planets name in gujarati
printable worksheet for kids ads

9 ગ્રહો ના નામ | Planets Name in Gujarati and English

તમે કદાચ આપણા સૂર્યમંડળના મુખ્ય પદાર્થ વિષે ગુજરાતીમાં જાણતા હશો, જયારે આપણી પૃથ્વી પણ તેમનો એક સભ્ય છે. પણ શું તમને બધા ગ્રહો ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (planets name in Gujarati and English) જાણો છો? જો નથી જાણતા, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણે આ વિષય પર વાત કરીશું.

તો નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા બ્લોગ Learn in Gujarati માં સ્વાગત છે. સૌર મંડળ એ સૂર્યની ગુરુત્વાકર્ષણથી બંધાયેલી એક સિસ્ટમ છે અને તેના બધા પદાર્થો જે સૂર્ય આસપાસ ભ્રમણ કરે છે. આ પ્રક્રિયા સીધી અથવા આડકતરી રીતે સૌર મંડળ માં થાય છે. જેમાં સૂર્યની પરિક્રમા કરનારા પદાર્થો માં સૌથી મોટા આઠ ગ્રહો નો સમાવેશ થાય છે, સાથે બાકીના નાના પદાર્થો, વામન ગ્રહો, ઉપગ્રહો અને બીજા ઘણા નાના નાના ગેલેક્સી ના પદાર્થો નો પણ તેમાં સમાવેશ થાય છે.

બધા ગ્રહો ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (8 Planets Name in Gujarati and English With Pictures)

સૂર્યની પરોક્ષ રીતે પરિભ્રમણ કરતા પદાર્થોમાં પ્રાકૃતિક ઉપગ્રહો સમાવેશ થાય છે, જેમાં કોઈક ઉપગ્રહ જે બુધ કરતાં પણ મોટા છે. સૂર્યમંડળની રચના 6 અબજ વર્ષ કરતા પણ પેહલા પહેલા વિશાળ મોલેક્યુલર વાદળના ગુરુત્વાકર્ષણ ના પતનથી થઈ હતી એવું માનવામાં આવે છે. સોલાર સિસ્ટમ નો મોટો ભાગ ભાગ સૂર્યમાં છે, બાકીનો મોટામાં મોટો ભાગ ગુરુ ગ્રહમાં સમાયેલ છે.

સોલાર સિસ્ટમ માં ચાર નાના આંતરિક ગ્રહો, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ ગ્રહો છે, જે મુખ્યત્વે ખડક અને ધાતુથી બનેલા છે અને બાકી વધતા ચાર બાહ્ય વિશાળ ગ્રહો છે, તે આંતરિક ગ્રહો કરતાં નોંધપાત્ર પ્રમાણમાં વધુ વિશાળ છે. બે મોટા ગ્રહો, ગુરુ અને શનિ, ગેસ થી બનેલા ખુબ વિશાળ ગોળા છે, જે મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલીયમથી બનેલા છે.

યુરેનસ અને નેપ્ચ્યુન સંપૂર્ણ પણે બરફ ના બનેલા છે, જેને જળ, એમોનિયા અને મિથેન ના વોલેટાઇલ પણ કહેવામાં આવે છે. સૌર મંડળ ના બધા ગ્રહોમાં લગભગ ગોળાકાર કે લંબ ગોળાકાર ભ્રમણકક્ષા હોય છે જે તેના નિશ્ચિત માર્ગ પર સૂર્ય ની આસપાસ ફરે છે.

આપણા સૌર મંડળ માં અત્યારે 8 ગ્રહો નો સમાવેશ થાય છે. જેમાં થોડા વર્ષો પહેલા 9 ગ્રહનો સમાવેશ થતો હતો. અત્યારે પ્લુટો ને ગ્રહો ની સૂચિ માં લેવામાં આવતો નથી કેમ કે તે ઉપગ્રહો કરતા પણ કદમા ખુબ નાનો છે. નીચે તમને બધા ગ્રહ ના નામ જોવા મળી જશે જે બધા જ સૂર્ય થી અંતર પ્રમાણે ક્રમ માં ગોઠવેલા છે. સૌથી નજીક નો ગ્રહ તેમાં પ્રથમ હશે અને સૌથી વધુ અંતર ધરાવતો ગ્રહ તેમાં છેલ્લે હશે.

planets name in gujarati and english
NoPlanets Name in EnglishPlanets Name in Gujarati
1Mercury (મરક્યુરી)બુધ (Budhh)
2Venus (વિનસ)શુક્ર (Shukra)
3Earth (અર્થ)પૃથ્વી (Pruthvi)
4Mars (માર્સ)મંગળ (Mangal)
5Jupiter (જ્યુપિટર)ગુરુ (Guru)
6Saturn (સેટર્ન)શનિ (Shani)
7Uranus (યુરેન)યુરેનસ (Yurenus)
8Neptune (નેપ્ચ્યુન)નેપ્ચ્યુન (Neptune)

Dwarf Planet (વામન ગ્રહ)

વામન ગ્રહ એ નાના દળદાર પદાર્થ છે, જે સૂર્યની આસપાસ સીધી ભ્રમણકક્ષામાં છે. આવા ગ્રહ ગુરુત્વાકર્ષણની દૃષ્ટિએ ગોળાકાર હોઈ શકે તેટલો વિશાળ છે, પરંતુ સૂર્યમંડળના આઠ મુખ્ય ગ્રહોની જેમ ભ્રમણકક્ષામાં પ્રભુત્વ મેળવવા માટે અપૂરતા છે. પ્લુટોને 2006 માં “વામન” ગ્રહ તરીકે ગણવામાં આવ્યો હતો.

NoDwarf Planet Name in EnglishDwarf Planet Name in Gujarati
1Plutoપ્લુટો
2Ceresસેરેસ
3Orcusઓર્કસ
4Haumeaહૌમિયા
5Quaoarક્વોઅર
6Makemakeમેકમેક
7Gonggongગોંગગોંગ
8Erisએરિસ
9Sednaસેડના

ગ્રહો સિવાય સૂર્યમંડળમાં પણ નાના પદાર્થો હોય છે. મંગળ અને ગુરુ ગ્રહની ભ્રમણકક્ષાની વચ્ચે એસ્ટરોઇડ નો એક પટ્ટો આવેલો છે જેમાં મોટે ભાગે પાર્થિવ ગ્રહોની જેમ ખડક અને ધાતુની બનેલી ચીજો ફરતી હોય છે. નેપ્ચ્યુનની ભ્રમણકક્ષાની બહાર કુઇપર પટ્ટો અને છૂટાછવાયા સ્કેટ્રેડ ડિસ્ક આવેલા છે, જે મોટાભાગે બરફ પર બનેલા હોય છે

આ વસ્તુ ની અંદર કેટલાક પદાર્થો તેમના ગુરુત્વાકર્ષણ હેઠળ ગોળાકાર ફરવા માટે પૂરતા પ્રમાણમાં વિશાળ છે, જોકે ત્યાં સંખ્યા વિષે નું પાકું અનુમાન વૈજ્ઞાનિકો પાસે પણ નથી. આવા પદાર્થોને વામન ગ્રહો તરીકે વિશેષ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એકમાત્ર ચોક્કસ પાણે ઓળખાતો વામન ગ્રહ ફક્ત પ્લુટો છે, જે નેપ્ચુન ના એસ્ટરોઇડ પથ થી ઓછામાં ઓછા અને નજીકના અંતરે છે.

આવા પદાર્થો કે વામન ગ્રહ ઉપરાંત અન્ય ઘણા નાના પદાર્થો પણ એમાં સામેલ છે જેમાં ધૂમકેતુઓ, સેનટેસર્સ અને આંતર-ધૂળના વાદળો સહિત, પ્રદેશો વચ્ચે મુક્તપણે સફર કરતા ધૂળ અથવા બીજા કણો પણ છે. મુખ્ય ગ્રહો માં ઘણા ગ્રહો ની આસપાસ વલયો પણ જોવા મળે છે જે રજકણો અને વાયુ થી બનેલા હોય છે. ગુરુ અને શનિ ગ્રહ આસપાસ વલયો જોવા મળે છે જેમાં શનિ આસપાસ સૌથી વધુ વલયો છે.

સૂર્યથી બહારના પ્રવાહિત કણોનો પ્રવાહ જે માધ્યમમાં પ્રસરે છે તેને હિલોસ્ફિયર તરીકે ઓળખાય છે, જે પરપોટા જેવા દેખાતા ક્ષેત્ર બનાવે છે. સારી આપણી નજીક નો એક માત્ર તારો છે અને બધા ગ્રહો તેમાંથી છુટા પડ્યા હોવાનો વૈજ્ઞાનિકો નો દાવો છે.

Planets Name In Gujarati PDF

અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ માહિતી ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
  • ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
  • ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
  • બસ થઈ ગયું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

સૌરમંડળ માં કુલ કેટલા ગ્રહો છે?

હાલ સૌરમંડળ માં કુલ 8 ગ્રહો છે. આ સૂચિ માં બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો છે, જ્યારે ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન બાહ્ય ગ્રહો છે.

સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે?

ગુરુ (Jupiter) સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે અને બુદ્ધ (Mercury) સૌથી નાનો ગ્રહ છે.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

આશા રાખું છું કે તમને “ગ્રહો ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (Planets Name in Gujarati and English With Pictures)” આર્ટિકલ જરૂર થી ઉપયોગી લાગ્યો હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.

Shopping Cart