન)ડુંગળી (dungali)
4Spring Onion (સ્પ્રિંગ ઓનિયન)લીલી ડુંગળી (lili dungali)
5Garlic (ગાર્લિક)લસણ (lasan)
6Tomato (ટોમેટો)ટામેટા (tameta)
7Bottle Gourd (બોટલ ગોર્ડ)દૂધી (dudhi)
8Cluster Beans (ક્લસ્ટર બિન)ગુવાર (gavar)
9Lady Finger (લેડી ફિંગર)ભીંડો (bhindo)
10Cabbage (કેબેજ)કોબી (kobi)
11Carrot (કેરટ)ગાજર (gajar)
12Coriander Leaf (કોરીયાન્ડર લિવ)લીલા ધાણા (lila dhana)
13Cauliflower (કોલીફ્લાવર)ફુલાવર (fulavar)
14Cucumber (કકમ્બર)કાકડી (kakadi)
15Celery (સેલેરી)કચુંબરની વનસ્પતિ (kachumbar ni vanaspati)
16Chili (ચીલી)મરચાં (marcha)
17Green Chili (Green Chili)લીલા મરચા (lila marcha)
18Bitter Gourd (બિટર ગોર્ડ)કારેલા (karela)
19Ridged Gourd (રીજ ગોર્ડ)તુરીયા (turiya)
20Peas (પીસ)વટાણા (vatana)
21Radish (રેડીશ)મૂળો (mulo)
22Green bean (ગ્રીન બિન)ચોળી બીજ (choli bij)
23Bean (બિન)વટાણા (vatana)
24Green Chickpea (ચિકપિ)ચણા (chana)
25Sweet potato (સ્વીટ પોટેટો)શક્કરિયા (shakariya)
26Curry Leaf (કરી લિવ)મીઠો લીમડો (mitho limdo)
27Coriander (કોરીયાન્ડર)ધાણા / કોથમરી (dhana/kothmir)
28Parsley (પાર્સલે)સુંગધી પાનવાળી એક વિલાયતી વનસ્પતિ (sugandhi panvali ek vilayati vanaspati)
29Fenugreek Leaf (ફેનુંગ્રીક લિફ)લીલી મેથી (lili methi)
30Ginger (જીંજર)આદુ (aadu)
31Spinach (સ્પીનાચ)પાલક (palak)
32Beetroot (બીટરૂટ)બીટ (bit)
33Pumpkin (પમ્પકીન)કોળું (kolu)
34Maize or Corn (મેઝ કે કોર્ન)મકાઈ (makai)
35Amaranth (અમરાંથ)રાજગરો (rajagaro)
36Turmeric (ટર્મરિક)હળદર (haldar)
37Raw Banana (રો બનાના)કાચા કેળા (kacha kela)
38Capsicum (કેપ્સિકમ)શિમલા મિર્ચ (shimla mirch)
39Dill (દિલ)સુવાદાણા (suvadana)
40Green pepper (ગ્રીન પેપર)લીલા મરી (lila mari)
41Mushroom (મશરૂમ)મશરૂમ (mashrum)
42Peppermint (પેપર મિન્ટ)ફુદીનો (fudino)
43Turnip (ટર્નિપ)સલગમ (salgam)
44Zucchini (ઝૂકીની)ઝૂકીની (jukini)
45Artichoke (આર્તિચોક)કાંટાળી ખાદ્ય વનસ્પતિ (katali khadhy vanaspati)
46Basil (બસિલ)તુલસી (tulsi)
47Asparagus (અસ્પારાગસ)શતાવરી (shatavari)
48Rosemary (રોઝમેરી)રોઝમેરી (rojmeri)
49Oregano (ઓરેગાનો)ઓરેગાનો (oregano)
50Broad Beans (બ્રોડ બિન)વાલોળ (Valol)
51Bulbous root (બલબસ રુટ)સુરણ (Suran)
52Colocasia (કોલોકેસિયા)પાત્રા (Patra)
53Drumstick (ડ્રમસ્ટિક)સરગવો (Saragvo)
54French Beans (ફ્રેન્ચ બિન)ફણસી (Fansi)
55Tandlichi (તનદલીચી)તાંદળિયા ની ભાજી (Tandaliya Ni Bhaji)
56Yam (યામ)રતાળું (Ratalu)
57Luffa Gourd (લૂફા ગોર્ડ)ગલકા (Galka)

ઉપર દાર્શવેલ સૂચીમાં તમે ઘણા નવા નામ જોયા. જેમાં મુખ્યત્વે બધા શાકભાજી તમે જોયા હશે, પણ તેનું અંગ્રેજીમાં નામ તમને ખબર નઈ હોય. જોકે વિશ્વમાં માં અલગ અલગ દેશો માં ઘણા પ્રકાર ના શાકભાજી ઉપલબ્ધ છે, તેથી બધા નામો નું લિસ્ટ બનાવવું મુશ્કિલ છે. આ માટે આપણા દેશ માં અને આપણી આસપાસ ઉપલબ્ધ હોય એવાજ નામ તમને લિસ્ટ માં જોવા મળશે.

શાકભાજીના નામ વર્કશીટ (Vegetables Names In Gujarati Worksheet)

લીલા શાકભાજી ના નામ (Green Vegetables Name in Gujarati)

  1. ભીંડો
  2. કાકડી
  3. લીલા મરચા
  4. વટાણા
  5. તુરીયા
  6. કારેલા
  7. ચોળી
  8. કોથમરી
  9. લીલી મેથી
  10. ફુદીનો
  11. દૂધી
  12. ગુવાર
  13. કોબી
  14. ધાણા

વેલાવાળા શાકભાજી ના નામ

  • કાકડી
  • તુરીયા
  • દૂધી
  • તુરીયા
  • ગલકા
  • કારેલા
  • ટીંડોરા

Some useful information about vegetables (શાકભાજી વિષે થોડી ઉપીયોગી માહિતી)

શાકભાજી એ છોડના અલગ અલગ ભાગો છે, જે માનવ અથવા અન્ય પ્રાણીઓ ખોરાક તરીકે સેવન કરે છે. સામાન્ય રીતે વર્ષો થી છોડના ફૂલો, ફળો, દાંડી, પાંદડા, મૂળ અને બીજ સહિત તમામ ખાદ્ય વનસ્પતિ પદાર્થોનો ખોરાક તરીકે ઉપીયોગ થતો આવ્યો છે અને આજે પણ શાકભાજી ને સાંસ્કૃતિક પરંપરા દ્વારા રાંધવામાં આવે છે અને અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે.

માનવામાં આવે છે કે સૌ પ્રથમ મનુષ્ય દ્વારા શાકભાજી જંગલ માંથી એકત્ર કરવામાં આવતું અને સામુહિક રીતે ભોજન કરવામાં આવતું. ત્યાર બાદ ખેતી નો વિકાસ થયો અને મનુષ્ય પોતે જ શાકભાજી અને ધાન્ય ઉગાડતો થયો. વર્ષો પેલા ની કૃષિ પદ્ધતિ હજી પણ ચાલે છે પણ હાલ ટેકનોલોજી ની મદદ થી ખેતી કરવામાં આવે છે અને શાકભાજી નું વ્યાપક ઉત્પાદન લેવા માં આવે છે.

Wonderful Facts About Vegetables (શાકભાજી વિષે અદભુત તથ્યો)

  • ટામેટાંમાં કેરોટીનોઈડ લાઈકોપીન ખૂબ વધારે હોય છે, જેથી ટામેટા સાથે બનેલો ખોરાક ખાવાથી કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે.
  • ટામેટા સિવાય ગાજર, પાલક, શક્કરીયા માં પણ કેરોટીનોઈડ નું પ્રમાણ વધુ હોય છે.
  • બટાકામાં મોટાભાગના પોષક તત્વો ત્વચાના છાલ નીચે જ હોય છે, જેથી બટાકા ને છાલ ઉતારી મુખ્યત્વે ખાવામાં આવે છે.
  • થોમસ જેફરસનને અમેરિકામાં ફ્રેન્ચ ફ્રાઈસની રજૂઆત માટે પૂરો શ્રેય આપવામાં આવે છે.
  • અમેરિકા માં સૌથી વધુ ટામેટાંનો વપરાશ થાય છે!
  • જર્મનો ભારતીય લોકો કરતા બમણા બટાકા ખાય છે.
  • દક્ષિણ અમેરિકાના એન્ડીસ પર્વતોમાં સ્થાનિક લોકો દ્વારા સૌપ્રથમ સફેદ બટાકાની ખેતી કરવામાં આવી હતી.
  • ટામેટા વાસ્તવમાં એક ફળ હતું પણ, 1893માં સુપ્રીમ કોર્ટ દ્વારા ટામેટાને શાકભાજી બનાવવાનો ચુકાદો આવ્યો હતો.
  • બટાટા સૌપ્રથમ 1586 માં યુરોપમાં દેખાયા હતા
  • ડોક્ટર દ્વારા દિવસમાં પાંચ વખત ફળ અથવા શાકભાજી ખાવાની ભલામણ કરવામાં આવે છે, જેથી આપણું સ્વાસ્થ્ય સારું રહે.
  • એક પુખ્ત વ્યક્તિની દૈનિક વિટામિન સીની 35% જરૂરિયાત મધ્યમ કદના બટાકા ના સેવન થી મળી શકે છે.
  • બટાકાને સારા રાખવા ફ્રિજ માં સંગ્રહિત કરવાની જરૂર નથી, પરંતુ તેને સૂકા જરૂર રાખવા જોઈએ.
  • બટાટા માત્ર 20% ઘન પદાર્થો અને 80% પાણી સમાયેલું છે.

શાકભાજી ના નામ ગુજરાતી માં PDF (Vegetables Names in Gujarati and English PDF)

અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ માહિતી ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
  • ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
  • ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
  • બસ થઈ ગયું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

How can I get vegetable names in Gujarati PDF?

આ લેખમાં તમે શાકભાજીના નામોની PDF ફાઈલો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં કઈ રીતે કોઈ પણ અન્ય સોફ્ટવેર ના ઉપીયોગ વગર સરળતાથી જનરેટ કરી શકો છો તેની માહિતી આપેલી છે.

ગુજરાતમાં સૌથી વધુ લોકપ્રિય શાકભાજી કયું છે?

રીંગણ (Eggplant) અને બટાટા (potato) એ ગુજરાતમાં સૌથી વધુ લોકપ્રિય શાકભાજી છે.

35 vegetables name in Gujarati?

ગાજર, ફુલાવર, બટાકા, ટામેટા, મરચાં, ડુંગળી,લસણ and કોબી is most popular vegetables in Gujarat, you can find other vegetables name in upper list.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

આજ ના આર્ટિકલ “Indian Vegetables Name in Gujarati and English (ભારતીય શાકભાજી ના નામ ગુજરાતી માં અને ઇંગલિશ માં)” માં આપણે ઘણી માહિતી મેળવી. આશા રાખું છું કે તમને પોસ્ટ ગમી હશે અને તમારે જોઈતી માહિતી મળી ગઈ હશે, છતાં તમને કઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી ને જણાવી શકો છો.

આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Shopping Cart